તા. ૪ ડિસેમ્બર ૨૦૨૧થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૧ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

ગાયત્રી ભરત વ્યાસ Friday 03rd December 2021 08:54 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ વિદ્યાભ્યાસ અથવા શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા લોકો માટે ખૂબ મહત્ત્વપૂર્ણ અને સફળ સાબિત થઈ શકે છે. કોઈ અંગત સંબંધોની કડવાશ હવે દૂર થતી જોઈ શકશો. નાણાંકીય રીતે આ સમય થોડો કટોકટીવાળો રહેશે. અણધાર્યા ખર્ચા સહન કરવા પડે. વ્યવસાયમાં તમારો સમય-શક્તિ બંને કામે લગાડવા પડશે. નોકરિયાત વર્ગ કેટલાક મુશ્કેલ નિર્ણયોમાંથી પસાર થયા બાદ સફળતા મેળવી શકશે. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી કાળજી જરૂરી છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં તમારા વ્યવસાયિક તેમજ અંગત કાર્યોની વચ્ચે બેલેન્સ જાળવવું જરૂરી છે, નહીં તો તણાવની પરિસ્થિતિ ઉદ્ભવી શકે છે. ધંધા-વ્યવસાયમાં કોઈ કાનૂની કાર્યવાહીમાંથી પસાર થવું પડે. ભાવનાત્મક નિર્ણયથી દૂર રહેશો. નોકરીના સ્થળ પર આક્રોશમાં આવીને કોઈ પણ જાતના નિર્ણયો ન લેવાની સલાહ છે. નાણાંકીય પરિસ્થિતિમાં સુધારો જોવા મળે. વ્યવસાયના કારણે દોડધામ વધે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં તમારી ઈચ્છાઓ પરિપૂર્ણ ન થતાં માનસિક બેચેની તેમજ ટેન્શન અનુભવશો. જોકે, અહીં તમારી ધીરજની પણ કસોટી થશે, જેથી ચૂપચાપ કામ કર્યે રાખશો. નોકરીના ક્ષેત્રમાં તમારી કારકિર્દી સંબંધિત બાબતો હજી વધારે મહેનત માંગી લેશે. ધંધા-વ્યવસાયમાં નિર્ણયો લેતા પહેલા કોઈ સલાહકાર સાથે ચર્ચા-વિચારણા જરૂરી જણાશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં હજી વધુ મહેનત કરવી પડશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સંભાળીને આગળ વધવું.
• કર્ક (ડ,હ)ઃ આ સમય દરમિયાન કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર નિર્ણય લેવા માટે તમારી વિચારધારાઓ રજૂ કરવી જરૂરી રહેશે. કૌટુંબિક બાબતોના નિર્ણયો માટે કોઈ અંગત વ્યક્તિની સલાહ થકી આગળ વધી શકશો. આર્થિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોઈ શકશો. વ્યાવસાયિક સંબંધોમાં સુધારો થતો જોવા મળશે. નવી ભાગીદારી થકી લાભ પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. કોર્ટકચેરીના કાર્યોમાં હજી વિલંબ જોવા મળશે.
• સિંહ (મ,ટ)ઃ કોઈ ખોટી ચર્ચા-વિચારણામાં ભાગીદાર થવાની શક્યતા છે, જે તમારી વ્યક્તિગત જિંદગીમાં કલંક લગાવી શકે છે. આથી તમારી વાણી ઉપર કંટ્રોલ રાખશો. વ્યાપારમાં થોડાં-ઘણાં ફેરફાર જરૂરી બને. તમારું સહયોગીઓ સાથેનું વર્તન બદલવાની જરૂર છે. નોકરિયાત વર્ગને કોઈ સારા સમાચાર મળશે. વિદ્યાર્થીઓને હજી વધુ એકાગ્રતા સાથે કામ લેવું પડશે. અપરિણીત વ્યક્તિઓની જીવનસાથી માટેની શોધખોળનો અંત આવે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં કારકિર્દીને અનુલક્ષીને ઘણાં હકારાત્મક પરિણામો મેળવશો. નવા કાર્યોમાં ઝંપલાવી શકો છો. ઉદ્યોગ-વ્યવસાયમાં વિસ્તાર માટેની નવી ક્ષિતિજો પ્રાપ્ત કરી શકાય. આર્થિક રીતે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો, પરંતુ થોડીક કાળજી પણ રાખવી હિતાવહ રહેશે. ભૂતકાળની ભૂલો અહીં ફરીથી થાય નહીં એનું ખાસ ધ્યાન રાખશો. સ્વાસ્થ્ય સંબંધી થોડીઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે. વિઝાને લગતી કામગીરીમાં સફળતા મળશે.
• તુલા (ર,ત)ઃ તમારું પ્રભાવશાળી વ્યક્તિત્વ તેમજ અનુભવો થકી જીવનમાં ઘણાં સકારાત્મક પરિણામો મેળવી શક્યા છો. એને જાળવી રાખવા હજી પણ વધારે મહેનત તેમજ મક્કમતાપૂર્વક આગળ વધવાની જરૂર રહેશે. કોઈ પ્રિય પાત્ર સાથેની મુલાકાત તમારા ઉત્સાહમાં વધારો કરશે. ધંધા-વ્યવસાયમાં લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છો એ સફળતા પ્રાપ્ત કરવાનો સમય આવી રહ્યો છે. નોકરીમાં પણ પ્રગતિ - બઢતીના ચાન્સ રહેશે. આર્થિક સ્થિતિ હજી યથાવત્ રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહની શરૂઆત ખૂબ સારી રીતે થશે, પરંતુ અંત તરફ જતાં જતાં થોડી તકલીફ થશે તેમજ ચિંતા-ભારણમાં વધારો જોવા મળશે. આર્થિક પરિસ્થિત યથાવત્ રહેશે પરંતુ ખર્ચાઓમાં વધારો થતાં નાણાંકીય કટોકટી વર્તાય. નોકરી-વ્યવસાયમાં તમારી યોજનાઓના અમલીકરણમાં થોડીઘણી મુશ્કેલી આવે બાદમાં બધું નોર્મલ થઈ શકે છે. પ્રવાસ-પર્યટન કે નાનું ગેટ-ટુગેધર પરિવારના સભ્યો સાથે કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): આ સપ્તાહ થોડું મિશ્ર પરિણામ આપશે. જીવનમાં મુશ્કેલ સમયથી પસાર થવું પડે. કેટલીક નકારાત્મક્તાથી ઘેરાઈ શકો છો, પરંતુ તમારી વિચારસરણી અને સકારાત્મક વલણને કારણે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. ધંધા-વ્યવસાયમાં તમારી પ્રતિભા તેમજ સર્જનાત્મકશક્તિ થકી ઘણાં સારા પરિણામ મેળવી શકશો. નોકરીમાં સ્થળાંતરની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. પાર્ટ ટાઈમ કામ થકી હમણાં ચલાવી લેવું પડે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારી યોજનાઓનો અમલ શરૂ કરી દેશો તો લાભમાં રહેશો. વધુ વિચારવાથી તક હાથમાંથી સરી જશે. જોકે થોડાઘણાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. નાણાકીય વિઘ્નો દૂર થતાં જોવા મળે. જીવનસાથી સાથેના સંબંધમાં સુધારો આવશે. નોકરી-વ્યવસાયમાં ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. સંતાનોના કરિયરને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. લગ્નવિષયક બાબતોમાં ચર્ચા આગળ વધે. કોર્ટ-કચેરીના કાર્યોમાં ચુકાદો તમારી તરફેણમાં રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમારા મનનો ઉદ્વેગ દૂર થતો જોવા મળે. પરિવારના સભ્યોના સહયોગ થકી દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે રસ્તા પ્રાપ્ત કરી શકશો. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા બતાવી શકશો. વ્યાવસાયિક વિસ્તરણ માટેની રોકાણની વ્યવસ્થા માટેના દ્વાર ખુલશે. થોડીઘણી સમસ્યાઓ માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને રહેશે. અધ્યાત્મ પ્રવૃત્તિ અને ચેરિટીના કાર્યોમાં સહભાગી બની શકશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તણાવ-ચિંતાથી દૂર રહેજો અને આ માટે એવી વ્યક્તિથી પણ દૂર રહેજો કે જીવનમાં નકારાત્મક્તા ઊભી કરી શકે છે. આક્રમકતા તેમજ ગુસ્સા પર પણ કંટ્રોલ રાખવો જરૂરી છે. નાણાકીય સમસ્યાનો થોડાઘણા અંશે ઉકેલ લાવી શકશો. વ્યાપાર-ઉદ્યોગમાં કેટલાક આકસ્મિક ખર્ચાઓ આવી શકે છે. જીવનસાથી સાથે કોઈ મતભેદ હોય તો દૂર થાય. બેંકિંગ, ઈકોનોમિક્સ અથવા સંશોધન સંબંધિત વિદ્યાર્થીઓને કોઈ સારી ઓફર પ્રાપ્ત થઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter