તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૧થી ૫ ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 29th January 2021 04:50 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ રાશિ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન થોડીક શારીરિક સમસ્યાઓ જેવી કે તાણ, માથાનો દુઃખાવો, આંખની તકલીફ આવી શકે છે, જેથી કાળજી રાખવી જરૂરી. આર્થિક દૃષ્ટિએ થોડુંક સંતુલન બનાવી રાખવું પડશે. મિત્રો અને સંબંધીઓ તરફથી સહકાર સારો રહેશે. વ્યવસાયિક જીવનમાં નાની-મોટી સમસ્યાઓનો સામનો કરવાની તૈયારી રાખશો. સામાજિક જીવનમાં દલીલ કે જીભાજોડીમાં ન ઉતરવું સલાહભર્યું રહેશે. ધંધાકીય બાબતોમાં જોઈવિચારીને પગલાં ભરવા. કોર્ટ-કચેરીના કાર્યો હજી અટવાયેલા રહેશે.

વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ તમારો આ સમય ખૂબ પ્રગતિવાળો પુરવાર થાય. કાર્યોની પ્રશંસા અને કાર્યસ્થળ પર સન્માન પ્રાપ્ત કરી શકશો. ભાઈ-બહેનના સપોર્ટથી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થાય. સંતાનોના અભ્યાસ બાબત પ્રશ્નોનો હલ આવશે. વ્યાવસાયિક રૂપે ઉપરી અધિકારીઓનો સાથસહકાર પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્ય બાબતે તમારી સાવચેતી મદદરૂપ બની રહેશે. પ્રવાસ-પર્યટનના આયોજન શક્ય બનશે.
મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ આ સમય તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ પ્રગતિકારક સાબિત થાય. ધંધા-વેપારના ક્ષેત્રમાં પણ ઉત્તમ તકો પ્રાપ્ત થતાં બિઝનેસ બમણો થાય. આર્થિક રીતે થોડોક વધુ ખર્ચો પણ થશે તો સામે આવકમાં વધારો પણ આવશે. પરિવારમાં ખુશી - આનંદના સમાચાર સંભળાય. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં આગળ કાર્યવાહી થાય. તમારા બાકી રહેલા કાર્યોની પૂર્તતા થતી જોવા મળશે. અભ્યાસ વિદ્યાર્થીઓ માટે સમયની સાનુકૂળતા વધશે. સારા સમાચાર આવશે. કોર્ટ-કચેરીના કાર્યોનો પણ ઉકેલ આવતો જોવા મળશે.
કર્ક રાશિ (ડ,હ)ઃ આ સમય દરમિયાન સરકારી કામકાજના ક્ષેત્રમાં તમારું નસીબ સાથ આપશે નહીં. હરીફો અને સ્પર્ધકો તરફથી થોડી સમસ્યાઓનો સામનો કરવો પડે. આર્થિક દૃષ્ટિએ થોડોક રાહતજનક સમય રહેશે. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે તમે આગળ આવશો. પરિવારના વડીલો સાથે કોઇ વાતે મતભેદ હોય તો દૂર થાય. સંતાનોના અભ્યાસ બાબતે થોડીક ચિંતાઓ રહેશે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય. નવીન કામગીરી હાથમાં લઈ શકશો.
સિંહ રાશિ (મ,ટ)ઃ સપ્તાહમાં થોડી વધુ તાણ અને બેચેનીનો અનુભવ થશે. યોગ અને ધ્યાનમાં ચિત પરોવશો તો શારીરિક અને માનસિક સ્વસ્થતા કેળવી શકશો. ધંધા-નોકરીના ક્ષેત્રમાં તમારું ધ્યાન અને મન પરોવેલું રાખશો. ખોટી દલીલોમાં ઉતરશો નહીં. આ સમયમાં આપને વિદેશી સ્રોતથી લાભ થઈ શકે છે. સંતાનોના અભ્યાસ બાબતે ખાસ કાળજી રાખવી જરૂરી. કોર્ટ-કચેરીના કાર્યોમાં ઉતાવળ ન કરવી સલાહભર્યું રહેશે.
કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ આ સમય દરમિયાન તમારા વ્યાવસાયિક ભાગીદારો સાથેના સંબંધોમાં ઉતારચઢાવ જોવા મળી શકે છે. વાણી-વર્તન વડે સાચવી શકશો. ધંધાકીય કામકાજોમાં બોજો વધતો જોવા મળશે. આર્થિક દૃષ્ટિએ તમારો સમય સારો છે. કોઇ મિલકત – મૂલ્યવાન ચીજવસ્તુની ખરીદી કરવા ઇચ્છતા હો તો આ સમય ફાયદાકારક સાબિત થશે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓને સારા સમાચાર મળશે. સંતાનોનું લગ્નવિષયક બાબતોમાં પણ સમયની સાનુકૂળતા છે. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ-રૂચિ વધશે.
તુલા રાશિ (ર,ત)ઃ આ સમય આપને કાર્ય, આરોગ્ય અને ટેવોના મહત્ત્વ પર ભાર મૂકવાની સલાહ આપે છે. આપની નિયમિતતા સફળતા અપાવશે. વ્યવસાયના ક્ષેત્રમાં નવીનીકરણ, નવા કાર્યોના આરંભનો યોગ છે. નોકરીમાં પ્રગતિકારક તકો ઉત્પન્ન થશે, જે આપને લાભ અપાવશે. વિદેશી સોદા તમને અનુકૂળ પરિણામ આપશે. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. માતા-પિતાના આરોગ્ય બાબતે ખાસ કાળજી જરૂરી છે.
વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ આ સપ્તાહ આનંદિત પુરવાર થશે. સામાજિક જીવનમાં તમારું મહત્ત્વ વધતું જશે. નોકરિયાતને સાથી કર્મચારીઓનો સહયોગ મળી રહેશે. ઉપરી અધિકારીઓમાં માનપાન વધશે. તમારા આ સમયગાળાને સર્જનાત્મક બનાવવાની તેમજ તેના દ્વારા પ્રતિભા દર્શાવી માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે સદ્ધરતા વધશે. મુસાફરી માટે સારો સમય છે. કાર્યસંબંધી પ્રવાસ લાભદાયક રહેશે.
ધન રાશિ (ભ,ધ,ફ,ઢ)ઃ પારિવારિક બાબતો અને સ્વજનો સાથે વિતાવવા માટે આ સમય આદર્શ છે. કૌટુંબિક સંબંધો તેમજ વ્યક્તિગત બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકશો. ધંધા-વ્યવસાયની દૃષ્ટિએ કોઈ ખાસ મહત્ત્વના સોદાઓ પણ પાર કરી શકશો. આર્થિક મુશ્કેલીઓને દૂર હટાવી શકશો. વિદ્યાર્થીઓ માટે ખૂબ મહેનત અને એકાગ્રતા ટકાવી રાખવાનું સલાહભર્યું છે. સ્વાસ્થ્ય સંબધિત ખાસ ચિંતા રહેશે નહીં.
મકર રાશિ (ખ,જ)ઃ આ સમય થોડોક કાર્યભાર વધારનાર અને ચિંતાજનક છે. જોકે આપ દરેક કાર્ય કુશળતાપૂર્વક પાર પાડી શકશો. વડીલોપાર્જિત મિલકત સંબંધિત પ્રશ્નનો આ સમય દરમિયાન ઉકેલ આવશે. આર્થિક દૃષ્ટિએ આવક અને જાવકનું સંતુલન બનાવી રાખશો. મિત્રો-વડીલોના કાર્યોમાં સહયોગરૂપ થશો. વિદ્યાર્થીઓને આ સમયમાં નવીન તકો ઉત્પન્ન થતી જોવા મળશે. યાત્રા-પ્રવાસના આયોજન સફળ થાય. કારકિર્દીના મામલે માર્ગદર્શન મેળવી શકશો.
કુંભ રાશિ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં વિચારસરણીને નહીં બદલો તો નુકસાની ભોગવવાનો વારો આવશે. રૂઢિવાદી વિચારસરણીને છોડવી પડશે. વ્યાવહારિક બનશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક રીતે સમય સારો છે, પરંતુ તમારી સૂઝબૂઝ અને ફાયદા માટે ઉપયોગમાં લેશો તો અચૂક સફળતા મેળવી શકશો. કોઈના પર અતિવિશ્વાસુ બની કોઇ પણ કાર્ય ન કરવાની સલાહ છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનત અને અથાગ પરિશ્રમનાં પરિણામ સ્વરૂપ સારી એવી સિદ્ધિઓ પ્રાપ્ત કરીને ઇચ્છિત સ્થળે એડમિશન મેળવી શકશો.
મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં ભાવનાઓમાં વહી જઈને કોઈ નિર્ણય ન લેવા સલાહભર્યું છે. જો એમ કરશો તો એના માઠાં પરિણામ ભોગવવા પડશે. તમારી જીવનશૈલી પણ બદલવાની જરૂર છે. જો આમ કરશો તો જ તમારી આજુબાજુની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ આગળ કાર્ય કરી શકશો. નોકરી-ધંધાના ક્ષેત્રમાં, હરિફાઈમાં ટકી રહેવા ખૂબ મહેનત કરવી પડશે. અભ્યાસ અર્થે બહાર જવા ઇચ્છિત વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર આવશે. માતા-પિતાની સ્વાસ્થ્ય સંબંધી બાબતો ખાસ કાળજી માંગી લેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter