તા. ૨૪ નવેમ્બર થી ૩૦ નવેમ્બર ૨૦૧૮

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 23rd November 2018 07:48 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય તમારા અગત્યના પ્રશ્નો હલ કરવા માટે સાનુકૂળ જણાય. શારીરિક કે માનસિક ચિંતા દૂર થાય. અવરોધોમાંથી માર્ગ મળે. આર્થિક રીતે જોતાં આ સમય ખર્ચાળ નીવડે. અણધાર્યા મોટા ખર્ચ આવે, ખરીદી વધે. એકાદ નુકસાનનો પ્રસંગ ઊભો થાય. આવક ઘટે. ઉઘરાણી રોકાય. જમીન-મકાનની સમસ્યાનો ઉકેલ સાંપડશે. કોઈ મહત્ત્વની વાતચીત સફળ નીવડશે. નોકરિયાતોની મુશ્કેલીઓ હળવી થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ હવે તમે હળવાશ અને મુક્તિનો આનંદ માણી શકશો. જવાબદારીપૂર્ણ કાર્યમાં યશ-માન મળે. જેથી એક પ્રકારની નિરાંત અનુભવી શકશો. આવકમાં વૃદ્ધિની સામે હવે ચૂકવણી અને ખર્ચ તેમજ વ્યય જણાતાં બચત સંભવિત બનશે નહીં. અલબત્ત, આર્થિક સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલી શકશો. નોકરીમાં પ્રગતિકારક વાતાવરણ સર્જાશે. પ્રતિકૂળતાઓ અને સમસ્યાઓ દૂર થવાના સંજોગો આવે. બઢતી માટેની ભૂમિકા બંધાય. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વની વાતચીતો સફળ થાય. સાનુકૂળ માહોલ રચાય.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મૂંઝવણનો કોઈ ઉકેલ આવશે. સાથોસાથ કોઈ સર્જનાત્મક, ધાર્મિક, માંગલિક કે વૈવાહિક પ્રસંગોનો સાનુકૂળ ઉકેલ આવતો જણાશે. ગૃહજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. યાત્રા-પ્રવાસ કે નોકરીમાં બદલીની શક્યતા જણાય છે. સાથોસાથ કેટલીક લાભદાયી નવરચનાઓ સાકાર થશે. સંતાન અને સાનુકૂળતા વધશે. નાણાંકીય બાબતો ગૂંચવાતી જણાશે અને ધાર્યા નાણાંકીય કામકાજો સમયસર પાડ પડે નહીં.

કર્ક (ડ,હ)ઃ માનસિક પરિસ્થિતિ સ્વસ્થ રાખી શકશો. ટેન્શન-તણાવમાંથી મુક્તિ મળે. નવીન તકો આવે તે વધાવી લેજો. યશ-સન્માન વધે. આર્થિક પરિસ્થિતિ થોડીઘણી ગૂંચવાયેલી જણાય. નોકરી-ધંધાના ક્ષેત્રે આ સમય સિદ્ધિ આપનાર નીવડશે. નોકરિયાતોને મુશ્કેલીમાંથી માર્ગ મળે. ધંધા-વેપારના કામકાજોમાં ધાર્યો સુધારો થાય. લાભની આશા વધે. ભાગીદારીના પ્રશ્નો હલ થાય. મકાન-સંપત્તિ અને વાહન સંબંધિત બાબતો અંગે હેરાનગતિ વધી શકે છે. આ સમયમાં વિરોધી-હરીફો વગેરે અવરોધો સર્જાશે. ગૃહવિવાદનો પ્રસંગ આવે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળશે. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. મિત્રો-સ્નેહીજનોનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમયમાં સાનુકૂળતા રહેશે. આર્થિક જરૂરિયાત કે અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. આકસ્મિક ખર્ચાને પહોંચી વળવા માટે કરજનો ભાર પણ વધતો જણાશે. નોકરિયાતોને સ્થળાંતર - પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક મળશે. ઉપરીના સંબંધો સાનુકૂળ બને.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનોમૂંઝવણ દૂર થાય તેવા પ્રસંગો સર્જાશે. મનની સક્રિયતા વધારજો. નિરાશાને દૂર રાખશો તો લાભમાં રહેશો. આર્થિક પ્રતિકૂળતા કે નાણાંભીડની સમસ્યા ઘેરી બને. અલબત્ત તેમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. સહાય મેળવી શકશો. સરકારી પ્રશ્નોના ઉકેલ પાછળ ખર્ચ વધે. વિના પ્રયત્ને લાભ મળે નહીં. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો લેવા નહીં. ઉપરીથી ઘર્ષણ જાગે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ કેટલાક લાભો ગુમાવવા પડશે કે નિરાશા સાંપડશે. જમીન-મકાનના પ્રશ્નોના ઉકેલમાં ગ્રહોની મદદ મળી રહેશે.

તુલા (ર,ત)ઃ માનસિક દૃષ્ટિએ આ સમય વધુ મૂંઝવણ અને એક પ્રકારના અજંપો સૂચવે છે. ધીરજથી કામ લેવું જરૂરી છે. તમે જે લાભની આશા રાખો છો તે હજુ મળે તેમ લાગતું નથી. આવકમાં વધારો થવાની કોઇ શક્યતા નથી. શેર-સટ્ટાથી લાભ લેવા જતાં પસ્તાવું પડશે. નોકરિયાતોના સારી નોકરી મેળવવાનાં પ્રયત્નો ફળદાયી બનશે. વર્તમાન નોકરીમાં પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. બદલી-બઢતી અંગેના કાર્યોમાં સફળતા મળે. મકાન-મિલકતના કામકાજો માટે જોઈતી તકો અને સાનુકૂળતાઓ મેળવી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન ખોટી ચિંતા, તણાવ વર્તાય. આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત અને પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપજો. આ સિવાય અન્ય રીતે પણ તમે નાણાંભીડમાંથી માર્ગ મેળવી શકશો. મહેનત વધુ થશે, પણ કામ અટકશે નહીં. અન્ય ખર્ચા વધે. જમીન કે સંપત્તિની બાબત હજુ યથાવત્ રહેતી જણાય. પરિસ્થિતિ કે સંજોગો પ્રતિકૂળ જણાય. વાદવિવાદ ન થાય તે જોવું રહ્યું. નોકરીમાં પ્રગતિના માર્ગે આગળ વધી શકશો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ પૂર્વનિર્ધારિત યોજનાઓ અંગે જોઈતી અનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ વધશે. સારી તકો મળશે. સફળતાના કારણે માનસિક સ્થિતિ સ્વસ્થતાભરી રહેશે. દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાય. લેણી રકમો હાલ તુર્ત પરત પૂરતી મળશે નહીં. નોકરિયાતોને હવે કાર્યસ્થળે કોઈ મહત્ત્વના ફેરફારો થતાં જણાશે. તમારો બઢતીનો માર્ગ રુંધાયો હશે તો હવે ખુલ્લો થશે. મહત્ત્વની વ્યક્તિની મદદ ઉપયોગી સાબિત થાય.

મકર (ખ,જ)ઃ મહત્ત્વનું કામ સફળતા પાર પડતાં આનંદ મળે. મિત્રો અને સ્નેહીજનોનો સાથ-સહકાર મળતાં સાનુકૂળતા જણાય. આર્થિક દૃષ્ટિએ આ સમય સાનુકૂળ રહેશે. નાણાંકીય જરૂરિયાત સંતોષાય. અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકાય. નોકરિયાતને સ્થળાંતર, પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાની તક મળે. ઉપરી સાથેના સંબંધો સાનુકૂળ બનશે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાનો સુખદ ઉકેલ મળે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યા સુખદ રીતે ઉકેલાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં કોઈને કોઈ કારણસર અજંપો યા બેચેનીનો અનુભવ કરાવતું વાતાવરણ જણાશે. ધાર્યું ન થવાથી નિરાશ કે હતોત્સાહ થશો નહીં. મનોબળ ટકાવી શકશો. ગૃહજીવનને લગતા ખર્ચાઓનું પ્રમાણ સવિશેષ રહેશે. તમે ચાહો છો તેવી સ્થિતિ સર્જાય નહીં. આર્થિક આયોજન કરવું આવશ્યક છે. નવીન મૂડીરોકાણ હવે સમજીવિચારીને કરવું પડશે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહીં તે સમજીને યોજના ઘડજો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ દરમિયાન ચિંતાના વાદળો વિખેરાતા મન રાહત અનુભવશે. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. મનના ઓરતા પૂર્ણ થતાં લાગે. આ સમયમાં આર્થિક પ્રશ્નો હલ કરવા માટે વધુ સજાગ રહેવું જરૂરી છે. અહીં એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે જોવું રહ્યું. ઉઘરાણી મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. ઉપરી સાથેના સંબંધો સારા રહેશે. સહકર્મચારી સાથે વિવાદ ન સર્જાય તે જોજો. મકાન-સંપત્તિ-વાહન સંબંધિત પરિસ્થિતિ યથાવત્ રહેતી જણાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter