મેષ (અ,લ,ઇ)ઃ એક યા બીજા કારણોસર અશાંતિ કે ઉદ્વેગ રહેશે. માનસિક સ્વસ્થતા જાળવવી જરૂરી. તમારું આરોગ્ય પણ સાચવવું. મકાન-મિલકતને લગતી બાબતો આ સમયમાં ધીમે ધીમે સાનુકૂળ બનશે. નોકરી-ધંધાની બાબતો અંગે ગ્રહમાન પ્રતિકૂળ રહેશે. લાંબા ગાળે સારો લાભ થાય. ગૃહજીવનમાં સામાન્ય મતભેદ રહેશે. બાકી કોઈ ચિંતાને કારણ નથી. સરકારી યા કોર્ટ-કચેરીને લગતા પ્રશ્નો માટે ધ્યાન આપવું પડશે. એકંદરે આ સમય ખર્ચાળ પુરવાર થશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં નાની-મોટી મુશ્કેલીઓ અને સંઘર્ષનો સામનો કરવો પડશે. આર્થિક સમસ્યાનું નિરાકરણ શોધી શકાશે. તમારા નાણાંકીય વ્યવહાર ચાલુ રાખી શકશો. આર્થિક ભીડનો ઉકેલ આવશે. સંતાનો બાબતની ચિંતા ઉકેલાય. આપના આરોગ્યની કાળજી રાખવી જરૂરી. વાદવિવાદથી દૂર રહેવું. વ્યવસાયિક સંપત્તિની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. યાત્રાપ્રવાસનું આયોજન કરી શકશો. જોકે સાવધાની રાખવી જરૂરી રહેશે.
મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન મૂંઝવણકારક પ્રશ્નોના ઉકેલ મળતાં રાહત જણાશે. ધીરજની કસોટી થતી જણાય. કાલ્પનિક ચિંતાઓ દૂર થાય. આર્થિક સમસ્યા વધવાના કારણે તમારે નાણાકીય જોગવાઈ ઊભી કરવા માટે વધુ ધ્યાન આપવું પડશે. કોઈના ભરોસે નાણાની લેવડદેવડ કરવી નહીં. ખોટા ખર્ચને કાબૂમાં રાખવા પડે. જમીન કે મિલકતને લગતા વિવાદોનો ઉકેલ આવતો જણાય. નોકરિયાત વર્ગને કેટલીક સારી તક મળશે. ધંધા-વેપારની સમસ્યાઓનો ઉકેલ આવે. પ્રેમ અને સહકાર સારો રહેશે.
કર્ક (ડ,હ)ઃ આ સમય સાનુકૂળ તક આપનાર છે. મહત્ત્વની વ્યક્તિનો સહકાર મેળવી શકશો. મનની મૂંઝવણ દૂર થાય. અગત્યની કામગીરી સફળ થાય. અલબત્ત કેટલાક મતભેદોથી અશાંતિ - તણાવ રહે. આવકના પ્રમાણમાં ખર્ચ વધતા કટોકટ સ્થિતિ રહે. નાણાકીય સ્થિતિ નબળી પડે. નોકરિયાત વર્ગ માટે આ સમય સારો ગણી શકાય. ઉપરી અધિકારીઓનો સહયોગ મળી રહે. બદલી અને બઢતીના યોગો બળવાન બને. મકાનની ફેરબદલી કરી શકાય. અન્ય પ્રોપર્ટી બાબતમાં પ્રયત્ન કરવાથી સફળતા મેળવી શકાય.
સિંહ (મ,ટ)ઃ યોજનાઓ માટે સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ થશે. સફળતાને કારણે માનસિક સ્થિતિ સારી રહેશે. મકાન-મિલકતના પ્રશ્નોનું નિરાકરણ આવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારો વિકાસ થતો જણાશે. લગ્ન-વિવાહના પ્રશ્નોનો ઉકેલ આવવાની સંભાવના રહેશે. કૌટુંબિક બાબતો અંગે સમય સાનુકૂળ રહેશે. સંતાનોની તબિયત અંગે થોડી ચિંતા રહેશે. આ સમયમાં કોઈ મહત્ત્વના કાર્યોની સમસ્યાનો નિકાલ આવે. ખર્ચનું પ્રમાણ વધવાની શક્યતા રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહમાં તમે કેટલાક ફેરફાર જોઈ શકશો. આપની પરિસ્થિતિ બદલાતી રહેશે. હવે ધંધા-નોકરીના પ્રશ્નો અંગે સાવધ રહેવું પડેશે. તમારા વિરોધીઓ અંતરાયો ઊભા કરતા જણાશે. પરિણામે આર્થિક મુશ્કેલી તેમજ નાણાકીય તંગી ઊભી થશે. આ સમયમાં કોઇ એવા કાર્યો કરતાં પહેલાં જોઈવિચારીને કરજો. ઉતાવળા પગલાં ભરશો તો પસ્તાવાનો વારો આવશે. નાણાકીય લેવડદેવડમાં ખાસ ધ્યાન આપવું પડશે. ભાતૃવર્ગ તેમજ સ્નેહીવર્ગનો સહકાર મળી રહેશે.
તુલા (ર,ત)ઃ તમારા પુરુષાર્થ થકી યોગ્ય દિશામાં નિશ્ચિત સફળતા પ્રાપ્ત થશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ ઉકેલાશે. મહત્ત્વના લાભો મળશે. નોકરિયાત વર્ગને માર્ગમાં આવતા અંતરાયો દૂર થતાં જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. ઉપરી અધિકારીઓનું વલણ સારું રહેશે. ધંધા-વેપારમાં નવીન તકો ઊભી થશે. વિદ્યાર્થીઓએ આ સમયમાં વધુ મહેનત કરવી પડશે. ગૃહજીવન તેમજ સ્નેહી-સ્વજનોનો સારો સાથે મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના માટે સારો રહેશે. લાગણીઓના ઘોડાપુરને કાબૂમાં રાખવા પડે. નાણાકીય દૃષ્ટિએ ધાર્યું થાય નહીં. આવક વધારો સામાન્ય જણાય. પરિણામે નાણાકીય સંકડામણ અનુભવવી પડે. નોકરિયાતોને અહીં વધુ પ્રમાણમાં સફળતા મળે. બદલીના અટકેલા કામ વિલંબથી પણ ઉકેલાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓનો માર્ગ મોકળો બને. ગૃહજીવનમાં મધુરતા સર્જી શકશો. સામાન્ય અવરોધો રહે. મિત્રોનો સહયોગ પણ મળી રહેશે. કોર્ટકચેરીના કામમાં પણ લાંબા ગાળે સફળતા મળે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મનની મૂંઝવણો દૂર થાય. સ્થિતિ એકંદરે ઠીક-ઠીક રહેશે. ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટેની જોગવાઈથી તમારા પ્રયત્નો સફળ થાય. ઉઘરાણી તરફ ધ્યાન આપજો. નોકરિયાત વર્ગ માટે આ સમય ઠીક ઠીક સારો ગણી શકાય. વિરોધીઓના હાથ હેઠા પડશે. અગત્યની કાર્યવાહી સફળ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે હજી નાની-મોટી મુશ્કેલી જણાશે. વિલંબથી કાર્ય સફળ થાય. અગત્યના કરારો વિલંબમાં પડે. જીવનસાથીના સહયોગથી કાર્ય પાર પડે. સંતાનોની તબિયત અંગે સાવધ રહેવું.
મકર (ખ,જ)ઃ સપ્તાહમાં તમારું સ્વાસ્થ્ય સુધરશે. કોર્ટ-કચેરી અને સરકારી પ્રશ્નો અંગે સાનુકૂળતા જણાશે. દાવા-વિવાદનો ઉકેલ આવતો જણાશે. માનસિક ચિંતાઓનો ભાર હળવો થશે. હિતશત્રુઓનો પરાજય થાય. નોકરીમાં સફળતાના યોગો છે. ધીમી, પણ નક્કર પ્રગતિ સાધી શકશો. ખોટા સાહસથી દૂર રહેવું. જીવનમાં સંઘર્ષ રહેશે. જીવનસાથીનું આરોગ્ય સંભાળવું પડે. યાત્રા-મુસાફરીની તકો વધશે. સાથે ખર્ચ પણ વધશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ લાગણીઓ અને ગુસ્સાને કાબૂમાં રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિ મેળવી શકશો. ગેરસમજોના કારણે વ્યથા કે વિવાદ જણાશે. આર્થિક સ્થિતિ વધુ તંગ યા મુશ્કેલ ના બને તે માટે ખોટા ખર્ચને રોકવા પડશે. નોકરિયાતને સામાન્ય અવરોધો આવશે. આગળ જતાં સારી સફળતા મળશે. ધંધાકીય તક મળતી જણાય. પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. મિલકત યા મકાનના પ્રશ્નોનું નિરાકરણ આવે. ધાર્યું કામ ન થાય. તેથી માનિસક ચિંતા રહે. વિદ્યાર્થીઓએ સાચવવું રહ્યું.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં રોકાયેલા નાણા પાછા મળવાની શક્યતા રહેશે. મિત્રો તેમજ સ્વજનો સાથે મનદુઃખના પ્રસંગો બને. સંતાનોના અંગત પ્રશ્નોમાં રસ લેવાથી લાભ થાય. નાણાકીય ભીડ દૂર કરવા લોન લેવી પડે. નોકરિયાત વર્ગને વધુ મહેનત કરવી પડે. મકાન કે પ્રોપર્ટીના પ્રશ્નોનો હલ આવે. સામાન્ય દર્દો રહ્યા કરે. માતા-પિતા સાથે મતભેદ રહે. કૌટુંબિક મિલકતમાં અવરોધો આવવાની સંભાવના રહે. વાદવિવાદથી દૂર રહેવું જરૂરી છે.