મેષ (અ,લ,ઇ)ઃ કોઈ અગત્યના પ્રશ્નોમાં ઉકેલ મળતાં ઉત્સાહ વધશે. લાંબા સમયથી અટવાયેલા કામોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થશે. આર્થિક દૃષ્ટિએ સમય સાનુકૂળ જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વિરોધીઓ ફાવશે નહીં. તમારી નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા સાંપડે. વ્યાવસાયિક દૃષ્ટિએ આ સમય ઘણો આશાસ્પદ છે. વિકાસકૂચ શરૂ થશે. સંપત્તિમાં વૃદ્ધિના યોગો છે. મહત્ત્વની ખરીદી થાય.
વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન મનોદશા વિષાદભરી રહેતી જણાશે. તમે નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનભવ વધુ થશે. કારણ વિનાની ચિંતાથી વ્યથા જાગશે. આર્થિક બાબતો સંબંધિત મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થશે. અટવાયેલા કાર્યો માટે નાણાં ઊભા કરી શકશો. નોકરિયાતો માટે મહત્ત્વની સમસ્યાઓનો ઉકેલ મળી આવતાં આનંદ વધશે. બગડેલી બાજી સુધારી શકશો.
મિથુન (ક,છ,ઘ)ઃ પુરુષાર્થ યોગ્ય દિશામાં કરવાથી અવશ્ય સફળતા સાંપડશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. આગળ વધો અને વિજય મેળવો. આર્થિક સમસ્યા ગમે તેટલી ઘેરી હશે તો પણ હલ થાય. નાણાંકીય સમસ્યાને ઉકેલી શકશો. એકાદ-બે સારા લાભ પણ મળે. તમારા માર્ગમાં આવતા વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિ જણાય. વિરોધીઓ ખુલ્લા પડતા જણાય. ધંધા-વેપારમાં નવીન તક મળે. સંપત્તિ-મકાન-જમીન સંબંધિત બાબત અંગે માનસિક ચિંતા વધશે. સારી રીતે કામ થાય નહીં.
કર્ક (ડ,હ)ઃ માનસિક જોમ-જુસ્સો જાળવી રાખજો. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા મળે નહીં. ભલે વિપરિત સંજોગો જણાય, પણ પૂર્વનિર્ધારિત કાર્ય આગળ વધારવા પ્રયત્નશીલ રહેશો. ખર્ચાઓ કે અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી નાણાંકીય જોગવાઈ થઈ શકશે. એકાદ-બે લાભની આશાઓ ફળશે. એકંદરે આર્થિક ચિંતાનો બોજો હળવો થાય. નોકરિયાત માટે ગ્રહયોગો શુભ જણાય છે.
સિંહ (મ,ટ)ઃ આ સમયમાં માનસિક ઉમંગ-ઉલ્લાસ જાળવી રાખશો તો ઘણા લાભમાં રહેશો. જો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા તો નહિ મળે ઉલટાની નિષ્ફળતા મળશે. વિપરિત સંજોગો દેખાય તો પણ ચિંતા કરશો નહીં. તમારી આવક અને જાવકના પાસાં પર વિશેષ ધ્યાન આપજો. નોકિરયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળે. કામકાજ પાર પડે. સારી તક મળે. વેપારમાં ઉન્નતિ જણાય. વિરોધીઓ અને હરીફો પર વિજય મળે. મકાન-સંપત્તિની બાબતો માટે હજી ખાસ સાનુકૂળતા જણાતી નથી.
કન્યા (પ,ઠ,ણ)ઃ અંગત બાબતોના કારણે અજંપો અને વ્યથા અનુભવતા મનને સક્રિય રાખજો. તો જ તમે વધુ નિરાશામાંથી ઊગરી શકશો. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાતો નથી. ચૂકવણીઓની સામે ઉઘરાણી મેળવવા પ્રયત્ન કરશો તો લેણાં પરત મળવાની થોડી સંભાવના છે. નોકરિયાતને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધોમાંથી નીકળી શકશો. બદલીનો યોગ પણ જણાય છે. ધંધા-વેપારની વૃદ્ધિ-વિકાસના પગલાં, આયોજનો માટે આ સમય ઉપકારક છે. જમીન-મકાન ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા પૂર્ણ થાય.
તુલા (ર,ત)ઃ આ સપ્તાહમાં માનસિક મૂંઝવણ વધે તેવા પ્રસંગો પેદા થશે. ધાર્યું કામ સારી રીતે પાર ન પડવાથી તાણ વધે. અંગત તથા સાંસારિક પ્રશ્નોથી તમારી સ્વસ્થતા અને શાંતિમાં ખલેલ પડતા જણાય. રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થશે. નાણાંકીય બાબતોમાં વધુ પ્રયત્ને સફળતા મળે. લોન-કરજ સ્વરૂપે નાણાં મળે. મિત્રો-સ્વજનોની મદદ મેળવી શકશો. નોકરીના કામ માટે સમય શુભ નથી. જવાબદારીનો બોજો સૂચવે છે. માનસિક વ્યથા - વિષાદ વધશે. પ્રતિકૂળ સંજોગો જણાશે.
વૃશ્ચિક (ન,ય)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. માનસિક ઉલ્લાસ અનુભવશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધારે આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ કથળે નહીં તે માટે ખર્ચ પર કાપ મૂકવો જરૂરી. આવક વધવાના પ્રયત્નો સફળ થાય. મકાન- મિલકત અંગે સમય સાનુકૂળ બનશે. ખરીદ-વેચાણ સંબંધિત કામ પાર પડશે. લગ્ન-વિવાહ અંગેની વાતચીત ફળશે. કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકશો. સ્વજનો સાથેના મતભેદો દૂર થશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં આપને ઉદાસી ઘેરી વળે. નાણાંકીય સંજોગો સુધરવામાં હજુ સમય લાગે તેમ હોવાથી સમજીવિચારીને ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો દુર્વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. બચત થવાના યોગ નથી. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તનના યોગ છે. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા જણાય. ધંધાકીય પરિસ્થિતિ યથાવત્ રહેતી જણાય.
મકર (ખ,જ)ઃ અગત્યના આયોજનો, કાર્યોમાં સફળતાપૂર્વક આગળ વધી શકશો. અવરોધ કે વિઘ્નો હશે તો તે દૂર થશે. માનસિક ચિંતાઓ પણ ધીમે ધીમે હળવી થાય. જરૂરિયાત પૂરતી આવક થશે અને આર્થિક ભીંસ છતાંય તમારું કામકાજ અટકશે નહીં. ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજો-કરજ વધારશો નહીં. નોકરીના ક્ષેત્ર પરિવર્તન માટે હજુ યોગ્ય સમય નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થતાં જણાશે. ભાગીદારો સાથેના મતભેદો દૂર થશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાગણીઓ સંબંધિત પ્રશ્નોથી ઉત્પાત વધે. મનના આવેશને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ટાળજો. જરૂરિયાતના પ્રમાણમાં તમારી આવક ઓછી રહેતા તંગી જણાશે. કરજ-લોન દ્વારા પરિસ્થિતિ સાચવી શકશો. ઉઘરાણીઓ ફસાય નહીં તે જોવું રહ્યું. જવાબદારીઓ ન વધારશો. નોકરિયાતોને અંતરાયો હશે તો દૂર થશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ થાય. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા સાંપડશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં કામકાજો પ્રગતિ અટકશે. ઉતાવળા થશો તો તમારું કામ બગડે. વધુને વધુ ગૂંચવાતા જશો. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. આર્થિક બાબતોમાં કાળજી લેવી જરૂરી છે. આવક-જાવકના બંને પાસાઓની ગણતરી કરીને ખર્ચ કરશો તો જ રાહત રહે. નોકરિયાતોને ઉપરીનો સાથ-સહકાર મળે. વેપાર-ધંધાના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાના વિવાદ જાગશે. ધંધાકીય યોજનાઓમાં અવરોધ હોય તો દૂર થતો જણાય.