તા. ૨૮ નવેમ્બર, ૨૦૧૫થી ૪ ડિસેમ્બર, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 25th November 2015 06:02 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ મહત્ત્વના કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહપ્રેરક બનશે. ચિંતા-ટેન્શનનો બોજો હળવો થાય. વિઘ્નો દૂર થવા લાગે. નાણાકીય દૃષ્ટિએ વિચારતા જણાય છે કે આવક ગમે તેટલી થવા છતાંય ખર્ચ તેમ જ ચૂકવણી અને રોકાણના કારણે ભીંસ વધશે. પરિણામે મનને સંતોષ જણાશે નહિ. જમીન-મકાનને લગતા પ્રશ્નો અંગે ખર્ચ અને પ્રતિકૂળતા વધશે. ધાર્યા અનુસાર સફળતા મળતી જણાશે નહિ. નોકરિયાતોને મહત્ત્વની કામગીરીઓ માટે સંજોગો અનુકૂળ થતા લાગે. વિરોધીની કારી ફાવે નહિ. ધંધાકીય કામમાં કોઈ મોટું સાહસ કે જોખમ ઉઠાવવું નહિ. ધીરજના ફળ મીઠા સમજવા. પ્રિયજનથી મિલન થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા મનના આવેગો-આવેશો શાંત થતાં જણાશે. બેચેની-અસ્વસ્થતા દૂર થાય. આશાસ્પદ વાતાવરણ સર્જાતું જોવા મળશે. અવરોધો દૂર થતાં જણાશે. નાણાકીય મૂંઝવણના પ્રસંગો બાબતે કોઈને કોઈ પ્રકારે ઉકેલ મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. લાભની તકો પણ મળે. સારા માર્ગે ખર્ચ થાય. નોકરીમાં બદલીના સંજોગો પણ આવે. વેપાર-ધંધામાં હવે વિકાસની યોજના આગળ વધશે. તમારી સંપત્તિને લગતી સમસ્યાઓના કારણે ચિંતા સર્જાશે. દામ્પત્યજીવનમાં સંવાદિતાનું સુખદ વાતાવરણ સર્જાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મનોઉદ્વેગના બનાવો બનશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાકીય દૃષ્ટિએ થોડી વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. ધારો છો તેટલો લાભ મળે નહીં. આવક સામે વિશેષ ખર્ચના યોગો બળવાન છે. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ થશે. ઉન્નતિનો માર્ગ ખૂલશે. નોકરીમાં બદલી-બઢતીની તકો જણાય છે. તમારા પ્રયાસો સફળ નીવડશે. મકાન સંપત્તિને લગતા કામકાજો માટે મુશ્કેલીઓ વધુ જણાશે. મોટા ખર્ચ વધશે. નવા મકાન મેળવવાના પ્રયત્નો ફળશે નહીં. તમારા દામ્પત્યજીવનને લગતી સમસ્યાઓ સાનુકૂળ અને સુખદ રીતે ઉકેલી શકશો. પ્રવાસ સફળ અને મજાનો નીવડશે.

કર્ક (ડ,હ)ઃ હજુ તમારા માર્ગ આડે કેટલાક અવરોધો છે તે પાર કરવા તરફ મનની શક્તિને કેન્દ્રિત કરવી પડશે. કોઇ પણ ઉતાવળા સાહસથી દૂર રહેજો. કોઈની સાથે કારણ વિનાના વિખવાદ કે ઘર્ષણમાં ન ઉતારવાની કાળજી રાખજો. નાણાકીય દૃષ્ટિએ સમય સાનૂકળ હોવાથી જરૂરિયાતો તથા ખર્ચાઓ માટેની આર્થિક વ્યવસ્થા ઊભી થઈ શકશે. આ સમયમાં નોકરી-ધંધાકીય ક્ષેત્રે તમારા પ્રયત્નો સફળ નીવડશે. સંઘર્ષ તથા મુશ્કેલીઓમાંથી માર્ગ મળશે. કોઇ અગત્યના કરારો થશે કે નવી તક મળશે. તમારા બાપદાદાની જમીનજાગીર કે મકાન વિશેના વિવાદો હજુ જેમના તેમ રહેશે. માનસિક ભાર જણાશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં ખોટી ચિંતાઓનો બોજ વધે નહિ તે જોવું જરૂરી છે. નાણાકીય દૃષ્ટિએ આ સરભર જણાશે. એક બાજુથી વધુ પડતા ખર્ચ તો બીજી બાજુ આવકમાં નજીવો વધારો થતાં સ્થિતિ જેમની તેમ રહેતી જણાય. અલબત્ત, તમારું કામ અટકે નહિ. નોકરિયાત માટે આ સમય મહત્ત્વની તક આપનાર જણાય. વિરોધીઓ ફાવે નહિ. નવી નોકરી મેળવવાની ઇચ્છા પાર પડશે. ધંધા-વેપારના ક્ષેત્રે સાનુકૂળતા સર્જાતી જોવાશે. કૌટુંબિક જીવનમાં લાગણીઓ ઘવાતી જણાય. સંતાનો અંગેના પ્રશ્નો હલ થતાં જણાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન માનસિક રીતે બેચેન યા અશાંત જણાશો. દૃઢ મનોબળ કેળવીને કેવળ આત્મસંયમ થકી જ પ્રસન્નતા જાળવી શકશો. આ સમય ખર્ચાળ વધુ જણાય છે. નાણાભીડનો અનુભવ થાય. તમે હાથ ધરેલા પ્રશ્નોના ઉકેલમાં વિલંબ જણાય. નોકરિયાત વર્ગે છૂપા શત્રુથી સંભાળવા જેવું છે. વિપરીત સંજોગો અને વણમાગ્યા અંતરાયો વચ્ચેથી પસાર થવામાં મુશ્કેલી જણાય. જમીન-મકાનની સમસ્યા હશે તો તેનો ઉકેલ આપવામાં અંતરાય જણાય. ગૃહજીવનમાં ચકમકના પ્રસંગ ઊભા થાય, જેને તમે કુનેહથી નિવારજો. કૌટુંબિક કામકાજ અંગેના નિર્ણયો લેતા પહેલાં સો વાર વિચાર કરજો. વડીલ વર્ગ સાથે મનમેળ થતાં આનંદમય વાતાવરણ સર્જાય.

તુલા (ર,ત)ઃ આ સમયમાં માનસિક તંગદિલી ઘટશે. સાનુકૂળતાઓના કારણે તમે વધુ આનંદ માણી શકશો. ચિંતા-ઉપાધિના પ્રસંગો જણાતા નથી. સર્જનાત્મક કાર્ય થઈ શકશે. જરૂરિયાત પ્રમાણે આવક વધે તેવા યોગ નથી. બલકે બચત છે તે પણ ખર્ચાતા નાણાભીડ સર્જાશે. આ સમયમાં જૂના લેણાંની રકમો મળવાથી વહેવાર નભી જશે. નોકરિયાત માટે આ સમય પ્રોત્સાહક છે. સફળતા મળે. બઢતીનો માર્ગ ખૂલશે. અગત્યના ધંધાકીય કામકાજોથી લાભ વધે. વિકાસ અને વિજયનો યોગ છે. મકાનની ફેરબદલીનો વિચાર અમલમાં મૂકી શકશો. લાંબા સમયથી ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવી શકશો. જમીનથી લાભ મળે. સંપત્તિની વૃદ્ધિ થાય.

વૃશ્ચિક (ન,ય)ઃ અંગત બાબતોને આ સમયમાં ઉકેલી શકશો. ઉઘરાણી-લેણાં મેળવી શકશો. નાણાકીય તંગીમાંથી છૂટકારો મેળવી શકશો. નવીન આવક મેળવવાના પ્રયાસો ફળશે. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. બદલી-બઢતીના યોગ જણાય છે. વેપાર-ધંધાની વૃદ્ધિનાં પગલાં, આયોજન માટે આ સમય વિકાસકારક જણાય છે. મકાન ખરીદ-વેચાણના કામમાં અવરોધ હશે તો દૂર થશે. મકાન બદલવાની ઇચ્છા હશે તો પૂર્ણ થશે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા જણાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહના પ્રારંભે નોકરી-ધંધાના કામકાજમાં સરકારી રાજકીય કાર્યવાહીમાં સંભાળવું પડે. હરીફ વર્ગની ઈર્ષ્યા, ખટપટના કારણે તમારી ધારણા પ્રમાણેનું કામ થાય નહીં. એક કામ ઉકેલતા બીજું કામ આવી પડતાં ચિંતા રહ્યા કરે. નવી નવી જોબ કે બિઝનેસ હોય તેમણે નાણાકીય જવાબદારીવાળા કામમાં નિર્ણયમાં થોભો અને રાહ જૂઓની નીતિ અપનાવવી હિતાવહ રહેશે. ભાગીદારીવાળા ધંધામાં વિવાદ થતાં ધંધાકીય નિર્ણયના અમલમાં, કામમાં રૂકાવટ જણાય. મોસાળમાં બીમારી, ચિંતાનું આવરણ આવી જાય. માતા-પિતાના આરોગ્યની ચિંતા, ખર્ચમાં વધારો થાય. સ્ત્રીવર્ગને ઘરની અશાંતિ, ચિંતાથી મન વ્યગ્ર રહે.

મકર (ખ,જ)ઃ આ સપ્તાહમાં મહત્ત્વના પ્રસંગો બનશે. અવ્યવસ્થા કે અસ્થિરતાના વાતાવરણમાંથી મુક્ત બનશો અને પુરુષાર્થનં મીઠું ફળ મળતું જણાશે. નોકરિયાતોને પરિસ્થિતિ માનસિક અશાંતિરૂપ બનતી જણાશે. ઉપરી અમલદારો સાથે વૈચારિક મતભેદો સર્જાતા માનસિક તાણ વધતી જણાશે. પ્રવાસ અંગે વિઘ્ન જણાશે. કેટલાક હિતશત્રુઓના કારણે મૂંઝવણોનો અનુભવ કરવો પડશે. ખાસ કરીને નોકરીના ક્ષેત્રે રહેલા ગુપ્ત શત્રુઓથી ચેતતા રહેજો. કોઈના વિશ્વાસે નાણાકીય લેવડદેવડ કરવામાં નુકસાન છે. યાત્રા કે મુસાફરીના યોગ છે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારી પરિસ્થિતિ અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. તમે ઉતાવળા નિર્ણયો લેતાં પહેલા સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે જ. વિઘ્નોને પાર પાડી શકશો. વેપાર-ધંધાકીય ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહજનક જણાશે. મકાન-મિલકતની લે-વેચ ખરીદીના કામ પતાવી શકશો. મકાનની ફેરબદલી થાય. બાપદાદાની કૌટુંબિક મિલકતોને લગતા વિવાદો ઉકેલાશે. કૌટુંબિક બાબતોના કારણે વિચારભેદ જણાશે. સંતાનો અંગે માનસિક તાણ રહેતી જણાય. પ્રવાસ-પર્યટન સફળ થાય. કોર્ટ-કચેરી અને સરકારી સમસ્યાઓ હજુ યથાવત્ રહે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ મનની મૂંઝવણમાંથી મુક્તિ મળશે. ટેન્શન હળવું થાય. સર્જનાત્મક પ્રવૃત્તિમાં વિકાસ થાય. કેટલાક પ્રયત્ન બાદ આશાસ્પદ વાતાવરણ સાકાર થતું જોઈ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ મેળવી શકશો. આ સમયના યોગો નાણાકીય પરિસ્થિતિ માટે અનુકૂળ બનતા કેટલાક અટવાયેલા લાભ થકી આવક વધે. જરૂરિયાત સંતોષાતી જણાશે. અગત્યના કામકાજ માટે પણ આર્થિક વ્યવસ્થા કરી શકશો. નોકરીના ક્ષેત્રે વિરોધ કે મુશ્કેલી જણાતી હશે તો પણ તમારા સ્થાનને આંચ આવે નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter