તા. ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦થી ૨ ઓક્ટોબર ૨૦૨૦ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 25th September 2020 07:20 EDT
 
 

મેષ (અ,લ,ઇ)ઃ અગત્યની કામગીરીમાં સાનુકૂળ સંજોગો વિકાસના પંથે દોરી જાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભાવિ માટે લાભકારક જણાય. સ્નેહી-સ્વજનથી મિલન થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. પ્રસન્નતા જણાય. આર્થિક જવાબદારીઓ અને અગત્યની લેવડદેવડના કામકાજો માટે સમય સાનુકૂળ છે. આ અંગેની તકલીફો દૂર થાય. નવા સંબંધોથી લાભ મળે. ફસાયેલા કે અટવાયેલા નાણાં મેળવવાના પ્રયત્નો ચાલુ રાખજો.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વના કાર્યરચના સાકાર થતી જણાય. માનસિક ભારણ હળવું થાય. સર્જનાત્મક કામ પાર પાડી શકશો. નિરાશાના વાદળો વિખેરાતાં લાગે. આર્થિક પરિસ્થિતિને તમે વધુ બગડતી અટકાવી શકશો. જરૂરી આવક ઊભી થાય. તમારા મહત્ત્વના પ્રશ્નોનું નિવારણ મળશે. નોકરિયાતને સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તકની આશા રાખી શકાય. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય ઉત્સાહજનક નીવડશે. મનોકામના પૂર્તિ માટે હવે સંજોગો સુધરતા જણાય. નવીન આશાઓ જન્મશે. અશાંતિના વાદળો દૂર થતા જણાય. કોઈ સાનુકૂળ તકો તથા કાર્ય સફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરી રહેવા છતાં તમે નાણાંભીડમાંથી બહાર આવવાનો માર્ગ શોધીને કામ સાધી શકશો.

કર્ક (ડ,હ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓનો વિકાસ થશે. બૌદ્ધિક યોજનાઓની કામગીરીઓમાં સફળ થશો. માનસિક ઉમંગ-ઉત્સાહ અનુભવી શકશો. ધ્યેય સિદ્ધ થવાથી સાનુકૂળતા વધશે. ઉઘરાણીના કામકાજ પાર પાડી શકાશે. આવકજાવક બંને પ્રકારના યોગો પ્રબળ છે. આવકનું આયોજન કરશો તો વાંધો નહીં આવે. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ જણાય છે. અટકેલા કામકાજો ઉકેલાશે. નોકરીમાં સારી તક મળશે. વેપારી વર્ગ માટે પણ સફળતા અને વિકાસનો સમય છે.

સિંહ (મ,ટ)ઃ અકારણ ચિંતાના કારણે ટેન્શન જણાશે. કાર્યરત રહીને માનસિક ભારણ ઘટાડી શકશો. તમે કોઇ યોજના સંદર્ભે ઝડપી પરિણામની આશા રાખતા હશો તો તેમ થશે નહીં. આપના સંજોગો સુધરશે. કેટલાક સારા લાભની તક મળતા આવક વધશે. બાંધી આવકવાળાને જરૂર થોડીક ભીંસ પડશે. જોકે આર્થિક આયોજન ખોરવાય તેમ લાગતું નથી.

કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી પરિસ્થિતિ જણાશે. ઉત્સાહ-ઉમંગ વધશે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધશે. જરૂરિયાત પ્રમાણે નાણાકીય જોગવાઈ થઈ શકશે. અણધાર્યા ખર્ચને પહોંચી વળશો. લોન - કરજ યોગ છે. નોકરિયાત માટે આ સમય પરિવર્તનનો છે. કેટલીક મુશ્કેલીઓ બાદ કરતાં એકંદરે પ્રગતિકારક છે. સ્થાનવૃદ્ધિ માટે પણ સૂચક છે

તુલા (ર,ત)ઃ ગ્રહયોગ મનોમૂંઝવણ - આંતરિક વ્યથામાંથી મુક્તિનો સંકેત સૂચવે છે. આ સમયમાં હવે આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવાનું છે. આવકના નવા સ્રોતો વધારવાનું કાર્ય સફળ થશે. ચાલુ આવક ઉપરાંત વધારાની આવક થાય. ખર્ચ પણ વિશેષ થવાના યોગો છે. વિરોધીઓની ચિંતા કર્યા વિના આગળ વધે જાવ. કાર્ય સફળતાનો યોગ છે. બઢતી મળે. રચનાત્મક ફેરફારો થશે.

વૃશ્ચિક (ન,ય)ઃ ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. આપનું કશું અનિષ્ટ થવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ કે કોઈ જૂના લેણાં પર મળતાં સમય રાહત આપતો પુરવાર થશે. ખર્ચા માટે જોગવાઈ થઇ શકશે. તમારા કામ પૂરતા નાણાં મળવાના યોગ છે. શેર-સટ્ટાથી લાભ નથી. નોકરિયાત માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધી દૂર થતા લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. પ્રતિકૂળતાથી ડગી જશો નહીં. બલ્કે પુરુષાર્થ જારી રાખજો. વ્યવસ્થિત રહેશો તો પ્રતિકૂળ સંજોગો સાનુકૂળ બની જશે. નાણાકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા થઈ શકશે. મિત્રો યા સ્વજનો ઉપયોગી બનશે. એકાદ સારો લાભ પણ મળશે. નોકરિયાતોને કોઈ સમસ્યા હશે તો ઉકેલાશે.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહમાં આશાસ્પદ સંજોગો સર્જાતાં માનસિક આનંદ અને રાહત અનુભવી શકશો. કાલ્પનિક ચિંતાઓને મનમાં ટકવા ન દેશો. તમારી રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ મળશે. આર્થિક દૃષ્ટિએ સમય સુધારાજનક અને એકંદરે સાનુકૂળ છે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વહેવારો ચલાવવા પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. બદલીનો યોગ પ્રબળ છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય દરમિયાન તમને કોઈ અગમ્ય બેચેની કે અજંપાનો અનુભવ જણાય. કંટાળો કે થાક વધતો લાગે. લાગણીઓના ઘોડાપુરને કાબૂમાં રાખજો. નાણાકીય દૃષ્ટિએ જોતાં આવક કરતા જાવક ખર્ચ વધશે. પરિણામે આર્થિક સંકડામણ સાથેના માર્ગો વિચારી લેવા પડશે. વિશ્વાસે ધીરેલા નાણાં મળવાની આશા રાખશો નહીં. જમીન - મકાન સંપત્તિને લગતા કામકાજોમાં પણ ધારી સાનુકૂળતા જોવાય તેમ નથી. બલકે ખર્ચ ચિંતા વધશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ રચનાત્મક પ્રવૃત્તિઓ સફળ થતી જણાય. તમે હવે મહત્ત્વના વળાંક તરફ જતા હશો તેમ લાગે. આર્થિક આયોજન ફળશે. ભૂતકાળમાં કરેલા મૂડીરોકાણથી લાભ મેળવી શકશો. અહીં જે તકો મળશે તેનાથી તમારી આવક વધે તેવા સંજોગો છે. નાણાંના અભાવે કોઈ કામ અટક્યા હશે તો તે માટેની વ્યવસ્થા કરી શકશો. વણઉકેલ પ્રશ્નનો નીવેડો આવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સમય સાનુકૂળ અને ઉન્નતિસૂચક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter