તા. ૪ જાન્યુઆરી થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૦

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Friday 03rd January 2020 06:22 EST
 

મેષ (અ,લ,ઇ)ઃ આ સમય તમને અતિશય કામકાજનું દબાણ અને વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. માનસિક અશાંતિ વર્તાય. પ્રતિકુળતાના કારણે ધાર્યું કામ થાય નહીં. નોકરિયાત માટે નવા પરિવર્તનના યોગ છે. ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સાચવજો. ભાગીદારો સાથેના મતભેદોનો નિકાલ લાવજો. ગૃહજીવનમાં વિચારભેદના કારણે ચકમક ઝરે. સામાજિક કામમાં યશ-માન મળે. વિરોધીઓ હજી ફાવી શકે નહીં. મુસાફરી આનંદદાયક નીવડશે. સંતાનો અંગેની સમસ્યાઓ વધતી જણાય. વિદ્યાર્થી વર્ગને ધાર્યું પરિણામ મળતા આનંદ-ખુશી જણાશે. મુશ્કેલીમાં મિત્રો ઉપયોગી થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ સંજોગો ગમેતેટલા વિપરિત યા પ્રતિકુળ લાગતા હોય, તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી શક્શો. ગૂંચવાયેલા કાર્યો પાર પડે. આવકવૃદ્ધિ થાય. નોકરિયાતને ધાર્યા લાભ અટવાશે. વેપાર-ધંધામાં ઉઘરાણી ફસાઇ ન જાય તે જોવું રહ્યું. તમારા હિતશત્રુની ચાલ સફળ થાય નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે મહત્ત્વના પરિવર્તનના યોગ છે. સંપત્તિ-મકાન અંગેની ગૂંચવાયેલી સમસ્યાઓને કુનેહપૂર્વક હલ કરી શક્શો.

મિથુન (ક,છ,ઘ)ઃ મુશ્કેલીઓના વાતાવરણથી બહાર નીકળશો. આર્થિક સમસ્યાઓ ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહેશો તો કોઇને કોઇ રીતે નાણાંની જોગવાઇ થઇ જશે. તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થાય. વધારાના લાભની આશા પણ ફળશે. નોકરિયાત માટે આ સમય સાનુકુળ નીવડશે. હાથ ધરેલા કામમાં સફળતા યશ મળશે. હિતશત્રુઓ પર વિજય મળે. વેપાર-ધંધામાં સ્થિતિ સુધરતી જણાશે. વૃદ્ધિ-લાભની આશાઓ ફળશે. મકાન-જમીનને લગતા કામકાજો માટે ગ્રહયોગ મદદરૂપ થાય. સમસ્યાઓનો યોગ્ય અનુકુળ ઉકેલ મળશે. નવા મકાનમાં સ્થળાંતરની ઇચ્છા સાકાર થાય. કૌટુંબિક સંપત્તિના મામલે પરિસ્થિતિ જેમની તેમ રહે.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહમાં માનસિક સ્વસ્થતા અને શારીરિક સુખ જાળવવા તરફ વધુ ધ્યાન આપજો. માનસિક તણાવ ઉપજાવે તેવા પ્રસંગો ઉભા થાય. આવેશ અને ઉગ્રતા કાબુમાં રાખજો. આવક કરતાં જાવકનો પ્રવાહ વધી જતાં નાણાકીય સમસ્યા અને કટોકટીનો તીવ્ર અનુભવ થશે. હવે તમારે આર્થિક પાસાંઓને સુધારવા પ્રયત્નશીલ બનવું પડશે. નોકરિયાતોને વિરોધીઓથી સાવધ રહેવાની જરૂર છે. વિકાસ આડે આવરોધ જણાય. ધંધાકીય ક્ષેત્રે અસંતોષ જણાય. ધાર્યું ન થતાં નિરાશા વર્તાય. જમીન-મકાનના કામકાજો અંગે સમયનો સાથ મળે નહીં.

સિંહ (મ,ટ)ઃ મનોવ્યથામાંથી મુક્તિ મળશે. ટેન્શન હળવું થાય. સર્જનાત્મક પ્રવૃતિઓનો વિકાસ થાય. કેટલાક પ્રયત્નો સાકાર થાય. આશાસ્પદ વાતાવરણ જોઇ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ મેળવશો. આ સમયના યોગો નાણાકીય પરિસ્થિતિ માટે અનુકૂળ બનતાં જણાય છે. કેટલાક અટવાયેલા લાભ - ઉઘરાણી દ્વારા આવક વધે. જરૂરિયાત સંતોષી શક્શો. અંગત કામકાજ માટે આર્થિક આયોજન કરી શકશો. નોકરીના ક્ષેત્રે વિરોધ કે મુશ્કેલી જણાતી હશે તો પણ આંચ આવે નહીં. વિકાસની તકો એળે જવા ન દેશો. મકાન-જમીનના લે-વેચના કામકાજ થઇ શકશો. અવરોધો દૂર થાય. કૌટુંબિક મતભેદો કે વિવાદોનો યોગ્ય ઉકેલ મળશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ વ્યર્થ વાદ-વિવાદના પ્રસંગો ઉભા ન થાય તે જોજો. જરૂરિયાતના પ્રમાણમાં આવક ઓછી રહેતા તંગી જણાશે. કરજ-લોન દ્વારા પરિસ્થિતિ સાચવી શક્શો. કોઇ મોટું ખર્ચ આવી પડે. ઉઘરાણીઓ ફસાય નહીં તે જોવું રહ્યું. જવાબદારી ન વધારશો. નોકરિયાતોને પ્રગતિ આડે અંતરાય હશે તો દૂર થશે. બઢતી-બદલીના પ્રશ્નો ઉકેલાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા-પ્રગતિ જણાશે. મકાનના ખરીદ-વેચાણના કામકાજમાં સાનુકૂળતા રહેશે. ગૃહજીવનમાં વિચારભેદના કારણે ચકમક ઝરે. સામાજિક કામમાં યશ-માન મળે. જીવનસાથીની તબિયત સાચવવી જરૂરી. વિરોધીઓના કારણે માર્ગમાં વિઘ્નો જણાશે. ભાગીદારો સાથેના પ્રશ્નો હલ થશે.

તુલા (ર,ત)ઃ દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી તમારી પ્રવૃત્તિમાં આગળ વધતા ઉત્સાહ વધે. આ સમયમાં કોઇ પણ પ્રકારના સાહસમાં નાણાં રોકવા હિતાવહ નથી. શેર-સટ્ટામાં લાભ કરતાં વ્યય વધુ થાય. નોકરિયાતોને સારી નોકરીની તક મળશે. મુશ્કેલીઓ દૂર થાય. જમીન-મકાનના કોઇ કામ અટક્યા હશે તો તે પાર પાડી શકશો. કોઇની મદદ મેળવી શકશો. કુટુંબની કોઇ વ્યક્તિની માંદગી ચિંતા કરાવી જાય. સંતાનોની તબિયત સાચવજો. યાત્રા-પ્રવાસ સફળ બને. મકાન સંબંધિત પ્રશ્નો-વિવાદો દૂર થશે. સામાજિક કાર્યોમાં યશ-માન મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિઘ્નો જણાય.

વૃશ્ચિક (ન,ય)ઃ ધીરજ જ તમને ઉપયોગી બનશે. મનની લાગણી દુભાય તેવા પ્રસંગોમાં પણ અજબ સંયમ દાખવી શકશો. ખર્ચના પ્રસંગો વધશે. કરજ વધશે. ધીરેલા નાણાં હજુ મળે નહીં. નોકરિયાત માટે સમય એકંદરે ઠીક ઠીક સાનુકૂળ છે. ધંધા-વેપારના ક્ષેત્રે પણ પરિસ્થિતિનો લાભ ન મળતાં ચિંતા વર્તાશે. સંપત્તિ સંબંધિત સમસ્યાઓ હજુ પણ ઉકેલાશે નહીં. કોઇને કોઇ વિઘ્ન આવે. બાપદાદાની મિલકતનો પ્રશ્ન પણ મનને મુંઝવશે. ગૃહજીવનની બાબતો અને કૌટુંબિક પ્રશ્નોના ઉકેલ માટે આ સમયના યોગો સાનુકૂળ છે. મિલન-મુલાકાતોથી આનંદ વર્તાય.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કેટલીક શુભ ઘટનાઓ માટે આ દિવસો મહત્ત્વના સાબિત થશે. તમારા પ્રયત્નો સફળ થશે. નાણાકીય સંજોગો સુધરશે. આવકમાં વૃદ્ધિ થાય. જમીન-મકાનની બાબતો માટે પણ ગ્રહયોગ તમારી તરફેણમાં છે. પ્રશ્નો ઉકેલી શકશો. નોકરી-ધંધામાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. તમારા વિરોધીઓના હાથ હેઠાં પડશે. દાંપત્યજીવનમાં સંવાદિતા રહે. જીવનસાથીનું આરોગ્ય સાચવજો. વાહન અકસ્માત કે ઇજાથી સાચવવું. કોઇ નજીકના સ્વજનનું આરોગ્ય ચિંતા કરાવી જાય. કોર્ટ-કચેરી અને સરકારી કામમાં વિલંબ વધતો જણાશે. સંતાનોના કામ હાથ પર લઇ શક્શો.

મકર (ખ,જ)ઃ આ સમય કેટલીક શુભ ઘટનાઓ સુચવતો જણાય છે. આ દિવસો મહત્ત્વના નીવડશે. તમારા પ્રયત્નો સફળ બનતાં જણાય. નાણાંકીય સંજોગો સુધરતા જણાય. આવકમાં વૃદ્ધિ થાય. જમીન-મકાનની બાબતો માટે ગ્રહયોગ તમારી તરફેણમાં છે. નોકરી-ધંધામાં બઢતીનો માર્ગ ખૂલતો જણાશે. વિરોધીના હાથ પડતાં જણાશે. ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકશો. જીવનસાથીનું આરોગ્ય સાચવજો. અકસ્માત-ઇજાથી સાચવજો. સંતાનો અંગે સમય ઠીક ઠીક જણાય છે. મહિલા વર્ગ માટે આ સમય શુભ નીવડતો જણાશે. સરકારી તથા કોર્ટ-કચેરીના કામકાજ આગળ ધપશે.

કુંભ (ગ,સ,શ,ષ)ઃ મનોસ્થિતિ તંગ અને અશાંત રહેતી જણાશે. ધીરજ રાખીને કામ કરશો તો પરિસ્થિતિ સુખદ અને સાનુકૂળ બનાવી શક્શો. આ માટે ઉતાવળિયા - ઘાંઘા બનશો નહીં. નવા ખર્ચ વધશે. વધારાની આવક ઊભી કરવા વધુ મહેનત કરવી પડે. અહીં મિત્રો-સ્વજનોની મદદ ઉપયોગી થઈ શકશે. નોકરિયાતને પ્રગતિ આડે હજુ કેટલાંક વિઘ્નો જણાશે. ધંધા-વેપારના ક્ષેત્રે તમારા પ્રયત્નોનું ફળ જરૂર મેળવી શકશો. મિલકત સંબંધિત કામકાજ માટે પ્રતિકૂળતા જણાશે. લે-વેચના કામમાં જરૂરી સાવધાની નહિ રાખો તો નુકસાનમાં ઉતરવું પડે. સ્નેહી વર્ગનો સહકાર મળે. પ્રિયજન સાથે મિલન-મુલાકાત વધે. સરકારી કામ ગૂંચવાતા જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમને એક પ્રકારની ઉદાસીનતા વર્તાશે. વિચારોને અમલમાં મૂકવાનું અશક્ય લાગતા તંગદિલી વધશે. સંજોગો સુધરતા વાર લાગશે. તેથી સમજીવિચારીને ખર્ચ કરશો. આર્થિક સ્થિતિ ઠીક-ઠીક રહેતી લાગશે. ખર્ચ કરતાં પહેલાં સો વાર વિચાર કરજો. નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. વિરોધીઓના કારણે થોડી પ્રતિકૂળતા જણાશે. ધંધા-વેપારમાં કોઈ સારી તક મળશે. કૌટુંબિક કાર્યો પાછળ તમારે ભોગ આપવો પડશે. ભાતૃવર્ગ સાથે મતભેદ જણાશે. જીવનસાથીનો સાથ-સહકાર મળે. મિત્રો-સ્વજનોની મદદથી સમસ્યા ઉકેલી શકશો. મહત્ત્વના કામકાજમાં ધીમે ધીમે પ્રગતિ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter