તા. ૨૭ જૂન થી ૩ જુલાઇ ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 26th June 2020 08:53 EDT
 
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ મુશ્કેલી ઊભી થતી જોવા મળશે. હાલમાં પ્રોપર્ટી લે-વેચમાં પડવું હિતાવહ નથી. અંગત વ્યક્તિઓ જ આડે આવશે. નાણાકીય મૂંઝવણ વધશે. વેપારમાં સોના એંસી થતાં જોવા મળશે. સંતાનની ચિંતા પણ વધારો થાય. વાણી-વર્તન ઉપર સંયમ રાખવો જરૂરી બનશે. ક્રમશઃ પ્રગતિ અને સફળતા મળે માટે સપ્તાહનો અંત સારો જણાય. દામ્પત્યજીવન ક્રમશઃ સરળ બનશે. વડીલોના કાર્યો માટે ઉદારતા રાખવી આપના હિતમાં રહેશે. યુવાનો માટે કાળજી રાખવી જરૂરી.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહની શરૂઆતથી જ મન શાંતિ અનુભવશે. કૌટુંબિક બળ મળશે. સંતાનની ચિંતા ઓછી થાય. સ્વજનો-મિત્રોની મદદ મળશે. સામાજિક-ધાર્મિક કામમાં દોડાદોડી થાય. નાણાકીય રાહત વર્તાશે. નવા ધંધાની ઈચ્છા વધશે. નોકરીમાં પ્રમોશન માટેની વાતો આવે અને માનપાનવધશે. વડીલોના આશીર્વાદ મળશે. યુવાવર્ગ માટે પ્રોત્સાહક સમય છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આત્મબળમાં વધારો થશે. નાણાકીય તંગી આ સમયમાં ઘટશે. યાત્રા-પ્રવાસની તકો ઊજ્જવળ બનશે. પ્રીતિપાત્રનો સહયોગ વધે. સ્વજનો-મિત્રો સાથે મિલન-મુલાકાત થાય. ધીરજના ફળ મળતા જણાય. વેપાર-નોકરીમાં પ્રગતિ થશે. આકસ્મિક લાભ થાય. કોર્ટ-કચેરીના વિવાદમાં પતાવટ થશે. કુંવારા માટે શુભ સમાચાર મળે. સપ્તાહ આનંદિત બનશે. નોકરીમાં સ્થાનફેરની ઈચ્છા ફળીભૂત થતી જણાય. નવી નોકરી માટેની તલાશ હશે તો તે પણ ફળદાયી બનશે.

કર્ક (ડ,હ)ઃ નાણાકીય રીતે આ સપ્તાહ મૂંઝવણ ઊભી કરશે. લેણદારોની દોડધામ રહે. સામાજિક કાર્યોમાં મદદરૂપ બનવું પડશે. ધાર્મિક આયોજન ગોઠવાય. મનોબળ અસ્થિર રહે. સંતાન અંગે ચિંતા રહેતી જણાય. તંદુરસ્તી બાબતે કાળજી લેવી જરૂરી. ધંધા-વેપારમાં પ્રતિસ્પર્ધા વધશે. નોકરીમાં મતભેદ ઊભા થાય. વિદ્યાર્થીઓએ વધારે કાળજી રાખવી જરૂરી છે. યુવાનોએ વગર કારણની માથાકૂટથી દૂર રહેવા સલાહ છે. ફેક્ટરીમાં કામ કરનારે સાચવવું હિતાવહ ગણાય.

સિંહ (મ.ટ.)ઃ સપ્તાહ દરમિયાન નાણાકીય સ્થિતિ ચિંતાજનક રહેશે. સ્વજનો-મિત્રોની મદદ ચાલુ રહેશે. સંતાન તરફથી સાથસહકાર મળશે. નવીન કામગીરીની જવાબદારી આવશે. નોકરી-વેપારમાં ધ્યાન રાખવું પડે. તંદુરસ્તી યથાવત્ રહે. સાહસ કરતાં ધ્યાન રાખવું. મિત્રોની જવાબદારી લેવી પડે. વિદ્યાર્થીઓને રાહત રહેશે. નવા ધંધાના આયોજન માટે રાહ જોવી પડશે. ધાર્મિક-સામાજિક અને રાજકીય કાર્યોમાં ઓળખાણો કામ લાગશે. મન આનંદ અનુભવશે. શુભ સમાચાર મળે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન નોકરી-વેપારમાં સરળતા થતી જણાશે. નાણાકીય ભીડ ઓછી થશે. સ્વજનો-મિત્રો તરફથી યથાવત્ પરિસ્થિતિ રહે. લાંબા ગાળાથી વણઉકેલ પ્રશ્નોનું નિરાકરણ મળશે. પ્રિય પાત્રનો સાથસહકાર મળે. પતિ-પત્ની વચ્ચે મતભેદ હોય તો દૂર થાય. નવી નોકરીની પ્રતિક્ષા ઓછી થાય. ધંધા-વેપારમાં ભાગીદારીમાં થયેલા મનદુઃખનો નિવેડો આવશે. ધાર્મિક-સામાજિક અને રાજકીય કાર્યોમાં ઓળખાણો કામ લાગશે. મન આનંદ અનુભવશે.

તુલા (ર,ત)ઃ આ સપ્તાહ વિવિધ ખાટા-મીઠાં અનુભવોમાંથી પસાર થશે. અંગત કહેવાતા પણ મોઢું બગાડશે, છતાં ધીરજ રાખવી જરૂરી રહેશે. નાણાકીય ભીડ રહેશે. કરેલા કામોનો જશ નહીં મળે. કુંવારાઓને નિરાશાનો અનુભવ થાય. ધીરજના ફળ મીઠાં હોય તે ન ભૂલશો. વેપારમાં સ્થિરતા રહે. નોકરીમાં બીજાઓની દખલગીરીથી તકલીફ સર્જાશે. ભાઈભાંડુ વર્ગ મદદરૂપ બનશે. સંતાનોની મદદ કામ લાગશે. પ્રવાસ માટે આયોજન ગોઠવાશે. શેર-સટ્ટો કે જુગારની કામગીરીમાં સાહસ કરવું હિતાવહ નથી.

વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન મનોબળ મજબૂત બનશે. વેપાર-નોકરી કરનાર માટે પ્રોત્સાહક સમય. અંગત વ્યક્તિઓ પાસેથી આનંદના સમાચાર મળે. નાણાકીય રાહત રહે છતાં લેવડદેવડના પ્રશ્નોમાં ધ્યાન રાખવું જરૂરી. સંતાનોની ચિંતા સતાવે. પતિ-પત્ની વચ્ચે ટેન્શન રહેશે. મિત્રોને મનદુઃખ થાય. વિદ્યાર્થીઓ માટે મધ્યમ સમય ગણાય. યુવાનોએ પોતાના વ્યક્તિગત કાર્યોમાં વધુ ધ્યાન આપવું હિતમાં રહેશે. વગર કારણની ચિંતાઓથી દૂર રહેવું.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ દરમિયાન અનેક જીવનમાં અનેક ચઢાવઉતાર જોવા મળશે. દામ્પત્યજીવનમાં કડવાશ જણાશે. ગુપ્ત ચિંતા થાય. મિત્રોની મદદ મેળવવી પડશે. સ્વજનો દૂર ભાગશે. મહત્ત્વના નિર્ણયો ખોટા પડશે. તંદુરસ્તી સાચવવી જરૂરી છે. વાદ-વિવાદથી દૂર રહેવાનો સમય છે. મનમાં ઉદ્વેગ રહેશે. ક્રોધ પર સંયમ રાખવો. પ્રવાસ-યાત્રા ટાળવા. કોર્ટ-કચેરી કે સરકારી કાર્યોમાં વિલંબ થતો જોવા મળે. વિખવાદ -ઝઘડો ન થાય તેની કાળજી રાખવી હિતાવહ છે.

મકર (ખ,જ)ઃ આ સમય લાભદાયી બનશે. સ્વજનો - મિત્રો પરત્વે સહાનુભૂતિ વધશે. નાણાકીય કટોકટી હળવી થશે. આકસ્મિક લાભ થવાની સંભાવના રહેશે. મન આનંદ-ઉલ્લાસ અનુભવશે. કરેલા કામનો જશ મળશે. નોકરીમાં રાહત વર્તાશે. વેપારમાં પ્રગતિ રહેશે. પતિ-પત્ની વચ્ચે મતભદો દૂર થશે. નવા આયોજનો ગોઠવાશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ છે. યુવા વર્ગને પ્રીતિપાત્રો તરફથી સહયોગ મળે. સામાજિક - ધાર્મિક ક્ષેત્રે દોડધામ કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહની શરૂઆત સારી રહે. સપ્તાહના મધ્ય બાદ ક્રમશઃ ચડાવ-ઉતાર રહે. મિત્રો-સ્વજનોનો સહયોગ મળી રહેશે. સંતાનો મદદરૂપ બનશે. પ્રવાસમાં સફળતા મળશે. વેપારમાં પ્રગતિ મળે. નોકરીમાં મન આનંદિત રહેશે. પ્રમોશન માટેની શક્યતા વધે. કામકાજનો બોધ વધે. જમીન-મિલકતના પ્રશ્નો યથાવત્ રહેશે. મનમાં ચિંતા વધે. જીવનસાથીનો સહયોગ રહે. નાણાકીય ભીડ અનુભવવી પડશે. આત્મબળ મજબૂત રાખવું હિતાવહ રહે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન મન મક્કમ રાખીને નિર્ણયો લેવા પડશે. નવા સમાચારો લાભદાયી બનશે. કુંવારા માટે વાતચીત આગળ વધશે. મિત્રો-સ્વજનોનો સંપર્ક બળ આપશે. વિદ્યાર્થીઓ માટે પ્રતિકૂળ સમય છે. નાણાકીય વ્યવહાર સચવાય. વેપારમાં સાથ-સહકાર વધશે. નોકરિયાત માટ લાભકારક સમય. ધાર્મિક તથા સામાજિક કાર્યોમાં સારી પ્રગતિ જોવા મળે. કાર્યબોજ વધતો જણાય. નવી ઓળખાણો કામ લાગશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter