તા. ૨૫ જુલાઇ ૨૦૨૦થી ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 24th July 2020 08:13 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આયોજન, ધારણા કે અપેક્ષા કરતાં પ્રતિકૂળ સંજોગો જણાય. અશાંતિ અને ઉત્પાત વધશે. મન અજંપો અનુભવશે. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહેવું જરૂરી છે. કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સારા સુધરતા જણાશે નહિ. યથાવત્ સ્થિતિ રહેશે. નોકરી પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ થશે. સંપત્તિ-મકાન કે જમીનને લગતા પ્રશ્નોથી ચિંતા રહે. મકાન બદલવાની ઇચ્છા ફળે નહિ. ગૃહજીવનનું વાતાવરણ ડહોળતા અશાંતિ - ગેરસમજ વધશે. વ્યર્થ વાદ-વિવાદના પ્રસંગો ઉભા થાય નહિ તે જોવું રહ્યું.

વૃષભ (બ,વ,ઉ)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ સ્વસ્થ બનશે. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે, તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે. વિરોધીના વિઘ્નો પાર કરી શકશો. વેપાર-ધંધાકીય મામલે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. સંપત્તિમાં વૃદ્ધિના યોગ છે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજો હલ કરી શકશો. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. આપના ગૃહજીવનની કોઈ સમસ્યા હશે તો તેનો સાનુકૂળ રીતે ઉકેલ લાવી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ દરમિયાન અંગત કારણસરક કોઈ અજંપો યા બેચેનીનો અનુભવ કરાવનાર વાતાવરણ જણાશે. બેચેનીનો અનુભવ થાય. જુસ્સો - મનોબળ ટકાવી રાખજો. નાણાકીય દૃષ્ટિએ આ સમય સુધારો સૂચવે છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. અટવાયેલા નાણાં મળે. ઉઘરાણીના કામકાજ પાર પડતા જણાશે. નોકરીમાં પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવે નહિ. વ્યવસાયિક દૃષ્ટિએ ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. અંગત સમસ્યાઓનો સારો ઉકેલ મળે. દામ્પત્યજીવનમાં વાતાવરણ નજીવા મતભેદો સિવાય શાંત રહે. વિરોધીઓને તેમના પ્રયત્નોમાં નિષ્ફળતા સાંપડે.

કર્ક (ડ,હ)ઃ લાગણીના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ–વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. શાંતિ હણાય તેવા પ્રસંગો સર્જાય. કૌટુંબિક અને ગૃહજીવનને લગતાં ખર્ચા પ્રમાણમાં સવિશેષ રહેતા નાણાભીડ વર્તાય. નવીન મૂડીરોકાણ હવે સમજીવિચારીને કરવું પડશે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહિ. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડશે. મહત્ત્વની લાભની આશા રાખી શકશો. જમીન-મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. અપેક્ષા અનુસાર સમસ્યા હલ થાય નહિ. માનસિક ભારણ વધે. ગૃહજીવનમાં મતભેદો હશે તો ઉકેલી શકાશે.

સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળવાથી વ્યથા અનુભવશો. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડે. આ સપ્તાહ નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખૂલશે. કોઇ પણ પ્રશ્નો સમાધાનથી ઉકેલવા સલાહ છે. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને સહકારનું વાતાવરણ રહેશે. અવિવાહિતોના લગ્ન માટે સમય શુભ છે. ભાઇભાંડુ સાથે વિખવાદ બાદ સમાધાન થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ સ્વસ્થતા અને સ્વાસ્થ્ય સાચવવા જરૂરી. આ સમયમાં નાણાકીય આયોજન વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધે. ખોટા ખર્ચ વધી જવાની સંભાવના છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવવામાં વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ વર્તાશે. નોકરિયાતો માટે આ સમય પ્રતિકૂળ છે. માનસિક તણાવ વર્તાશે. ધાર્યું કામ થાય નહિ. વિઘ્નો વધતાં જણાય. ગૂંચવાયેલી સમસ્યા જેમની તેમ લાગે. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો મુશ્કેલીરૂપ બનશે. સંપત્તિ કે મિલકત સંબંધિત સમસ્યાઓ ગૂંચવાયેલી લાગે. ધીમી પ્રગતિ થાય. નાણાકીય લેવડદેવડ કોઈના ભરોસે કરવી નહીં. પ્રવાસમાં ધાર્યું ફળ મળે નહીં.

તુલા (ર,ત)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ નભી જશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્યસફળતા મળે. નોકરિયાતોને સમસ્યાઓનો ઉકેલ મળશે. વિરોધી - હિતશત્રુ ફાવે નહીં. મકાન-મિલકત-જમીન સંબંધિત કામકાજો કરવા માટે જોઈતી તકો અને સાનુકૂળતા સાંપડશે. પુરુષાર્થ ફળદાયી બનશે. સંપત્તિમાં લાભ મેળવી શકશો. ગૃહજીવનની સમસ્યાના ઉકેલનો માર્ગ મળી આવશે. ગેરસમજો નિવારી શકશો. સ્વજનો સહાયરૂપ બને. પ્રવાસ-પર્યટન માટે આ સમય સાનુકૂળ જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ અશાંતિ યા તો તંગદિલીના પ્રસંગો ઓછા થશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ સર્જાશે. તેમના અટવાયેલા કામકાજો ઉકેલાશે. ઉપરી અધિકારીનો સહકાર મળે. નોકરીની સારી તક મળે. વેપારી વર્ગ કે ધંધાર્થી માટે સફળતા અને વિકાસનો સમય છે. મોટી તકરારમાં ન પડવું. મનને શાંત રાખીને પ્રશ્નો હલ કરવા જરૂરી છે. ગૃહજીવનની પરિસ્થિતિ મનને મૂંઝવતી જણાશે. નાહકની ગેરસમજોથી માનસિક તાણ - વ્યથા સર્જાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા વિકાસપથ આડેના વિઘ્નો દૂર થાય. તમારા માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ - વ્યયનું પ્રમાણ વધતું જણાશે. ખર્ચ - ખરીદી પર કાબૂ રાખજો. જોકે થોડીક ભીંસ બાદ આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા - યશ મળે. કૌટુંબિક વિવાદોનો નિવેડો આવતો જોઈ શકશો. હિતશત્રુઓ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે અને વૃદ્ધિ - લાભની આશાઓ ફળશે. મકાનની લે-વેચનું અને સરકારી કામકાજ ઉકેલી શકશો. સામાજિક વાતાવરણ વ્યથા આપશે. કેટલાક નિર્ણયોથી કામ વિલંબ પડશે. સ્વસ્થતાપૂર્વક નિર્ણય લેવા સલાહ છે. મહત્ત્વની કોઈ વ્યક્તિ ઉપયોગી બનશે. આરોગ્યની ખાસ કાળજી લેજો.

મકર (ખ,જ)ઃ લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે. પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ - હાનિના પ્રસંગો સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. નવા મૂડીરોકાણને ત્યાગજો. નોકરિયાતોને ઉપરી કે સહકર્મચારી વર્ગની જોડે મતભેદના પ્રસંગો જોવા પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતા અવરોધોને પાર કરી શકશો. મકાન બદલવું હશે યા નવું લેવું હશે, પણ સંજોગોની પ્રતિકૂળતાના કારણે તે ઇચ્છા બર આવે નહિ. વિવાદાસ્પદ પ્રસંગોથી દૂર રહીને સમાધાનકારી વલણ લેવું. ગૃહજીવનમાં અકારણ બેચેની - અજંપાનું વાતાવરણ રહે. કોર્ટકચેરી અને સરકારી સમસ્યાઓ હજુ યથાવત્ રહેતા જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક ચિંતા કે સમસ્યા હશે તો તેનો ઉકેલ મળે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાકીય મુશ્કેલીનો ઉકેલ મળે. તમારા ખર્ચ અને દેણાંને પહોંચી વળવા માટે મદદ ઊભી થઈ શકશે. કોઈ મોટું ખર્ચ થશે. નોકિરયાતોએ હિતશત્રુથી સાવધ રહેવું. વેપાર-ધંધાની કામગીરી માટે ગ્રહયોગો મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબત માટે સમય સાનુકૂળ અને શુભ છે. પ્રવાસ-યાત્રાની તક મળે. જીવનસાથીનો સહકાર પ્રેમ વધે. અંગત આરોગ્યની તકેદારી લેજો. કોઈ સ્વજનોની તબિયત ચિંતા કરાવી જતી લાગશે. કોર્ટ-કચેરી સંબંધિત કામ અંગે સમય સારો નથી. સંપત્તિ અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાંકીય મુશ્કેલીનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોએ હિતશત્રુઓથી સાવધ રહેવું અને માનસિક અકળામણ જણાશે. નોકરીને લગતા પ્રશ્નો હજી યથાવત્ રહે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબતો માટે સમય સાનુકૂળ અને શુભ છે. યાત્રા-પ્રવાસની તક મળે. સંપત્તિ અને મકાન-જમીન અંગેના પ્રશ્નો હલ થતા જણાશે. કારણ વગર કોઈ બાબતમાં ઉલઝવું નહિ. મકાનની લે-વેચ થઈ શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter