તા. ૨૮ ડિસેમ્બર થી ૩ જાન્યુઆરી ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 27th December 2019 04:18 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય આશા-નિરાશાનો મિશ્ર અનુભવ કરાવશે. શુભ ગ્રહની અસરથી તમે પુનઃ દૃઢતાપૂર્વક આગળ વધી શકશો. અકારણ કાલ્પનિક ચિંતાઓના વાદળો પેદા થઈને વિખેરાશે. નકારાત્મક વિચારોને છોડજો. અણધાર્યા ખર્ચના પ્રસંગો વધતા નાણાભીડ જણાય. આર્થિક સ્થિતિ અનિશ્ચિત રહેશે. આથી આગોતરું આયોજન જરૂરી છે. નોકરી અંગે તમે મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. ઉપરી સાથે સમજદારીથી કામ લેશો તો ધાર્યું આયોજન પાર પાડી શકશો. વેપાર-ધંધામાં મિશ્ર યોગો છે. સાવધાનીથી ચાલશો તો હરીફો સામે ટકી શકશો. ગંભીર નુકસાનીના યોગો નથી.

વૃષભ (બ,વ,ઉ)ઃ નાણાંકીય રીતે એક બાજુ ખર્ચા અને ખરીદી તો બીજી બાજુ આવકમાં નજીવો વધારો થતાં સ્થિતિ જેમની તેમ રહેતી જણાશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ થાય નહીં. મકાન-સંપત્તિ મેળવવાના યા બદલવાના પ્રયત્નો હજુ યથાવત્ રહેતા જણાય. વધુ મહેનતે અને લાંબા સમયે આ કાર્યો સફળતા અપાવશે. જીવનસાથી સાથેની ગેરસમજો દૂર કરી શકશો. સંયુક્ત કુટુંબમાં ખોટા વિવાદો અશાંતિ પેદા કરે. મનની લાગણીઓ દુભાશે. નવી મુલાકાતોથી લાભ થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય સાનુકૂળ અને સફળ નીવડતાં મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો દૂર વિખેરાતા જણાશે. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય-લોન વગેરે મેળવી શકશો. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પરિવર્તન થાય. વિવાદોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. કુટુંબીજનો સાથે નજીવા કારણસર લાગણી દુભાય તેવા પ્રશ્નો ઊભા થાય. વડીલ વર્ગની તબિયત ચિંતા ઉપજાવશે. પ્રવાસ-પર્યટનમાં વિઘ્ન બાદ સફળતા મળે.

કર્ક (ડ,હ)ઃ યશ-માનમાં વધારો થાય. નોકરિયાતને સારી નોકરી મેળવવાના પ્રયત્નો ફળદાયી બનશે. ચાલુ નોકરીના પ્રશ્નોના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વેપાર-ધંધાની બાબતોથી અસંતોષ રહે. પ્રતિકૂળતા બાદ સફળતા મળશે. મકાન-મિલકત માટે જોઈતી તકો અને સાનુકૂળતાઓ મેળવી શકશો. પુરુષાર્થ ફળદાયી બનશે. સારી સ્થાનની તલાશ કરતા હો તો સફળતા મળશે. કુટુંબ પાછળ ઘણો ભોગ આપવો પડે. ભાતૃવર્ગથી મતભેદ જાગશે. સ્વજનો ખાસ ઉપયોગી બનશે નહીં. લગ્ન-વિવાહની વાતચીતોમાં અંતરાય આવે. વિરોધીઓના હાથ હેઠા પડશે. મહત્ત્વની મુલાકાતોથી લાભની તક મળે.

સિંહ (મ,ટ)ઃ ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. આવકના નવા સ્ત્રોતો વધારવાનું કાર્ય સફળ થશે. ચાલુ આવક ઉપરાંત વધારાની આવક થાય. નોકરીના ક્ષેત્રે સાનુકૂળતા સર્જી શકશો. યશ-વિજયના યોગ છે. વેપાર-ધંધાના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે. શત્રુની કારી ફાવશે નહીં. લાંબા સમયથી અટવાયેલા લાભ મળે. સરકારી કાર્યો પાર પડશે. કૌટુંબિક મિલકતના પ્રશ્નો પણ ઉકેલાશે. ગૃહજીવનમાં જીવનસાથી સાથે સુમેળ સહકાર વધે. કૌટુંબિક કામકાજો અંગે સાનુકૂળતા જણાય. માંગલિક પ્રસંગોનો આનંદ માણી શકશો. અપરિણીતો માટે શુભ સમય છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ ઉતાવળા નિર્ણયો ન લેવાની સલાહ છે. આસપાસની સ્થિતિ મનોસંઘર્ષ પેદા કરશે. આ સમયમાં આવક સામે જાવક વધતાં મૂંઝવણ વધે. ધાર્યા લાભ મળવામાં હજુ અવરોધ જણાશે. વિશ્વાસઘાત તેમજ હાનિના પ્રસંગોથી સાવધ રહેજો. નોકરિયાત વર્ગ તેમના પ્રશ્નો ઉકેલવામાં સફળ થશે. મિત્રોની મદદ મળશે. ઉપરી સાથેના ઘર્ષણો નિવારી શકશો. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિમાં સુધારો જણાશે. તકલીફોમાંથી બહાર નીકળશો. કૌટુંબિક પ્રશ્નો અંગે ઘર્ષણ જાગે. તબિયત સાચવવી જરૂરી. સંતાનો અંગે ચિંતા રહે.

તુલા (ર,ત)ઃ કારણ વગર ચિંતા જણાશે. આ સમયમાં ધીરજપૂર્વક વર્તવાથી પરિસ્થિતિ બગડતી અટકી જશે. ઉતાવળા નિર્ણયો લેવા નહિ. નોકરિયાતોને માનસિક રીતે અને પ્રતિકૂળતાના કારણે તાણ જણાશે. ધાર્યું કામ થાય નહિ. વિઘ્નો જણાશે. ગૂંચવાયેલી સમસ્યા જેમની તેમ રહે. વેપાર-ધંધામાં સંજોગો મુશ્કેલીરૂપ બનશે. ખર્ચ વધુ અને લાભ ઓછો જણાય. અકારણ વાદવિવાદના પ્રસંગો જણાશે. કૌટુંબિક કામકાજો થાય. મતભેદો અને સમસ્યાઓનો યોગ્ય ઉકેલ મળશે. જીવનસાથીનો સહકાર પ્રાપ્ત થાય. વિરોધના કારણે માનસિક તાણ જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ અણધારી આવક મેળવશો. નોકરીમાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થતાં રાહત મળે. નોકરીમાં અણઉકેલ પ્રશ્નોનો નિવેડો આવશે. વેપાર-ધંધાના કામકાજો અંગે ગ્રહમાન સાનુકૂળ છે. કોઈ અગત્યનો નિર્ણય લઈ શકશો. ગૃહજીવનના મતભેદો નિવારી શકશો. પ્રિયજનથી મિલન-મુલાકાત થાય. ભાતૃવર્ગનો સાથ-સહકાર મળે. આરોગ્ય જળવાય રહે. તબિયતમાં સુધારો થાય. સંતાનોના પ્રશ્નો ઉકેલાશે. ખોટા વાદવિવાદના પ્રસંગો મનોસંઘર્ષ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. રાજકીય ક્ષેત્રે લાભ રહે. ધર્મલાભ મળે. પ્રવાસ-યાત્રા થાય.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ હિંમત અને આત્મવિશ્વાસ રાખશો તો જ પ્રગતિ સાધી શકશો. મુશ્કેલીઓને પાર પાડી શકશો. આ સમયમાં નાણાભીડનો અનુભવ થશે. આવક કરતાં જાવકનું પ્રમાણ વધશે. વ્યવસ્થિત આયોજન જ તમને આમાંથી ઉગારી શકશે. નાણાં મેળવવા ખોટા અને આંધળા સાહસ ન કરવા સલાહ છે. નોકરીના ક્ષેત્રે કોઈ મુશ્કેલી હશે તો દુર થતી જણાશે. તમે જે તકની આશા રાખો છો તે મળે તેમ છે. થોડીક હિંમત અને ચતુરાઈ વાપરવાની જરૂર છે. વેપાર અંગેના પ્રયત્નો સફળ થશે. ખોટી તકરારમાં પડશો નહીં. ઉતાવળા નિર્ણયો ન લેવા સલાહ છે. ગૃહજીવન સંબંધિત સમસ્યાઓ હશે તો તેનો સાનુકૂળ રીતે ઉકેલ લાવી શકશો.

મકર (ખ,જ)ઃ ચિંતા-ઉદ્વેગથી રાહત મળશે. સંજોગો વિપરિત લાગે તો પણ સફળતા મળતાં ઉત્સાહ વધશે. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહીને ચાલશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થતી જણાય. વધારાના લાભની આશા પણ ફળશે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીના માર્ગ અવરોધાશે. વાદવિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ બહુ સુધરતા જણાતા નથી. મકાન-મિલકતના પ્રશ્નો હજુ વણઉકેલ્યા રહે. નવીન મકાન મેળવવામાં પણ રુકાવટ લાગે. સંતાનને લગતા પ્રશ્નો હવે ઉકેલાશે. કોર્ટ-કચેરીના કામો માટે સાનુકૂળતા જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ નિરાશાના માહોલમાં આશાનું કિરણ જોવા મળે. ધીરજની કસોટી થાય, પણ વધુ મહેનતે વિજય જોવા મળે. ધારેલા નાણાં મેળવી શકશો. આવકવૃદ્ધિની તક મળે તો ગુમાવશો નહીં. જૂના રોકાણો દ્વારા આવકવૃદ્ધિ થાય. નોકરિયાતોને હવે આંતરિક ખટપટના કારણે તાણનો અનુભવ થાય. કામનો બોજો વધતો જણાય. કેટલાક મહત્ત્વના ફેરફારો કે પરિવર્તન કરવા પડે. ધંધા-વેપારના ક્ષેત્રે હજુ સારી સફળતા મળે નહીં. વધુ મહેનતે અલ્પ ફળ મળે. સંપત્તિ બાબત લાભ પણ મેળવી શકશો. કાર્યોનો વિસ્તાર થતો જણાય. મકાનની ફેરબદલી ઇચ્છતાં હો તો શક્ય બને. કૌટુંબિક પરિસ્થિતિ યથાવત્ રહે. દામ્પત્યજીવનના પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો.

મીન (દ,ચ,ઝ,થ)ઃ નોકરીમાં મુશ્કેલી કે અડચણો હશે તો તે દૂર થતી જણાય. ઉપરી અધિકારીનો સાથ-સહકાર મળે. ગેરસમજો દૂર થશે. શત્રુની કારી ફાવશે નહીં. યશ-માનમાં વધારો થાય. વેપાર-ધંધામાં સફળતા - વિકાસ જણાય. મકાનના ખરીદ-વેચાણના કામકાજોમાં સફળતા મળે. અંતરાય દૂર થાય. કૌટુંબિક સંપત્તિનો ઉકેલ આવતો જણાય. લાભ જતાં કરવા પડે. જીવનસાથીનો પ્રેમ-સહકાર મેળવી શકશો. મહત્ત્વની કૌટુંબિક કામગીરી, વ્યવહારોમાં સફળતા મળે. લગ્ન-વિવાહની વાતો પાર પડે. કોઈ સ્નેહીની તબિયત ચિંતા કરાવી જાય. અકસ્માત - ઇજાથી સાચવવું. કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ થાય. ધાર્મિક સામાજિક કાર્યોને લઈ દોડધામ રહેશે. મિલન-મુલાકાતો ફળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter