તા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 21st September 2016 07:17 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આવેશ અને ગુસ્સાને નિયંત્રણમાં રાખજો. કોઇ પણ મુદ્દાને સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે તમારો તનાવ જ વધશે. તમારી યોજના મુજબ લાભ ન થાય. આવક અંગેનો અસંતોષ અકળાવશે. કરજ કે ચૂકવણી અંગે સહાય મેળવી શકશો. નોકરિયાતોનો કાર્યભાર વધશે. નવીન જવાબદારીઓ આવશે. ખોટી ખટપટો અને વિરોધીઓની પ્રવૃત્તિના કારણે ટેન્શન જણાશે. બદલી - બઢતી માટેના તમારા પ્રયત્નો સફળ થશે. ધંધાના ક્ષેત્રે ઘણો પુરુષાર્થ કરવો પડે. જોકે, પરિસ્થિતિ સુધરતી જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ અગત્યના પ્રશ્નોના ઉકેલ મળતાં ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલ કાર્યોનો નિકાલ આવે કે તેમાં પ્રગતિ થતી જણાય. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. તમારા વ્યવહારો ચલાવવા પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. નોકરિયાતોને સાનુકૂળતા જણાશે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. નોકરીની સારી તક મળે. ધંધાર્થી માટે પણ સફળતા અને વિકાસનો સમય છે.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારો પુરુષાર્થ ફળદાયી નીવડશે. સક્રિયતા વધશે. આગળ વધો અને ફત્તેહ મેળવો - આ સૂત્રને ધ્યાનાં રાખીને ચાલશો તો જ સફળતા તમારા કદમ ચૂમશે. જરૂરિયાતોને અંકુશમાં રાખો, નહીં તો આર્થિક બોજ વધી શકે છે. નોકરીના સ્થાને પરિસ્થિતિ પલટાતી જણાય. પ્રતિકૂળતા અને અડચણમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતો હજુ સમય અનુકૂળ જણાતી નથી. ભાગીદાર સાથે ગેરસમજ વધતી જણાય. આ સમયમાં મકાન-મિલકતના કામકાજો ઉકેલાશે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં એક પ્રકારની ઉદાસીનતા, વ્યગ્રતાની લાગણી અનુભવશો. તમારા આયોજનને અમલમાં મૂકવાનું અશક્ય જણાતા માનસિક બોજ વધશે. તમારા સંજોગો હજુ સુધરવામાં સમય લાગશે. સમજીવિચારીને કોઇ ખર્ચ કે સાહસ કરજો. નાણાંનો વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. ધંધાકીય ક્ષેત્રે તમારો વિકાસ ધીમો જોવા મળશે. કાર્યબોજના કારણે પ્રગતિ વિલંબમાં પડે. બઢતી-પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. તમારી સંપત્તિના પ્રશ્નો હજુ ગૂંચવાયેલા રહેશે. ધાર્યું કામ થાય નહીં, કોઈને કોઈ મુશ્કેલી પેદા થાય. વેપાર-ધંધામાં ભાગીદારો સાથે મતભેદ સર્જાવા સંભવ છે.

સિંહ (મ,ટ)ઃ માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. જોકે ધીરજ ન ગુમાવવા સલાહ છે. અશાંતિ પણ વર્તાશે. નાણાંકીય દૃષ્ટિએ જોતા આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ સારી રહે તેમ છે. સાચવીને ખર્ચ કરવો રહ્યો. આંધળા સાહસ કરવાનું ટાળજો, નહીં તો નુકસાનનો ફટકો ખમવો પડી શકે છે. નોકરી-ધંધામાં સાનુકૂળ તક મેળવી શકશો. નોકરીનું પરિવર્તન કરવું હોય તો યોગ્ય સમય છે. વેપારી વર્ગને લાભકારક તક મળશે. મકાન-જમીનના કામકાજોમાં હજુ ખાસ લાભ જણાતો નથી.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન અણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. કેટલીક સાનુકૂળતા છે તો સાથે જ નવી કામગીરી પણ આવશે. નાણાકીય પરિસ્થિતિ સારી આવકના અભાવે યથાવત્ રહેશે. જે કંઈ સારી આવક થશે તે આકસ્મિક ખર્ચમાં વપરાઇ જશે. જૂની જવાબદારી હળવી થશે. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે. નોકરીમાં બદલી-બઢતીની તકો વધશે. વેપાર-ધંધાના વિસ્તરણના પ્રયત્નો સફળ થશે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરિત સંજોગો છતાંય તમે માનસિક જુસ્સો, સ્વસ્થતા ટકાવી શકશો. ધૈર્ય જાળવશો તો લાભમાં રહેશો. લાગણી દુભાય તેવા પ્રસંગો સવિશેષ વધશે. લોન-કરજ વધશે. કટોકટી ટાળવા આર્થિક આયોજન કરવું જરૂરી છે. અન્યને ધીરેલાં નાણાં પરત મળવામાં વિલંબ થાય. સંપત્તિ સંબંધિત સમસ્યાઓ ગૂંચવાતી જણાય. કોઈને કોઈ વિઘ્ન આવે. અકસ્માતથી સાવધ રહેવું જરૂરી છે.

વૃશ્ચિક (ન,ય)ઃ મનોવ્યથામાંથી મુક્તિ મળશે. ટેન્શન હળવું થાય. સર્જનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થાય. કેટલાક પ્રયત્નો સાકાર થતાં આશાસ્પદ વાતાવરણ જોઈ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ તમે મેળવશો. નાણાકીય સ્થિતિ સાનુકૂળ બનશે. કેટલાંક અટવાયેલા લાભ કે ઉઘરાણી દ્વારા આવક વધે. જરૂરિયાત સંતોષાતી જણાશે. અગત્યના કામકાજ માટે પણ આર્થિક વ્યવસ્થા કરી શકશો. નોકરીના ક્ષેત્રે વિરોધ કે મુશ્કેલી જણાતાં હશે તો પણ તમારા સ્થાનને આંચ નહીં આવે. બદલીનો યોગ છે. વેપાર-ધંધામાં વિકાસકારક સમય છે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન હિંમત અને સ્વસ્થતા ટકાવી શકશો. અવાસ્તવિક ભય અને કાલ્પનિક ચિંતાઓ રહેશે. આધ્યાત્મિક મનન-ચિંતન દ્વારા જ શાંતિ મેળવી શકશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. આર્થિક આયોજનને વ્યવસ્થિત રાખજો, નહીં તો હેરાન થઈ જશો. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભ કે ઉઘરાણી મળવામાં વિલંબ થાય. નોકરિયાત વર્ગને કામકાજમાં બોજ વધતો જણાય. સાથીદારો સાથે વાદ-વિવાદ ટાળજો. વેપાર-ધંધામાં ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક માહોલ સર્જાશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિ પણ રહેશે. નાણાકીય દૃષ્ટિએ જોતાં આ સમયમાં આવકના પ્રમાણમાં જાવક પણ રહેશે. કોઇ પણ આંધળા સાહસ કરવાનું ટાળજો. નોકરિયાત વર્ગને નજીક જણાતો લાભ દૂર ઠેલાય. બદલી કે પરિવર્તનની તક આવી મળે તે ઝડપી લેજો. વેપારી વર્ગ માટે આ સમય મિશ્ર છે. ભાગીદારી સંબંધિત કામકાજમાં વધુ ધ્યાન આપવું જરૂરી છે. નવીન ક્ષેત્રે વધુ મહેનતે કાર્યસફળતાના યોગ છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક ઉદ્વેગ વધતો જણાશે. કેટલીક તકલીફો વધતાં ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપવું જરૂરી છે. નાણાકીય મોરચે વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે ખર્ચા વધુ રહેશે. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે અને વિરોધીઓ દૂર થતાં લાગે. મહેનત સફળ બનશે. પ્રગતિકારક તક પણ મળશે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. વિકાસ સાધી શકશો. મકાન-સંપત્તિને લગતાં કામો આડેથી મુશ્કેલીઓ દૂર થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાના કારણે ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. ચિંતા-ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. અલબત્ત, જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગો નથી. હાથમાં રહેલા નાણાં ખર્ચાતા નાણાભીડ સર્જાશે. આ સમયમાં જૂના લેણાની રકમો મળવાથી વ્યવહાર નભી જશે. નોકરિયાત માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળશે. બઢતીનો માર્ગ ખૂલશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે. વિકાસ અને વિજયનો માર્ગ મોકળો થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter