તા. ૨૦ ઓગસ્ટ ૨૦૧૬ થી ૨૬ ઓગસ્ટ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 17th August 2016 07:45 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સર્જનાત્મક કાર્યમાં સાનુકૂળતાથી આનંદ ખુશી વર્તાય. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજ હળવો થશે. આ સમયમાં આર્થિક મૂંઝવણના ઉપાય મળશે. કોઈની મદદોથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્ન કરશો તો સફળ થશે. અવરોધોને ઓળંગી શકશો. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે. લાભ અટક્યો હશે તો સાકાર થશે. અવરોધોને ઓળંગી શકશો. નોકરિયાતો માટે આ સમય કોઈ મહત્ત્વની તક આપનાર છે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં મહત્ત્વની કાર્ય રચનાઓ સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ થઈ શકે. નિરાશાનાં વાદળાં વિખેરાતાં જણાય. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. તમારા મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો. નોકરિયાતો માટે સફળતા તેમજ પ્રગતિની તકો વધે. લાભદાયી માહોલ સર્જાશે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત અનુભવશો. લાભદાયી આયોજન પાર પડે. જોકે બઢતીનો પ્રશ્ન હજુ ગૂંચવાયેલો જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અકારણ બેચેની વર્તાશે. મનને સક્રિય રાખજો તો તમે વધુ નિરાશાથી ઉગરી શકશો. આવકવૃદ્ધિનો અવકાશ નથી. ખર્ચનું પ્રમાણ વધે નહિ તે જોજો. ચૂકવણીઓ સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનવું પડશે. આ સમય નાણાંભીડ સૂચવે છે. નોકરિયાતોએ વિરોધીથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો. વણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળવામાં વિલંબ થાય. સ્થાવર સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં મૂંઝવણોનો કોઈ ઉકેલ આવશે. સાથોસાથ કોઈ સર્જનાત્મક, ધાર્મિક, માંગલિક કે વૈવાહિક પ્રસંગોનો સાનુકૂળ ઉકેલ આવતો જણાશે. ગૃહજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. યાત્રા-પ્રવાસની શક્યતા જણાય છે. કેટલીક લાભદાયી નવરચનાઓ સાકાર થશે. સંતાન અંગે સાનુકૂળતા વધશે. નાણાકીય બાબતો ગૂંચવાતી જણાશે. ધાર્યા નાણાકીય આયોજનો પાર પડે નહિ. કેટલીક નાણાભીડ પણ ભોગવવી પડે. ભાડુઆતો સાથેના વિવાદનો ઉકેલ લાવી શકશો. વડીલોપાર્જિત મિલકતો મેળવી શકશો.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં અધૂરા કામકાજો પૂરા થતાં જણાશે. નવીન અગત્યની કાર્યવાહીઓમાં આગેકૂચ થતી જોવા મળશે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જળવાશે. ભાગ્ય અવરોધના કારણે ફળ મેળવવામાં વિલંબ થાય. આર્થિક મુશ્કેલીઓ ચાલુ રહેતી જણાશે. ઉઘરાણીથી આવક પ્રાપ્ત થાય. ધંધા-નોકરીમાં પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જણાશે. સાવચેતીથી આગળ વધશો તો સારા લાભ મેળવી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ ગ્રહો દર્શાવે છે કે માનસિક સ્વસ્થતા, ઉમંગ-ઉલ્લાસ જળવાશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કંઇ ખરાબ થવાનું નથી. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય લોનો વગેરે મેળવી શકશો. અગત્યના કામકાજ આગળ વધતા જણાશે. ખર્ચાને પહોંચી વળશો. યશ-માન જળવાશે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નોકરિયાતને માટે પ્રગતિનો માર્ગ મોકળો થશે.

તુલા (ર,ત)ઃ કામગીરીનો વધતો બોજો અને પૂર્વનિર્ધારિત યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવા મળતા અસ્વસ્થતા કે તાણ વધશે. ધીરજ અને દૃઢતા જેવા ગુણ વડે જ તમે વિકાસ સાધી શકશો. આ સમયગાળો તમારી નાણાકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માગી લે તેવો છે. આ સમયગાળામાં કૌટુંબિક અને આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે માથા પરનો બોજો વધે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક દૃષ્ટિએ આ સમયગાળો વધુ મૂંઝવણ એક પ્રકારની અજંપાનો બોજો સૂચવે છે. ધીરજ ઘણી દાખવવી પડશે. અકળામણમાં વધારો થશે. નાણાકીય બાબતોમાં તમે જે લાભની આશા રાખો છો તે હજુ મળે તેમ લાગતું નથી. આવકના નવા માર્ગ મળે નહિ. શેરસટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડશે. વધુ સારી નોકરી મેળવવાના નોકરિયાતના પ્રયત્નો ફળદાયી બનશે. વર્તમાન નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. બદલી અંગેના કાર્યમાં સફળતા મળે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય શુભાશુભ અનુભવ કરાવશે. તમે જેટલા સક્રિય અને સુવ્યવસ્થિત રહેશો તેટલા જ સફળ થશો. બેદરકારી, આળસ અને અન્યના ભરોસે રહેવાની વૃત્તિ આખરે તમને જ નુકસાન કરાવશે. નવીન બાબતોનું આયોજન કરવામાં આ બાબતનું ધ્યાન રાખજો. માર્ગ આડે આવતા અવરોધો દૂર થશે ખરા. વિરોધીઓની કારી ફાવશે નહિ. સમયગાળામાં ઊભા થતા ખર્ચાઓ અંગે નાણાકીય મૂંઝવણ જણાશે. આવક અને બચત - બન્નેનો વ્યય થતો જણાશે.

મકર (ખ,જ)ઃ માનસિક સ્વસ્થતા જાળવવામાં સપ્તાહના ગ્રહયોગો મદદરૂપ છે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કંઇ અનિષ્ટ થવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ થશે અથવા કોઈ જૂનો બાકી લાભ મળશે. આ સાથે જ નવા ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની શક્યતા છે. શેરસટ્ટાથી લાભ મળે નહીં. નોકરિયાત માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં પ્રગતિ જણાશે. મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ વિના કારણ ચોક્કસ પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા ધ્યેયને વળગી રહેજો. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થઈ શકશે. અગત્યની કામગીરી પૂરી થતાં લાભ ઉભો થાય. આવક કરતાં જાવક વધતી જણાશે. તમારા સ્વજનો કે કુટુંબીજનોથી તમારી લાગણીઓને ઠેસ પહોંચે તેવા પ્રસંગો બનશે, જેમાંથી કૂનેહપૂર્વક માર્ગ કાઢજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આસપાસની પરિસ્થિતિ અને વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતા પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. તમારી આર્થિક જરૂરતને પહોંચી વળવા તમારે વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારવો પડશે. તમારી નાણાકીય વ્યવહારો સ્થગિત થયા હશે તો તે પૂરા થશે. જોઈતા નાણાં મેળવવામાં મુશ્કેલી જણાય. નોકરી સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter