તા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૨થી ૨૮ જાન્યુઆરી ૨૦૨૨ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 21st January 2022 06:21 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીઓ રહેશે. સામાજિક જીવનમાં અન્યો સાથેના સંબંધમાં સકારાત્મક પરિણામો જોવા મળશે. નાણાંકીય રીતે તમારી ઈચ્છાઓ પૂર્ણ થતી જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં ન ધારેલી સફળતાઓ આ સમયમાં જોઈ શકશો. જોકે સાથે સાથે તમારી રચનાત્મક ક્ષમતાઓમાં વધારો કરવાની જરૂરિયાત રહેશે. સંપત્તિ બાબતોના પ્રશ્નો હલ થશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ અગાઉના અટવાયેલા કાર્યો હવે થોડાંઘણાં અવરોધોને બાદ કરતા પૂરા કરી શકશો. લાંબા સમયથી સતાવતી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી પણ હવે ધીમે ધીમે છૂટકારો મળતો જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં થોડી તાણવાળી પરિસ્થિતિ રહેશે. વરિષ્ઠ અધિકારીઓ સાથે નાહકમાં ઝઘડો કે અણબનાવ બને. વ્યવસાયિક કામગીરીમાં તેજીનું વાતાવરણ જોવા મળે. નવા મૂડીરોકાણો માટેની વ્યવસ્થા કરવામાં સફળતા મળશે. પ્રવાસથી લાભ થશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સતત કંઈક નવું શીખવાની ધગશ અને મહેનતનું પરિણામ મળતું જોઈ શકાશે. માનસિક સ્વસ્થતા કેળવી શકશો. તમારા મિત્રો અને કેટલાક નજીકના સંબંધી તમારા કાર્યમાં મદદરૂપ સાબિત થઈ શકશે. આર્થિક મુશ્કેલીમાંથી છૂટકારો મેળવવા માટેના તમારા પ્રયત્નો આંશિક અંશે સફળ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસના ભારણમાં વધારો જોવા મળશે. ધંધા-નોકરીના કાર્યોમાં આળસ છોડીને હવે નવા વલણથી કામગીરી અપનાવવાનો સમય છે.
• કર્ક (ડ,હ)ઃ તમારી મનોવ્યથા અને બેચેનીમાંથી બહાર આવવા માટે યોગ-વ્યાયામ તેમજ સારા પુસ્તકોનું વાંચન તરફ ધ્યાન આપશો તો સફળતા મેળવી શકશો. વ્યવસાયિક રીતે મકાન-જમીન તેમજ સોના-ચાંદીના વ્યાપારી તેમજ ખનીજ તેલના વ્યવસાયમાં તેજીનો સમય જોઈ શકશો. પારિવારિક સંબંધોની તિરાડ ઓછી કરવાની પહેલ તમારે જ કરવી પડશે. વિદ્યાર્થીઓને આ સમયે કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો બમણું ધ્યાન આપવું જરૂરી રહેશે. એક જ લક્ષ્ય પર તમારું ધ્યાન કેન્દ્રીત હોવું જરૂરી છે.
• સિંહ (મ,ટ)ઃ હવે તમારી જીવનશૈલી સુધારવાનો સમય આવી ગયો છે. જૂના વિચારોને વળગી રહેશો તો નુકસાની તમારે જ ભોગવવી પડશે. આર્થિક રીતે સપ્તાહના પ્રારંભે થોડીક મુશ્કેલી જણાશે પરંતુ અંત તરફ કોઈ સારા સમાચાર મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા અભિપ્રાયો તેમજ તમારી સૂઝબૂઝના વખાણ થાય. કોર્ટ-કચેરીના મામલામાં થોડીક રાહત જોવા મળે. પ્રવાસના કાર્યક્રમ હમણાં સ્થગિત કરવા પડે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન કામનું ભારણ થોડું વધતું જોવા મળશે, જેના કારણે તમારા રોજિંદા જીવનમાં તેમજ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે. થોડાં પ્લાનિંગથી ચાલશો તો માનસિક તણાવમાંથી બહાર આવી શકશો. આર્થિક રીતે આ સપ્તાહ થોડું ખર્ચાળ સાબિત થઈ શકે છે. વ્યવસાયમાં તમારા સહકર્મચારી સાથેના સંબંધમાં ફેરફાર જોવા મળશે. નોકરિયાત વ્યક્તિઓને તેમની કાર્યક્ષમતા પર સવાલ ઊભો ન થાય તેનું ધ્યાન રાખવું.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન તમારા ગ્રહયોગોને આધીન સ્વાસ્થ્ય સંબંધી અથવા તો નાણાંકીય રીતે થોડોઘણો ઉતાર-ચઢાવ જોઈ શકશો. તમારા સ્વભાવમાં પણ બદલાવ જોઈ શકશો. આવી પરિસ્થિતિમાં થોડું નિયંત્રણ તેમજ વડીલોની સલાહથી આગળ વધશો તો કોઈ મોટી મુશ્કેલીમાંથી ફસાવવાના ચાન્સિસ નથી. વ્યવસાય-ધંધામાં ભાગીદારી સાથેના સંબંધોમાં બદલાવ આવી શકે છે. વિદેશ ભણવા જવાની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓને પોતાના સપનાં સાકાર થતાં જોવા મળશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારો સ્વભાવ તેમજ કામ કરવાની રીત બીજા કરતાં અલગ હોવાથી બીજાઓને આકર્ષિત કરવામાં સફળતા મેળવી શકશો. જે તમારા કાર્યક્ષેત્ર માટે તેમજ તમારા માટે પણ ફાયદાકારક સાબિત થતી જોવા મળશે. આર્થિક પરિસ્થિત હજી જેમની તેમ જ જોવા મળે. વેપારીજગતમાં કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. નોકરિયાત વ્યક્તિઓને પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કામ કરવું પડશે. માતા-પિતાના આરોગ્ય બાબતે થોડીઘણી ચિંતાઓ રહ્યા કરશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): કેટલાંક મહત્ત્વપૂર્ણ કાર્યો પૂરાં થતાં આપનો જોશ તેમજ ઉત્સાહ વધતો જોવા મળે. સંપૂર્ણ સપ્તાહ દરમિયાન એ ઉત્સાહમાં વધારો જોવા મળશે. પૈસાના ઝગમગાટ સામે થોડી કાળજી લેવાની જરૂર રહેશે, નહીં તો નુકસાની વેઠવી પડે. નોકરી-વ્યવસાયમાં ઉપરી અધિકારી તરફથી આપની પ્રશંસા થાય. કારકિર્દીની શરૂઆત કરનારા માટે સમય ખૂબ સાથ આપશે. જીવનસાથીના સાથેના સંબંધો સુધરતા જોવા મળે. માંગલિક પ્રસંગોને કારણે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન તમારી વ્યક્તિગત મુશ્કેલીઓનો અંત આવતો જોવા મળશે. કોઈક સારા સમાચાર પ્રાપ્ત થાય. આર્થિક રીતે થોડીઘણી રાહત જોવા મળશે. પૈસા સંબંધિત નિર્ણયો થોડા કાળજી રાખીને લેશો તો નુકસાનીમાંથી બચી શકશો. વ્યવસાય ક્ષેત્રે, ખાસ કરીને કોઈ મહત્ત્વના સોદાની, વાટાઘાટો કરતી વખતે પહેલેથી જ દરેક પાસાં ચકાસીને આગળ વધશો તો ફાયદામાં રહેશો. વિદ્યાર્થીઓનું ધ્યાન વાંચન અને લેખનમાં વધારવાની જરૂર રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ આનંદમય તેમજ પ્રગતિમય રહેશે. દરેક કાર્ય પૂરા જોશ અને શક્તિથી પૂર્ણ કરશો, જેનું પરિણામ પણ એટલું જ ફાયદાકારક જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને પણ આપની સજાગતા મદદરૂપ સાબિત થશે. વ્યવસાયમાં નવા રોકાણો તેમજ આર્થિક મુશ્કેલીઓની અડચણો દૂર થતી જોવા મળે. નોકરિયાત વ્યક્તિઓને બદલી-બઢતીની ઈચ્છાઓ પૂર્ણ થાય. જોકે, કોઈ ખોટા કાનૂની દાવપેચમાં ન ફસાવ તેનું ધ્યાન રાખશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહની શરૂઆત થોડી ધીમી તેમજ થોડાં અડચણોવાળી રહેશે. બાદમાં આપના કાર્યોની પૂર્તતા થતી જોવા મળે. આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્યને લઈને થોડી વધુ સજાગતા રાખવી જરૂરી રહેશે. તમારી ક્ષમતા બહારના કાર્યો કરવાના પ્રયાસ કરશો નહીં. ધંધાકીય ક્ષેત્રમાં તમારા ભાગીદારોનું વલણ બદલાતું જોવા મળશે. પારિવારિક સંબંધોને મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter