તા. ૨૯ એપ્રિલ થી ૫ મે ૨૦૧૭

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Saturday 29th April 2017 07:40 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારા આયોજન ધારણા કે અપેક્ષા કરતાં પ્રતિકૂળ સંજોગો જણાશે. તમારે અશાંતિ અને ઉત્પાત વધશે. મન અજંપો અનુભવશે. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહેશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. મકાન કે જમીનને લગતા પ્રશ્નથી ચિંતા રહે. તમારી મકાન બદલવાની ઇચ્છાને ફળે નહીં. ગૃહજીવનનું વાતાવરણ ડહોળાતા અશાંતિ અને ગેરસમજ વધશે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા થાય નહિ તે જોજો.

વૃષભ (બ,વ,ઉ)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ સ્વસ્થ અને મક્કમ બનશે. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચાઓ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. સારો લાભ મળશે. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે. વિરોધીઓના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાકીય બાબતોમાં પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાય છે. સંપત્તિમાં વૃદ્ધિના યોગ છે. મહત્ત્વની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજો હલ કરી શકશો. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય થશે. ગૃહજીવન સંબંધિત કોઈ સમસ્યા હશે તો તેનો સાનુકૂળ ઉકેલ મળશે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અંગત કારણસર કોઈ અજંપો યા બેચેનીનો અનુભવ થશે. ધાર્યું આયોજન પાર ન પડતાં નિરાશ કે હતાશ ન બનશો. મનોબળ ટકાવી રાખજો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય સુધારો સૂચવે છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. લાંબા સમયથી અટકેલાં નાણાં મળે. ઉઘરાણીના કામકાજ પાર પડતા જણાશે. નોકરીમાં પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં. વ્યવસાયિક દૃષ્ટિએ ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. અંગત સમસ્યાઓનો સારો ઉકેલ મળશે. દામ્પત્યજીવનમાં આનંદ-ઉલ્લાસનો માહોલ જળવાશે. લગ્નવિવાહની વાતચીત માટે સાનકૂળ સમય છે. ગુપ્ત વિરોધીઓના ઇરાદા સફળ થશે નહીં.

કર્ક (ડ,હ)ઃ લાગણીઓનાં ઘોડાપૂરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો બનશે. કૌટુંબિક અને ગૃહજીવનને લગતાં ખર્ચાનું પ્રમાણ સવિશેષ રહેતા નાણાંભીડ રહે. નવીન મૂડીરોકાણ હવે સમજીવિચારીને કરવું પડશે. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહીં. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડશે. લાભની આશા રાખી શકશો. જમીન- મકાનની લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. ધાર્યા પ્રમાણે સમસ્યા હલ થાય નહીં. માનસિક બોજો વધશે. ગૃહજીવનના મતભેદો સમજદારીપૂર્વક ઉકેલી શકશો.

સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગો જણાવે છે કે તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરી મુજબ યશ કે લાભ ન મળવાથી ઉદ્વેગ વધે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડે. નાણાંકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે આ સમય ચિંતાપ્રદ જણાશે. નવા ફેરફાર થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજો ખૂલશે. પ્રશ્નો સમાધાનથી ઉકેલવા સલાહ છે. દાંમ્પત્યજીવનમાં સંવાદિતા અને સહકારનું વાતાવરણ રહેશે. અવિવાહિતોના લગ્ન માટે સમય શુભ છે. ભાતૃવર્ગથી વિખવાદ બાદ સમાધાન થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ સ્વાસ્થ્ય સાચવવું જરૂરી છે. આ સમયમાં નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધશે. ખોટા ખર્ચ વધી જવો સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઊઘરાણી મેળવવામાં વિલંબ જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાંભીડ જણાશે. નોકરિયાતોને આ સમયમાં કેટલીક પ્રતિકૂળતાના કારણે તાણ રહેશે. ધાર્યું કામ થાય નહીં. વિઘ્નો વધતાં ગૂંચવાયેલી સમસ્યા યથાવત્ રહેતી લાગે. ધંધા-વેપારના ક્ષેત્રે સંજોગ મુશ્કેલ બનશે. સંપત્તિ કે મિલકતની સમસ્યાઓ ગૂંચવાયેલી લાગે. ધીમી પ્રગતિ થાય. નાણાંકીય લેવડદેવડ કોઈના ભરોસે કરવી નહિ. પ્રવાસમાં ધાર્યું ફળ ન મળે.

તુલા (ર,ત)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોમાં ઉકેલ મળશે. અણધારી સહાયથી કામકાજ નભી જશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્યસફળતા મળે. નોકરિયાતોને સમસ્યાના ઉકેલ માટે સાનુકૂળતા વર્તાશે. વિરોધીઓ ફાવે નહિ. મકાન- મિલકત-જમીન સંબંધિત કામકાજો માટે જોઈતી તકો તથા સાનુકૂળતા મેળવશો. પુરુષાર્થ ફળદાયી બનશે. ગૃહજીવનની સમસ્યાના ઉકેલનો માર્ગ મળશે. સ્વજનો સહકારૂપ બને પ્રવાસ-પર્યટન માટે સમય સાનુકૂળ જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિ કે તંગદિલી ઘટશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવી શકશો. નાણાંકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળતા સર્જશે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. નોકરીની સારી તક મળે. વેપારી વર્ગ કે ધંધાર્થી માટે પણ સફળતા અને વિકાસનો સમય છે. તકરારમાં પડવાનું વલણ ટાળવું. મનને શાંત રાખી પ્રશ્નો હલ કરવા. ગૃહજીવનની પરિસ્થિત મનને મૂંઝવશે. નાહકની ગેરસમજોથી માનસિક તાણ-વ્યથા સર્જાશે.

ધન (ભ,ફ,ધ,ઠ)ઃ તમારા માર્ગ આડેના વિઘ્નો દૂર થાય. તમારા માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જણાશે. ખર્ચ-ખરીદી પર કાબુ રાખજો. આમ છતાંય કુદરતી રીતે આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ નીવડશે. હાથ ધરેલા કામકાજમાં સફળતા મળે. હિતશત્રુ પર વિજય મળે. વેપાર-ધંધામાં સ્થિતિ સુધરતી જણાશે. વૃદ્ધિ અને લાભની આશાઓ ફળશે. મકાનની લે-વેચનું અને સરકારી કામકાજ ઉકેલી શકશો. કૌટુંબિક વિવાદોનો નિવેડો આવતો જોઈ શકશો. કેટલાક નિર્ણયોથી કામ વિલંબમાં પડે તેમ છે. આથી સ્વસ્થતાપૂર્વક નિર્ણય કરવા સલાહ છે. મહત્ત્વની કોઈ વ્યક્તિ ઉપયોગી બનશે. આરોગ્યની ખાસ કાળજી લેજો.

મકર (ખ,જ)ઃ લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ અને હાનિના પ્રસંગો સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. નવા મૂડીરોકાણને અટકાવજો. નોકરિયાતોને ઉપરી કે સહકર્મચારી જોડે મતભેદ સર્જાય. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતા અવરોધો પાર કરી શકશો. મકાન બદલવાની યા નવું લેવાની ઇચ્છા સંજોગોની પ્રતિકૂળતાના કારણે સાકાર થાય નહીં. વિવાદાસ્પદ પ્રસંગોથી દૂર રહીને સમાધાનકારી વલણ લેવું. ગૃહજીવનમાં અકારણ બેચેની-અજંપાનું વાતાવરણ રહે. કોર્ટકચેરી તથા સરકારી સમસ્યાઓ હજુ યથાવત્ રહેતાં જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક ચિંતા કે સમસ્યા હશે તો તેનો ઉકેલ મળશે. કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાંકીય મુશ્કેલીનો ઉકેલ મળે. તમારા ખર્ચ અને દેણાંને પહોંચી વળવા માટે મદદ ઊભી થઈ શકશે. કોઈ મોટું ખર્ચ થશે. નોકરિયાતોએ હિતશત્રુથી સાવધ રહેવું. વેપાર-ધંધાની કામગીરીમાં ગ્રહયોગો મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબત માટે સમય સાનુકૂળ તથા શુભકાર્ય સૂચવે છે. પ્રવાસની તક મળે. જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધે. અંગત આરોગ્યની તકેદારી લેજો. કોઈ સ્વજનની તબિયત ચિંતા કરાવશે. કોર્ટ-કચેરીના કામ અંગે સમય સારો નથી. સંપત્તિ અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાંકીય મુશ્કેલીઓનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોએ હિતશત્રુઓથી સાવધ રહેવું. માનસિક અકળામણ જણાશે. નોકરીને લગતા પ્રશ્નો હજી યથાવત્ રહે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબતો માટે સમય સાનુકૂળ અને શુભ છે. યાત્રા-પ્રવાસની તક મળે. સંપત્તિ-મકાન-જમીન અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે. મહત્ત્વના કામકાજ સફળ થશે. સંતાનો વિશે ચિંતા રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter