તા. ૨૯ ઓક્ટોબર ૨૦૧૬ થી ૪ નવેમ્બર ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 26th October 2016 08:58 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમય માનસિક તાણ તેમજ બોજો સૂચવે છે. વધુ પરિશ્રમે અલ્પ ફળ મળવાથી બેચેની વર્તાશે. ધીરજ ઉપયોગી બને. આ સમયમાં નાણાકીય લેવડદેવડ અંગે જાગૃત રહેશો. ધાર્યા કરતાં વધુ ખર્ચા ન થઈ જાય તે જોજો. કરજ કે દેવું કરવાનો પ્રસંગ આવે. એકંદરે નાણાંકીય પરિસ્થિતિ હજી મૂંઝવતી જણાશે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. મિત્રો કે મહત્ત્વની વ્યક્તિઓની મદદ મળે. મહત્ત્વનું કોઈ કાર્ય પાર પડતાં આનંદ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ મનોસ્થિતિ અસ્વસ્થ રહે તેવા પ્રસંગો બનશે. વિપરીત પ્રસંગો વખતે સહનશક્તિ ગુમાવશો તો વધુ શોષાવું પડશે. ધીરજથી કામ લેવું રહ્યું. આર્થિક સંજોગો સુધરે અને કેટલાક સારા લાભની તક મળતાં આવક વધશે. મકાન-સંપત્તિ બાબત ખર્ચ અને વાદવિવાદ વધે. માનસિક બોજો વર્તાય. કામકાજો ગૂંચવાતા જણાશે. ધંધાકીય ક્ષેત્રે સાનુકૂળતા જણાશે અને તેમાં વધુ પ્રગતિકારક તકો મેળવી શકશો. મહત્ત્વની વ્યક્તિનો સહકાર મળશે. જીવનસાથીનો સહકાર વધે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના ગ્રહયોગ દર્શાવે છે કે કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ થશે. માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં તમારી આર્થિક બાબતે અંગે જણાતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે સફળતા તેમજ પ્રગતિની તકો વધે. લાભદાયી તક મળે. સંજોગો અનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થાય. રાહત વધશે. લાભદાયી કાર્ય પાર પડે. મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં અવરોધો હશે તો દૂર થશે.

કર્ક (ડ,હ)ઃ ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરીત સંજોગો આવવા છતાંય તમે માનસિક બળ. સ્વસ્થતા ટકાવી શકશો. તમારી ધીરજ ઉપયોગી બનશે. મનની લાગણી દુભાય તેવા પ્રસંગે પણ સંયમ દાખવી શકશો. ખર્ચના પ્રસંગો સવિશેષ વધશે. જરૂરિયાતના પ્રસંગે કેટલીક ગોઠવણી કરવા માટે સમર્થ બની શકશો. લોન-કરજ વધશે. જરૂરિયાતના પ્રસંગે કેટલીક ગોઠવણી કરવા સમર્થ બની શકશો. નાણાં હજુ મળે નહિ. સંપત્તિની સમસ્યાઓ હજુ ખાસ ઉકેલાશે નહિ. કોઈને કોઈ પ્રકારે વિઘ્ન આવે.

સિંહ (મ,ટ)ઃ દ્વિધાઓ પરેશાનીનો અંત આવતાં તમે વિધેયાત્મક માર્ગ તરફ આગળ જઈ શકશો. મહત્ત્વની તકો મળતા વિકાસ જણાશે. ઉત્સાહવર્ધક પ્રસંગો બનશે. આ સમયગાળામાં નાણાકીય મૂંઝવણીનો ઉપાય મળશે. અવરોધો પાર કરી શકશો. નોકરિયાતોને બદલી-બઢતી-પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. નવું સ્થાન મળવામાં વિલંબ થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમે ધીમો વિકાસ જોઈ શકશો. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ ન થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધશે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાંકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેવાથી તકલીફ ઓછી થશે. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવે. જૂની ઉઘરાણીથી આવક થાય. એકંદરે ઠીકઠાક સારું ફળ મળે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રુંધાશે. વાદ-વિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ સુધરતા જણાશે નહિ.

તુલા (ર,ત)ઃ આ સમયમાં ગ્રહયોગો દર્શાવે છે કે કામગીરીઓનો વધતો બોજો અને પૂર્વનિર્ધારિત યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા અને તાણ વર્તાશે. ધીરજથી કામ ઉકેલાશે. તમારી નાણાંકીય બાબતો પ્રત્યે આ સમય વધુ લક્ષ યા તકેદારી માગી લે તેવો છે. કૌટુંબિક બાબતો માટેના ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પરનો બોજો વધે તેવા યોગો સૂચવે છે. હજુ સંતોષકારક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. ઉઘરાણી કે અન્ય અટવાયેલા નાણાં મળતાં થોડીઘણી રાહત વધશે. નોકરિયાતને કામકાજનો બોજ વધશે. અવરોધોનું વાતવરણ ઉદ્વેગ કરાવશે.

વૃશ્વિક (ન,ય)ઃ આ સપ્તાહ દરમિયાન માનસિક તાણ વર્તાશે. અન્ય સાથે સંઘર્ષમાં કે વાદ-વિવાદમાંથી નહીં ઉતરો તો શાંતિ જાળવી શકાય. ઉત્પાત કે અજંપાની લાગણી અનુભવશો. વધુ પડતાં ખર્ચને કારણે તેમજ અગત્યના મૂડીરોકાણના કારણે નાણાંકીય ખેંચનો અનુભવ થશે. ધારી આવક થાય નહિ. એકાદ-બે લાભ કે આવકના પ્રસંગોથી કામ પાર પડતું જણાશે. નોકરિયાતને કેટલીક મુશ્કેલીઓ હોવા છતાંય કશુંય નુકસાન થવાનો ભય રાખવાની જરૂર નથી. સમસ્યાઓને ધીરજપૂર્વક ઉકેલી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના કોલકરાર કરવાનું ટાળજો.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય માનસિક રીતે સુખ અને સ્વસ્થતાનો અનુભવ કરાવશે. બેચેની-વ્યથામાંથી મુક્તિ મળે. સર્જનાત્મક કાર્યોથી આનંદ પ્રાપ્ત થાય. તમારી નાણાંકીય સ્થિતિ તંગ કે મૂંઝવણભરી રહેતી જણાશે. ધાર્યા લાભ અટકે તેવી શક્યતા છે. તેથી વ્યવસ્થિત રહેવા અને સમજીવિચારીને ખર્ચ યા રોકાણ કરવા સલાહ છે. શેર-સટ્ટાના માર્ગે લાભની શક્યતા નથી. નોકરિયાતોને આ સમયમાં ધીમે ધીમે મહત્ત્વની તકો ઊભી થશે. માનસિક રાહત અનુભવશો. હિતશત્રુઓમાં ફાવે નહિ. સારું સ્થાન મળવાનો યોગ છે.

મકર (ખ,જ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે કામગીરીનો બોજો વધવાથી અને યોજનામાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા મનોસ્થિતિ અસ્વસ્થ અને તણાવભરી રહેશે. ધીરજથી કામ ઉકેલાશે. તમારે નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ કે તકેદારી માગી લે તેવો સમય છે. કૌટુંબિક પ્રસંગો માટેના ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણના કારણે માથા પરનો આર્થિક બીજો વધે તેવા યોગો સૂચવે છે. હજુ સંતોષકારક સ્થિતિ થવામાં વિલંબ જણાશે. અટવાયેલાં નાણાં મળતાં થોડી ઘણી રાહત વધશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં મનોસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો મનોબળ વધશે. પરિસ્થિતિ સાનુકૂળ અને સુખદ બનાવી શકશો. ઉતાવળિયા બનશો નહિ. આર્થિક ક્ષેત્રે વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. વળી, નવા ખર્ચાનો બોજો પણ વધશે, જેને તમે નીપટાવી શકશો. નોકરિયાતો માટે હજુ કેટલાક વિઘ્નો જણાય છે, તેથી રાહ જોવી પડે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રશ્નોનું ફળ જરૂર મેળવી શકશો. મકાન-મિલકતના કામકાજમાં પ્રતિકૂળતા જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. ધીરજ અને સંયમથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાશે. મુશ્કેલીઓને કુનેહપૂર્વક વર્તીને પાર કરી શકશો. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાશે તેમાંથી બહાર નીકળી શકશો. ખર્ચને પહોંચી વળાશે. મિત્રો, સ્વજનો ઉપયોગી થાય. એકાદ સારો લાભ પણ મળે. નોકરિયાતોને જો કોઈ સમસ્યા હોય તો ઉકેલાશે. બદલી-બઢતી માટે સાનુકૂળ માર્ગ મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter