તા. ૧૯ નવેમ્બર ૨૦૧૬ થી ૨૫ નવેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 16th November 2016 09:31 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બનશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. નવીન પરિસ્થતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધુ આનંદ માણી શકશો. નાણાકીય પરિસ્થિતિ વધુ બગડે નહીં તે જોજો. ખર્ચાઓ પર કાબુ રાખજો. આવક વધારવાના પ્રયત્નો સફળ થશે નહીં. મદદ સહાયરૂપી આવક થાય. નોકરિયાત કામગીરીમાં યશમાન મેળવશે. વેપાર-ધંધામાં કાર્યબોજ વધી શકે છે. ભાગીદારો સાથે મતભેદ નિવારવા જરૂરી છે. વિઘ્ન સંતોષીઓથી સાવધ રહેવું જરૂરી છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આવકવૃદ્ધિ કે કોઈ જૂના લાભ મળતા સમય રાહતજનક પુરવાર થશે. તમારા માથા પર રહેલા ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા છે. કામ પૂરતા નાણાં મળવાનો યોગ છે. શેરસટ્ટાથી લાભ મળવાના યોગ નથી. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. જોકે પ્રગતિકારક તક મળવામાં વિલંબ થાય. કાર્યભાર વધશે. તમારી લાગણીઓ છેડાતા માનસિક સંઘર્ષ કરવો પડે. માનસિક તાણ વધશે. આવેશની લાગણી પર કાબૂ રાખજો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના ગ્રહયોગ દર્શાવે છે કે યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા વધે. તમારી નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માંગી લે તેવો સમય છે. કૌટુંબિક અને આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે બોજો વધશે. નોકરિયાતને કામકાજના સ્થળે જવાબદારીનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગો જણાય છે. આરોગ્યની કાળજી લેવા સલાહ છે.

કર્ક (ડ,હ)ઃ કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં આ સમય વિકાસ સૂચવે છે. માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતા જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં તમે આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે સમય પડકારરૂપ છે. તમારા કામકાજો હજુ સ્થગિત રહેતા જણાશે. અગત્યના નિર્ણય માટે રાહ જોવી પડે. વ્યાવસાયિક વર્ગને સામા પવને ચાલતાં હોય તેમ જણાય. મકાન-સંપત્તિ અને મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે.

સિંહ (મ,ટ)ઃ માનસિક શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગશો નહિ. તમારો પુરુષાર્થ જારી રાખવો જરૂરી છે. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો જ સાનુકૂળ બની જશે. ચિંતિત થવાને કારણ નથી. તમારી આવક અને ખર્ચની સ્થિતિને સમતોલ નહિ રાખી શકો. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાશે. વિશ્વાસઘાત અને હાનિના પ્રસંગોથી સાવધ રહેજો. ધંધાના ક્ષેત્રે પણ નાનીમોટી તકલીફો બાદ કાર્ય ઉકેલાશે. ઘર, જમીન કે સંપત્તિના મામલામાં યા તેને લગતા કામકાજના ઉકેલ માટે ગ્રહયોગો મદદ બની રહેશે. વિઘ્નો પાર કરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ એકંદરે સમય સારો નીવડશે. સ્વસ્થતા અને સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાઓના કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગ્રત રહેવું જરૂરી સમજવું. ગાફેલ રહેશો તો નુકસાન થાય. ઝડપી આવકની આશા ફળે નહિ. ઉઘરાણીથી આવક થાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળશે. વેપાર-ધંધામાં ઉન્નતિ જણાય. વિરોધી અને હરીફો પર વિજય મળે.

તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક માર્ગ દ્વારા જ શાંતિ હાંસલ કરશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. નાણાકીય આયોજનને વ્યવસ્થિત રાખજો, નહીં તો હેરાન થઈ જશો. ખોટા ખર્ચ વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થાય. નોકરિયાત વર્ગને કામકાજમાં બોજ વધતાં લાગે. ઉપરી વર્ગ સાથે વાદ-વિવાદ ટાળજો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સામે ધીમે ધીમે આશાજનક બનશે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક શાંતિ અને ખોટી ચિંતાના ભારણના કારણે સમય પ્રતિકૂળ જણાશે. બને ત્યાં સુધી વાદ-વિવાદોથી દૂર રહેવું. નાણાકીય બાબતો માટે તમારા પ્રયત્નો સફળ થાય નહિ. નાણાકીય ચિંતાઓ વધતી જણાશે. વધારાના ખર્ચના પ્રસંગો પણ આવશે. નોકરિયાતો માટે આ સમય પરિવર્તનકારી અને સાનુકૂળ જણાય છે. મિત્રો સ્નેહીઓ, પરિચિતો ઉપયોગી બનતા જણાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે ધાર્યા લાભ ઓછા મળે. મકાન-મિલકતના કામકાજ માટે ગ્રહયોગો સાનુકૂળ છે. પ્રયત્નો સફળ થશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહમાં હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખજો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. નાણાકીય આયોજનને વ્યવસ્થિત રાખજો, નહીં તો હેરાન થશો. ખોટા ખર્ચ વધી જવાનું સંભવ છે. અટવાયેલા લાભ કે ઉઘરાણી મળવાના બદલે વિખવાદ વધે. નોકરિયાત વર્ગને કામકાજમાં બોજ વધતો જણાશે. ઉપરી વર્ગ સાથે વાદ-વિવાદ ટાળજો. વેપાર-ધંધામાં પરિસ્થિતિ ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક થશે.

મકર (ખ,જ)ઃ માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિ પણ અનુભવાશે. નાણાકીય દૃષ્ટિએ જોતાં આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ રહે તેમ હોવાથી સાચવીને ખર્ચ કરજો. આંધળા સાહસ ન કરવા જોઈએ. નોકરિયાત વર્ગને હાથવેંત જણાતો લાભ દૂર ઠેલાશે. બદલી-પરિવર્તનની તક મળે તે ઝડપી લેજો. વેપારી વર્ગ માટે સમય ચિંતાજનક છે. ધંધાના કામકાજો વધુ ધ્યાન માગી લેશે. આ ક્ષેત્રે વિકાસ શરૂ થવાના એંધાણ મળશે. વધુ મહેનતે કાર્ય સફળ થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ મનનો ઉદ્વેગ વધતો જણાશે. કેટલીક તકલીફો વધતાં ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે ખર્ચા વધુ રહેશે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધી દૂર થતાં લાગે. પ્રગતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. વિકાસ સાધી શકશો. મકાન-સંપત્તિને લગતા કામો માટે મુશ્કેલીઓ વધુ જણાશે. ખોટા ખર્ચા વધશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાના કારણે વધુ આનંદ માણી શકશો. ચિંતા કે ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગો નથી. બલકે જે છે તે ખર્ચાતા નાણાભીડ સર્જાશે. જૂના લેણાંની રકમો મળવાથી વહેવાર નભી જશે. નોકરિયાત માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. બઢતીનો માર્ગ ખૂલશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે. વિકાસ અને વિજયનો યોગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter