મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારી ચિંતાનો બોજો વધે નહિ તેની કાળજી લેજો. ભય-આશંકા છોડશો તો જ જીવનનો સાચો આનંદ માણી શકશો. યોજનાઓને યોગ્ય આકાર આપી શકશો. નાણાકીય તકલીફોમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. કેટલીક સહાયતાઓથી કામ પાર પડે. ખર્ચ અને ચૂકવણીના કારણે આવક વપરાશે. અણધાર્યા માર્ગે લાભની આશા ફળવાની ન હોવાથી લાલચમાં સપડાશો નહીં. નોકરિયાત માટે આ સમયના ગ્રહયોગો સાનુકૂળ છે. ઇચ્છીત તકો મળતી જણાશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન માથે જવાબદારીનો બોજો વધશે. લાગણીઓ ઘવાતાં મન ઉદ્વેગ અને અજંપો અનુભવાશે. ગેરસમજો અને વાદવિવાદના પ્રસંગો વખતે ઉગ્રતા પર સંયમ રાખવાથી બિનજરૂરી ઘર્ષણ ટાળી શકશો. આ સમયમાં નાણાકીય ભીડનો અનુભવ થશે. બચત થાય નહિ. નુકસાન કે છેતરપિંડીનો યોગ હોવાથી કાળજી રાખવી હિતાવહ છે. દામ્પત્ય જીવનમાં કાળજી રાખવી જરૂરી છે.
મિથુન (ક,છ,ઘ)ઃ આજુબાજુ સંજોગો ગમેતેટલા મુશ્કેલ હશે તો પણ તમે કુનેહપૂર્વક તેમાંથી રસ્તો મેળવીને સમસ્યાઓનો ઉકેલ મેળવી શકશો. રાહતનો અનુભવ થશે. નાણાકીય સ્થિતિ સંતોષકારક રહે નહિ. ખર્ચ-નુકસાન-કરજના કારણે નાણાભીડનો સામનો કરવો પડશે. આર્થિક આયોજન કરવું જરૂરી છે. નોકરીના ભોગે જે કંઈ લાભ દેખાય તે મૃગજળ સમાન છે. વેપાર-ધંધામાં ભાવિ આયોજન થઇ શકશે.
કર્ક (ડ,હ)ઃ તમારી સંજોગો અને આસપાસનું વાતાવરણ માનસિક તાણ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. ઉતાવળા નિર્ણયો લેતાં પહેલાં સો વાર વિચાર કરજો. ધીરજ અને સ્વસ્થતા જાળવવા જરૂરી છે. લાંબા સમયથી અટવાયેલા લાભ મેળવશો. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નાણાંકીય મૂંઝવણનો કોઈ ઉકેલ મળશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે આ સમયના ગ્રહયોગો શુભ જણાય છે. પ્રતિકૂળતામાંથી માર્ગ મળશે.
સિંહ (મ,ટ)ઃ માર્ગ આડેના વિઘ્નો માનસિક તાણ પેદા કરશે. અશાંતિનો પણ અનુભવ થશે. નાણાકીય દૃષ્ટિએ આ સમય આવકના પ્રમાણમાં જાવક પણ રહે તેવો છે. આંધળા સાહસ ન કરવા નહિતર નુકસાનનો ફટકો સહન કરવો પડે. આર્થિક આયોજન કરવું હિતાવહ છે. કોઈના ભરોસે ધિરાણ ન કરવા સલાહ છે. નોકરિયાત વર્ગને નજીક લાગતો લાભ દૂર ઠેલાય. બદલી કે પરિવર્તનની તક આવી મળે. વેપાર-ધંધાના કામકાજોમાં વધુ ધ્યાન આપવું જરૂરી છે.
કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં કેટલાક પ્રસંગોના કારણે મનમાં ઉત્પાત યા બેચેનીની લાગણી અનુભવશો. પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો ધીરજપૂર્વક કરવાથી તણાવથી બચી શકશો. મહત્ત્વના પ્રસંગો પાર પડશે. જરૂરી નાણાકીય સહાય મેળવી શકશો. જૂના લેણા મેળવવાના પ્રયત્નો સફળ થાય. અલબત્ત, આવકની મર્યાદાને કારણે મનોમૂંઝવણ રહે. વ્યવસાયના ક્ષેત્રે કેટલીક પ્રગતિકારક તકો મળશે તે ઝડપી લેજો. નોકરીમાં ઉપરીઓ સાથેના સંબંધો સુધરે. જમીન-મકાનની બાબતે સ્થિતિ હજુ યથાવત્ રહેશે.
તુલ (ર,ત)ઃ આ સમયના યોગો ચિંતા અને ઉદ્વેગ સૂચવે છે, પણ સાથે કેટલાક શુભ પ્રસંગો, મહત્ત્વની તકોથી આનંદ પણ સૂચવે છે. આ સમયમાં મિશ્ર ઘટનાઓ છતાંય એકંદરે સુખ આપનાર સપ્તાહ છે. અંગત મૂંઝવણ દૂર થવા લાગે અને આનંદનો પ્રકાશ રેલાશે. આ સમય નાણાકીય દૃષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિનો લાભ આપનાર છે. તમારા પ્રયાસોને સફળતા મળતી જણાય. આવકમાં વૃદ્ધિ કરી શકશો. આ સમયમાં ઊભા થનાર ખર્ચ અંગેની જોગવાઈ કરી શકશો.
વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અસ્વસ્થતા રહેશે. ચિંતા અને વિના કારણ ભયનો અનુભવ થશે. આર્થિક પ્રતિકૂળતા અને મુશ્કેલીમાંથી માર્ગ શોધી શકશો. કરજ-લોનનો પ્રસંગ પણ ઊભો થાય. નોકરીના ક્ષેત્રે રહેલી વિપરિત પરિસ્થિતિમાંથી મુક્તિ મેળવી શકશો. સંજોગો સુધરતા જણાશે. વેપાર-ધંધામાં પ્રશ્નો હશે તો ઉકેલાશે. વિકાસના માર્ગે આગળ વધી શકશો. સામાન્ય વિઘ્નો સિવાય એકંદરે સાનુકૂળતા છે. જમીન-મિલ્કત અંગેની કાર્યવાહીમાં રૂકાવટ જણાય.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ મનની મુરાદ સાકાર ન થતા માનસિક અશાંતિ અને અજંપો અનુભવશો. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલા ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. સપ્તાહમાં આવકવૃદ્ધિ થતાં કે કોઈ જૂનો લાભ મળતાં સમય રાહતજનક પુરવાર થશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. જોકે શેરસટ્ટાથી લાભ ન હોવાથી તેમાં સપડાતા નહીં. નોકરિયાતોને પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વેપાર-ધંધામાં અવરોધ દૂર થતાં જણાય.
મકર (ખ,જ)ઃ અંગત મૂંઝવણો દૂર થતી જણાશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યોમાં પ્રગતિ થશે. લાભ મેળવી શકશો. કૌટુંબિક બાબતોથી ખર્ચ વધશે. નાણાકીય દૃષ્ટિએ આ સમયમાં હાથ ભીડમાં રહે તેમ લાગે છે. ખોટા ખર્ચને રોકજો. ધંધાકીય દૃષ્ટિએ જોતાં આ સમય ચિંતા અને નાણાભીડમાં પસાર થશે. નોકરિયાતને પ્રગતિકારક તક મળશે, જે ભવિષ્યમાં ઉત્તમ પુરવાર થાય. સહકર્મચારીઓ સાથેના વાદવિવાદ દૂર થશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં વ્યથા અને ચિંતા વધતી જણાશે. કેટલાક અવરોધોનો સામનો કરવો પડે. ધાર્યું પરિણામ ન આવતા નિરાશા જણાય. આવેગ કે ઉગ્રતા વધે નહિ તેનો ખ્યાલ રાખજો. આ સમયમાં નાણાકીય પરિસ્થિતિ પર નજર રાખવી પડશે. આવક કરતાં ખર્ચ ન વધી જાય તે જોવું રહ્યું. આર્થિક વ્યવહારો કે કામકાજોમાં સાવધ નહિ રહો તો નુકસાન ભોગવવું પડશે. ઉઘરાણી મેળવવાના પ્રયત્નો ખાસ ફળે નહીં.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય સાનુકૂળ નીવડતો જણાશે. તમારી મહેનત ફળતી લાગશે. માનસિક ઉત્સાહ જણાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાકીય ગોઠવણ માટે સાનુકૂળતા રહેતી જણાય. ઉઘરાણી યા લેણી રકમો પ્રાપ્ત કરવાના પ્રયત્નો સફળ બનશે. નોકરિયાત માટે આ સમય મિશ્ર ફળ આપનાર છે. વધુ મહેનતે કાર્યસફળતા મળતી જણાશે. બઢતી-બદલીના કામકાજો અટવાયેલા હશે તો વિલંબથી ઉકેલાતા જણાય.