તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૧૫થી ૩૦ ઓક્ટોબર, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 21st October 2015 11:37 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ અગત્યની કાર્યવાહીઓમાં સફળતા જણાતા તમારા ઉત્સાહમાં વૃદ્ધિ થાય. સંજોગો અને પરિસ્થિતિ સુધરતાં સાનુકૂળતા જણાશે. અગાઉના કરેલાં કેટલાક કામકાજોથી આર્થિક લાભ મળવાના સંજોગો આ સમયમાં ઊભા થતાં જણાશે. જરૂરત પૂરતી સગવડ પણ થઈ શકે છે. શેરસટ્ટાથી લાભ જણાતો નથી. નોકરિયાતોને આ સમયમાં કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશું બગડવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે કોલ-કરારો ન કરવા. મકાનની લે-વેચ કે ભાડાનું ઘર બદલવાની ઈચ્છા આ સમયમાં સાકાર થાય આવે તેવું લાગતું નથી. જોકે પ્રયત્નો ચાલુ રાખવા.

વૃષભ (બ,વ,ઉ)ઃ ઇચ્છિત તકો પ્રાપ્ત કરી શકશો. તમારો ઉત્સાહ વધે. સક્રિયતા વધશે. માનસિક તાણ હળવી બનાવી શકશો. અગત્યના પ્રશ્નો હલ થતાં સફળતા મળશે. ઉઘરાણી-દેવાના પ્રશ્નો ઉકેલી શકશો અને જરૂરિયાતનો પ્રસંગ માટે યોગ્ય વ્યવસ્થા કરી શકશો. આવક વધતાં રાહત અનુભવશો. તમારાં માર્ગમાં આવતાં વિઘ્નો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. વિરોધીઓ ખુલ્લા પડતાં જણાશે. ઉપરી અધિકારી સાનુકૂળ વલણ દાખવશે. ધંધા-વેપારમાં નવીન તક મળે.

મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક સ્વસ્થતાને જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતાં ઉત્સાહ વધશે. ઉઘરાણીઓના કામકાજ પતાવી શકશો. આવક-જાવક બન્નેના યોગ છે. લાભ સામે વ્યય પણ થશે. નોકરિયાતો માટે આ સમય કામકાજનો બોજો વધારનારો છે. હરિફ અને કર્મચારીઓ સાથે મતભેદ વધી શકે છે. ધાર્યું ફળ મળે નહીં. ધંધાકીય ક્ષેત્રે વિઘ્નો વધુ જણાય. કોઈ મકાન-મિલકતની લે-વેચ ખરીદીના કામ પતાવી શકશો. મકાનની ફેરબદલી થાય. બાપદાદાની મિલ્કતોને લગતા વાદ-વિવાદો ઉકેલાશે. દામ્પત્યજીવનની સમસ્યાઓ હશે તો તેનો ઉકેલ મળશે. લગ્નવાંછુઓને મનપસંદ પાત્ર મળશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક સ્વસ્થતા ટકાવી રાખજો. કાલ્પનિક ચિંતાઓ છોડવી પડશે. વળી નજીકના સ્વજનોના વર્તન કે વાણીને ધ્યાનમાં ન લેવાથી પણ શાંતિ જાળવી શકશો. મનને વિક્ષેપ કરે તેવા પ્રસંગો બનશે. નાણાકીય દૃષ્ટિએ સમય ખર્ચાળ જણાય છે. કોઈને કોઈ સ્વરૂપે મોટા ખર્ચ થાય. નાણાની વ્યવસ્થા કરવામાં અવરોધ આવે અને વધુ પ્રયત્ને કાર્ય સફળ થાય. ધીરધાર ન કરવી. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ છે. જોઈતી તકો મળતી જણાશે. અવરોધને પાર કરી શકશો. બઢતી-બદલીને લગતા પ્રશ્નો હલ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ તમને વિકાસવૃદ્ધિની તક મળશે. સારા સંબંધો ઉપયોગી નીવડે.

સિંહ (મ,ટ)ઃ માનસિક સ્થિતિ ઉદ્વેગ અને ઉત્પાત સૂચવે છે. અજંપો વધે. લાગણીના આવેશોને કાબૂમાં રાખવા પડશે. નાણાકીય દૃષ્ટિએ વાતાવરણ અને પરિસ્થિતિ સાનુકૂળ બનશે. તમારા ખર્ચાઓ માટે જરૂરી આવક મેળવી શકશો. જૂની ઉઘરાણી કે લેણી રકમોના નાણા મળશે. અન્ય સાધનો દ્વારા પણ આવકવૃદ્ધિ થાય. એકાદ-બે મોટા ખર્ચના પ્રસંગો આવશે. તેની જોગવાઈ વિચારજો. નોકરિયાતોને આ સમય પ્રતિકૂળતાના કારણે તાણ રખાવશે. ધાર્યું કામ થાય નહીં. વિઘ્નો વધતા જણાશે. બદલી-બઢતી અંગે પ્રતિકૂળતા વર્તાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ અકારણ ચિંતાઓ મનને અસ્વસ્થ કરશે. અકળામણ-બેચેની વધતાં જણાશે. પરિણામે માનસિક તાણના ભોગ બનવું પડે. આવક કરતાં જરૂરિયાત અને ચૂકવણી વધુ રહેતાં નાણાકીય સંજોગો જરા મુશ્કેલીભર્યા બનશે. ઉઘરાણી તરફ વધુ ધ્યાન આપજો. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળજો. ઉપરીથી ઘર્ષણ જાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે કેટલાક લાભો ગુમાવવા પડશે. નિરાશા સાંપડશે. સંપત્તિ, જમીન-મકાન વગેરે બાબતો અંગે માનસિક ચિંતા વધશે. ધાર્યા અનુસાર કામ થાય નહીં. અવરોધો જણાશે. વાદવિવાદ ગૂંચવાડા વધારશે. ગૃહજીવનમાં સમસ્યાઓ ઊભી થાય. સ્વજનો સાથે વાદવિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

તુલા (ર,ત)ઃ આ સમય આશાવાદી જણાય છે. સાનુકૂળ તક મળશે. નવીન કાર્યરચનાઓ સાકાર થાય. તમારા પ્રયત્નો સફળ થતાં ઉત્સાહ વધશે. પ્રતિકૂળ સંજોગોમાંથી રસ્તો મળશે. સફળતાનો માર્ગ મોકળો થશે. નાણાના અભાવે કામકાજ અટક્યા હશે તો તે માટેની જરૂરી વ્યવસ્થા થાય. જૂની ઉઘરાણીઓથી આવક થાય. નોકરિયાતો માટે સમય ઘણો સાનુકૂળ અને પ્રગતિકારક છે. ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળશે. વિરોધીઓ સફળ થાય નહીં. વિઘ્નો હટશે. ધંધા-વેપારમાં પરિસ્થિતિ આશાજનક રીતે વળાંક લેશે. નવીન કામગીરીમાં પ્રગતિ થાય. મુશ્કેલીઓમાંથી બહાર આવી શકશો. મકાન-સંપત્તિને લગતી સમસ્યાઓનો ઉકેલ આવે. લાભ મેળવશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયનો માહોલ અને પ્રસંગો તમારામાં ઉત્સાહનો સંચાર કરવાનું કાર્ય કરશે. તમારી આશંકાઓ ખોટી પડશે. કામકાજમાં પ્રગતિ થતાં બોજો હળવો થશે. નોકરિયાતને આશા-નિરાશા એમ બન્ને અનુભવો થાય. મુશ્કેલીઓ દૂર થશે. ધંધાના ક્ષેત્રે નવા ફેરફારો થાય. મુશ્કેલીઓ દૂર થશે. મકાન બદલવું હોય તો સફળતા મળે. સ્વજનોનો સાથ-સહકાર મળે. જીવનસાથીથી વિયોગ હશે તો મિલન થાય. અંગત આરોગ્ય કથળે નહીં તે જોજો. મુશ્કેલીના પ્રસંગોથી માનસિત તાણ જણાશે. સંતાનની તબિયત ચિંતા કરાવશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ બનશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનોબળ દૃઢ બનાવીને તમારા આયોજન પ્રમાણે આગળ ધપશો તો સફળતા મળશે. મનની મૂંઝવણનો ઉપાય અને ઉકેલ મેળવશો. રાહત-નિરાંત અનુભવશો. નાણાકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડે. વિશેષ લાભના યોગ અલ્પ છે. ઉઘરાણીના નાણા મેળવી શકશો. નોકરિયાતને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડશે. ઉપરી સાથે વિવાદ ન થાય તે જોજો. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભના દ્વાર ખૂલશે. જમીન-મિલકતને લગતા કામકાજોમાં પ્રગતિ થાય. ઉકેલ મળે તથા નવા મકાનમાં રહેવા જવાનું બને. આવકમાં વધારો થાય. જીવનસાથીની તબિયત અંગે ચિંતા હોય તો દૂર થાય.

મકર (ખ,જ)ઃ આ સમયમાં અધૂરા કામકાજો પૂરાં થતાં જણાશે. નવીન અગત્યતની કાર્યવાહીઓનો વિકાસ થતો જોઈ શકશો. માનસિક સ્વસ્થતા અને સમતોલન જળવાશે. ભાગ્ય અવરોધના કારણે ફળ મળવામાં વિલંબ થાય. આર્થિક મુશ્કેલીઓ ચાલુ રહેતી જણાશે. ઉઘરાણીની આવક પ્રાપ્ત થાય. ધંધા-નોકરીની પરિસ્થિત હવે ધીમે ધીમે સુધરતી જણાશે. સાવચેતીથી ચાલશો તો સારા લાભ મેળવી શકશો. જમીન-મકાનને લગતા કામકાજોમાં ધારી સાનુકૂળતા જોવા મળે નહીં. કોર્ટ-કચેરીને લગતા કામકાજોમાં પ્રગતિ થાય. દામ્પત્યજીવનમાં અકારણ ગેરસમજોના કારણે વાદ-વિવાદ પેદા થાય. સ્ત્રીઓ માટે આ સમય આનંદમય નીવડે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતા, વ્યગ્રતાની લાગણીનો અનુભવ થશે. તમારા વિચારોને અમલમાં મૂકવા અશક્ય જણાતા તંગદિલી વધશે. સંજોગો સુધરવામાં હજુ સમય લાગશે. આથી સમજીવિચારીને ખર્ચા કે સાહસ કરજો. નાણાનો દુર્વ્યય ન થઈ જાય તે જોજો. બચત અશક્ય બનશે. નોકરિયાત કોઈ સારી તક મેળવી શકશે. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તનના યોગ છે. વિરોધીના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. ધંધા-વેપારમાં પરિસ્થિતિ યથાવત્ જણાશે. જીવનસાથીનો સહકાર મળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ તમારા માટે શુભ નીવડે. નોકરીમાં તમારા કામની કદર થાય. જાહેર ક્ષેત્ર - સંસ્થામાં કામ કરનારે મહત્ત્વની કામગીરી, જવાબદારીમાં કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં. બીજાના નામે તમારું કામ કરવા જશો તો મુશ્કેલીમાં મુકાઈ જશો. ખાણી-પીણી, હરવા-ફરવા પાછળ નાણા ખર્ચાય. પ્રેમ-લાગણીના સંબંધમાં મનદુઃખ થયું હોય તો સમાધાન થાય. સ્ત્રીવર્ગ ધાર્યું કામકાજ પાર પાડી શકશે. શાંતિ જાળવીને ધીરજથી કામ કરવું. આનંદ-ઉત્સાહ રહે. ધર્મકાર્ય થાય. વિદ્યાર્થીબંધુને સફળતા, પ્રગતિથી આનંદ રહે. કાર્યમાં સફળતા મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter