મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન વિના કારણ બેચેની કે ઉદાસીનો અનુભવ થશે. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. આ સમય આવકવૃદ્ધિ કે કોઈ જૂનો લાભ મળતાં રાહત આપનાર નીવડશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી કરવાની આશા રહે છે. તમારા કામ પૂરતાં નાણા મેળવી શકશો. શેરસટ્ટાથી લાભ નથી. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે અને વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મેળવી શકશો. વેપાર-ધંધાની યોજનામાં સારી પ્રગતિ જણાશે. મકાન-મિલકતના કામકાજમાં સાનુકૂળતા વધશે. કોર્ટ-કચેરીના પ્રશ્નો ઉકેલાશે. વડીલની તબિયત બગડતાં ચિંતા રહેશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ નાના-મોટાં અંતરાયો અને સંઘર્ષનો સામનો કરવો પડશે. માનસિક તંગદિલી અને અવસ્થતાનો અનુભવ થાય. સ્થિરતા સ્વસ્થતા ટકાવી રાખવા પડશે. આર્થિક સમસ્યાનું નિરાકરણ શોધી શકશો. તમારા નાણાકીય વ્યવહારોને જાળવી શકશો. જરૂરતના સમયે નાણાની જોગવાઈ થઈ જતાં કામ પાર પડી જશે. પ્રવાસ સફળ અને મજાનો નીવડશે. સંતાનો બાબતની ચિંતા ઉકેલાય. આરોગ્યની સાવચેતી રાખવી પડશે. વાદ-વિવાદથી દૂર રહેજો. વ્યાવસાયિક અને સંપત્તિ વિષયક કામગીરીમાં વધુ પરિશ્રમે તમે સફળ થશો.
મિથુન (ક,છ,ઘ)ઃ મનોવેદના અને બેચેનીનો અનુભવ થાય. વિઘ્ન કે વિલંબના કારણે ઉત્પાત જણાશે. ધીરજ અને સમતા કેળવવા જરૂરી. નાણાકીય લાભ મેળવી લેવાની ઉતાવળ કરશો નહીં. લાભની આશા ઠગારી નીવડશે. નોકરિયાતોને પ્રયત્નોનું ફળ લાંબા ગાળે મળશે. ધંધાકીય સમસ્યાનો ઉકેલ મેળવશો. કોઈ પણ અગત્યનું કામકાજ સફળ થતું જણાશે. દાંપત્યજીવનમાં વિવાદ-વિખવાદોનું કોઈ કારણ ઊભું ન થાય તે જોજો. સમજીવિચારીને ચાલજો. સંતાનોની ચિંતા રહેશે. યાત્રા-પ્રવાસથી લાભ જણાશે. પ્રિયજનથી વિખવાદ અને મતભેદ વધે નહીં તે માટે જતું કરવાની ભાવના રાખજો. લાંબા કરતાં ટૂંકા પ્રવાસ સરળ બનશે. ગૃહજીવનમાં તમે સમાધાનવૃત્તિથી ઘર્ષણ ટાળી શકશો.
કર્ક (ડ,હ)ઃ આ સમય સાનુકૂળ તક આપનાર પુરવાર થશે. મહત્ત્વની વ્યક્તિનો સાથ-સહકાર મેળવી શકશો. મનની મૂંઝવણો દૂર થાય. અગત્યની કામગીરી સફળ થાય. અલબત્ત, કેટલાક મતભેદોથી અશાંતિ અનુભવશો. આવકના પ્રમાણમાં ખર્ચનું પ્રમાણ વધતા એકંદરે કટોકટી અનુભવશો. નાણાકીય વ્યવહારો ધીમા પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય ઠીક ઠીક સારો ગણી શકાય. ધંધામાં તમારી કામગીરી ફળદાયી બનશે. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાય. મકાન કે સંપત્તિની બાબતમાં તમારા પ્રયત્નો સફળ થાય. મકાનનું સ્થળાંતર થાય. વાહનથી હેરાનગતિ વધે. લગ્ન-વિવાહની સમસ્યાઓથી મુક્તિ મળે. જીવનસાથીનો સહકાર વધશે. મતભેદોનું નિવારણ થઈ શકે. સ્નેહીથી મિલન-મુલાકાતના પ્રસંગો વધે.
સિંહ (મ,ટ)ઃ તમારી યોજનાઓ અંગે જોઈતી સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં પ્રગતિ વધશે. સારી તકો મળશે. સફળતાના કારણે માનસિક સ્થિતિ સ્વપ્નભરી રહેશે. આ સમયમાં ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જશે. લેણી રકમ ધાર્યા પ્રમાણે મળે નહીં. નોકરિયાતોને બઢતી-બદલીની તક છે. મહત્ત્વની વ્યક્તિની મદદ ઉપયોગી થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારો વિકાસ થતો જણાશે. મકાન-મિલકતના પ્રશ્નો હલ થાય. લગ્ન-વિવાહ સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવવાની આશા છે. કૌટુંબિક બાબતો અંગે સમય સાનુકૂળ છે. જીવનસાથીનો સહકાર મળશે. સંતાનોની તબિયત નરમગરમ રહે. પ્રવાસ સફળ થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ મનની મૂંઝવણો દૂર થાય. કાર્યભાર વધતો જણાય, પરંતુ સફળતાની તકો વિશેષ મળશે. સ્થિતિ એકંદરે ઠીક ઠીક રહેશે. ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટેની જોગવાઈના તમારા પ્રયત્નો સફળ થાય. ઉઘરાણી તરફ ધ્યાન આપવું જરૂરી છે. નોકરિયાત વર્ગો માટે આ સમય ઠીક ઠીક સારો ગણી શકાય. વિરોધીઓના હાથ હેઠાં પડશે. અગત્યની કાર્યવાહી સફળ થાય. ઉપરીનો સાથસહકાર મળે. ધંધા-વેપારના ક્ષેત્રે હજુ નાની-નાની મુશ્કેલી જણાશે અને વિલંબથી કાર્યસફળતાના યોગ છે. અગત્યના કોલ-કરાર ઢીલમાં પડે. લગ્ન-વિવાહની સમસ્યાઓથી મુક્તિ મળે. મતભેદનું નિવારણ થઈ શકશે. સંતાનોની તબિયત અંગે સાવધ રહેવું. મહત્ત્વના કોર્ટ-કચેરીના કામકાજો જેમના તેમ રહે.
તુલા (ર,ત)ઃ પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી નિશ્ચિત સફળતા સાંપડશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. કાર્યશીલ રહીને ધીરજ ધરશો તો આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ હલ થશે. એકાદ મહત્ત્વના લાભની આશા ફળશે. નોકરિયાત વર્ગને માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લાં પડતાં જણાશે. વેપાર-ધંધામાં નવીન તકો મળે. સંપત્તિ-મકાન વગેરે બાબતો અંગે માનસિક ચિંતા વધશે. ધાર્યા અનુસાર કામ ન થાય. જીવનસાથી પ્રત્યે પ્રેમ-સહાનુભૂતિ દાખવીને તમે વિવાદો, વિસંવાદિતા ટાલી શકશો.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં કંટાળો કે થાક વધતો લાગે. લાગણીઓના ઘોડાપૂરને કાબૂમાં રાખવા પડે. નાણાકીય દૃષ્ટિએ ધાર્યું થાય નહીં. આવકવધારો સામાન્ય જણાય, પરંતુ તે સામે જાવક - ખર્ચ વિશેષ જણાશે. નાણાકીય સંકડામણ અનુભવવી પડે. નોકરિયાતોને કાર્યસફળતા મળે. બઢતી-બદલીના અટકેલા કામકાજો વિલંબથી, પણ ઉકેલાશે જરૂર. ઉપરી સાથેના સંબંધો સાનુકૂળ બને. આ સમય વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સારી રીતે ઉકેલવા માટે માર્ગ મેળવી શકશો. લાભની આશા ફળદાયી બનતી જણાય. ગૃહજીવનમાં મધુરતાનું વાતાવરણ સર્જી શકશો. જીવનસાથીનો પ્રેમ અને સહકાર વધે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહમાં તમે કેટલાક પલટાઓ અને ફેરફારો જોઈ શકશો. પરિસ્થિતિ બદલાતી જણાશે. હવે નોકરી-ધંધાના પ્રશ્નો અંગે સાવધ રહેવું પડશે. તમારા વિરોધીઓ જોર કરીને અંતરાયો ઊભા કરવાનું કાર્ય કરતા હોય તેમ લાગશે. પરિણામે આર્થિક મુશ્કેલી અને નાણાકીય તંગી પણ તમારે જોવી પડશે. આ સપ્તાહમાં તમે કોઈ નવીન પરિવર્તન આવી રહેલું જોઈ શકશો. ઉતાવળા પગલાં ભરશો તો પસ્તાવાનો વારો આવશે. નાણાકીય લેવડદેવડમાં ખાસ ધ્યાન આપવું જરૂરી થઈ પડશે. અગત્યના કામો અંગે કોઈની મદદ લેવી પડશે. ભાતૃ અને સ્નેહી વર્ગનો સહકાર મળશે.
મકર (ખ,જ)ઃ આ સમયગાળામાં કોર્ટ-કચેરી અને સરકારી પ્રશ્નો અંગે સાનુકૂળતાઓ જણાશે. દાવા-વિવાદનો ઉકેલ આવતો જણાશે. હિતશત્રુઓનો પરાજ્ય થાય. તમારું સ્વાસ્થ્ય સુધરશે અને પરિણામે માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. વેપાર અને નોકરીમાં સફળતાનો યોગ જણાય છે. તમે ધીમી પણ નક્કર પ્રગતિ સાધી શકશો. પુરુષાર્થ વધારવો પડશે. કોઈની મદદથી કામ પાર પડતા જણાય. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની રહેશે. દાંપત્યજીવનમાં અશાંતિ ડોકિયા કરશે. જીવનસાથીનું આરોગ્ય સંભાળી લેજો. નવી યાત્રા-મુસાફરીની તકો વધશે. ખર્ચ પણ વધશે. અહીં કોઈ મહત્ત્વની કામગીરી પાર પડશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ કડવી વાણીના કારણે મિત્રો-સ્વજનોથી સંબંધો બગડશે. બહારગામથી સગાંઓના શુભ સમાચાર મળે. સંતાનોના અંગત પ્રશ્નોમાં રસ લેવાથી લાભ થાય. નાણાભીડ દૂર કરવા લોન લેવી પડશે. સાહસિક વૃત્તિ પર કાબૂ રાખવો. માતા-પિતા સાથે વિવાદ થાય. અભ્યાસમાં રૂચિ રહે નહીં. બ્લડપ્રેશરની તકલીફ હોય તો સંભાળવું. સરકારી કાર્યમાં થોડોક વિલંબ થાય. લગ્નજીવનમાં શાંતિ જોવાય. સામાજિક કાર્યોમાં યશમાન મળશે. નોકરીમાં આવેલી રૂકાવટો દૂર થાય. પરદેશના કાર્યોમાં વિલંબ થાય. મકાન-મિલકતને લગતી બાબતો માટે આ સમય ધીમે ધીમે સાનુકૂળ બનશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ લાગણી અને ગુસ્સાને કાબૂમાં રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિ મેળવી શકશો. ખોટી ગેરસમજોના કારણે વ્યથા-વિષાદ જણાશે. આર્થિક સ્થિતિ વધુ તંગ કે મુશ્કેલ ન બને તે માટે ખોટા ખર્ચને અટકાવવા જરૂરી. પુરુષાર્થ જારી રાખશો તો સમસ્યાઓનો હલ મેળવી શકશો. નોકરિયાતને માર્ગ આડે જણાતા અવરોધો ધીમે ધીમે દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. સારી ધંધાકીય તક મળતી જણાય. મહત્ત્વના કોલકરારોથી લાભ થાય. મિલકત કે મકાનના પ્રશ્નો માટે હજી સમય સાથ આપતો જણાતો નથી. પરિસ્થિતિ ગૂંચવાશે. ધાર્યું કામ થાય નહીં અને તેની પાછળ સમય અને નાણાનો વ્યય થાય. દાંપત્યજીવનમાં સમસ્યા સર્જાઇ હશે તો ઉકેલ મળશે.