તા. ૨ જાન્યુઆરી ૨૦૨૧થી ૮ જાન્યુઆરી ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 01st January 2021 05:02 EST
 
 

મેષ (અ,લ,ઇ)ઃ આપના મનની ઇચ્છાઓ આ સમયમાં સાકાર ન થતાં વિઘ્નો ધારો છો એટલી ઝડપે દૂર ન થાય. તમારા ખર્ચાઓ વિશે વ્યવસ્થિત આયોજન કરવા પ્રયત્નશીલ બનશો તો આર્થિક તંગી ટાળી શકશો. નોકરિયાત વર્ગને વણઉકેલ સમસ્યાઓનો હલ નજીકના સમયમાં આવતો જણાશે. કૌટુંબિક સંપત્તિના વાદવિવાદ હજી યથાવત્ રહેશે. થોડીક સમજદારી દાખવીને જતું કરવાની ભાવના કેળવશો તો ઉકેલ લાવી શકશો.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખીને કામગીરી કરશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરશો. નોકરી-ધંધાના ક્ષેત્રમાં નિરાશા અને નકારાત્મક વિચારોને લાવવા દેશો નહીં. આર્થિક પરિસ્થિતિમાં સુધારો કરવા માટે પ્રયત્નો ચાલુ રાખશો. મકાન-મિલકતની બાબતોનો ઉકેલ મળશે. કૌટુંબિક કાર્યશીલતા વધે. સંતાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. પ્રવાસ-પર્યટન, હવાઈ મુસાફરી ફળદાયી નીવડશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય થોડીક બેચેની - મનોવેદનાનો અનુભવ કરાવે. કાર્ય સફળતામાં વિઘ્ન કે વિલંબના કારણે ઉત્પાત રહે. ધીરજ અને સંયમથી કામ લેવું હિતાવહ છે. ધંધાકીય ક્ષેત્રમાં નવીન તકો આવશે, પરંતુ મહેનત ખૂબ કરવી પડશે. નોકરીમાં પરિસ્થિતિ યથાવત્ જણાય. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં મન પરોવશો તો દરેક કાર્યના રસ્તાઓ શોધી શકશો. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહેશે.

કર્ક (ડ,હ)ઃ આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થાય. અધૂરા કામકાજને આગળ ધપાવી શકશો. વ્યવસાયિક કાર્યોની વ્યસ્તતાને કારણે થોડી ઘણી માનસિક અસ્વસ્થતા જણાય. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો હલ થાય. નવીન સંપત્તિની ખરીદી શક્ય બને. આરોગ્ય બાબતે થોડીક કાળજી રાખવી હિતાવહ રહે. વિદ્યાર્થી વર્ગ મહેનત અને પુરુષાર્થ થકી ઇચ્છિત સફળતા મેળવી શકશે. માંગલિક પ્રસંગોના યોગ બળવાન બને.

સિંહ (મ,ટ)ઃ અંગત સમસ્યાઓનો ઉકેલ આ સમય દરમિયાન મેળવી શકશો. લાંબા સમયથી અટવાયેલા કામકાજો પૂર્ણ થાય. કોર્ટ-કચેરીના પ્રશ્નોનો નિવેડો આવે. નોકરી-ધંધામાં પ્રગતિકારક તકની પ્રાપ્તિ થાય. આર્થિક પરિસ્થિતિમાં સુધારો આવતો દેખાય. દામ્પત્યજીવનમાં પણ મધુરતા જળવાઈ રહે. ધાર્મિક પ્રવાસો શક્ય બને. વિદ્યાર્થીઓને પરિણામના લીધે થોડીક માનસિક અસ્વસ્થતા વધે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય કુટુંબની જવાબદારી તેમજ નાણાકીય અસ્વસ્થતા વધારશે. જોકે આપ સુઝબૂઝ, ધીરજ અને સહનશીલતા થકી દરેક કાર્યને પૂર્ણ કરી સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વર્ગે પોતાના ઉપરી અધિકારી સાથેના સંબંધોમાં વિખવાદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વેપાર ક્ષેત્રે હરીફાઈમાં ટકી રહેવા સતત પ્રયત્નશીલ રહીને મહેનત કરવી પડે. વિદ્યાર્થી વર્ગ આ સમયમાં ઇચ્છીત સફળતા પ્રાપ્ત કરી શકશે. આ સમયમાં પ્રવાસ-પર્યટનના યોગ છે.

તુલા (ર,ત)ઃ આ સમય અંતરાયોને દૂર કરી આપને સફળતાના માર્ગે દોરી જાય. સપ્તાહ પ્રગતિ અને પ્રસિદ્ધિ અપાવનાર સાબિત થાય. નોકરિયાત વર્ગ પોતાના પુરુષાર્થનું યોગ્ય ફળ પ્રાપ્ત કરી શકશે. ધંધાકીય ક્ષેત્રે હજી પણ અથાગ મહેનત કરવી પડે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નોનો આપની તરફેણમાં ઉકેલ આવે. સંતોનાના લગ્ન સંબંધિત પ્રશ્નો ઉકેલાય. વિદ્યાર્થીઓ માટે આ સમય મધ્યમ રહેશે.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના માટે ભરપૂર નવીન તકો લાવશે. આ તકનો સમજીવિચારીને ઉપયોગ કરશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરશો. ધંધાકીય ક્ષેત્રમાં જવાબદારીનું ભારણ વધે. સાથે સાથે તમારી સહનશીલતાની કસોટી પણ થાય. નોકરિયાત વર્ગને ખૂબ પ્રગતિકારક તકો પ્રાપ્ત થાય. મકાન-મિલકત ખરીદવા ઇચ્છતા હો તો સમય સારો છે. વિદ્યાર્થી વર્ગને થોડીક વધુ મહેનત કરવી પડે. આરોગ્ય બાબતે કાળજી રાખવી જરૂરી છે. પ્રવાસ-પર્યટન દ્વારા નવા સંબંધો વિકસે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં થોડીક સાવચેતી સાથે આગળ વધવું હિતાવહ રહેશે. હિતશત્રુઓ આપની એક નાની ભૂલને મોટી બનાવી આપને હાનિ પહોંચાડી શકે છે. તેથી ખૂબ સમજી વિચારીને યોગ્ય પગલાં ભરવા સલાહભર્યું રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં પણ ઉતાવળા નિર્ણયો આપને નુકસાન પહોંચાડી શકે છે. નોકરી- ધંધામાં પરિસ્થિતિ યથાવત્ રહે. આર્થિક પ્રશ્નોનો નિવેડો આવે. માતા-પિતાના આરોગ્ય બાબતે ચિંતા રહે. સંતાનોના પ્રશ્નોનો હલ ખૂબ સમજીવિચારીને કરવો નહીં તો આપને જ સહન કરવાનો વારો આવે.

મકર (ખ,જ)ઃ આપ સૂઝબૂઝ અને કૂનેહથી આવનાર મુશ્કેલીઓનો સામનો કરશો તો દરેક સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશો. નોકરી-ધંધાના ક્ષેત્રમાં હરીફાઈમાં ટકી રહેવા ખૂબ મહેનત કરવી પડશે. જોકે આખરે જીત આપની થશે. જીવનસાથીનો સહકાર દરેક કાર્યમાં મદદરૂપ પુરવાર થાય. કૌટુંબિક પ્રશ્નોનો હલ લાવી શકશો. નવી મિલકત ખરીદીની ઇચ્છા પૂર્ણ થાય. સંતોનાની થોડી ચિંતા રહે. સરકારી અને કોર્ટ-કચેરીના કાર્યોમાં આપનો વિજય થાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ કેટલાય સમયથી હૃદયમાં ધરબી રાખેલી વેદના આ સમયમાં બહાર કાઢી શકશો. આથી માનસિક સ્વસ્થતા તથા હળવાશ અનુભવાશે. તમારા ધારેલા કાર્યો પૂર્ણ થાય. નોકરીના ક્ષેત્રમાં બઢતી પ્રાપ્ત થાય. ધંધા-વેપારમાં પણ પ્રગતિ સાધી શકશો. આરોગ્યના બાબતે ચિંતાનું કોઈ કારણ જણાતું નથી. સંતોનાના લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ ટૂંક સમયમાં આવશે. વિદ્યાર્થી વર્ગને પોતાની મહેનતનું ફળ પ્રાપ્ત થાય. ઉચ્ચ અભ્યાસની ઉજ્જવળ તક પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ અનન્ય શક્તિ થકી આપને વ્યથાઓ હળવી થતી જણાય. માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. મિત્રો થકી મદદ પ્રાપ્ત થઈ શકશે. વ્યાપારિક ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ થાય. પરિણામે સમાજમાં આપના યોગદાનની નોંધ લેવાય. કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ આવે. જીવનમાં આનંદ અને પરિવારના સહયોગ થકી હર્ષોલ્લાસભર્યું વાતાવરણ રહે. વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવી સલાહભર્યું રહેશે. પ્રવાસ-પર્યટનની ઇચ્છા સાકાર થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter