મેષ (અ,લ,ઇ)ઃ તમારો આ સમય સાનુકૂળ ન લાગવા છતાંય એકંદરે સફળ નીવડે. જવાબદારીઓ પાર પડતી જણાય. કોઈના સહકાર કે મદદથી ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. નાણાંકીય અવરોધોમાંથી માર્ગ મેળવી શકશો. મૂંઝવણ યા ચિંતાઓ ઉકેલી શકશો. નોકરિયાતને પ્રગતિના માર્ગમાં વિઘ્ન હશે તો દૂર થાય. ધંધા-વેપારના કામ માટે વિકાસકારક તકો મળશે. નવીન કોલ-કરાર થાય. અગવડોમાંથી માર્ગ મેળવી શકશો. જોકે મિલકતના કામકાજમાં અવરોધ ઊભા થાય. ગૃહજીવનમાં વિસંવાદિતા હશે તો ધીમે ધીમે વાતાવરણ સુધરે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં તમારા માર્ગ આડેના વિઘ્નો માનસિક તણાવ પેદા કરશે. ધીરજ ન ગુમાવવા સલાહ છે. નાણાંકીય દૃષ્ટિએ આવક કરતાં જાવક વધતાં જણાશે તેથી સાચવીને ખર્ચ કરશો. નોકરી-ધંધા અંગે તમે અનુકૂળ તક મેળવી શકશો. નોકરીમાં પરિવર્તન કરવું હોય તો વાંધો નથી. વેપારી વર્ગને ધીમી પ્રગતિ જણાશે. વિરોધીની યોજનાથી બચતા રહેજો. મકાન-જમીનના કામકાજમાં હજુ ખાસ પ્રગતિ જણાય નહીં. કોઈને કોઈ સમસ્યા મૂંઝવણમાં રાખે. દામ્પત્યજીવનની સમસ્યાનો ઉકેલ મળે. કોર્ટ-કચેરીના કામકાજથી વિલંબ જણાય. સંતાનોના કામ ધીમે ગતિએ આગળ વધે. વિદ્યાર્થી વર્ગને ધાર્યું પરિણામ ન મળતા નિરાશા વર્તાય.
મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક અજંપો કે બેચેનીનો અનુભવ થશે. ખોટી ચિંતા અનુભવાશે. તબિયત સાચવજો. પ્રતિકૂળ સંજોગોમાંથી માર્ગ મેળવવામાં વિઘ્ન જણાય. આર્થિક બાબતે મિશ્ર સંજોગો છે. આવક કરતા જાવકનું પલ્લું ભારે રહેશે. કોઈના વિશ્વાસે વહાણ હંકારવું નહીં. નોકરિયાતને પ્રતિકૂળ પરિસ્થિતનો સામનો કરવો પડે. વિવાદને કુનેહથી ટાળજો. સહકર્મચારીઓ સાથેના સંબંધો જળવાય. એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે જોવું રહ્યું. મકાન-જમીનને લગતી સમસ્યાઓ વધુ ગૂંચવાતી જણાય. ભાડુઆત અંગેના પ્રશ્નો યથાવત્ રહે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં કોઈ અશુભ પ્રકારનો માનસિક ઉચાટ કે અકળામણનો અનુભવ થાય. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતા જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચાર છોડી દેજો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો ગરબડ વધે. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. વધુ પ્રયાસે સફળતાના યોગ છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો ઉકેલાશે. વેપારીઓને પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે. મકાન-મિલકત સંબંધિત કામકાજો ગૂંચવાયા હશે તો ઉકેલી શકશો.
સિંહ (મ,ટ)ઃ અન્ય સાથેના ઘર્ષણો ન થાય તે જોવું રહ્યું. આર્થિક મુશ્કેલી હજી ખાસ દૂર થાય તેમ જણાતું નથી. પરિસ્થિતિ કટોકટીરૂપ બનતી લાગે. જોકે આવકનો યોગ્ય ઉપયોગ થતાં જવાબદારીનો બોજો ઘટશે. નોકરિયાતોને કાર્યભાર વધશે. જોઈતી સફળતા મેળવવામાં હજુ અવરોધો જણાશે. વેપારી વર્ગને થોડીક સુધારાજનક પરિસ્થિતિ જોવા મળશે. સ્થાવર મિલકતના પ્રશ્નો માટે ગ્રહયોગો સાનુકૂળ છે. સંપત્તિ અંગેની કામગીરીમાં પ્રગતિ જણાય. દામ્પત્યજીવનમાં વાદવિવાદ ટાળજો. મહત્ત્વના કૌટુંબિક કામો પાર પાડી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ મનની મુરાદ બર ન આવતાં અશાંતિ કે અજંપો વર્તાશે. માર્ગ આડેના અવરોધો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાય. આ સમયમાં આવકવૃદ્ધિ થતાં કે કોઈ જૂનો લાભ મળતાં રાહત થશે. ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. નોકરિયાતોને પરિસ્થિતિને ધીમે ધીમે સુધરતી જણાય અને વિરોધીઓ દૂર થતાં લાગે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. મકાન-મિલકતના કામકાજમાં સાનુકૂળતા વધે. કોર્ટ-કચેરીના પ્રશ્નો ઉકેલાતા જણાય. આત્મબળમાં વધારો થશે.
તુલા (ર,ત)ઃ આ સપ્તાહ લાભદાયી પરિવર્તન લઇ આવશે. આર્થિક વાતાવરણમાં સુધારો થાય. ધંધાકીય કામકાજમાં સરળતા જોવા મળે. જોકે અયોગ્ય ખર્ચ થઈ જાય. તબિયત અંગે બેદરકારી રાખવી નહીં. કાર્યોમાં નિયમિતતા જાળવવી. ધીરજ અને કુનેહથી કાર્યો કરવાથી અવશ્ય સફળતા મળશે. શેરસટ્ટામાં પૈસા રોકવા નહિ. જમીન-મકાન-વાહનના પ્રશ્નોના ઉકેલમાં ધીરજ જરૂરી છે. ઉંમરલાયકોના પ્રશ્નોમાં અવરોધ આવશે. યાત્રા-પ્રવાસમાં અવરોધ આવશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આસપાસનો માહોલ માનસિક તણાવ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી છે. નોકરિયાતો માટે આ સમયના યોગો શુભ છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીના વિઘ્નોને પાર પાડી શકશો. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહજનક જણાશે. મકાન-મિલકતની લે-વેચ, ખરીદીના કામ પાર પાડી શકશો. કૌટુંબિક મિલકતોને લગતા વિવાદો ઉકેલાશે. વ્યસનોથી કાળજી રાખવી હિતાવહ છે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ પ્રગતિના માર્ગે આગળ વધી શકશો. ચિંતાના વાદળો દૂર થતાં જણાય. અગત્યની તકનો લાભ ઉઠાવી લેજો. માનસિક પ્રસન્નતા વર્તાય. ઉત્સાહપ્રેરક પ્રસંગ બને. આ સમયમાં આર્થિક મૂંઝવણનો ઉપાય મેળવશો. મિત્રોની મદદ કે સહાય ઉપયોગી બનશે. લાભની આશા ફળે. માર્ગ આડેના વિઘ્નો પાર કરી શકશો. નોકરી-ધંધાના ક્ષેત્રે સમય મધ્યમ જણાય છે. કેટલાક પ્રશ્નોમાં ગૂંચવાડો ઊભો થતો જણાય. ભાડુઆત અંગેના પ્રશ્નો યથાવત્ રહેવાથી ચિંતા જણાય. દામ્પત્યજીવનમાં કલહ-કંકાશના બનાવો બને.
મકર (ખ,જ)ઃ આ સમયમાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નોનું નિવારણ મળશે. નવીન તકો પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરી પણ આવશે. આ સમય સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કાંઈ આવક થશે તે પણ ખર્ચાઇ જશે. અલબત્ત મૂંઝવણ ધીમે ધીમે દૂર થશે. નોકરિયાત માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો તથા બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થતાં લાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. નવા પરિચયો બંધાશે, જે ઉપયોગી બનશે. મકાન-મિલકતના પ્રશ્નો ચિંતા કરાવશે. મિત્ર કે સ્વજન-વડીલની મદદ ઉપયોગી બનશે. વ્યવસાય અંગે આગળ વધવાના ચાન્સ મળશે. ધાર્મિક-સામાજિક લાભ ઉત્સાહ વધારશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા મહત્ત્વના કામકાજમાં અણધારી સહાયથી ઇચ્છિત પરિણામ આવતું જણાશે. જોકે અહીં ખર્ચ-વ્યયનું પ્રમાણ વધે. તેના કારણે નાણાંભીડનો અનુભવ થાય. કોઈ આંધળું જોખમ ઉઠાવીને નાણાંનું રોકાણ કરતાં નહીં. નોકરિયાત વર્ગને આંતરિક ખટપટના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિ હશે તો તેમાંથી મુક્તિ મળશે. કુદરતી સહાય મળશે. ધંધાકીય ક્ષેત્રે તમારા સંજોગો સાનુકૂળ બને. સફળતા-લાભ મેળવશો. સંતાનોની બાબતો અંગે માનસિક ભારણ રહે. આરોગ્ય સાધારણ નરમગરમ રહે. દામ્પત્યજીવનમાં ચડભડ થતાં અશાંતિ વર્તાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં આત્મવિશ્વાસ ગુમાવશો તો ધારી સફળતા પામશો નહીં. ભલે વિપરિત સંજોગો સર્જાય, ચિંતા કરશો નહી. તમારી આવક-જાવકની બાજુઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. અણધાર્યા ખર્ચ પણ થશે. કેટલીક લેણી રકમ પરત મળવામાં વિલંબ થાય. જેમાંથી લાભની આશા રાખશો તેમાં હાનિ થાય. નોકરી-ધંધામાં આ સમય એકંદરે સખત મહેનત માગી લેતો જણાશે. તમારી ધારણાઓ ફળશે. વેપાર-વ્યવસાયના ક્ષેત્રે થોડીક ચિંતા ઓછી થાય. ધારેલા આયોજનોમાં અવરોધ જણાય.