મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં અકારણ ચિંતાઓ મનને અવસ્થ બનાવશે. નિર્ણયો લેવામાં ઉતાવળા થશો નહિ. વ્યાપાર-ધંધાના ક્ષેત્રમાં મહત્ત્વની તકો આવશે. આપ સૂઝબૂઝ અને બુદ્ધિપૂર્વક આગળ વધશો તો આ સમય ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. આ સમય દરમિયાન તમારા પૈસાનો યોગ્ય ઉપયોગ કરશો તો આગળ તમને સારો એવો ફાયદો કરાવી આપશે. નોકરિયાત વર્ગને વિરોધીઓથી સાવધાન રહેવું જરૂરી. સ્વાસ્થ્ય સંબંધી થોડી ઘણી મુશ્કેલીઓ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ કારકિર્દીને અનુલક્ષીને આ સમય ખૂબ જ સારો છે. નવીન કાર્યોનો પ્રારંભ શરૂઆતના દોરમાં જ ઘણાં સારા પરિણામ અપાવે. ધંધા-ઉદ્યોગમાં રોકાણો માટે ઉત્તમ સમય છે. ભાગ્યની સુસંગતતામાં તમારો પ્રગતિકારક સમય સાબિત થાય. નોકરીના ક્ષેત્રમાં થોડી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વિવાહિત જીવનમાં થોડી સમસ્યાઓ હજી યથાવત્ રહેશે. વિદ્યાર્થી વર્ગ મહત્ત્વપૂર્ણ પરિણામો મેળવી શકશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મહત્ત્વના નિર્ણયો લેવા માટે ઉત્તમ યોગકારક રહેશે. આર્થિક સ્થિતિમાં અચાનક મહત્ત્વના ફેરફારો જોવા મળશે, જે આપના માટે ફાયદાકારક હશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. આ સમયમાં સંતાનોના વિવાહિત જીવનના પ્રશ્નોનો હલ મળશે. કોર્ટ-કચેરીના લાંબા સમયથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિનો ભાગ મળવાથી આપની આર્થિક સ્થિતિ બદલાય. પ્રવાસ-પર્યટન શક્ય બને.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં અકારણ ઉશ્કેરાટ કે ઉગ્રતામાં વધારો જોવા મળે. સંયમિત વર્તન રાખશો તો પરિસ્થિતિને બગડતી અટકાવી શકશો. નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો આર્થિક ભીંસ સહન કરવાનો વારો આવી શકે છે. ખોટા ખર્ચાઓ ટાળશો. કૌટુંબિક જવાબદારીનું ભારણ વધતું જાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પર સારા એવા ખર્ચા કરવા પડશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
સિંહ રાશિ (મ,ટ)ઃ આપની સમક્ષ ગમેતેવા સંજોગો ઉભા થાય પરંતુ જો એનો સામનો સૂઝબૂઝથી કરશો તો દરેક સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. તમારી ફરજ પૂર્ણ કરવાનો આ સમય છે. સખત મહેનત અને એકાગ્રતાથી થકી જ આપનું કાર્ય પાર પાડી શકશો. વ્યવસાય-ઉદ્યોગના ક્ષેત્રમાં આપે ઘણાં મહત્ત્વના નિર્ણયો લેવા પડશે. બીજાની ગેરસમજને દૂર કરવામાં પોતાનું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખશો. વ્યાવસાયિક કામગીરી અર્થે યાત્રા-પ્રવાસના આયોજન થાય. વિદ્યાર્થીઓને માટે સમયની સાનુકુળતા. સારાં પરિણામો લાવી શકશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય ખાસ ઉતાર-ચઢાવવાળો સાબિત થશે. વ્યાવસાયિક કાર્યમાં ઉપરી અધિકારીઓ તમારા ઉપર દબાણ લાવી શકે છે. આ સમયે આપ મહેનત સાથે આગળ વધ્યા હશો તો સારાં પરિણામ પ્રાપ્ત કરી શકશો. આર્થિક ક્ષેત્રે ખાસ કોઈ પરિવર્તન નથી. વિદ્યાર્થી વર્ગ ખૂબ મહેનત કરશે તો જ સફળતાના યોગ છે, નહીં તો નુકસાની ભોગવવી પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વિલંબ થાય.
તુલા (ર,ત)ઃ આ સમયમાં આપના માટે સંગ તેવો રંગ જેવી પરિસ્થિતિ ઉભી થાય. જો સારી સંગતમાં રહેશો તો સમય ફાયદો કરાવશે નહીં તો આપના કહેવાતા મિત્રો જ આપની પીઠમાં છરો ભોંકવાનું કામ કરશે. આમ ખૂબ સાવચેતી રાખશો. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ કુશળતાપૂર્વક નિર્ણયો લેવાની સલાહ છે. વિદ્યાર્થી વર્ગ ઈચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશે. મકાન-સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ આવતું દેખાય. સ્વાસ્થ્ય સંબંધી બાબતો ખૂબ કાળજી માગી લેશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન તમારી સહાનશક્તિની પરીક્ષા થાય. કુટુંબમાં કોઈ વાદવિવાદ ન થાય તેની તમારે જ કાળજી લેવાની રહેશે. વાણી-વર્તન મહત્ત્વના સાબિત થાય. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ ખૂબ સમજીવિચારીને આગળ વધવું હિતકારી સાબિત થશે. સંતાનોના અભ્યાસ બાબતે થોડીઘણી ચિંતાઓ રહેશે. એડમિશન માટેની કામગીરી માટે દોડાદોડી કરવી પડે. અવિવાહિત વ્યક્તિઓ માટે ખુશીના સમાચાર છે, લગ્નની શહેનાઇઓ સંભળાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય સફળતાસૂચક અને મહત્ત્વનો પુરવાર થાય. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના નિર્ણયો તમારી તરફેણમાં પરિવર્તીત થાય. નોકરીના ક્ષેત્રમાં તમારો સમય પ્રગતિકારક રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો યોજાય, જેના કારણે વાતાવરણ ખુશીમય અને આનંદિત હેશે. વિદ્યાર્થીઓ મહત્ત્વના પરિણામો પ્રાપ્ત કરશે. નવીન સંપત્તિની ખરીદી શક્ય બને. આર્થિક સદ્ધરતામાં વધારો થાય.
મકર (ખ,જ)ઃ આપનો આ સમય થોડો મિશ્રભાવવાળો રહેશે. ક્યાંક ખુશીની લહેર દોડે તો ક્યાંક ગમગીન વાતાવરણ ઉભું થાય. જોકે આ દરેક પરિસ્થિતિનો સામનો આપ કુશળતાપૂર્વક કરી શકશો. આર્થિક દૃષ્ટિએ ખાસ મુશ્કેલી જણાતી નથી. વ્યાવસાયિક કાર્યોમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ રહેશે. જમીન-મકાન કે વાહન સંબંધિત નવી ખરીદી શક્ય બનશે. વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પરિણામ આવી શકે છે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમય આપના માટે પરિવર્તન લઇને આવશે, જેના કારણે આપનો ઉત્સાહ વધે. કોઈક મહત્ત્વના સમાચારથી આનંદિત વાતાવરણ ઉભું થાય. આર્થિક સમસ્યાનો હલ મળશે. નોકરીમાં બઢતીનો સમય આવે. વ્યાપારમાં નવાં રોકાણો માટે સારી એવી તકો પ્રાપ્ત થાય. નવીન સંપત્તિની ખરીદી માટે સમય ખૂબ સારો રહેશે. તંદુરસ્તીમાં સુધારો જોવા મળે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે ઘણાં અવરોધો લાવશે પણ આપની સૂઝબૂઝથી અને બુદ્ધિશક્તિથી આગળનું વિચારશો તો એ દરેક અવરોધોનો સામનો દૃઢતાથી કરી શકશો, જેના સારાં પરિણામ પણ મેળવી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપની કસોટી થાય. સંતાનોના લગ્નવિષયક પ્રશ્નોનો હલ મળશે, જેનાં કારણે થોડુંક માનસિક ભારણ હળવું થાય. આર્થિક રીતે આ સમય નહીં નફો, નહીં નુકસાનવાળો રહેશે.