મેષ (અ,લ,ઇ)ઃ આ સમય હવે ઘણી સમસ્યાના ઉકેલની આશા આપી જશે. અંગત પ્રશ્નો ઉકેલાશે. પ્રગતિ અને નવીન કાર્યોનો માર્ગ ખુલ્લો થાય. ભાગ્યનો સાથ મેળવી શકશો. કૌટુંબિક મનદુઃખ કે વિવાદો ઉકેલાશે. સંતાનોના પ્રશ્નો અંગે સાનુકૂળતા વધશે. ટૂંકમાં આપના વિકાસની ભૂમિકા આ સમયમાં સર્જાશે. નોકરી-ધંધાના ક્ષેત્રે હવે સમયની સ્થિતિ સંગીન બનાવી શકશો. આગેકૂચ માટે માર્ગ મળશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ અવરોધો વચ્ચેથી માર્ગ કાઢીને પ્રગતિ સાધી શકશો. મહત્ત્વના નિર્ણયો લાભદાયી થશે. મૂંઝવણોનો ઉકેલ મળશે. રચનાત્મક કાર્ય સફળ થશે. આવકની દૃષ્ટિએ આ સમય ઠીક ઠીક કહી શકાય. ઉઘરાણીના કાર્યો દ્વારા આવક વધે. મિલકત - ભાગ વગેરેથી આવક થાય. તમારા આગામી ખર્ચાની સગવડ થઈ શકશે. ચિંતાનો ઉકેલ મળે. નોકરિયાતોને બઢતી અટકી હશે તો મળશે. હક્ક પ્રમાણે લાભ મળે. અવરોધ દૂર થાય. વેપારી વર્ગ માટે આ સમય સફળતા - પ્રગતિસૂચક છે.
મિથુન (ક,છ,ઘ)ઃ અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓના કારણે વધુ અશાંત રહેશો. શંકા અને ચિંતાને છોડી કાર્ય કરવાથી વધુ આનંદ મેળવશો. ખર્ચાઓ વધતાં પરિસ્થિતિ વણસતી જણાય. બોજો - કરજ વધવાના યોગ છે. આપે ધારેલા લાભો કે આવક મળવામાં હજુ વિલંબ થાય. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળશે.
કર્ક (ડ,હ)ઃ દ્વિધાઓ - પરેશાનીનો અંત આવતાં તમે વિધેયાત્મક માર્ગે આગળ જઈ શકશો. મહત્ત્વની તકો મળતાં વિકાસ જણાશે. મનનો આનંદ માણી શકશો. ઉત્સાહપ્રેરક પ્રસંગો બનશે. આ સમયમાં નાણાંકીય મૂંઝવણોનો ઉપાય મળશે. કોઈ મદદથી તમારી ચિંતા દૂર થશે. લાભના પ્રયત્નો કરશો તો સફળતા મળશે. અવરોધો ઓળંગી શકશો. નોકરિયાતોને બઢતી - પ્રગતિનો પ્રશ્ન ગૂંચવાશે. મુશ્કેલી પેદા થતી જણાશે. ધંધા-વેપારના ક્ષેત્રે ધીમો વિકાસ જણાશે. જવાબદારીના કારણે ઝડપી પ્રગતિ ન થાય.
સિંહ (મ,ટ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો વર્તાય. નાણાંકીય જવાબદારી વધતી જણાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધતા જણાય. લાભ મળવામાં હજી અંતરાય જણાય. ધીરધાર કરશો નહિ. મોટા સાહસ કરતાં પહેલા બે વાર વિચારજો. નોકરિયાત વર્ગને ઉત્સાહ વધારે તેવી તક મળે. ઉન્નતિનો માર્ગ ખૂલતો જણાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં ઘણા વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાશે. વધારાની જવાબદારી ઉઠાવવી પડશે. નવીન તકો પણ પ્રાપ્ત થાય. જેટલી સાનુકૂળતા છે તેટલી જ નવી કામગીરી પણ આવશે. આ સમયમાં આર્થિક પરિસ્થિતિ અભાવે યથાવત્ રહેતી જણાશે. જે કાંઈ આવક થાય તે ખર્ચામાં વપરાશે. જૂની જવાબદારી હળવી થશે. અલબત્ત, મૂંઝવણો જરૂર દૂર થશે. મકાન-મિલકત અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે.
તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન વિના કારણ બેચેની કે ઉદાસીનો અનુભવ જણાશે. ખોટી નિરાસા મનને કોરી ખાતી જણાય. તમારી મૂંઝવણ વધતી જશે. નાણાંકીય દૃષ્ટિએ તમારી આવક ગમેતેટલી વધે તો પણ નાણાંભીડ વર્તાશે. કૌટુંબિક પ્રસંગો પાછળ ખર્ચ વધશે. લાભ કરતા વ્યય યોગ બળવાન છે તે ન ભૂલશો. નોકરી-ધંધાના સ્થળે સંજોગ તમારી તરફેણમાં જણાશે નહીં.
વૃશ્ચિક (ન,ય)ઃ દ્વિધાઓ - પરેશાનીનો અંત આવશે. વિધેયાત્મક માર્ગ તરફ આગળ ધપશો. મનનો આનંદ માણી શકશો. અગત્યની તકો મળતા વિકાસ જણાશે. પ્રોત્સાહક પ્રસંગો બને. સપ્તાહમાં આર્થિક સમસ્યાના ઉપાય મળશે. મિત્રોની સહાયથી આપની ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનાર છે. વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે. નોકરિયાતને અટવાયેલા કાર્યો આખરે ઉકેલાશે. વેપારીઓને પણ પ્રોત્સાહક વાતાવરણ જોવા મળશે
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદ મળે. માનસિક સ્વસ્થતા જળવાશે. મિત્રો-સ્નેહીનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. નાણાંકીય જરૂરિયાત યા અપેક્ષાઓ પ્રમાણે નાણાં ઊભા કરી શકશો. ખર્ચને પહોંચી વળવાનો માર્ગ મળશે. કરજનો ભાર પણ વધતો જણાશે. નોકરિયાતોને કોઈ સ્થળાંતર - પરિવર્તનની તક મળે. નવા ક્ષેત્રમાં જવાનો મોકો મળશે.
મકર (ખ,જ)ઃ આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થશે. અધૂરા કામકાજો પૂરા થશે. નવીન - અગત્યની કાર્યવાહીનો વિકાસ થશે. આ સમયમાં માનસિક પ્રસન્નતા જણાય. ભાગ્યના સાથના કારણે કાર્યમાં સાનુકૂળ સંજોગો સર્જાય. નાણાંકીય મુશ્કેલી ચાલુ રહેતી લાગે. આવક કરતા ખર્ચના પ્રસંગો વધવાના યોગ છે. ઉઘરાણીના કાર્ય પાર પડશે. ધંધા-નોકરીની પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જણાય. સાવચેતીથી ચાલશો તો સારા લાભ મેળવી શકશો.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ કાલ્પનિક ચિંતા છોડશો તો જ માનસિક સ્વસ્થતા જળવાશે. મનને વિક્ષેપ કરે તેવા પ્રસંગો બનશે. જોકે સ્વજનોના વર્તન કે વાણીની ઉપેક્ષા કરશો તો જ શાંતિ જાળવી શકશો. નાણાંકીય જવાબદારી વધતી જોવાશે. ધીરધાર કરશો નહીં. મોટા સાહસમાં પડવું નહીં. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવશો. વિરોધીના કારણે થોડીક પ્રતિકૂળતા જણાશે. ધંધા-વેપારની પરિસ્થિતિ ધીરે ધીરે સુધરતી લાગે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આસપાસનું વાતાવરણ માનસિક તણાવ અને ઉન્માદનો અનુભવ કરાવશે. કોઇ પણ ઉતાવળા નિર્ણયો લેતા પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવજો. લાંબા સમયથી અટકેલા લાભો મેળવશો. આર્થિક મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો પાછળ ખર્ચ વધશે. નોરિયાતોને પ્રતિકૂળતામાંથી માર્ગ મળે. વિરોધીના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહજનક જણાશે. આ સમયમાં મકાન-મિલકતની લે-વેચ ખરીદીના કામ પતાવી શકશો.