તા. ૧૯ જાન્યુઆરી થી ૨૫ જાન્યુઆરી ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 18th January 2019 05:25 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહમાં પ્રવાસના યોગ છે. વેપારમાં સંતોષ જણાય. નોકરીમાં સરળતા જણાય. નવી ઓળખાણ કામ લાગશે. નાણાંકીય પરિસ્થિતિ સુધરતી જણાય. સંતાન તરફથી સહકાર વધશે. વેપારમાં સરળતા વર્તાય. નોકરીમાં ક્રમશઃ પ્રગતિ અને શાંતિ રહે. લેવડદેવડનાં પ્રશ્નો હલ થાય. સંતાનના પ્રશ્નોના ઉકેલમાં રાહત રહે. ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવશે. માલ-મિલકતના પ્રશ્ને સરળતા થાય. નવી ઓળખાણ કામ લાગશે. મિત્રો સાથ-સહયોગ આપશે. લાંબા પ્રવાસના આયોજનમાં કાળજી રાખવી હિતાવહ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ વેપાર-ધંધામાં ટેન્શન રહેશે. વધુ પડતા વિશ્વાસે વહાણ હંકારશો તો મુશ્કેલી આવશે. નજીકની વ્યક્તિનો વિરોધ વધશે. વાણી-વર્તનમાં કાળજી રાખવી. નોકરીમાં પ્રગતિ જણાય. શુભ કાર્યો પાર પડશે. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવાની જરૂરત વર્તાય. મનની ચિંતાઓ વધવા સામે તંદુરસ્તી બાબતે ધ્યાન રાખવું જરૂરી જણાશે. અનેક અવરોધોમાંથી પસાર થતાં મનદુઃખના પ્રસંગો સર્જશે. વેપારમાં નુકસાન જોવા મળશે. નોકરીમાં ઉપલા અધિકારીઓનો રોષ સહન કરવો પડે. સપ્તાહની આખરમાં શાંતિ જણાય.

મિથુન (ક,છ,ઘ)ઃ કુટુંબ તથા મિત્રો વર્ગનો સહયોગ સાંપડે. નાણાંકીય રાહત. સરકારી કાર્ય અંગે શુભ સમાચાર મળે. વેપાર-ધંધામાં પ્રગતિ. નોકરીમાં રાહત. વડીલોનો સ્નેહ મળે. તંદુરસ્તી જળવાય. આકસ્મિક લાભ રહે. નોકરી-વેપારમાં રાહત મળશે. ઓળખાણ મદદરૂપ બનશે. પ્રોપર્ટીનાં પ્રશ્નો હલ થતાં જોવા મળશે. નવા કાર્ય થાય. પ્રગતિ થાય. શુભ સમાચાર મળે. સંતાનની ચિંતા ઓછી થશે. વેપારમાં ભાગીદારીની બાબતે કેટલીક બાંધછોડ કરવી પડશે. મન અકળામણ અનુભવશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહની શરૂઆતમાં અનેક પ્રશ્નોનું નિરાકરણ આવશે. શુભ સમાચાર આવશે. કરેલા રોકાણો અને કર્મનું સારું ફળ મળશે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હલ થાય. ઘરમાં સુખની અસર જોવા મળે. કૌટુંબિક સહયોગ વધે. વેપારમાં પ્રગતિ જણાય. નવીન ચીજવસ્તુની ખરીદી થાય. સ્વજનોનો સાથ-સહકાર મળે. નાણાંકીય બાબતોમાં રાહત અનુભવશો. વેપારમાં સરળતા જોવા મળશે. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી જરૂરી. સ્વજનોનો સાથસહકાર મળે. કરેલા કામોનો જશ મળે, નાણાંકીય બળ વધશે. પ્રગતિના પંથે આગેકૂચ થશે.

સિંહ (મ,ટ)ઃ નાણાંકીય બાબતે પ્રશ્ન હલ થશે. આકસ્મિક લાભ થવાની શક્યતાઓ રહે. વડીલો તરફથી સ્નેહભાવ વધશે. પ્રોપર્ટીના પ્રશ્નો ઉકેલાય. નવીન ચીજવસ્તુની ખરીદી થશે. મિત્રોની ઓળખાણ નવા કાર્યોમાં મદદરૂપ થશે. શુભ સમાચાર મળે. નોકરી-વેપારમાં રાહત. વિદ્યાર્થીઓ માટે સારો સમય. માંગલિક પ્રસંગોનું આયોજન થાય. યશ-માન મેળવશો. મનનું ભારણ ઓછું થાય. સંતાન અંગે ચિંતા હશે તો દૂર થશે. વેપારમાં સરળતા થતી જણાશે. નોકરિયાતને ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ વેપારમાં સાહસ જોઈજાળવીને કરવું હિતાવહ રહેશે. નોકરિયાતને ખર્ચનું પ્રમાણ વધશે. કૌટુંબિક બાબતોમાં કેટલાક પ્રશ્ન સર્જાય. પ્રવાસમાં જાળવવું જરૂરી. તંદુરસ્તી બાબતે ધ્યાન રાખવું જરૂરી જણાય. આકસ્મિક લાભની લાલચ નુકસાનકારક ન નીવડે તે જોવું. વિદ્યાર્થીઓએ પ્રવાસમાં સાચવવું. દામ્પત્યજીવનમાં નોંકઝોંક થાય. મિત્રોની સહાનુભૂતિ વધશે. નોકરી-ધંધામાં થોડી રાહત રહે. બાળકો પ્રત્યે વધુ ધ્યાન રાખવું પડશે. ઉધાર ખરીદતાં કાળજી લેવી. નવી યોજનાનો અમલ વિલંબમાં પડશે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન મન સ્વસ્થ રાખીને કામગીરી કરવી હિતાવહ રહે. નાણાકીય પરિસ્થિતિ યથાવત રહે. સંતાન અંગે ચિંતા સતાવશે. સામાજિક દોડધામ વધશે. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓએ સમય બગડે નહીં તેનું ધ્યાન રાખવું. નોકરી-વેપાર પરત્વે જાગૃત રહેવું. ઉતાવળમાં દસ્તાવેજો કરવાની લાલચ ટાળજો. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય. વડીલો પરત્વે માન જાળવવું. યાત્રા-પ્રવાસ થાય. જોઈ-જાળવીને કામગીરી કરશો તો નુકસાન ટાળી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહની શરૂઆત સારી રહે. જોકે અંત ભાગમાં ધ્યાન રાખવું પડશે. હાથમાં આવેલા કોળિયો ઝૂંટવાતો જણાય. પ્રગતિ યથાવત્ રહે. નાણાંકીય પરિસ્થિતિ સુધરશે નહિ. કોર્ટ-કચેરી અને મિલકતના પ્રશ્નો લંબાય. વેપારમાં દોડધામ રહે. સરકારી બાબતે મુશ્કેલી વધી શકે છે. નોકરીમાં નાહક ટેન્શન ઊભું થાય. પતિ-પત્ની વચ્ચે સતત મતભેદ રહે. નોકરી- ધંધામાં રાહત રહેશે. શેરસટ્ટા-લોટરીમાં સાહસ ન કરવું. ભાઈ-બહેનોની મદદે પહોંચવું પડશે. સંતાનો તરફથી ચિંતા વધશે. મિલકતના પ્રશ્નો ગૂંચવાય. પ્રવાસમાં ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ માટે રાહતજનક સમય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જમીન-મિલકતના પ્રશ્નો હશે તો તેનો ઉકેલ આવશે. વેપાર-નોકરીમાં કાળજી જરૂરી છે. મળે. કામગીરીનું ભારણ વધશે. નાણાંકીય પરિસ્થિતિમાં રાહત રહેશે. સાહસથી દૂર રહેવું. યાત્રા-પ્રવાસમાં ધ્યાન રાખવું. તંદુરસ્તીની કાળજી લેવી. વિદ્યાર્થીઓ માટે સખત મહેનત માગી લેતો સમય. શુભ સમાચાર મળે. મનમાં ઉદ્વેગ રહે. અટવાયેલા નાણાં પરત મળે. નાણાંકીય બાબતોમાં સરળતા થતી જણાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો. સામાજિક-ધાર્મિક કાર્યોમાં જોડાયેલા લોકોને યશ-માન મળે.

મકર (ખ,જ)ઃ નવા સાહસને સફળતા સાંપડે. જોકે કૌટુંબિક બાબતે અવરોધો જોવા મળે. પતિ-પત્ની વચ્ચે ખટરાગ જોવા મળે. બાળકોની તથા વડીલોની ચિંતા મન વ્યગ્ર બનાવે. નોકરીમાં ઉપલા અધિકારીઓથી કાળજી રાખવી. ભાગીદારો સાથે મતભેદ રહે. નાણાંકીય રીતે રાહત મળશે. વડીલો તથા સાથી મિત્રોના સહયોગથી પ્રશ્નો ઉકેલાશે. ભૂતકાળમાં કરેલા રોકાણ અને ઓળખાણ કામ આવશે. વેપારમાં પરિસ્થિતિ યથાવત્ જળવાય રહે. નોકરીમાં મુશ્કેલી રાહત અપાવશે. સંતાન તરફથી રાહત મળે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દોડધામ અને માનસિક ટેન્શન વધારશે. અંગત વ્યક્તિઓનો રોષ વધે. ધારેલા કાર્યોમાં અવરોધ જણાય. ખોટી ચિંતાના ભારણમાં ખોટા નિર્ણય લેવાશે. મહત્ત્વની બાબતે ધ્યાન રાખવું જરૂરી. વેપાર-ધંધામાં મંદી જણાય. નોકરીમાં મૂંઝવણ રહે. મિત્રો-ભાગીદારોનું ભારણ વધે. વિદ્યાર્થીઓએ વાદ-વિવાદથી દૂર રહેવું. સમય પ્રતિકૂળ જણાશે. નોકરીમાં પ્રગતિ જણાય. પ્રવાસની તક ઊભી થાય. મિત્રો તથા સ્વજનો રાહત અપાવે. મિલકતના પ્રશ્નો યથાવત્ રહે. જીવનસાથી સાથે મતભેદ વર્તાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આર્થિક આયોજનમાં સરળતા જણાશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં રાહત જણાય. નાણાંકીય સ્થિતિ વધુ સુધરશે. ચિંતામાંથી મુક્તિ મળશે. વગદાર વ્યક્તિ સાથે પરિચય વધશે. ઓળખાણ કામ લાગશે. લાભની તક સર્જાશે. નાણાંકીય સદ્ધરતા વધશે. અટવાયેલાં નાણાં મળવાના સંજોગો વધશે. ચિંતા ઓછી થાય. સંતાનો તરફથી શુભ સમાચાર મળશે. વેપારમાં તથા નોકરીમાં રાહત જણાય. પરિવારમાં માંગલિક પ્રસંગનું આયોજન થાય. યાત્રા-પ્રવાસ ગોઠવાય. ધાર્મિક અને સામાજિક કાર્યોને લઈ દોડધામ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter