મેષ (અ,લ,ઇ)ઃ આપના ઘણા વણઉકેલ્યા પ્રશ્નો હવે નીવેડો આવશે. નવી જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ મળશે. જેટલી સાનુકુળતા વધશે એટલી જવાબદારી પણ વધશે. નાણાકીય પરિસ્થિતમાં સુધારો જોવા મળશે. નોકરિયાત વર્ગ માટે હજી થોડોક સમય પરિસ્થિતિ જૈસે થે રહેશે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. ધંધાકીય ક્ષેત્ર માટે આ સમય ઘણી નવી તકો લઈને આવશે. આરોગ્યની બાબતે કોઈ ચિંતા જણાતી નથી.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન મહત્ત્વના નિર્ણયો લેવા માટે ખૂબ સમજદારી દાખવીને આગળ વધવું પડશે. આ અઠવાડિયામાં કોઈક ખૂબ જરૂરી મુદ્દે નિર્ણયો લેવા પડે તેવું બની શકે છે. ચાહે એ ધંધાકીય ક્ષેત્રમાં હોય કે આપના અંગત. સામાજિક ક્ષેત્રમાં કામ કરનાર વ્યક્તિઓ માટે યશ-માન-કિર્તી પ્રાપ્ત કરી શકાય એવો સમય છે. નોકરિયાત વર્ગને પણ બઢતી મળવાની તક છે. ગૃહાદિક જવાબદારીનો બોજો વધતો જોવા મળશે.
મિથુન (ક,છ,ઘ)ઃ તમારા અગત્યના કામકાજ માટે સાનૂકુળ તકો ઊભી થતી જોઈ શકશો. અને તેમાં સફળતા પણ મેળવશો. ભાગ્યબળના જોરે સારા એવા કાર્યો સફળ થઈ શકશે. નાણાકીય પરિસ્થિતિમાં પણ સુધારો થતો જોઈ શકશો. ધંધાકીય ક્ષેત્રમાં તકો સારી એવી મળશે, પરંતુ જોઈજાળવીને આગળ વધવું. આરોગ્ય મામલે નાની-મોટી ચિંતા રહે. દામ્પત્યજીવનમાં પણ સંવાદિતા અને સુખદ માહોલ જળવાશે.
કર્ક (ડ,હ)ઃ આ અઠવાડિયા દરમિયાન કૌટુમ્બિક પ્રશ્નોનું સમાધાન શોધી શકશો. જોકે અમુક મામલે જતું કરવાની ભાવના રાખવી પડશે. કુટુંબના સભ્યો માટે આનંદનું વાતાવરણ ઉભું કરી શકશો. ક્યારેક સ્વમાન-લાગણી ઘવાયાનો અનુભવ થાય, પરંતુ ઈશ્વર પર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને આગળ વધશો તો બાદમાં જીત નિશ્ચિત છે. નોકરીના ક્ષેત્રમાં પણ જોઈ-જાળવીને આગળ વધવું. નાણાકીય પરિસ્થિતિ યથાવત્ રહેશે.
સિંહ (મ,ટ)ઃ આ સમય થોડીક માનસિક અશાંતિનો અનુભવ કરાવશે. મનમાંથી શંકા-ભયને હાંકી કાઢશો તો થોડીક શાંતિ પામશો. આવકના નવા માર્ગો દ્વારા નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. આવકમાં વધારો થવાની સાથોસાથ ખર્ચાઓ પણ વધશે. મકાન-સંપત્તિને લગતી બાબતો માટે સમય ખૂબ સારો છે. આરોગ્યને લઈને થોડીક ચિંતાઓ રહ્યા કરશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમારી લાગણીઓને ઠેસ પહોંચે, સ્વમાન ઘવાય તેવા પ્રસંગો બનવાની સંભાવનાઓ છે. થોડોક વાણી-વર્તન પર અંકુશ રાખશો તો મોટી નુકસાનીમાંથી બચી શકશો. નોકરિયાત વર્ગને પોતાના સહાધ્યાયી કે ઉપરી કર્મચારી સાથે જીભાજોડીમાં ન ઉતરવાની સલાહ છે. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિઓમાં સુધારો આવતો જણાશે. આપના સંતાનોના પ્રશ્નોનો ઉકેલ મળી શકે. આરોગ્ય બાબતે ખાસ ચિંતાનું કારણ જણાતું નથી.
તુલા (ર,ત)ઃ આપની આર્થિક પરિસ્થિતિ સુધરતી જણાશે. વધારાની આવક ઉભી કરવા માટે નવા રસ્તાઓ અપનાવ્યા હશે તો ચોક્કસ એ સફળ થશે. નોકરિયાત વર્ગ માટે પણ સમય ઉત્તમ છે. આપના કાર્યો થકી યશ-માન-કિર્તી મેળવી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રમાં ઘણી બધી નવી તકો પ્રાપ્ત થાય પણ સાથે સાથે નવા માર્ગ અપનાવી કાર્યક્ષેત્રમાં સુધારો લાવવા પડશે. આરોગ્યની બાબતે થોડીક ચિંતાઓ રહેશે. આપના સંતાનોના અભ્યાસ બાબતે થોડી કાળજી રાખવી પડશે.
વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક સ્થિતિને સ્વસ્થ રાખવા માટે સતત કાર્યશીલ રહેવું જરૂરી છે. જો થોડીક પણ સુસ્તી દાખવી તો માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરવો પડશે. નોકરી તેમજ ધંધાકીય - બંને ક્ષેત્રોમાં ઘણી નવીન કામગીરી આ સમય દરમિયાન શક્ય બનશે. નવા મૂડીરોકાણો પણ થાય. ભાગીદારીમાં જોઈ-વિચારીને આગળ વધવું. આપના સંતાનોના અટવાયેલા કાર્યો પણ પૂર્ણ થઈ શકશે. આરોગ્ય સારું રહેશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ અંગત સમસ્યાઓ કાલ્પનિક વિચારોને કારણે વધતી જોવા મળશે. એક પ્રકારની નિરાશાઓનો અનુભવ થાય. બેચેની પણ અનુભવશો. જોકે રાહત મળવાના પણ યોગ છે. નાણાકીય પરિસ્થિતિ પણ સુધરશે. ગૂંચવાયેલા નાણા પરત મેળવી શકશો. ધંધામાં હજી સમય યથાવત્ રહેશે. મકાન લે-વેચના કાર્યમાં પણ સ્થિતિ યથાવત્ રહેશે. નોકરીમાં પરિવર્તનના યોગો બળવાન રહેશે. આરોગ્ય બાબતે કાળજી રાખવી જરૂરી છે.
મકર (ખ,જ)ઃ આ સમયમાં નવીન સંબંધો દ્વારા મળતા લાભ પ્રાપ્ત કરી શકાય. ધંધાકીય કે નોકરીના કારણે પ્રવાસના યોગો બળવાન બને. મુસાફરી લાભદાયક પુરવાર થાય. ભાઈ-બહેનો સાથેની ગેરસમજ દૂર કરી શકશો. કૌટુમ્બિક શાંતિનો અનુભવ થાય. આવક અને જાવકના પ્રમાણમાં આર્થિક સદ્ધરતા કેળવી શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય. આરોગ્યની દૃષ્ટિએ નાની-ચિંતાઓ રખાવે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આપનો આ સમય મનની મુરાદો પુરી કરવા માટે ખૂબ મહેનત અને પરિશ્રમ કરવો પડે. નકારાત્મક વિચારોને તિલાંજલિ આપવી પડે. નોકરીના ક્ષેત્રમાં ધાર્યા પરિણામો લાવવા માટે પણ ખૂબ મહેનત કરવી પડે. આપના સહકર્મચારીઓની મદદ દ્વારા કાર્યની પૂર્તતા કરવી હિતાવહ રહેશે. ધંધાકીય ક્ષેત્રમાં નવાં-નવાં સાહસોમાં રોકાણ થવાની શક્યતા રહેશે. આરોગ્ય સારું રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય દરમિયાન મન પરનો ભાર, અશાંતિના વાદળો ઘેરાયા હશે તો તે દૂર થતાં જોઈ શકશો. લાંબા સમયથી અનુભવાતી બેચેનીમાંથી મુક્ત થઈ શકશો. નોકરીના ક્ષેત્રમાં આપના કરેલા કાર્યો થકી યશ-માન-કિર્તી મેળવી શકશો. દામ્પત્યજીવનમાં પણ મધુરતાનો આનંદ અનુભવી શકશો. આરોગ્યની દૃષ્ટિએ તમારા કોઈ સ્વજનને લઈને ચિંતાઓ રહેશે. સંતાનોના પ્રશ્નોના નિરાકરણ આવે.