તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૨થી ૪ માર્ચ ૨૦૨૨ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 25th February 2022 05:22 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ અંગત મુશ્કેલીઓને તમારા કાર્યથી દૂર રાખશો તો ફાવશો, નહીં તો ના ઘરના - ના ઘાટના જેવી પરિસ્થિતિમાં ફસાઈ જશો. પાછલી ભૂલોમાંથી બહાર આવીને નવા જોશ અને હોંશથી કામગીરી કરવી જરૂરી છે. આર્થિક રીતે સમય હજી તમારા પક્ષમાં નથી. આમ છતાં કોઈ મોટી મુશ્કેલી જણાતી નથી. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે તાલમેલ સાધીને આગળ વધવાથી ફાયદો રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહના ગ્રહયોગોની અનુકૂળતા તમારી તરફેણમાં રહેશે, જે પણ નવી કામગીરી હાથ ધરવાનું વિચારી રહ્યા હશો એમાં અચુક સફળતા પ્રાપ્ત કરશો. આર્થિક મામલે પણ આ સમય ખૂબ હકારાત્મક સાબિત થાય. કૌટુંબિક જવાબદારીમાં વધારો જોવા મળે. માંગલિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિનો સમય જોવા મળશે. ભાગીદારીથી ફાયદો રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ અઠવાડિયું તમને શારીરિક રીતે વધુ સ્વસ્થ અને મજબૂત બનાવશે. ઘણાં સમયથી ચાલી આવતી સમસ્યાનો હવે અંત આવતો દેખાશે. તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે. કરિયરલક્ષી નિર્ણયો લેવામાં વડીલોની સલાહથી આગળ વધવું હિતાવહ રહેશે. આર્થિક રીતે મધ્યમ સમય રહેશે. ધંધાકીય કામગીરીમાં ચોક્કસ નીતિ બનાવી આગળ વધવું ફાયદાકીય રહેશે. ધાર્મિક પ્રવૃત્તિને કારણે મન પ્રફુલ્લિત રહેશે.
• કર્ક (ડ,હ)ઃ અન્યો પર અતિવિશ્વાસુ બનીને કામગીરી કરશો તો નુકસાની ભોગવશો જેથી ખાસ કાળજી રાખશો. નાણાંકીય વ્યવહારોમાં શક્ય હોય એટલી સાવચેતી જરૂરી છે. નોકરિયાત વર્ગને વૃદ્ધિ કે ઉચ્ચ હોદ્દાની જગ્યા માટેની હરીફાઈ માટે તનતોડ મહેનત કરવી પડે. વિદ્યાર્થી વર્ગને થોડું સંભાળીને આગળ વધવું. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યોમાં થોડો વધુ સમય બરબાદ થાય.
• સિંહ (મ,ટ)ઃ આ સમય મિશ્ર પરિણામ આપનારો છે. કોઈક વાર અશાંતિ-બેચેનીનો પણ અનુભવ થાય. કામકાજનું ભારણ વધે. આર્થિક રીતે બેલેન્સ જાળવી શકશો. ધંધાકીય મૂડીરોકાણની જોગવાઈ માટે થોડી વધુ દોડધામ કરવી પડે. જોકે એમાં પણ સફળતા મેળવશો. જમીન-મકાનના કાર્યોમાં ફાયદો થાય. નોકરિયાત વર્ગને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સંતાનોના લગ્નવિષયક બાબતોની ચર્ચા આગળ વધતી જોવા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ નિયમિત જીવનશૈલીમાં હવે તમારે બદલાવ જરૂરી રહેશે. આળસ ખંખેરીને કામ પર લાગી જવાની સલાહ છે. સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા ખર્ચ આવી શકે છે. જોકે, સામે આવકની જોગવાઈ પણ કરી શકશો. કૌટુંબિક રીતે કોઈ વિવાદોમાં જો ઘેરાયેલા હો તો એમાંથી હવે બહાર નીકળી શકશો. બિલ્ડિંગ વ્યવસાયમાં તેમજ રસાયણ કે પ્રવાહી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે તેજીનો સમય છે. નોકરીમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે.
• તુલા (ર,ત)ઃ થોડી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આ સપ્તાહ દરમિયાન વડીલ વર્ગમાં જોવા મળી શકે છે. યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ તમને આમાંથી બહાર લાવશે. નાણાંકીય રીતે વિચારીને આગળ વધશો. નાહકના ખર્ચાઓ ઉપર નિયંત્રણ જરૂરી રહેશે. વાહન ચલાવતી વેળા થોડી સાવધાની રાખવી. વ્યવસાયિક કામગીરીમાં નવા મૂડીરોકાણ તેમજ નવા પ્રોજેક્ટથી ફાયદો રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન મન શાંત રાખીને અને દૃઢતાથી આગળ વધશો તો દરેક સમસ્યાનું સમાધાન શોધવા માટે સક્ષમ બની શકશો. આવકની રીતે હવે થોડીઘણી રાહત રહેશે. જરૂરી નાણાંકીય જોગવાઈ કરવા માટે યોગ્ય રસ્તા મળશે. જો આ સમયે ઘર અથવા કોઈ પ્રોપર્ટી ખરીદી રિલેટેડ વાતો ચાલી રહી હશે તો એ આપના ફાયદામાં રહેશે. વ્યવસાય-રોજગાર સંબંધિત કામગીરીમાં થોડી મહેનત જરૂરી છે. કોર્ટ-કચેરીમાં વિજય પ્રાપ્ત કરશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): સપ્તાહ દરમિયાન ગ્રહોની સ્થિતિ અને દિશા ઘણા અંશે તમારી તરફેણમાં રહેશે. જે દરેક કાર્યોમાં અણધારી સફળતા અપાવશે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત જોવા મળે. નોકરીમાં બાકી કામકાજને પૂરાં કરી શકશો, જેના કારણે પ્રમોશન પણ મેળવી શકાય. વ્યવસાયિક દૃષ્ટિએ ઘણાખરાં ફેરફાર જરૂરી રહેશે. વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન શિક્ષણ ક્ષેત્રે અટવાયેલા કાર્યો પૂરાં કરી શકશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે થોડીઘણી માનસિક સમસ્યાઓ વધી શકે છે, જે આપના શારીરિક સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર કરી શકે છે. નાણાંકીય મામલે આ સમય દરમિયાન સાવચેતી રાખવી. કોઈને પણ ઉછીના પૈસા આપવાનું ટાળશો તો ફાયદામાં રહેશો. નોકરીમાં પણ કોઈ જાતનું પ્રોમિસ કરતા પહેલાં વિચારી લેજો. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ બમણું ઉત્સાહભર્યું સાબિત થાય. ન ધારેલી સફળતા મેળવશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ ઘણું વ્યસ્ત પસાર થાય. કામકાજનું ભારણ વધે. જોકે સામે પરિણામ પણ એવું જ લાભદાયક મેળવશો, જે આપનો ઉત્સાહ વધારશે. આર્થિક રીતે આ સમયમાં અટવાયેલાં નાણાં પરત મેળવી શકાય. નોકરી-વ્યવસાયમાં આપના કાર્યોની પ્રશંસા થાય. સહકર્મચારી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. સંતાનો બાબતમાં થોડીઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપનો આ સમય ઊર્જાથી ભરેલો તેમજ સકારાત્મક રહેશે. જે તમારા કાર્યમાં પણ સફળતા અપાવશે. કારકિર્દીની રીતે જોતાં આ સમયમાં શુભ પરિણામ પ્રાપ્ત કરવાની સંભાવના રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રે તમારા વિરોધીઓ સામે વિજયી ડંકો વગાડવામાં સફળ થશો. નોકરીમાં થોડુંઘણું વિવાદીત વાતારણ તેમજ કામનું ભારણ તમને બેચેન બનાવી શકે છે. કોર્ટના કાર્યોમાં આપનો વિજય થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter