મેષ (અ,લ,ઈ)ઃ કાલ્પનિક અને વ્યર્થ ચિંતાઓ કરીને મનની શાંતિ ગુમાવશો. શંકા, વહેમ કે તર્કવિતર્કથી મન વધુ અસ્વસ્થ થશે. કાલ્પનિક ભય રાખવાને કોઇ કારણ નથી. ઇશ્વરની શ્રદ્ધા રાખીને ચાલશો તો કશું બગડશે નહીં. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થવામાં અંતરાયો આવશે, જે તમે સારી રીતે પાર કરી શકશો. તમારા મહત્ત્વની કામગીરી માટે કે વેપાર-ધંધા સંબંધિત નાણાકીય મૂંઝવણનો ઉકેલ મેળવી શકશો.
વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધશે. વિકાસ-પરિવર્તનની તકો મળશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાકીય બાબતો તરફ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસ્થિત બનીને રહેશો તો નુકસાનથી બચી શકશો. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવશે. જૂની ઉઘરાણીથી આવક થાય. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીમાં અવરોધ આવશે. વાદ-વિવાદ સર્જાય. વેપાર-ધંધામાં અસંતોષ અનુભવાશે.
મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક સ્થિતિ તણાવમુક્ત બનતાં રાહત અનુભવશો. તમારી કેટલીક મહત્ત્વની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહક તકો પણ મેળવી શકશો. કોઇ પણ પ્રકારના નુકસાનથી બચવા માટે આર્થિક આયોજનથી બચવું જરૂરી છે. નોકરીમાં અટવાયેલા લાભો કે આવક મેળવવાના તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધામાં લાભકારક આયોજન કરી શકશો.
કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં પૂર્વનિર્ધારિત કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેવી જરૂરી છે. આયોજનનો અમલ ધીરજપૂર્વક કરવો જરૂરી છે. પ્રગતિના પંથ આડેના અવરોધો ધીમે ધીમે દૂર થતાં લાગશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે લાભકારક પુરવાર થશે. નોકરીમાં બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય લાભકારક સાબિત થશે. વિકાસની તક મેળવી શકશો. કોઇ પણ પ્રકારના કૌટુંબિક પ્રશ્નો મૂંઝવતા હશે તો તે દૂર થશે.
સિંહ (મ,ટ)ઃ આ સમય સારો નીવડશે. સ્વસ્થતા અને સક્રિયતામાં વધારો થશે. પ્રગતિકારક નવરચનાઓના કારણે તમારી મૂંઝવણ દૂર થવા લાગશે. અલબત્ત, આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગ્રત રહેવું જરૂરી છે. જો ગાફેલ રહેશો તો નુકસાનનો ભોગ બનશે. ઝડપી આવકની આશા ફળશે નહીં. જૂની ઉઘરાણી પરત મળશે. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક જણાય છે. અટવાયેલા લાભ મળશે. કામકાજ પાર પડશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ મનોઉદ્વેગના બનાવો વ્યથિત કરશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપવું જરૂરી છે. નાણાકીય દૃષ્ટિએ થોડીક વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ મળવાની હાલ તુર્ત શક્યતા નથી. આવક સામે વિશેષ ખર્ચના યોગો બનવાન છે. નોકરિયાતને પ્રમોશનની તકો જણાય છે. તમારી મહેનત ફળશે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ થશે. નવી તકો ઉન્નતિ તરફ દોરી જાય.
તુલા (ર,ત)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓમાં સફળતા મેળવી શકશો. આયોજનપૂર્વક સમયનો ઉપયોગ કરવો જરૂરી છે. આવક વધારવાના પ્રયાસ સફળ થશે. અલબત્ત, તમારી આવકના પ્રમાણમાં ખર્ચ પણ વિશેષ થવાના યોગો હોવાથી ઠેરના ઠેર જેવી સ્થિતિ રહેશે. નોકરિયાતો માટે સપ્તાહના ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે મતભેદ રહેશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક રાહત અનુભવશો. કાલ્પનિક કે અવાસ્તવિક ચિંતાઓને મનમાં બોજ વધારવા દેશો નહીં. તમારી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. લાંબા સમયથી અટવાયેલા લાભો મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરિયાતને પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક બનશે. સંપત્તિ સંબંધિત કામકાજોમાં મુશ્કેલી કે અવરોધ જણાશે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયગાળામાં તમારી મનની સ્વસ્થતા ટકાવી રાખવી જરૂરી છે. આર્થિક દૃષ્ટિએ વિચાર કરતાં આ સમય ખર્ચાળ જણાય છે. કોઈ ને કોઈ સ્વરૂપે ખર્ચ થાય. આર્થિક આયોજન કરવામાં પણ અંતરાય આવે. કાર્યસફળતા માટે પ્રયત્ન વધારજો. નોકરિયાત વર્ગ માટે આ સમયના યોગ સાનુકૂળ થતાં જણાય છે. હાથ આવેલી તકનો ઉપયોગ કરી લેજો. બઢતી-બદલીને લગતા પ્રશ્નો હલ થાય.
મકર (ખ,જ)ઃ સપ્તાહમાં કેટલાક અવરોધોનો સામનો કરવો પડે કેમ કે ધાર્યું પરિણામ ન આવતા નિરાશા જણાશે. માનસિક અશાંતિ જણાશે. એક શુભ બાબત એ છે કે આ સમયમાં માર્ગમાં અવરોધો છતાંય આર્થિક પરિસ્થિતિ જાળવી શકશો. જરૂરી ખર્ચાઓની વ્યવસ્થા થતી રહેશે. નોકરીમાં હો કે સ્વતંત્ર ધંધો કરતા હો, તમારી આયોજન ખોરવાતું જણાશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ જવાબદારીઓ અને કેટલીક અકારણ ચિંતાઓના કારણે માનસિક તાણનો અનુભવ થશે. વાદ-વિવાદોથી દૂર રહેવું જરૂરી છે. કાલ્પનિક ભય રાખવાને કોઇ કારણ નથી. નાણાકીય કામકાજો પાર પડશે. અણધાર્યા પ્રસંગો માટે નાણાંની વ્યવસ્થા થઈ શકશે. ફસાયેલા નાણા મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળશે. યશ-માન મળશે. સારી યોજનાઓમાં પ્રગતિ થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. નાણાકીય આયોજન વ્યવસ્થિત નહી રાખો તો ગરબડ વધશે. ખોટા ખર્ચા વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ થતો જણાશે. નોકરિયાતને મહત્ત્વની સમસ્યાનો ઉકેલનો માર્ગ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સમય સાનુકૂળ અને પરિવર્તનકારક જણાય છે. હાથમાં આવેલી તકનો ઉપયોગ કરી લેજો.