મેષ (અ,લ,ઈ)ઃ આ સમય દરમિયાન માનસિક વ્યગ્રતાનો અનુભવ થાય અને ખોટું ટેન્શન રહે. કંઈ અશુભ બનવાનું ન હોવાં છતાં ખોટી ચિંતા થાય. ધીરજ, સંયમ જ મદદરૂપ થાય. આ સમયમાં આર્થિક પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેનો ઉકેલ લાવવા માટે વધુ મહેનત તથા પ્રયત્નો જરૂરી બનશે. ઉઘરાણી પાછળ વધુ ધ્યાન આપજો. સપ્તાહમાં અન્ય રીતે પણ નાણાભીડમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળે. અવરોધમાંથી બહાર નીકળાશે. વેપાર-ધંધામાં વિસ્તરણના યોગ છે.
વૃષભ (બ,વ,ઉ,)ઃ સપ્તાહમાં માનસિક સ્વસ્થતા ટકાવી રાખવા માટે ધીરજ રાખવી પડે. ધાર્યા કામ પાર પાડવા માટે નાના-મોટા અંતરાયોને હટાવવા પડશે. આ સમયમાં એકંદરે આર્થિક સ્થિતિ તંગ જોવી મળે. ધાર્યા પ્રમાણે ઉઘરાણી કે આવકો ન થતા નિરાશા વધે. સામી બાજુ ખર્ચનું પ્રમાણ વધશે. કૌટુંબિક બાબતો અંગેના ખર્ચ વધશે. મિલકત સંબંધિત સમસ્યાઓ હશે તો તેના ઉકેલનો માર્ગ મળે. વાહન અંગે પણ તકલીફ જણાશે. નોકરિયાત વર્ગને ખાસ કોઈ મુશ્કેલી જણાતી નથી.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના ગ્રહયોગો સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ અરસામાં તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવશો. નોકરિયાતો માટે આ સમય વિઘ્નરૂપ જણાય છે. તમારા કામકાજો હજુ સ્થગિત રહેતા જણાશે. અગત્યના નિર્ણય માટે રાહ જોવી હિતાવહ છે. વેપારી વર્ગને સામા પવને ચાલતા હોય તેમ જણાય.
કર્ક (ડ,હ)ઃ મનની મુરાદો મનમાં રહેતી જણાય. અશાંતિ અને ઉદ્વેગ વધશે. અકારણ ચિંતાનો અનુભવ થાય. નાણાંકીય પરિસ્થિતિ વધુ કટોકટીરૂપ બને. આવક ઘટે અને ખર્ચા વધે તેવી સ્થિતિ જોવી પડે. કરજનો ભાર યથાવત્ જણાય. ખોટા ખર્ચ ન વધે તે જોવું રહ્યું. નોકરિયાત વર્ગને આ સમયમાં કેટલીક સાનુકૂળ તક મળશે. મહત્ત્વના કામમાં સફળતા જણાય. વિરોધીઓ શાંત પડશે. બઢતી-બદલીનો પણ યોગ જણાય છે. ધંધાકીય કામગીરીમાં હજુ મંદી રહે. અગત્યના કામકાજો હજુ ઇચ્છિત ફળ આપી શકશે નહિ. મકાન-જમીનની બાબતો અંગે પણ સંજોગો પ્રતિકૂળ છે.
સિંહ (મ,ટ)ઃ સપ્તાહમાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિના પ્રસંગો જોવાશે. બેચેની અને અસ્વસ્થતાના કારણે તમારું ધાર્યું કામ પાર પડશે નહીં. આ સમય નાણાકીય દૃષ્ટિએ મિશ્ર જણાય છે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો ઊભા થાય. ઉપરી સાથેના સંબંધો સારા રહે. સહકર્મચારીઓ સાથે વિવાદ ન સર્જાય તે જોવું રહ્યું. જમીન-મકાનની ખરીદી-વેચાણના કામકાજમાં અવરોધ હશે તો દૂર થશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ સાનુકૂળ અને સફળતા મળતાં માનસિક સ્થિતિ સારી રહેશે. મનનો ભાર હળવો થાય. ચિંતાના વાદળો વિખેરાતા જણાશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. આવક વધશે. ખર્ચની જોગવાઈ કરી શકશો. જવાબદારીઓ પાર પડે. શેરસટ્ટાથી લાભ નથી, લાલચમાં પડશો નહીં. કોઈને વિશ્વાસે ધિરાણ કરવાથી હાનિ થાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતાથી કામ પાર પડશે. મૂંઝવણમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધામાં સારા લાભ મેળવશો.
તુલ (ર,ત)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓ ધીમી ગતિએ, પણ સાનુકૂળ રીતે ઉકેલાશે. ખોટા વિચારો કે કોરી કલ્પનાઓ કરીને દુઃખી થશો નહિ. માનસિક સ્વસ્થતા જાળવી લેવાથી કશું જ સંક્ટ ભોગવવું નહિ પડે. તમારા અટવાયેલા લાભ મેળવવાના પ્રયાસો સફળ થશે. જૂનું લેણું પરત મળે. હવે તમારે આર્થિક બાબતો વધુ વ્યવસ્થિત રાખવાથી જરૂર થશે. નોકરી-ધંધાના ક્ષેત્રે તમે જરૂર આગળ વધી શકશો. માર્ગમાં આવતા અવરોધોને પાર કરી શકશો. ચિંતાનો ઉકેલ મળશે. નોકિરયાતને બદલી કે પરિવર્તનના યોગ છે. વિઘ્નો પાર કરી શકશો.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં અનુકૂળ અને ઇચ્છિત તકો મળતાં ખુશી વધે. સારા સંબંધો બંધાશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. નાણાંકીય બાબતો તરફ ધ્યાન આપજો. વ્યવસ્થિત બનીને રહેશો તો અગવડ ઓછી થશે. એકાદ- બે ખર્ચના પ્રસંગો આવશે. એકંદરે ઠીકઠાક સારું ફળ મળે. નોકરી ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રુંધાશે. વાદવિવાદ સર્જાય. અસંતોષ અનુભવાશે. વેપાર- ધંધાના ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ સુધરતા જણાતા નથી. જમીન-મકાનના કામકાજો પાર પડશે. સારી તક મળે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારા અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવક પર કાબૂ રાખવો જરૂરી છે. કોઇ પણ મુદ્દે ઉતાવળા નિર્ણય ન લેવા હિતાવહ છે. નાણાકીય સમસ્યાઓના કારણે પરિસ્થિતિ ઠેરની ઠેર જેવી બનશે. વધારાની આવક કે જોગવાઈઓ આ રીતે ચૂકવણીના સપાટામાં ચાલી જાય.ખર્ચ ઘટાડીને તમે પરિસ્થિતિને અંકુશમાં રાખી શકો તેમ છો. નોકરીના ક્ષેત્રે કોઈ પ્રતિકૂળ સ્થિતિ નિર્માણ થઈ હશે તો તેમાંથી બહાર નીકળી શકશો. વેપાર-ધંધાના પ્રશ્નો અંગે સાનુકૂળતા છે.
મકર (ખ,જ)ઃ પૂર્વનિર્ધારિત આયોજનમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતા ઉત્સાહ વધશે. આવેગોને કાબૂમાં રાખજો. કોઈ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવા હિતાવહ નથી. નુકસાન અને વ્યય યોગ છે. ચાલુ આવક સિવાયની આવક વધવાનો યોગ નથી. શેરસટ્ટા જેવી પ્રવૃત્તિઓમાં લાભ કરતાં નુકસાન વધુ છે. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતાં હોય તો સફળતા મળશે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જમીન કે મકાનના કોઈ કામ અટકેલા હશે તો આગળ ધપશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ વિના કારણ માનસિક ઉત્પાત વર્તાશે. તમારી લાગણીઓ કે સ્વમાન ઘવાયા તેવા પ્રસંગો બેચેન બનાવશે. આત્મવિશ્વાસ અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા વડે જ તમે રાહત મેળવી શકશો. તમારા વિચારો અને હેતુને વળગી રહેજો. નોકરિયાતોને બઢતી આડે વિઘ્ન હશે તો તે દૂર થશે. બઢતી-બદલીના પ્રયત્નો સફળ થશે. વેપાર- ધંધામાં પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વધુ મહેનતે અલ્પ ફળ જણાય છે. મકાન-મિલકતના કામકાજ માટે પ્રતિકૂળતા વર્તાશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન સ્વસ્થતા જાળવવી જરૂરી છે. કાલ્પનિક ચિંતાઓ છોડજો. આર્થિક સમસ્યાઓનો ઉકેલ સાંપડશે. લેણાં-ઉઘરાણીના કામકાજમાં સફળતા મળે. તમારો આર્થિક બોજો ઘણા અંશે હળવો થાય. વધારાની આવકનો માર્ગ ઊભો થાય. મકાન-વાહન મુદ્દે સમય પ્રતિકૂળતા સૂચવે છે, જેથી માનસિક ભારણ રહે. નોકરિયાતોને એકંદરે સાનુકૂળતા વધે. મહત્ત્વના પ્રશ્નો ઉકેલાય. ધંધાકીય ક્ષેત્રે ધીમી પ્રગતિ થતી જોવાય અને સફળતાની તકો વધે. ગૃહજીવનમાં ઘર્ષણમાં પ્રસંગો આવે.