તા. ૨૯ ઓગસ્ટ, ૨૦૧૫થી ૪ સપ્ટેમ્બર, ૨૦૧૫

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 26th August 2015 03:49 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં આશાવાદી રચનાઓ સાકાર થતી જણાશે. આર્થિક અને પ્રગતિની દૃષ્ટિએ લાભકારક સમય. કૌટુંબિક શાંતિ મેળવી શકશો. કરજનો ભાર હળવો થાય. યાત્રા-પ્રવાસ વગેરેમાં પ્રતિકૂળતા રહેશે. માનસિક શાંતિ મેળવી શકશો. સ્વજનો-મિત્રો મદદરૂપ બનશે. નવા કામકાજના પ્રારંભ માટે આ સમય સાનૂકૂળ નીવડશે. આ સમય દરમિયાન મકાન-મિલકત અને વાહનને લગતા પ્રશ્નો પાછળ ખર્ચ વધશે. કેટલીક મુશ્કેલીઓ પણ નડશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન સફળતા અને સાનુકૂળતાઓનું વાતાવરણ સર્જાતા સમય મજાનો નીવડશે. તમારો પુરુષાર્થ ફળતો લાગે. મહત્ત્વના કામકાજોમાં પણ તમને પ્રગતિ જોવા મળશે. માનસિક ઉત્સાહ વર્તાશે. અલબત્ત, આર્થિક પરિસ્થિતિ વધુ તંગ ન બની જાય તે જોજો. ખોટા ખર્ચ ન થવા દેશો. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાતા નથી. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે.

મિથુન (ક,છ,ઘ)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ મક્કમ બનશે. વિપરીત સંજોગોમાંથી માર્ગ મળતાં આનંદ થશે. આ સમયગાળો સાનુકૂળ બનતો જણાશે. જોકે આવકમાં વૃદ્ધિને કોઈ અવકાશ નથી. જાવક-ખર્ચમાં વધારો થશે. નોકરિયાતોને કામના સ્થળે ઉપરી વર્ગનો સાથ-સહકાર મળે. સ્થાનપરિવર્તન માટે સાનુકૂળ સંજોગો છે. વેપારમાં વૃદ્ધિ થાય. મહત્ત્વના કરાર થાય. પ્રતિસ્પર્ધીઓથી ચિંતાને કોઇ કારણ નથી.

કર્ક (ડ,હ)ઃ રચનાત્મક અને સર્જનાત્મક કાર્યોમાં સાનુકૂળતા મળતા આનંદ-ખુશી વર્તાય. મનની ઇચ્છાઓ સાકાર થતી જણાશે. બેચેનીનો બોજો હળવો થાય. આર્થિક જવાબદારીઓ છતાં પણ એકંદરે વ્યવહાર જાળવી શકશો. નાણાના અભાવે કશું અટકે તેવા યોગો નથી. એકાદ-બે લાભ કે આવકના પ્રસંગોના કારણે ખુશી અનુભવશો. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશ આપનાર છે. વેપાર-ધંધામાં હિતશત્રુઓના હાથ હેઠા પડે.

સિંહ (મ,ટ)ઃ અંગત સમસ્યાઓના કારણે માનસિક બેચેની કે વ્યથાનો અનુભવ થશે. અલબત્ત તેનો ઉકેલ પણ ત્વરિત મળતા રાહત થશે. ખર્ચામાં વધારો થતાં પરિસ્થિતિ તંગ બનતી જણાશે. ધારેલા લાભો કે આવક મળવામાં હજુ વિલંબ થશે. નોકરિયાતોને સ્થળાંતર કે બદલીની શક્યતા વિશેષ જણાય છે. બઢતીનો માર્ગ હજુ અવધોરાયેલો જણાય છે. સારી નોકરીની તલાશમાં હશો તો તમારા પ્રયત્નો સફળ નીવડશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહમાં તમારા મનની ઇચ્છાઓ સાકાર થતી જોઈ શકશો. તમારા મહત્ત્વના કામમાં આગળ વધતાં જણાશો. માર્ગ આડેના અંતરાયો દૂર થાય. માનસિક તાણ હળવી બનશે. આંતરિક ઉત્સાહમાં વધારો થશે. અલબત્ત લાગણી અને ભાવનાના મુદ્દે અજંપો જણાય. આર્થિક બાબતોમાં ગૂંચવાડો સર્જાય. ધારી આવક ન થતાં ચિંતા રહે. નોકરિયાતોને કાર્યસફળતા મળતી જણાય. વેપાર-ધંધામાં વિરોધીઓ ફાવી શકશે નહીં.

તુલા (ર,ત)ઃ આ સમયગાળામાં શુભાશુભ અનુભવો થશે. લાગણી અને સ્વમાનના પ્રશ્ને દિલમાં અજંપો વર્તાય. તમારા ધાર્યા પ્રમાણેની પરિસ્થિતિ ન જણાતાં તમારા અંતરમનમાં ઉત્પાત જણાશે. જો તમે નોકરી કરતાં હો તો તમારા માટે સમય હજી સારો નથી. જવાબદારીઓનો બોજો વધતો જણાશે. પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવો પડશે. વેપાર-ધંધાના ક્ષેત્રે હજી ધારી સફળતા મળે નહીં.

વૃશ્ચિક (ન,ય)ઃ હાથ ધરેલા કાર્યો સાનુકૂળ માહોલ થકી સફળ થતા જણાશે. માનસિક સુખ-શાંતિ મેળવશો. સ્નેહી-મિત્રો મદદરૂપ થાય. અગત્યની ઓળખાણ લાભકારક સાબિત થશે. આર્થિક દૃષ્ટિએ મહત્ત્વના લાભ મળતા મૂંઝવણનો ઉકેલ આવશે. જમીન-મકાનની લે-વેચના કામકાજોમાં સાનુકૂળતા સર્જાશે. લાભ મેળવી શકશો. નોકરીના સંજોગો યથાવત્ રહે. દાંપત્યજીવનમાં સમસ્યા હશે તો ઉકેલ મળશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ ઉત્સાહજનક નીવડશે. સાનુકૂળ વિકાસની તકો તથા કાર્યસફળતાના કારણે એકંદરે માનસિક સુખ અનુભવશો. આર્થિક પરિસ્થિતિ વિકટ અને મૂંઝવણભરેલી હોવા છતાં તમે કોઈ ઉકેલ શોધીને કામ પાર પાડી શકશો. આવકવૃદ્ધિનો માર્ગ મળશે. નોકરી-ધંધામાં કોઇ સમસ્યા હશે તો સારો ઉકેલ મળશે. તેમાંથી ભાવિ લાભ અને ઉન્નતિની તક સર્જાશે.

મકર (ખ,જ)ઃ વધુ પરિશ્રમ છતાં અલ્પ ફળ મળતાં બેચેની જણાશે. આ સંજોગોમાં ધૈર્ય જાળવશો તો લાભમાં રહેશો. નાણાકીય લેવડદેવડમાં સાવચેત રહેવું જરૂરી છે. ધાર્યા કરતાં વધુ ખર્ચાઓ ન થઈ જાય તે જોવું રહ્યું. કરજ કે દેવું કરવાનો પ્રસંગ આવે. આમ એકંદરે નાણાકીય પરિસ્થિતિ હજુ મૂંઝવતી જણાશે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મેળવશો. મિત્રો કે મહત્ત્વની વ્યક્તિઓની મદદથી મહત્ત્વનું કાર્ય પાર પડતાં આનંદ થાય.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તણાવના કારણે અસ્વસ્થા અનુભવશો. ખોટી ચિંતાઓના કારણે વધુ અશાંતિ રહેશે. આધ્યાત્મિકતા કેળવીને શંકા અને ચિંતાને છોડશો તો વધુ આનંદ મેળવી શકશો. ખર્ચાઓ વધતાં પરિસ્થિતિ વણસતી જણાય. બોજો અને કરજ વધવાનો યોગ છે. ધાર્યા લાભો કે આવક મળવામાં હજુ અંતરાય જણાશે. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક સ્વસ્થતામાં વધારો થશે. મહત્ત્વકાંક્ષાની પૂર્તિ માટે જરૂરી સાનુકૂળતા વર્તાશે. માન-સન્માનમાં વધારો થશે. તમારી યોજનાઓમાં પ્રગતિ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ જણાતી અનિશ્ચિતતા અને અસ્થિરતા વચ્ચે તમે સમતોલન જાળવી શકશો. જરૂરતના સમયે આર્થિક સહાય મળી રહેતા આનંદ થશે. જોકે આવકવૃદ્ધિની સરખામણીએ ખર્ચમાં બહુ વધારો થવા દેશો નહીં. નોકરીના ક્ષેત્રે જો કોઈ ચિંતા હશે તો તેનો અસરકારક ઉકેલ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિકારક તકો મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter