• મેષ (અ,લ,ઈ)ઃ મનની મુરાદ મનમાં રહેતી જણાય. માનસિક અશાંતિ રહે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થાય. નોકરી-ધંધામાં સાનુકૂળ તક મળે. મહત્ત્વના કાર્યો આગળ વધારી શકશો. વિરોધીઓના હાથ હેઠાં પડે. મકાન-મિલકત અંગે સારા યોગો રહેશે. સંતાનોની ચિંતા રહેશે. પ્રવાસ-પર્યટનથી આનંદિત રહેવાય. વિદ્યાર્થી વર્ગને આ સમયમાં થોડો માનસિક તણાવ રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આવે. ભાગીદારીમાં ધંધો હશો તો થોડાક મતભેદ રહેશે. સાંસારિક જીવનમાં શાંતિ અનુભવાય. આર્થિક સુખાકારી સારી રહેશે. જોકે, આવકના પ્રમાણમાં ખર્ચ પણ રહેશે. મિત્રો તેમજ વડીલોની મદદ મળી રહેશે. ધાર્મિક કાર્ય થઈ શકશે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં માનસિક શાંતિ રહે. નાણાકીય રીતે આ સમય મધ્યમ રહેશે. કોઈના વિશ્વાસે રહેવાથી નાણાં ડૂબે નહીં તેનું ધ્યાન રાખવું. વ્યવસાયિક કાર્યોમાં વધુ મહેનત કરવી પડશે. કેટલાક મહત્ત્વના કાર્યો આગળ વધતાં જણાશે. નોકરિયાત વર્ગને સારી તકો મળશે. સરકારી કે કોર્ટ-કચેરીના કાર્યોમાં વિલંબ થાય. સંતાનોની મદદ મળી શકશે.
• કર્ક (ડ,હ)ઃ આર્થિક સમસ્યાઓનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાત વર્ગે ઉપલા વર્ગથી સાવચેત રહેવું. કોઈના વિશ્વાસે કામ કરવું નહીં. અભ્યાસમાં વિદ્યાર્થીઓને મધ્યમ ફળ મળે. સંતાનોની તબિયતની ચિંતા રહેશે. ભાતૃવર્ગથી સહકારનું વલણ રહેશે. કૌટુંબિક સંપત્તિ વિશે મહત્ત્વના નિર્ણય લઈ શકશો. ધંધા-વેપારમાં સારી પ્રગતિ રહેશે. પ્રિયજનથી મિલન-મુલાકાતના યોગ છે.
• સિંહ (મ,ટ)ઃ માનસિક શાંતિ મેળવવા કાર્યશીલ રહેવું જરૂરી. નોકરિયાતને પરિવર્તનના યોગ બળવાન બને. આર્થિક રીતે સારો લાભ થાય. અટવાયેલા કાર્યોનો ઉકેલ આવતો જણાશે. મકાન-મિલકતને લગતા કાર્યોમાં આપને ધાર્યું પરિણામ નહીં મળી શકે. ધીરજ ધરવાથી સફળતા મળે. સામાજિક પ્રસંગોનું આયોજન થશે. પ્રવાસના યોગો બળવાન છે. વિદ્યાર્થી વર્ગને સારું રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મળતી નવીન તકો મનને આનંદિત કરશે. મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય. ધંધા-વેપારમાં ધીમે ધીમે સમસ્યા હલ થતી જણાશે. સંતાનને લગતી સમસ્યાનો ઉકેલ આવશે. નાણાંકીય દૃષ્ટિએ આ સપ્તાહ સારું રહેશે. નોકરિયાતને આ સમય લાભદાયી નીવડશે. નવી નોકરીના ચાન્સ સારા રહેશે. સંપત્તિના પ્રશ્નોનો ઉકેલ આવશે.
• તુલા (ર,ત)ઃ આ સમય લાભ આપનારો નીવડશે. નાણાકીય પ્રશ્નોનો ઉકેલ આવશે. શેર-સટ્ટાથી દૂર રહેવું. નોકરિયાત વર્ગને કામગીરી વધતાં માનસિક ટેન્શન રહેશે. દાંપત્યજીવનમાં આનંદ અને ઉત્સાહ રહેશે. આરોગ્ય અંગે થોડી કાળજી રાખવી હિતાવહ રહેશે. ગુસ્સા પર કાબૂ રાખવો. આર્થિક રીતે સારું રહેશે. ધંધા-વેપારના કાર્યો સારા કરી શકશો. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં ફળ મળશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ આર્થિક રીતે સારું રહેશે, છતાં આવકના પ્રમાણમાં જાવક વધારે રહેશે. નોકરિયાતને આ સમયમાં મહત્ત્વની તક મળે. સરકારી કામકાજો વિલંબથી પાર પડે. સંતાનોના પ્રશ્નોને લીધો થોડી ચિંતા રહેશે. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર મળી રહેશે. પ્રોપર્ટી અંગેના પ્રશ્નોનો ઉકેલ આવે. તબિયતની ચિંતા દૂર થશે. વેપારી વર્ગ માટે સફળતા અને વિકાસનો સમય રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ): મુશ્કેલ પરિસ્થિતિનો અંત આવતો જણાશે. મહત્ત્વની તક મળતાં વિકાસ થતો જણાશે. નાણાકીય મૂંઝવણનો ઉકેલાશે. કોઈની મદદ તમારી ચિંતા દૂર કરશે. કૌટુંબિક જવાબદારી વધશે. આર્થિક રીતે સમય મધ્યમ છે. મકાન-મિલકતના પ્રશ્નોમાં રૂકાવટ આવે એવી સંભાવના રહેશે. મિલકતમાં મૂડીરોકાણથી નુકસાન થાય. નોકરિયાત વર્ગને અગત્યના કાર્યોમાં સફળતા મળશે. નવા પરિચય થશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહમાં માનસિક તણાવ ઓછો થતો જણાય. સારી તક મળે. નાણાકીય કામકાજો આડેના અવરોધો દૂર થાય. આવકમાં વૃદ્ધિ થાય. ધંધા-વેપારમાં પ્રગતિ રહેશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓથી સાચવવું. વિવાહની વાતચીતમાં સફળતા મળે. આરોગ્ય અંગે કાળજી રાખવી. પ્રવાસના યોગો બળવાન બને. મકાન બદલવાની ઈચ્છા પૂરી થાય. સંતાનો મદદરૂપ બની રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં ચિંતાઓ દૂર થાય. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. આ સપ્તાહમાં આર્થિક મુશ્કેલીઓ દૂર થતી જણાય. નોકરિયાત માટે આ સમય સારો રહેશે, બદલી-બઢતીના સંજોગો સર્જાય. વેપારી વર્ગે સાવચેતી રાખવી. મકાન-સંપત્તિની બાબતે પરિસ્થિતિ યથાવત રહેશે. કૌટુંબિક સમસ્યાઓ હલ થાય. લગ્ન માટે સમય સાનુકૂળ રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે. આર્થિક સ્થિતિ સારી રહેશે. નાણાભીડ ઓછી થશે. નોકરીમાં સારી તકો મળશે. વેપારી વર્ગ તેમજ ધંધાર્થી માટે સફળતા અને વિકાસનો સમય છે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. કોર્ટ-કચેરીના નિર્ણયો મહત્ત્વના જણાશે. આરોગ્યની થોડી ચિંતા રહેશે.