તા. ૨૮-૩-૨૦૧૫ થી તા. ૩-૪-૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 25th March 2015 01:09 EDT
 

મેષ (અ,લ,ઇ)ઃ અગત્યના મૂંઝવતા પ્રશ્નોમાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવશે કે તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ કે હાનિ થાય. કરજનો ભાર અકળાવશે. કોઇ પણ નવા મૂડીરોકાણને ત્યાગ કરજો. નોકરિયાતોને ઉપરી કે સહકર્મચારી વર્ગ જોડે મતભેદના પ્રસંગો જોવા પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતા અવરોધોને પાર કરી શકશો. જમીન યા મકાન બદલું યા નવું લેવું હશે તો પણ સમયની પ્રતિકૂળતાના કારણે તે ઇચ્છા સાકાર થશે નહીં.

વૃષભ (બ,વ,ઉ)ઃ વિનાકારણ પરિસ્થિતિઓ કે પ્રસંગોથી માનસિક ઉત્પાત કે અજંપો વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાય તેવા પ્રસંગો પણ બેચેન બનાવશે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો થશે. અગત્યની કામગીરીઓ સફળ થતાં લાભની તક સર્જાય. આવક કરતાં જાવક વધશે. નોકરિયાતોને બદલી-બઢતીના પ્રયત્નો આડે હજી અવરોધ જણાશે. યશ-માન ન મળતાં ઉદ્વેગ જણાશે. મકાન-વાહન -સંપત્તિ અંગે કોઈ ને કોઈ મુશ્કેલી જણાશે.

મિથુન (ક,છ,ઘ)ઃ તમારા પરથી ચિંતાના વાદળો વિખેરાતા મનોબળ સ્વસ્થ બનશે. વિપરીત સંજોગોમાંથી માર્ગ મળતાં આનંદ થશે. નાણાકીય દૃષ્ટિએ જોવા મળતી તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. ખર્ચ માટે જરૂરી નાણાની વ્યવસ્થા કરી શકશો. મિત્રો-સ્વજનો ઉપયોગી બનશે. એકંદરે સારો લાભ પણ મળશે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધા અંગે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. સંપત્તિમાં વૃદ્ધિ થાય. મહત્ત્વની ખરીદી થાય.

કર્ક (ડ,હ)ઃ તમારી મહેનત, પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ જાળવવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળશે. માનસિક ઉલ્લાસ વર્તાશે. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે લાભ વધશે. મિલકતોના પ્રશ્નોથી ચિંતા રહે. ગૃહજીવનની પરિસ્થિતિ સંવાદિતાભરી બનાવવા માટે સમાધાનકારી વલણ અપનાવવું પડશે. જીવનસાથી સાથે સુમેળ વધે. સંતાનોના પ્રશ્નો ઉકેલી શકશો. વિદ્યાર્થીઓને સફળતા મળશે. યાત્રા-પ્રવાસમાં અવરોધ આવશે.

સિંહ (મ,ટ)ઃ આ સમયમાં કોઇ પણ મુદ્દે ઉતાવળા થશો નહીં. નિર્ણયો લેતા પહેલાં બે વાર વિચાર કરવો જરૂરી છે. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. તમારી આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે તમારે વધુ સક્રિય બનીને પુરુષાર્થ વધારવો પડશે. જરૂરી નાણાં મેળવવામાં મુશ્કેલી જણાય. નોકરી સંબંધિત પ્રશ્નોનો ઉકેલ આવશે. વેપાર-ધંધામાં પરિસ્થિતિ સુધરતી જણાશે. સરકારી અવરોધોમાંથી માર્ગ મળી આવશે. મહત્ત્વના કોલ-કરારો માટે તક મળશે. સંપત્તિ કે મકાન સંબંધિત સમસ્યાઓ ઉકેલી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં કોઈ મહત્ત્વનું કાર્ય સરળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાકીય મુશ્કેલીનો ઉપાય મળશે અને તમારા ખર્ચ તથા દેવાના બોજને પહોંચી વળવા માટે મદદ ઊભી થઈ શકશે. કોઈ મોટો ખર્ચ આવી પડશે. નોકરિયાતોએ હિતશત્રુથી સાવધ રહેવું. વેપાર-ધંધાની કામગીરી માટે ગ્રહયોગ મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબત માટે સમય સાનુકૂળ તથા શુભ છે. યાત્રા-પ્રવાસની તક મળશે. સ્વજનથી વિયોગ રહેશે.

તુલા (ર,ત)ઃ પુરુષાર્થ સફળ રહેતા સક્રિયતા વધશે. મુશ્કેલીઓના માહોલમાંથી બહાર નીકળી શકશો. આગળ વધો, ફતેહ મેળવો. જરૂરિયાત પૂરતી આવક થશે. જોકે આર્થિક ભીંસ છતાંય તમારું કામકાજ અટકશે નહીં. ઉતાવળા સાહસથી દૂર રહેજો. બોજો કરજ વધારવા નહીં. ઉતાવળા સાહસથી દૂર રહેવું. વ્યવસાય સાથે સંકળાયેલી બાબતો માટે સમય સાનુકૂળ નીવડશે. પ્રગતિ કે પરિવર્તનના પંથે દોરી જાય તેવી મહત્ત્વની તક મળે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં તમારી મનોદશા દ્વિધાભરી રહેતી જણાશે. નિર્ણયો લેવામાં ગૂંચવાશો. નિરાશા અને બેચેનીનો અનુભવ થશે. વિના કારણ ચિંતાઓથી વ્યથા જન્મશે. નાણાકીય દૃષ્ટિએ તમારા પ્રશ્નનું નિરાકરણ મળશે. લોન-કરજનો ભાર હળવો થાય. નોકરિયાતોનો કાર્યભાર વધશે. વિરોધીઓથી ચેતતા રહેવું જરૂરી છે. ગંભીર મુશ્કેલીનો ભય જણાતો નથી. એકાદ-બે મહત્ત્વની સફળતાઓ મળશે. વેપાર-વૃદ્ધિ થાય. નવું મકાન લેવાના પ્રયત્નો ફળશે. જમીન-મકાનના કાર્યો ગૂંચવાયા હશે તો ઉકેલાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ માનસિક સ્વસ્થતા અને ઉત્સાહનો અનુભવ થશે. નવીન કાર્યરચનાનો પ્રારંભ થશે. આવકમાં વૃદ્ધિ થવાનો અવકાશ નથી, પણ જાવક વધશે. આથી સંકડામણ અનુભવાશે. જોકે આર્થિક બોજ, જવાબદારી નિભાવી શકશો. નોકરિયાતો માટે આ સમય રાહત આપનાર અને પ્રયત્નોનું સારું ફળ આપનાર છે. વેપાર-ઉદ્યોગના ક્ષેત્રે જણાતી સમસ્યાઓનું સપ્તાહ દરમિયાન નિરાકરણ આવશે.

મકર (ખ,જ)ઃ આ સમયમાં આનંદ અને ઉલ્લાસના પ્રસંગો વધશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. આશાનો સંચાર કરે તેવી તકો મેળવશો. મનની મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો સફળ થાય. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધે. નોકિયાતો માટે આ સમય સાનુકૂળતા સર્જશે. તેમના અટવાયેલા કામકાજો ઉકેલાશે. ધંધા-વેપારમાં આગેકૂચ થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ નિર્ધારિત યોજનામાં પ્રગતિને કારણે ઉત્સાહ વધશે. લાંબા સમયથી અણઉકેલ્યા પ્રશ્નો હાથ ધરીને તેનો ઉકેલ લાવશો. અંગત મૂંઝવણમાંથી પણ હવે રાહત મળશે. જોકે નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતા જણાશે. ઉઘરાણી ફસાયેલી જોવા મળશે. અહીં લાભ ઓછો અને ખર્ચ વધુ જણાય. નોકરિયાતોની લાગણી સ્વમાન દુભાય તેવા પ્રસંગો આવશે. સહયોગીઓ સાથે ચકમક ઝરે નહીં તે જોવું રહ્યું. વેપાર-ધંધાના ક્ષેત્રે વધુ ધીરજ અને મહેનત બાદ જ લાભ મળવાના યોગ છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહમાં સરકારી અને કોર્ટ-કચેરીના કાર્યો અંગે પ્રતિકૂળતા જણાય. લાંબા સમયથી હાથ ધરેલા કાર્યમાં સફળતા દૂર ઠેલાતાં માનસિક અશાંતિ વર્તાય. અલબત્ત, આવકનું પ્રમાણ જળવાતા કેટલીક રાહત મળશે. નાણાકીય મુશ્કેલીમાં માર્ગ મેળવશો. નોકરિયાતો અને ધંધાર્થીઓએ કોઇ પણ સાહસ સાચવીને કરવું. ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું જરૂરી છે. અંગત આરોગ્ય સાચવજો. સ્વજનોનું આરોગ્ય ચિંતા કરાવી જાય. ગૃહજીવનમાં મતભેદો હોય તો દૂર થાય અને સંવાદિતાનું વાતાવરણ સર્જાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter