તા. ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 18th February 2022 04:53 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન થોડી વધારે ધીરજ રાખી કામકાજ કરવું અતિ આવશ્યક રહેશે. માર્ગ આડેના અવરોધો દૂર થતાં વાર લાગશે. આર્થિક મુશ્કેલી થોડાઘણા અંશે દૂર થતી જોવા મળે. ધંધાકીય મૂંઝવણોને દૂર કરવા માટે વધુ મહેનત કરવી પડે. ભાગીદારો સાથે કોઈ વિવાદમાં ન ઉતરવું સલાહભર્યું રહેશે. નોકરિયાત વ્યક્તિઓને નવા પ્રોજેક્ટ્સથી ફાયદો થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં નુકસાનયોગ છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખીને કામગીરી આગળ વધારશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરશો. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો હાથ લાગે એના ઉપર કામગીરી શરૂ કરી શકશો. જોકે, મહેનત ખૂબ કરવી પડશે. આર્થિક રીતે આ સમય આપના માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. અટવાયેલાં નાણાં પરત મળે. મકાન-મિલકતના વિવાદો દૂર થાય. વિદ્યાર્થીઓને આ સમયમાં કોઈ સારા સમાચાર મળે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય સક્રિય અને પ્રવૃત્તિશીલ પૂરવાર થાય. અધૂરા કામકાજ પૂરા કરવાનો સમય આવી ગયો છે. વ્યવસાયમાં થોડીઘણી વ્યસ્તતા વધતી જોવા મળે. જેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે તેનું ધ્યાન રાખવું. પારિવારિક સમસ્યાનો અંત આવતો જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓની દોડધામ વધે. પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરવા માટેના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે. આર્થિક મામલે રાહત મળે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન અંગત મૂંઝવણોમાંથી છૂટકારો મેળવી શકશો. તમારા કાર્યને બમણાં જોશથી આગળ વધારી શકશો. ધંધાકીય તેમજ નોકરીમાં નવી આશાવાદી તકો હાથ લાગે, જેના કારણે આનંદનું વાતાવરણ જોવા મળે. નવા મકાનની ખરીદી માટેના કાર્યોમાં આગળ વધી શકશો. ઉચ્ચ અભ્યાસ માટે બીજા દેશમાં જવાની વિદ્યાર્થીઓની ઈચ્છા પૂર્ણ થતી જોવા મળશે.
• સિંહ (મ,ટ)ઃ તમારી આજુબાજુની પરિસ્થિતિ માનસિક રીતે બેચેની અને તાણની અનુભૂતિ કરાવે. ઉતાવળા નિર્ણય ન લેવાની સલાહ રહેશે. નાણાંકીય રીતે બેલેન્સ બનાવી રાખવું અતિ આવશ્યક રહેશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નોને ચાલુ રાખશો. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથેના કામની જીભાજોડીમાં ન ઉતરવું, નહીં તો નુકસાની સહન કરવી પડી શકે છે. કૌટુંબિક કાર્યોમાં થોડા ઘણા અંશે રાહત જોવા મળે. સ્વાસ્થ્ય અંગે થોડી વધુ કાળજી રાખવી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી મુશ્કેલીઓ અને પરેશાની દૂર થતી જોવા મળે. કોઈ અકલ્પ્ય શક્તિ આપને સહાય કરે. આપના મિત્રો તેમજ વડીલો પણ મદદરૂપ બની રહેશે. આર્થિક રીતે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરવાના તમારા પ્રયત્નો સફળ થાય. વ્યાપાર ક્ષેત્રમાં આપના નિર્ણયોની પ્રશંસા થાય. જેના કારણે માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. માંગલિક પ્રસંગોને કારણે ઘરમાં ચહલ-પહલ વધે. કુંવારા પાત્રો માટે જીવનસાથીની શોધખોળ પૂરી થતી જોવા મળે.
• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન આપના ગ્રહયોગો તરફેણમાં રહેશે. પ્રગતિના નવા માર્ગો ખુલતાં જોવા મળે. વ્યાપારિક ક્ષેત્રોમાં નવીન સફળતાના શીખરો સર કરી શકશો. નાણાંકીય આયોજન સફળતાપૂર્વક પાર પાડી શકશો. લોન વગેરે માટેની કાર્યવાહી આગળ વધે. નોકરિયાત વર્ગને નવી જગ્યાએ અથવા તો બઢતીની તકો મળશે. કરિયરલક્ષી ઘણીખરી સફળતાઓ પ્રાપ્ત કરી શકશો. માતા-પિતા સાથે સારો સમય પસાર કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં તમારી પ્રાથમિકતા નક્કી કરી કામગીરી આગળ વધારશો તો અચૂક સફળ થઈ શકશો. દરેક બાજુ દોડવા કરતાં કોઈ એક ચોક્કસ માર્ગ પકડી આગળ વધવાનું સલાહભર્યું રહેશે. પરિવાર અને આર્થિક જવાબદારી સતત ધ્યાન માંગી લેશે. નોકરીમાં નવી શરૂઆત તેમજ કાર્યવૃદ્ધિ થકી સફળતા અને લાભ મેળવી શકશો. અટવાયેલા જમીન-મકાન કે પ્રોપર્ટી રિલેટેડ પ્રશ્નો ઉકેલાય. સંતાનો બાબતે થોડી ઘણી ચિંતા રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): આપના માર્ગમાં ઘણી એવી સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે જેનો ઉકેલ શોધવા તમારે ખૂબ મહેનત કરવી પડશે. હાર માન્યા વગર આગળ વધવાનું સૂચન છે. જોકે, આર્થિક રીતે સમય તમારા પક્ષમાં રહેશે. વ્યાપાર-ધંધામાં આવશ્યક નાણાંની જોગવાઈ કરવામાં સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં થોડા ઘણાં પડકારોને બાદ કરતાં પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. પ્રવાસ-પર્યટનથી થોડી ઘણી તાજગીનો અનુભવ કરશો.
• મકર (ખ,જ)ઃ આપના સેવાભાવી અને ઉદાર સ્વભાવને કારણે ઘણી વાર નુકસાની પણ સહન કરવી પડી શકે છે, જેથી કાળજી રાખવી. જોકે, આપના કરેલા કાર્યોની આપના ક્ષેત્રમાં ઘણાંખરાં અંશે નોંધ પણ લેવાય. નાણાંકીય મૂંઝવણોનો અંત આવે. નોકરીમાં થોડી દોડધામ વધે. વ્યવસાયિક ક્ષેત્રમાં ધારેલી સફળતાઓ પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. સંપત્તિ સંબંધિત પ્રશ્નો હલ થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ દરમિયાન અકારણ ચિંતાઓ તેમજ ટેન્શનમાં થોડોઘણો વધારો જોવા મળે. જોકે, સતત કાર્યશીલ રહેશો તો આ સમસ્યામાંથી બહાર આવી શકશો. આર્થિક રીતે સમયની અનુકૂળતા થતાં થોડી રાહત રહેશે. વ્યવસાયિક કામગીરીમાં આકસ્મિક ખર્ચાઓને પહોંચી વળવા માટેનું આયોજન જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને અટવાયેલાં કાર્યો પૂર્ણ થતાં રાહત મળે. ઈમિગ્રેશનને લગતાં પ્રશ્નોનું નિરાકરણ આવે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ પરિસ્થિતિ થોડાઘણા અંશે સુધરતી જોવા મળે. જેના કારણે આપની મનોસ્થિતિમાં પણ સુધારો જોઈ શકશો. વ્યવસાય-ધંધામાં થોડી કાયદાકીય ગૂંચવણો રહેશે. પરંતુ તમારી સૂઝબૂઝથી એમાંથી બહાર આવી શકશો. નોકરિયાત વ્યક્તિઓ પ્રગતિકારક કાર્યો કરી શકશે. બઢતી-બદલીની ઈચ્છાઓ પૂર્ણ થાય. સંતાનના લગ્નવિષયક બાબતે હવે રાહત જોવા મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter