મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ મધ્યે પ્રવાસ થાય. વેપાર-ધંધામાં સંતોષકારક પ્રગતિજણાય. નોકરીમાં સરળતા જણાય. નવી ઓળખાણ કામ લાગશે. નાણાંકીય પરિસ્થિતિ સુધરતી જણાય. સ્નેહી-સ્વજનો મદદરૂપ બનશે. સંતાન તરફથી સાથસહકાર વધશે. નોકરીમાં ક્રમશઃ પ્રગતિના યોગ છે. લેવડ-દેવડના પ્રશ્નો હલ થાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. નાણાંકીય રાહત રહે. પ્રવાસ ગોઠવાય. ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ આવશે. મિલકતના પ્રશ્ને સરળતા થાય. નવી ઓળખાણો કામ લાગશે. સાધુ-સંતોનું મિલન થાય. મિત્રો સહયોગ આપશે. વિદ્યાર્થીઓને આનંદ લાંબા પ્રવાસના આયોજનમાં કાળજી રાખવી હિતાવહ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ વેપારમાં ટેન્શન રહેશે. આકસ્મિક પ્રવાસની ગોઠવણી થાય. અતિ વિશ્વાસુ બનશો તો મુશ્કેલી આવશે. નજીકની વ્યક્તિઓનો વિરોધ વધશે. ગુપ્ત ચિંતાઓ વધશે. વાણી-વર્તનમાં કાળજી રાખવી. નોકરીમાં પ્રગતિ જણાય. શુભ કામો થાય. વિદ્યાર્થીઓએ મહેનત કરવી. મનની ચિંતાઓ વધવા સાથે તંદુરસ્તી બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. અનેક અવરોધોમાંથી પસાર થતા મનદુઃખના પ્રસંગો સર્જાશે. સ્વજનો સંતાનોની ચિંતા થતા પીડા જોવા મળે. વેપારમાં નુકસાન જોવા મળશે. નોકરીમાં ઉપલા અધિકારીઓનો રોષ સહન કરવો પડે. સપ્તાહને આખરમાં શાંતિ જણાય.
મિથુન (ક,છ,ઘ)ઃ કુટુંબ તથા મિત્રવર્ગનો સહયોગ સાંપડે. દુશ્મન મિત્ર બનતા જણાય. નાણાકીય રાહત, સરકારી કામના પ્રશ્નો ઉકેલાય. શુભ સમાચાર મળે. ધંધા-વેપારમાં પ્રગતિ. નોકરીમાં રાહતજનક સમય. તંદુરસ્તી જળવાય. આકસ્મિક લાભના યોગ છે. નોકરી-ધંધામાં રાહત વધશે. તંદુરસ્તીમાં વધુ સુધારો જોવા મળે. ઓળખાણ મદદરૂપ થશે. પ્રોપર્ટીના પ્રશ્નો હલ થતાં જોવા મળશે. નવા કાર્યો પાર પડશે. પ્રગતિ થાય. શુભ સમાચાર મળે. સંતાનની ચિંતા ઓછી થશે. વિદ્યાર્થીઓએ સાચવવું. વડીલોની હૂંફ મળશે. રાહત રહે. ભાગીદારીની બાબતે કેટલીક બાંધછોડ કરવી પડશે. મન અકળામણ અનુભવશે.
કર્ક (ડ,હ)ઃ સપ્તાહની શરૂઆતમાં અનેક પ્રશ્નોનું નિરાકરણ આવશે. શુભ સમાચાર મળશે. કરેલા રોકાણો અને કર્મનું સારુ ફળ મળશે. પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હલ થાય તથા સોદા પાર પડશે. ઘરમાં સુખની અસર જોવા મળશે. કૌટુંબિક સહયોગ વધે. વેપારમાં પ્રગતિ થતી જણાય. નવી ખરીદી થાય. સ્વજનોનો સાથ મળે. મિત્રોની લાગણી વધશે. નાણાકીય રાહત. વેપારમાં - નોકરીમાં સરળતા જોવા મળશે. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી. મન ગૂંચવાયેલું રહેશે. ધાર્મિક પ્રવૃત્તિ થાય. નાનો પ્રવાસ થાય. કરેલા કામોનો જશ મળે. મિત્રો મદદરૂપ બનશે. સંતાનોની સહાનુભૂતિ મળે. નાણાંકીય બળ વધશે. પ્રગતિ જોવા મળે.
સિંહ (મ,ટ)ઃ નાણાકીય બાબતો અંગેના પ્રશ્ન હલ થશે. સંતાનો તરફથી સહકાર મળશે. આકસ્મિક લાભ થવાની શક્યતાઓ છે. વડીલો તરફથી સ્નેહભાવ વધશે. પ્રોપર્ટીના પ્રશ્નો ઉકેલાય. નવીન ચીજવસ્તુની ખરીદી થશે. મિત્રોની ઓળખાણ નવા કાર્યોમાં મદદરૂપ થશે. શુભ સમાચાર મળે. નોકરી-વેપારમાં રાહત જણાય. વિદ્યાર્થીઓને સારું રહેશે. કૌટુંબિક અને સ્વજનો સાથે મિલન-મુલાકાત થાય. માંગલિક પ્રસંગોનું આયોજન થાય. મન પરનું ભારણ ઓછું થાય. કૌટુંબિક મદદ મેળવશો. સંતાન અંગેની ચિંતા ઘટશે. વેપારમાં સરળતા ઓછી થતી જણાય. નોકરીયાત માટે ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ આવશે. કુંવારાઓ માટે આ સમય સુખદ મિલનનો કહેવાય. વિદ્યાર્થીઓ માટે સુખદ સમય છે.
કન્યા (પ,ઠ,ણ)ઃ વેપાર-ધંધામાં સાહસ જોઈજાળવીને કરવું હિતાવહ છે. થોડીક તેજી વધુ નુકસાન કરાવે તો નવાઈ નહિ. નોકરિયાત માટે પણ ખર્ચનું પ્રમાણ વધશે. અપમાનજનક સ્થિતિ સર્જાય. કુટુંબ તરફથી અવરોધ રહે. યાત્રા-પ્રવાસમાં કાળજી જાળવવી જરૂરી રહે. તંદુરસ્તી બાબતે ધ્યાન રાખવું. આકસ્મિક લાભની લાલચ જિંદગીમાં ન જોયેલા દિવસો બતાવે. વિદ્યાર્થીઓએ પ્રવાસમાં ખાસ સાચવવું. દામ્પત્યજીવનમાં કડવી-મીઠી થાય. મિત્રોની સહાનુભૂતિ વધશે. બાળકો પ્રત્યે વધુ ધ્યાન રાખવું પડશે. ઉધાર ખરીદી કરતા કાળજી લેવી. નવા કાર્યોના વિચારો થાય, પણ અમલ થશે નહિ. નાણાકીય રાહત રહે.
તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન સ્વજન-મિત્ર સાથે મિલન-મુલાકાત થાય. નવા આયોજન અંગે મન સ્વસ્થ રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. નાણાકીય પરિસ્થિતિ યથાવત્ રહે. સંતાનના મામલે ચિંતા સતાવશે. રાજકીય સામાજિક દોડધામ વધે. તંદુરસ્તી બાબતે કાળજી રાખવી હિતાવહ રહેશે. વિદ્યાર્થીઓને સમય બગાડવો પાલવશે નહીં. ધ્યાન રાખવું. મિત્રો-પરિવાર અવરોધ કરશે. નોકરી-વેપાર પરત્વે જાગૃત રહેવું. કોઇ પણ દસ્તાવેજો કરવામાં ઉતાવળ ન કરવી. બાળકો પ્રત્યે વધુ ધ્યાન રાખવું પડશે. નવા કાર્યો વિચારપૂર્વક હાથ ધરવા. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો જણાય. વડીલોનું મન સાચવવા પ્રવાસ થાય. ગુપ્ત ચિંતાઓ વધશે. જોઈજાળવીને કામગીરી કરવી સારી રહે.
વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાનની શરૂઆત સારી રહે, પરંતુ અંત ભાગમાં ધ્યાન રાખવું પડે. હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાતો જણાય. પ્રગતિ યથાવત્ રહે પણ નાણાકીય પરિસ્થિતિ સુધરશે નહિ. માંગણીવળા ટેન્શન ઊભું કરે. કોર્ટ-કચેરી તથા મિલકતના પ્રશ્નો લંબાય. વેપારમાં દોડધામ રહે. સરકારી કનગડત વધશે. નોકરીમાં નાહકનું ટેન્શન ઊભું થાય. પતિ-પત્ની વચ્ચે ક્રમશઃ ચઢાવ-ઉતાર રહેશે. નોકરી-ધંધામાં રાહત રહેશે. લોટરી પરત્વેની લાલચ ટાળવી. ભાઈ-બહેનોનો મદદ કરવાના સંજોગો સર્જાય. મિત્રોથી રાહત. પતિ-પત્ની વચ્ચે મનદુઃખ થાય. સંતાનો તરફથી ચિંતા વધશે. મિલકતના પ્રશ્નો ગૂંચવાય પ્રવાસમાં ધ્યાન આપવું. વિદ્યાર્થીઓ માટે રાહત રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ મિલકતમાં વધારો થશે. સ્વજનો-મિત્રો પરત્વે સ્નેહ ભાવ વધશે. વેપાર - નોકરીમાં સંતોષકારક પ્રગતિ થાય. નાણાકીય પરિસ્થિતિમાં રાહત રહેશે. સાહસથી દૂર રહેવું જરૂરી છે. પ્રવાસમાં ધ્યાન રાખવું. તંદુરસ્તી અંગે કાળજી રાખવી. વિદ્યાર્થી માટે સખત મહેનત માંગી લેતો સમય. શુભ સમાચાર મળે. મન ઉદ્વેગી રહે. દબાયેલા નાણા પરત મળવા માટે તકો આવે. પ્રીતિપાત્ર વ્યક્તિનો સાથ મળે. નોકરી-વ્યવસાયની કામગીરીમાં ભારણ વધશે. મન હળવાશ અનુભવશે છતાં ખોટા વિચારો પર બ્રેક મારવી. વડીલોની હૂંફ મળે. નાણાકીય રીતે સરળતા થતી જણાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. સામાજિક ધાર્મિક કાર્યોમાં જોડાયેલા માટે યશ-માન વધશે.
મકર (ખ,જ)ઃ નવા સાહસમાં સફળતા જોવા મળશે. છતાં મનને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કૌટુંબિક અવરોધો જોવા મળશે. પતિ-પત્ની વચ્ચે ખટરાગ થાય. સપ્તાહ દરમિયાન બાળકોની તથા વડીલોની ચિંતા મન વ્યગ્ર બનાવશે. નોકરીમાં ઉપલા અધિકારીઓથી કાળજી રાખવી. નાણાંકીય મામલે રાહત મળશે. વડીલો તથા સાથી મિત્રોનો સહયોગ આનંદ વધારશે. કરેલી કામગીરીના ફળદાયી પરિણામ મળશે. ભૂતકાળમાં કરેલ મૂડીરોકાણ અને ઓળખાણ કામ આવશે. વેપારમાં પરિસ્થિતિ યથાવત્ જણાય. નાણાકીય ભીડ ઓછી થાય. નોકરીમાં મુશ્કેલી રાહત અપાવશે. સંતાન તરફથી રાહત વર્તાય. વિદ્યાર્થીઓને મહેનત કરવી પડે. નવીન આયોજન માટે સમય ફાળવવો પડશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દોડધામ અને માનસિક ટેન્શન વધારશે. અંગત વ્યક્તિઓનો રોષ વધે. ધારેલા કાર્યોમાં અવરોધ જણાય. મન ખોટી ચિંતાના ભારણમાં ખોટા નિર્ણય લેશે. જેથી ધ્યાન રાખવું જરૂરી રહે. નાણાકીય ભીડ રહે અને ખોટી ખરીદી થાય. વેપારમાં મંદી જણાય. નોકરીમાં મૂંઝવણ રહે. ભાગીદારીનું ભારણ વધે. વિદ્યાર્થીઓએ વાદ-વિવાદથી દૂર રહેવું. સમય પ્રતિકૂળ રહેશે. નોકરી-વેપારમાં પ્રગતિ જણાય. શુભ કાર્યોનુ આયોજન થાય. પ્રવાસની તક ઊભી થાય. મિત્રો તથા સ્વજનો રાહત અપાવે. દુશ્મન વ્યક્તિનું બળ વધશે. મિલકતના પ્રશ્નો યથાવત્ રહે. પતિ-પત્નીના વિચારોમાં સામ્યતા વધશે. બાળકો માટે મધ્યમ સમય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સારા સમાચાર મળશે. આર્થિક વ્યવસ્થામાં સરળતા રહે. પતિ-પત્નીના વિચારોમાં મતભેદ દૂર થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં રાહત જણાય. નાણાંકીય સ્થિતિ વધુ સુધરશે. ચિંતાઓથી મુક્તિ મળે. નવા મિત્રો વધશે. ઓળખાણ કામ લાગશે. લાભકારક તક મળશે. વિદ્યાર્થીઓ માટે રાહત. નાણાકીય સદ્ધરતા વધશે. દબાયેલાં નાણાં મળવાના સંજોગો વધશે. ચિંતાઓ ઓછી થાય. સંતાનો તરફથી શુભ સમાચાર મળશે. ભાગીદારોનો સાથ મળશે. વેપારમાં તથા નોકરીમાં રાહત જણાય. શુભ સમાચાર મળે. માંગલિક પ્રસંગોમાં ભાગ લેવાય. પ્રવાસ ગોઠવાય. વિદ્યાર્થીઓ માટે સરળ સમય રહે. આ સમય નવા આગંતુકો તરફથી લાભદાયી બનશે. ધાર્મિક અને સામાજીક કાર્યોને લઈ દોડધામ વધશે. સમય જોઈને ચાલવું હિતાવહ રહેશે.