મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં માનસિક ઉત્સાહ જાળવવો જરૂરી છે. આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધાર્યા અનુસાર સફળતા મળશે નહીં. તમારી આવક-જાવકની બાજુઓ પર વિશેષ ધ્યાન આપજો કેમ કે આ સમય વધુ પડતો ખર્ચાળ બનતો જણાય છે. વળી લેણી રકમો પરત મળવામાં વિલંબ થશે. જેમાંથી લાભની આશા રાખો છો તેમાં વ્યયહાનિનો યોગ છે. નોકરી-ધંધામાં આ સમય વધુ મહેનત માંગી લેતો જણાશે. તમારી ધારણાઓ ફળશે નહીં.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય ધીમે પ્રગતિ કરાવનાર અને સફળતા આપનાર છે. નોકરી-ધંધાના ક્ષેત્રે હવે નવીન આશાસ્પદ પ્રસંગો આકાર લેશે. પરિવર્તનના એંધાણ મળશે. આર્થિક પ્રશ્નોના ઉકેલ માટે સમય મિશ્ર છે. વધુ પ્રયત્નો છતાં અલ્પ લાભ મળે. કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રના પ્રશ્નો અંગે ચિંતા વધે તેવા પ્રસંગો બનશે. જીવનસાથી સાથે વિવાદ જાગે. લગ્ન-વિવાહ સંબંધિત કાર્યમાં વિલંબ જણાશે. કોર્ટ-કચેરી કે અન્ય કામકાજો માટે આ સમયના ગ્રહયોગ સહાયરૂપ નીવડશે.
મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન કેટલીક પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થશે. વિકાસનો માર્ગ ખૂલશે. તમારા માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. અગત્યની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થઈ શકશે. નાણાના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી આર્થિક આયોજન કરી શકશો. નોકરિયાતને માનસિક વ્યથા અને વિષાદ વધશે.
કર્ક (ડ,હ)ઃ સપ્તાહના ગ્રહયોગની ચાલ દર્શાવે છે કે માનસિક રીતે સક્રિયતા અને ઉત્સાહનો અનુભવ થશે. તમારો પુરુષાર્થ સફળ થાય. માન-સન્માનની તક મળે. ઉદ્વેગ દૂર થાય. નાણાકીય રીતે સંજોગો સુધરશે. આવકમાં વૃદ્ધિ થાય. જૂની ઉઘરાણીથી લાભ મળશે. આ ઉપરાંત અન્ય પ્રકારે મદદ મેળવી શકશો. ટૂંકમાં ગમેતેમ તમારી નાણાકીય ચિંતા હશે તો તેનો ઉકેલ મેળવી શકશો અને કામ પાર પડતું જણાશે. અણધાર્યા ખર્ચને પહોંચી વળવાની જોગવાઈ કરી શકશો.
સિંહ (મ,ટ)ઃ કેટલાક મહત્ત્વના અને આશાસ્પદ સંજોગો સર્જાતા માનસિક તંગદિલી હળવી બનશે. આગળ વધવાનો માર્ગ ખૂલ્લો થતાં તમારી સક્રિયતામાં વધારો થશે. નાણાભીડના સંજોગોમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શકશો. અણધારી મદદ કરજરૂપે કે સહાયરૂપે મળતા આર્થિક કામકાજ આગળ ધપાવી શકશો. નોકરી મેળવવાના તમારા પ્રયાસો સફળ થતાં જણાશે. નોકરીના ક્ષેત્રે લાંબા સમયથી અણઉકેલ્યા પ્રશ્નો ફરી હલ કરી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં ખોટી ચિંતા, ટેન્શન જણાય. આ સમયમાં આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત તથા પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપજો. આ સિવાય અન્ય રીતે પણ તમે નાણાભીડમાંથી માર્ગ મેળવી શકશો. અલબત્ત, કામ બગડશે નહીં. મહેનત વધુ થશે. અન્ય ખર્ચમાં વધારો થાય. જમીન કે સંપત્તિ સંબંધિત બાબત હજી વણઉકેલ રહેશે.
તુલા (ર,ત)ઃ આ સમય કારણ વગરની ચિંતામાં પસાર થાય તેમ લાગે છે. જોકે શાંતિ અને સ્વસ્થતા જાળવશો તો કશું જ અનિચ્છનીય બનશે નહીં. તમારા આર્થિક પ્રશ્નો ઉકેલાતા જણાય. અગત્યના કામકાજોથી અટવાયેલા લાભો મળશે. શેરસટ્ટાથી નુકસાન છે. નોકરી-ધંધાના ક્ષેત્રે મળેલી તક ગુમાવવી ન પડે તે જોજો. કામનો બોજો અને મુશ્કેલીથી માનસિક તણાવ રહેશે. મકાન-મિલકતના પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાશે.
વૃશ્ચિક (ન,ય)ઃ કાર્યો અને યોજનાઓ અંગે જોઈતી તકો અને અનુકૂળતાઓ મેળવી શકશો. કોઈ મહત્ત્વનું કામ સફળ થાય. અગત્યની વાતચીતો થશે અને સાનુકૂળતા જણાશે. નાણાભીડનો અનુભવ થશે. અણધાર્યા ખર્ચ અને હાનિના પ્રસંગોથી સાવધ રહેજો. કોઈના વિશ્વાસે વહાણ હાંકવું નહિ. વ્યવસાયિક દૃષ્ટિએ સમય બહુ જ ધીરજ માંગી લે તેવો છે. અનેક પ્રકારના અવરોધોનો સામનો કરવો પડશે. આમ છતાં તમારા પુરુષાર્થનું ફળ મળશે. નવીન પ્રવૃત્તિઓ વિકસતી જણાય.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય નજીવા કારણોસર અશાંતિના પ્રસંગો તેમજ વ્યથાનો અનુભવ કરાવશે. આ સવાય એકંદરે માનસિક સ્વસ્થતા અને મનોબળ મજબૂત રહેશે. નાણાકીય બાબતો અંગે તમારે વિશેષ જાગૃતિ દાખવીને કાળજી લેવી પડશે. મહત્ત્વના કામકાજોમાં આર્થિક સમસ્યા નડે. ખોટું નાણાકીય રોકાણ ન થઈ જાય તે જોજો. વ્યાવસાયિક ક્ષેત્રે વિકાસ મંદ થતો જણાશે. વિલંબિત કામ ઉકેલાય અને સફળતા મળે. નોકરિયાતને પ્રમોશન, સ્થળાંતર અંગે અવરોધ જણાશે.
મકર (ખ,જ)ઃ કોઈના કોઈ પ્રકારની અશાંતિ કે વિખવાદોના પ્રસંગો આવશે. શાંતિ અને માનસિક સંયમ જાળવશો તો લાભમાં રહેશો. દરેક મુદ્દાને લાગણીશીલ બનીને વિચારવાના બદલે શક્ય તેટલા વ્યવહારુ બનજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીમાંથી બહાર લાવનાર છે. કેટલાક વિશેષ ખર્ચાઓ કરવા પડશે. આ માટે જરૂરી આર્થિક જોગવાઈ પણ કરી શકશો. નોકરિયાત કે ધંધાદારી માટે આ સમય સાનુકૂળ છે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં મહત્ત્વની ઓળખાણથી લાભ થશે. પ્રવાસ-પર્યટનો અંગે અનુકૂળ સમય છે. નાણાકીય પ્રશ્નોમાંથી યોગ્ય માર્ગ મળતો જોવા મળશે. કંઈક સારી ગોઠવણ થતાં રાહત અનુભવાય. શેરસટ્ટાથી લાભ મેળવવા લાલચાશો તો નુકસાન થશે. વધારાની કમાણી કરી લેવાની ઉતાવળ કરશો નહીં. નોકરિયાતને કામનો બોજ મુશ્કેલી સર્જાતા અશાંતિ રહે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સફળતા અને સાનુકૂળતાઓનું વાતાવરણ સર્જાતા આ સમય પ્રગતિકારક નીવડશે. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણો માટે સાનુકૂળતા રહેશે. નોકરિયાતોને વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાશે. વેપારીઓને પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે.