મેષ (અ,લ,ઈ)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે પ્રગતિની તક મળશે. મહત્ત્વની કામગીરી અંગે પરિસ્થિતિ સુધરતી જણાશે. મહત્ત્વની તક મળે. માનસિક ઉમંગ-ઉલ્લાસનો અનુભવ કરી શકશો. નાણાંકીય સ્થિતિ મિશ્ર પ્રકારની જોવા મળશે. આવકવૃદ્ધિનો માર્ગ ખૂલશે. તમારો પુરુષાર્થ ફળદાયી બનશે. લાભદાયક નવરચના થાય. તો તેની સામે ખર્ચ અને વ્યય પણ વધશે. તમને કેટલીક અગત્યની તકો પણ મળશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ ગ્રહચાલ સૂચવે છે કે મહત્ત્વના કામકાજોમાં સાનૂકૂળતા અને સફળતા મળશે. સારી તક પ્રાપ્ત થાય. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલી શકશો. માનસિક તણાવ હળવો થશે. આવકની દૃષ્ટિએ આ સપ્તાહના સંજોગો પ્રતિકૂળ બનશે. આપનાં ધારેલા લાભ કે આવકના સ્રોતો અવરોધાતા લાગે. જોકે તમારા જરૂરી કાર્યો માટેની જોગવાઈઓ થતાં રાહત મળશે. ઉઘરાણીના નાણાં પરત મળવામાં વિલંબ જણાય. આથી પરેશાની અનુભવવી પડે.
મિથુન (ક,છ,ઘ)ઃ માનસિક સ્વસ્થતા અને સંયમ જાળવવા પડશે. શંકા-ભયની લાગણીને મનમાંથી હાંકી કાઢશો તો જ તમે સુખ-શાંતિ પામી શકશો. ચિંતા-ભય છોડવા જરૂરી છે. આવકના નવા માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. આવકની સામે જાવક ખર્ચ રહેશે. જોકે તે સહી શકાય તેવા હશે. નુકસાનના પ્રસંગો જણાતા નથી. જૂના લાભ - ઉઘરાણી અટકેલા હશે તો તે હવે મળતા જણાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. સફળતા અને પ્રગતિ મેળવશો. નોકરીમાં પરિવર્તન ઇચ્છતા હો તો પ્રયત્નો કરવાથી લાભ મળે.
કર્ક (ડ,હ)ઃ તમારા અંગત પ્રશ્નો અને યોજનાઓના નિરાકરણમાં ગ્રહયોગો મદદરૂપ થશે. માર્ગ આડેના અંતરાયો ધીમે ધીમે દૂર થશે. વિકાસ થતો જણાશે. મહત્ત્વની કાર્યવાહીથી ભવિષ્યમાં સારી ઉન્નતિ થાય. આવક કરતાં ખર્ચ વધતા સ્થિતિ કટોકટીભરી રહે. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક હાથમાં આવીને સરી ન પડે તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડે. બઢતીનો યોગ પ્રબળ છે. વિરોધી અને સહકર્મચારીથી સાવધ રહેવું. વ્યવસાયના ક્ષેત્રે વિકાસ મંદ જણાશે. મૂંઝવણનું વાતાવરણ જણાશે. કૌટુંબિક મિલકતોના પ્રશ્નો વધુ ગૂંચવાતા જણાશે.
સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહ દરમિયાન કૌટુંબિક કારણસર માનસિક તાણ વર્તાશે. તમારી કલ્પના કે લાંબા ગાળાની ઇચ્છા સાકાર કરવા વધુ સજાગ રહેવું પડશે. તમારી અગાઉની કામગીરીઓ - જવાબદારીઓના કારણે ખર્ચ-વ્યય વધશે. નાણાંકીય દૃષ્ટિએ મૂંઝવણો સર્જાશે. કોઈ નવા ખર્ચાઓ ન વધવા દેવાથી રાહત રહે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો.
કન્યા (પ,ઠ,ણ)ઃ ગમેતેવી મુશ્કેલી છતાં મનોબળ મજબૂત રાખવું પડશે. જો આત્મવિશ્વાસ અને જુસ્સો ગુમાવી બેસશો તો ધારી સફળતાના યોગ નથી. આથી ઉલ્ટું નિષ્ફળતાનો સામનો કરવો પડશે. વિપરીત સંજોગો જણાય તો પણ પોતાનું કાર્ય આગળ વધારવા પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપના ખર્ચાઓ યા અગત્યના મૂડીરોકાણ માટે જરૂરી આર્થિક જોગવાઈ થઈ શકશે. એકાદ-બે લાભની આશાઓ જણાશે. એકંદરે આર્થિક ચિંતાનો બોજો હળવો થતો જણાય. નોકરિયાતો માટે ગ્રહયોગ શુભ જણાય છે.
તુલા (ર,ત)ઃ કેટલાક ન કહેવાય અને ન સહેવાય તેવી સમસ્યાઓના કારણે માનસિક ટેન્શન રહેતા અજંપો વર્તાશે. મહત્ત્વના કામકાજોમાં વિલંબ થતાં ચિંતાનો બોજ વધશે. નાણાંકીય દૃષ્ટિએ આ સમય ચિંતા કરાવનાર અને પ્રતિકૂળ જણાશે. ધારી આવક થાય નહીં. જવાબદારીનો બોજો વધતો જણાશે. પરિવારના સભ્યોને ખોટા ખર્ચ વધારવા ન દેશો. વ્યવસાયની બાબત માટે સમય સાનુકૂળ નીવડશે. ઉન્નતિની અથવા તો પરિવર્તનની તક મળશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયના ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સપ્તાહમાં આર્થિક બાબતો સંદર્ભે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે સફળતા અને પ્રગતિની તકો વધે. લાભદાયી તક સાંપડશે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધશે. લાભદાયી કાર્ય પાર પડે. જમીન-મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ નસીબ સાથ આપતું હોવાથી કામમાં પ્રગતિ થતી જોવા મળે. ઉત્સાહ - આત્મવિશ્વાસ વધતો જણાય. જોકે આર્થિક જવાબદારીનો બોજ વધતો જણાય. લાભ યા આવકના સંજોગો અલ્પ જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય મિશ્ર પુરવાર થતો જણાય. લાભ કે પ્રગતિના સંકેતો મળે, પણ હાથમાં કશું આવે નહીં. ધીરજ ધરવી પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિમાં વિલંબ જોવા મળે.
મકર (ખ,જ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓના કારણે વધુ અશાંત રહેશો. આધ્યાત્મિક વલણ કેળવી શંકા અને ચિંતાને છોડો અને કાર્ય કર્યે જાવ તો વધુ આનંદ મેળવી શકશો. અણધાર્યા ખર્ચના પ્રસંગો તેમ જ આર્થિક તંગીના કારણે તમારે અન્યની સહાય પર આધાર રાખવો પડશે. જોકે હાલના આર્થિક વ્યવહાર નિભાવવામાં વાંધો નહીં આવે. નવા મકાનમાં સ્થળાંતર માટે ગ્રહયોગ સાનુકૂળ છે. જો કોઈ જમીન કે મકાનમાં નાણાં રોકવા ઇચ્છતા હશો તો તમારા પ્રયત્નો સફળ થશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય. ખોટું ટેનશન જણાશે. કંઈ અશુભ બનવાનું ન હોવા છતાં ખોટી ચિંતા માનસિક અશાંતિ રખાવશે. સમતા - સંયમ જ મદદરૂપ થાય. આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત અને પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપજો. આર્થિક આયોજન પર નજર રાખવી જરૂરી.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળો એકંદરે મિશ્ર નીવડે. લાભદાયી તક મળશે. સાધન-સુવિધાઓમાં વધારો થશે. નોકરી-ધંધાના ક્ષેત્રે પણ આ સપ્તાહ સિદ્ધિ આપનાર નીવડશે. નોકિરયાતોને બદલી અને બઢતીની શક્યતાઓ છે. ધંધા-વેપારના વિકાસની યોજનાઓ સફળ નીવડશે. એકંદરે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ જણાશે. અલબત્ત, આર્થિક દૃષ્ટિએ હજુ તંગી વર્તાશે. કરજ વધશે અને ખર્ચાઓ પણ થશે. આ બધામાંથી ધીરજપૂર્વક માર્ગ શોધવાના છે. વિરોધીઓ - હિતશત્રુઓ - હરીફો વગેરે અહીં પ્રતિકૂળતા અને અવરોધ સર્જશે.