તા. ૨૫ જૂન ૨૦૧૬ થી ૧ જુલાઇ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 22nd June 2016 08:49 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહના ગ્રહયોગ દર્શાવે છે કે મનોદશા એકંદરે સ્વસ્થ અને ઉત્સાહજનક રહેશે. નવીન કાર્યરરચના સાકાર થતાં પ્રસન્નતા-શાંતિ અનુભવશો. આર્થિક બાબતો સુધરતી જણાય. મુશ્કેલીમાંથી માર્ગ મેળવશો. અવરોધો દૂર થતાં લાંબા સમયથી અટવાયેલાં લાભ મેળવશો. જરૂરી નાણાકીય આયોજન કરવામાં સાનુકૂળતા રહેશે. નોકરી-ધંધાની બાબતોમાં ગ્રહયોગ સાથ આપતા વિકાસ થાય. અંગત મૂંઝવણો ઉકેલાતી જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં ચિંતાના વાદળો વિખેરાતાં મન રાહત અનુભવશે. ઉત્સાહપૂર્વક આગેકૂચ કરી શકશો. મનના ઓરતા પૂર્ણ થતાં જણાશે. આ સમયમાં આર્થિક પ્રશ્નો હલ કરવા વધુ સજાગ રહેવું જરૂરી છે. સપ્તાહ દરમિયાન એક સાંધતા તેર તૂટે એવી પરિસ્થિતિ ન સર્જાય તે જોવું રહ્યું. ઊઘરાણી મેળવવા માટે વધુ પ્રયત્ન કરવા પડશે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન પ્રગતિકારક આયોજનમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતાં ઉત્સાહ વધશે. આ સમયમાં કોઈ પણ પ્રકારનાં સાહસોમાં નાણા રોકવા હિતાવહ નથી. નુકસાની કે વ્યયના યોગ છે. વર્તમાન આવક સિવાયની આવક વધવાનો યોગ નથી. સારી નોકરી મેળવવા પ્રયાસ કરતા હો તો સફળતા મળશે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. સહકર્મચારી કે ઉપરી સાથેના સંબંધો સાચવજો.

કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારી માનસિક સ્વસ્થતા ટકાવી શકશો. આર્થિક દૃષ્ટિએ વિચાર કરતાં આ સમય ખર્ચાળ જણાય છે. કોઈને કોઈ સ્વરૂપે ખર્ચ થાય. આર્થિક ગોઠવણ કરવામાં પણ અંતરાય આવે. કાર્યસફળતા માટે પ્રયત્ન વધારજો. ધીરધાર કે ઉધાર નાણા ન આપવા. નોકરિયાત વર્ગ માટે આ સપ્તાહમાં યોગ સાનુકૂળ થતા જણાય છે. હાથમાં આવેલી તકનો ઉપયોગ કરી લેજો. બઢતી-બદલીને લગતા પ્રશ્નો હલ થાય. અવરોધોને પાર કરી શકશો.

સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગ ચિંતા-ઉદ્વેગના અનુભવોની સાથોસાથ કેટલાક શુભ પ્રસંગો, મહત્ત્વની તકોથી આનંદ પણ સૂચવે છે. મિશ્ર બનાવો છતાં પણ એકંદરે સમય સુખ આપનાર છે. અંગત મૂંઝવણો દૂર થવા લાગે અને આશાનો પ્રકાશ રેલાશે. તમારી આવકમાં વૃદ્ધિ થતી જણાય. આ સમયમાં ઊભા થનાર ખર્ચ અંગેની જોગવાઈઓ કરી શકશો. જોકે બચત કરવાની ઈચ્છા અધૂરી રહી જાય તેવા યોગો છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી માનસિક પરિસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સુખદ અને સાનુકૂળ બનાવી શકશો. ઉતાવળિયા થશો નહીં. નવા ખર્ચનો બોજો પણ વધશે. નોકરિયાત વર્ગ માટે કેટલાક વિઘ્નો જણાય છે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો. સંપત્તિના કામકાજ માટે પ્રતિકૂળતા જણાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં નિરર્થક ચિંતાઓના કારણે માનસિક તાણ સર્જાશે. કાલ્પનિક ભય અને ચિંતા દૂર કરજો. તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળતા જરૂર આપશે. ઝડપી પરિણામોની આશા રાખશો તો નિરાશ થશો. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોને કારણે અશાંતિ રહેશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે અને તમારી જવાબદારીઓને પહોંચી વળાય તેવી વ્યવસ્થા પણ થાય. લાંબા સમયથી અટવાયેલા લાભો પણ મેળવી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક જુસ્સો જાળવવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા તો નહીં મળે, ઉલ્ટાની નિષ્ફળતા જોવા મળશે. ભલે વિપરિત સંજોગો સર્જાય. ચિંતા કરશો નહીં. તમારી આવક-જાવકની બાજુઓ પર સવિશેષ ધ્યાન આપજો. આ સમય વધુ પડતો ખર્ચાળ બનતો જણાય છે. અણધાર્યા ખર્ચા પણ થશે. વળી, લેણી રકમ પણ મળે નહીં. જેમાંથી લાભની આશા રાખશો, તેમાં પણ વ્યય કે હાનિ થતાં જણાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારો આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પૂરવાર થશે. અધૂરાં કામકાજોને આગળ ધપાવી શકશો. નવીન અગત્યની કાર્યવાહીઓનો વિકાસ થતો જણાય. માનસિક સ્વસ્થતા અને સમતોલન જળવાઈ રહેશે. ભાગ્ય અવરોધના કારણે ફળ મળવામાં વિલંબ થાય. આવક કરતાં ખર્ચ વધવાના યોગ છે. ઉઘરાણીના પ્રશ્નો દૂર થતાં લાગે. ધંધા-નોકરીમાં પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જણાય.

મકર (ખ,જ)ઃ માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ અને બેચેનીભરી બનતી જણાય. નાણાકીય સંજોગો ગમેતેટલા વિપરિત હોય તો પણ હિંમત હારશો નહીં. નિરાશ થવાની જરૂર નથી. યોગ્ય માર્ગ મળી રહેશે. નાણાકીય વ્યવસ્થા કરવાના પ્રયાસો ફળદાયી બનતા જણાય. જોકે નોકરિયાતને ધાર્યું ફળ મળે નહીં. વિલંબ જણાય. ધંધા-વેપારમાં ધીમે ધીમે સમસ્યા હલ થતી જણાય. મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક સ્વસ્થતા જાળવવામાં આ સમયના ગ્રહો મદદરૂપ થશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય-લોનો વગેરે મેળવી શકશો. કોઇ કામકાજ અટકશે નહીં. ખર્ચાઓને પહોંચી વળશો. યશ-આબરૂ જળવાઈ રહેશે. લાંબા સમયથી વિલંબમાં પડેલા લાભ મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા-સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાઓને કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી સમજવું. ઝડપી આવકની આશા ફળશે નહીં. ઉઘરાણીથી આવક થાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળ જણાય છે. અટવાયેલા લાભ મળશે. સારી તક પ્રાપ્ત થાય. વેપાર-ધંધામાં ઉન્નતિ જણાય અને હરીફો પર વિજય મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter