મેષ (અ,લ,ઈ)ઃ માનસિક સ્વસ્થતા અને મનોબળમાં વધારો થશે. ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરીત લાગે તો પણ સફળતા મળતા તમારો ઉત્સાહ વધશે. આવકમાં વૃદ્ધિને અવકાશ જણાતો નથી. આ સમય નાણાભીડ સૂચવે છે. નોકરિયાતો માટે એકંદરે કામનો બોજ વધે. જવાબદારી વધે. જોકે પ્રતિકૂળતા કે મુશ્કેલીના યોગ જણાતાં નથી. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની તકો મળે. આયોજન સફળ બને. અલબત્ત, લાભ તાત્કાલિક ન મળે.
વૃષભ (બ,વ,ઉ)ઃ અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધતી જણાશે. અણધાર્યા ખર્ચના પ્રસંગો આવતા તમારે અન્ય પર આધાર રાખવો પડે. શેર-સટ્ટામાં લાભની આશા ફળે નહીં. નોકરીના ક્ષેત્રે મનની મુરાદ સાકાર થતી જણાશે. સ્થળાંતરના યોગ પણ જણાય છે. ધંધાકીય દૃષ્ટિએ વધુ સાનુકૂળ સમય પુરવાર થશે. અગત્યના કામકાજો હાથ ધરી શકશો. જમીન-મકાનની કામગીરી અંગે પ્રયત્નો ફળદાયી નીવડશે.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં ધંધા કે નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાઓ સર્જાતા માનસિક બોજો ચિંતા જણાશે. આમ છતાં પણ પરિસ્થિતિ ઝડપથી સુધારવા લાગશે. ચિંતાનો ભાર હળવો બનશે. મહત્ત્વની કામગીરીઓમાં સફળતા જણાય છે. મકાન-સ્થાવર મિલકત અંગેની ચિંતાઓ હળવી બનશે. આર્થિક સમસ્યાઓમાંથી બહાર નીકળી શકશો. ઉઘરાણીના કાર્યો પતતા જણાશે. ખર્ચને પહોંચી વળાશે.
કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં ભાગ્ય સાથ આપતું હોવાથી નવીન કામોમાં પ્રગતિ થતી જણાશે. વિઘ્નોને પાર કરી શકશો. ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધતા જણાશે. જોકે તમારા કામકાજોમાં વિલંબ જરૂર વધી જશે. આ સમય એકંદરે વધુ ખર્ચાળ અને મૂંઝવણરૂપ જણાશે. આર્થિક જવાબદારી કે બોજો વધતો જણાશે. નોકરિયાત વર્ગને આ સમય મિશ્ર પુરવાર થશે. અહીં લાભ યા પ્રગતિના સંકેતો મળે. લાભ હજી હાથમાં આવે નહિ. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં.
સિંહ (મ,ટ)ઃ નસીબ સાથ આપતું હોવાથી નવીન કામોમાં પ્રગતિ થતી જણાય. ઉમંગ-ઉલ્લાસમાં વધારો થશે. આર્થિક જવાબદારીનો બોજ વધતો જણાય. લાભ કે આવકના સંજોગો અલ્પ જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય મિશ્ર પુરવાર થતો જણાય. અહીં પ્રગતિના સંકેતો મળે, પણ હાથમાં કશું આવે નહિ. ધીરજ ધરવી પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિમાં વિલંબ જોવા મળશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ સમસ્યા કે મૂંઝવણનો ઉકેલ મળતો જણાય. સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. કૌટુંબિક પ્રશ્નો હલ થતાં માનસિક બોજો ઘટશે. સંજોગો સુધરતા અને કેટલાક સારા લાભની તક મળતા આવક વધશે. ધંધાકીય ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો. નાણાકીય સમસ્યાનો ઉકેલ મેળવવા માટે પુરુષાર્થ વધારજો. નોકરિયાતને વિકાસની તક મળશે, જે ચૂકવા જેવી નથી. સહકર્મચારીઓ સાથેના વિખવાદો દૂર કરી શકશો. મહત્ત્વની કામગીરી અંગે સાનુકૂળતા ઊભી થતી લાગે. ધંધાકીય દૃષ્ટિએ આ સમય ચિંતામાં પસાર થશે.
તુલા (ર,ત)ઃ આ સમયના યોગો આપને ચિંતા ઉદ્વેગના પ્રસંગોની સાથે કેટલાક શુભ પ્રસંગો મહત્ત્વની તકોથી આનંદ પણ સૂચવે છે. આ સમયમાં મિશ્ર બનાવો છતાંય એકંદરે આપને સુખ આપનાર છે. અંગત મૂંઝવણ દૂર થવા લાગે અને આનંદનો પ્રકાશ રેલાશે. આ સમય નાણાકીય દૃષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિનો લાભ આપનાર છે. તમારા પ્રયાસોને સફળતા મળતી જણાય. આવકમાં વૃદ્ધિ કરી શકશો. આ સમયમાં ઊભા થનાર ખર્ચ અંગેની જોગવાઈ કરી શકશો.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન મૂંઝવણનો ભાર હળવો થતો લાગે. મનને સ્વસ્થ બનાવીને આગેકૂચ કરશો તો ફતેહ મળશે. નાણાકીય બાબતે આ સમયમાં ધ્યાન આપવું જરૂરી છે. તમારા ખર્ચના પ્રમાણને કાબૂમાં રાખજો. નવીન કાર્યનો બોજ પણ આવી પડશે. વ્યવસાયિક ક્ષેત્રે જો આપ સમસ્યાથી ઘેરાયા હશો તો તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ધંધાકીય પ્રશ્નોને હલ કરી શકશો. શત્રુની પીછેહઠ થતી જણાય. નવીન તકનો ઉપયોગ કરી લેજો.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહમાં કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેવી જરૂરી છે. ધીરજ રાખીને સ્વસ્થતાપૂર્વક અને વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો નિકાલ આવશે. મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારી નાણાકીય જવાબદારીઓને પહોંચી વળાય તેવી વ્યવસ્થા પણ ઊભી કરી શકશો. નોકરિયાતોને તમારા અટવાયેલા લાભો તથા બઢતીની તકો વધશે.
મકર (ખ,જ)ઃ આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક શાંતિ અનુભવશો. કાલ્પનિક ચિંતાઓને મનમાં રહેવા ન દેશો. તમારી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મેળવી શકશો. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરિયાતને પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે. વેપાર-ધંધામાં વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ પૂર્વનિર્ધારિત પ્રવૃત્તિમાં તમે આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતા ઉત્સાહ વધશે. આવેશને કાબૂમાં રાખજો. આ સમયગાળામાં કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવા હિતાવહ નથી. ચાલુ આવક સિવાયની આવક વધવાનો યોગ નથી. શેર-સટ્ટામાં લાભ કરતાં વ્યય વધુ છે. સારી નોકરી મેળવવા પ્રયાસ કરતા હશો તો સફળતા સાંપડશે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય. ખોટી ચિંતા જણાશે. સમતા અને સંયમ જ મદદરૂપ થાય. તમારા આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત અને પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપશો તો મહેનત ફળશે. આ સિવાય અન્ય રીતે પણ તમે નાણાભીડમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતને અટકેલા કામ આગળ વધશે. વેપાર-ધંધામાં મહેનત વધુ થશે. ગૃહજીવન કે કૌટુંબિક બાબતે ખર્ચ વધે. યાત્રા-પ્રવાસ થાય.