તા. ૩૦ એપ્રિલ ૨૦૧૬ થી ૬ મે ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 27th April 2016 08:33 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે મનોસ્થિતિ એકંદરે સ્વસ્થ તેમજ ઉત્સાહિત રહેશે. નવીન કાર્યરચના થતાં પ્રસન્નતા, શાંતિ અનુભવશો. આર્થિક બાબતો સુધરતી જણાશે. મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. અવરોધ દૂર થતાં લાંબા સમયથી ન મળેલા લાભ પ્રાપ્ત કરી શકાય. જરૂરી નાણાકીય વ્યવસ્થાઓ કરવામાં સાનુકૂળતા જણાય. નોકરીની બાબતો માટે ગ્રહયોગો સાથ આપતા વિકાસ થાય. અંગત મૂંઝવણો ઉકેલાતી જણાશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ચિંતાના વાદળો વિખેરાતા મન રાહત અનુભવશે. ઉત્સાહપૂર્વક આગળ વધી શકશો. મનના અરમાન સાકાર થતાં લાગે. આ સમયમાં આર્થિક પ્રશ્નો હલ કરવા માટે વધુ સજાગ રહેવું જરૂરી છે. એક સાંધતા તેર તૂટે તેવી પરિસ્થિતિ ન સર્જાય તે જોજો. ઉઘરાણી મેળવવા વધુ પ્રયત્ન કરવા પડશે. નોકરિયાત વર્ગ માટે આ સમય પ્રોત્સાહક જણાય છે. બઢતી-બદલીના સંજોગો લાભકારક પુરવાર થશે.

મિથુન (ક,છ,ઘ)ઃ વિકાસકારક પ્રવૃત્તિઓમાં આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતાં ઉત્સાહ વધશે. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસોમાં નાણાં રોકવા હિતાવહ નથી. નુકસાની કે વ્યય યોગ છે. ચાલુ આવક સિવાયની આવક વધવાનો કોઇ યોગ નથી. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતા હો તો સફળતા મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. સહકર્મચારી કે ઉપરી સાથેના સંબંધો સાચવવા જરૂરી છે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. આર્થિક દૃષ્ટિએ વિચાર કરતાં આ સમય ખર્ચાળ જણાય. કોઈને કોઈ સ્વરૂપે ખર્ચ થાય. નાણાની ગોઠવણ કરવામાં પણ અંતરાય આવે. કાર્યસફળતા માટે પ્રયત્ન વધારવા જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે અહીં સમયના યોગો સાનુકૂળ થતાં જણાય છે. હાથમાં આવેલી તકનો ઉપયોગ કરી લેજો. બઢતી-બદલીને લગતા પ્રશ્નો હલ થાય. વેપાર-ધંધામાં અવરોધને પાર કરી શકશો.

સિંહ (મ,ટ)ઃ આ સમયના યોગો દર્શાવે છે કે ચિંતા-ઉદ્વેગના અનુભવોની સાથોસાથ કેટલાક શુભ પ્રસંગો, મહત્ત્વની તકોથી આનંદ પણ માણશો. આમ સપ્તાહ મિશ્ર બની રહેશે. એકંદરે સમય સુખ આપનાર છે. અંગત મૂંઝવણો દૂર થવા લાગે અને આશાનો પ્રકાશ રેલાશે. આવકમાં વૃદ્ધિ થતી જણાય. આ સમયમાં ઊભા થનાર ખર્ચ અંગેની જોગવાઈઓ કરી શકશો. જોકે બચત કરવાની ઇચ્છા અધૂરી રહી જાય તેવાં યોગ છે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક પરિસ્થિતિ તંગ અને અશાંત રહેશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સુખદ અને સાનુકૂળ બનાવી શકશો. ઉતાવળિયા થવાનું ટાળજો. નવા ખર્ચનો બોજો પણ વધશે. નોકરિયાત વર્ગ માટે કેટલાક વિઘ્નો જણાય છે. અગત્યના પ્રશ્નો ઉકેલવામાં વિલંબ થશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો. સંપત્તિના કામકાજ માટે પ્રતિકૂળતા જણાય છે.

તુલા (ર,ત)ઃ આ સમયમાં કારણ વગરની ચિંતાઓના કારણે માનસિક તાણ સર્જાશે. કાલ્પનિક ભય અને ચિંતા દૂર કરજો. પ્રયત્નો ધીમે ધીમે સફળતા જરૂર આપશે. જોકે ઝડપી પરિણામોની આશા રાખવી નહિ. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોને કારણે અશાંતિ વર્તાશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારી જવાબદારીઓને પહોંચી વળો તેવી વ્યવસ્થા થઇ શકશે. લાંબા સમયથી અટવાયેલા લાભો પણ મેળવી શકશો.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન માનસિક ઉમંગ-ઉલ્લાસ જાળવવા જરૂરી છે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવી બેસશો તો ધારી સફળતા તો નહિ મળે, ઉલ્ટાની નિષ્ફળતા જોવી પડશે. ભલે વિપરીત સંજોગો સર્જાય ચિંતા કરશો નહીં. તમારી આવક-જાવકની બાજુઓ પર સવિશેષ ધ્યાન આપજો. આ સમય વધુ પડતો ખર્ચાળ બનતો જણાય છે. અણધાર્યા ખર્ચ પણ થશે. લેણી રકમો પરત મળવામાં વિલંબ થાય. જેમાં લાભની આશા રાખશો તેમાં પણ વ્યય યા હાનિ થતી દેખાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારો આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થશે. અધૂરા કામકાજોને આગળ ધપાવશો. અગત્યની કાર્યવાહીઓના વિકાસ થતો જણાય. ભાગ્ય અવરોધના કારણે ફળ મળવામાં વિલંબ થાય. આવક કરતાં ખર્ચ વધવાના યોગ છે. ઉઘરાણીના પ્રશ્નો અમુક અંશે દૂર થતાં લાગે. ધંધા-નોકરીમાં પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જણાશે.

મકર (ખ,જ)ઃ માનસિક પરિસ્થિતિ અસ્વસ્થ અને બેચેનીભરી રહેશે. નાણાકીય સંજોગો ગમે તેટલા વિપરીત હોય તો પણ હિંમત હારશો નહીં. નિરાશ થશો નહિ. યોગ્ય માર્ગ મળી રહેશે. નાણાકીય વ્યવસ્થા કરવાના પ્રયાસો ફળદાયી બનતા જણાય. નોકરિયાતને ધાર્યું ફળ મળે નહિ. વિલંબ થતો જણાય. ધંધા-વેપારમાં ધીમે ધીમે સમસ્યા હલ થતી જણાય. મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. ભાગીદાર સાથે મતભેદ હશે તો દૂર થશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયના ગ્રહો દર્શાવે છે કે ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારા જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ માટે જરૂરી સહાય, લોન વગેરે મેળવી શકશો. જોકે કોઇ કામકાજ અટકશે નહિ. ખર્ચાઓને પહોંચી વળશો. યશ અને આબરૂમાં વધારો થશે. અટવાયેલા લાભ મેળવી શકશો. નોકરીમાં વિકાસ અને પ્રગતિનો માર્ગ ખૂલ્લો થશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા અને સક્રિયતા વધશે. પ્રગતિકારક નવરચનાઓને કારણે તમારી મૂંઝવણો દૂર થતી જણાય. આર્થિક બાબતો અંગે તમારે વધુ પ્રયત્નશીલ અને જાગૃત બનવું જરૂરી છે. ઝડપી આવકની આશા ફળે નહિ. ઉઘરાણીથી આવક થાય. નોકરિયાતો માટે આ સમય પ્રગતિકારક અને સફળતા અપાવનારો જણાય છે. અટવાયેલા લાભ મળશે. સારી તક પ્રાપ્ત થાય. વેપાર-ધંધામાં ઉન્નતિ જણાશે. પ્રતિસ્પર્ધીઓ, હરીફો પર વિજય મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter