મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન સક્રિયતા વધશે. સર્જનાત્મક પ્રવૃત્તિથી આનંદ મળશે. મહત્ત્વના સંબંધો દ્વારા કોઈ અનુકુળ તક મળતાં માનિસક આનંદ અનુભવશો. ખોટી ચિંતાઓ નિરર્થક લાગશે. લાગણીઓ કરતાં તમારા ધ્યેયને મહત્ત્વ આપજો. આર્થિક બાબતો માટે ગ્રહયોગો ઘણા અનુકુળ છે. નાણાંકીય કામકાજો, ઉઘરાણી અને નવા મૂડીરોકાણના કામકાજો પાર પાડી શકશો. કોઈ સારી તક દ્વારા આવકવૃદ્ધિનો ચાન્સ છે. નોકરી-ધંધાના ક્ષેત્રે જો કોઈ સંઘર્ષ કે વિરોધનું વાતાવરણ સર્જાયું હશે તો તેમાંથી બહાર નીકળી શકશો.
વૃષભ (બ,વ,ઉ,)ઃ આ સમય અતિશય કામકાજનું દબાણ તથા વધારાના ખર્ચના પ્રસંગો સૂચવે છે. સંતાનો અંગેની સમસ્યાઓ વધશે. માનસિક રાહત જોવા મળે નહિ. પ્રતિકૂળતાના કારણે કામ ધાર્યા સમયમાં પાર પડે નહીં. આ સમયના ગ્રહયોગો દર્શાવે છે કે મકાનના મુદ્દે સમસ્યા જણાશે. તેનો ધાર્યો ઉકેલ ન આવતાં અસંતોષ જણાય. ભાડાના મકાન કે સરકારી મકાન બાબત મુશ્કેલી પેદા થાય. આ સમય નોકરિયાતો માટે કોઈ નવા ફેરફારો લઇને આવશે. ઉપરી સાથેના સંબંધો સાચવવા જરૂરી છે. જીવનસાથીની તબિયત બગડી હોય તો સુધારો થાય. સામાજિક કામમાં યશ-માન મળે. વિરોધીઓના કારણે માર્ગમાં વિઘ્નો આવશે, પણ દૂર કરી શકશો. ભાગીદારો સાથેના પ્રશ્નો હલ થશે.
મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની કાર્યરચનાઓ સાકાર થતી જણાશે. માનસિક ભારણ ઓછું થાય. સર્જનાત્મક કાર્યો પાર પડશે. નવી મુલાકાતો સફળતા અપાવશે. નોકરીમાં રાહત વર્તાશે. વેપાર-ધંધામાં ક્રમશઃ પ્રગતિ થાય. ઇચ્છાઓ સાકાર થાય. મકાન-જમીનના પ્રશ્નો ઉકેલાય. શુભ સમાચાર સાંપડશે. ધાર્મિક પ્રસંગોનું આયોજન થાય. પતિ-પત્ની વચ્ચે મતભેદ ઓછા થાય.
કર્ક (ડ,હ)ઃ માનસિક ઉગ્રતા અને આવેશને કાબૂમાં રાખવા જરૂરી છે. કોઈને કોઈ કારણસર મનનો બોજો અને તણાવ વધશે. અન્ય સાથે ઘર્ષણ ન થાય તે જોવું રહ્યું. કોઈ પણ કામ ઉતાવળા હાથમાં લેશો નહિ, નહીંતર પસ્તાવાનો વારો આવશે. નોકરિયાતો માટે કાર્યભાર વધશે. વેપારી વર્ગને પરિસ્થિતિ થોડીક સુધરતી જણાય. મહત્ત્વનાં નિર્ણયો લેવા માટે તેમજ સ્થાવર મિલકત સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે સમય અનુકૂળ છે. જમીન તથા તેને સંબંધિત કામકાજમાં લાભ મેળવવાના પ્રયત્નો સફળ થાય. સંતાનો માટે ચિંતા રહેશે.
સિંહ (મ,ટ)ઃ મૂંઝવણનો ઉકેલ આ સપ્તાહમાં મળશે. જોકે સતત સક્રિય રહીને વધુ પુરુષાર્થ કરવો પડશે. કૌટુંબિક જવાબદારીઓ અંગે માનસિક ચિંતા વધશે. નાણાંકીય રીતે સંજોગો સુધરતા જણાય. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. સંપત્તિ બાબતે આયોજન ખોરવાય. વેપાર-ધંધાના નિર્ણયોમાં લાંબા ગાળાનું વિચારીને પ્લાનિંગ કરવું. ભાગીદારીમાં અકારણ ચિંતા ઉભી થાય. સંતાન અંગે ચિંતા રહે. લાગણીવશ ન થતાં લાંબા ગાળાનું વિચારીને નિર્ણય કરવો રહ્યો.
કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયાસોનો પૂરતો લાભ ન મળતાં ટેન્શન વધશે. વેપાર-ધંધામાં મંદીની અસરથી અશાંતિ-અજંપો જણાય. નોકરીમાં યથાવત્ પરિસ્થિતિ રહેશે. દામ્પત્યજીવનમાં સંવાદિતતા રહેશે. સંતાન અંગેની ચિંતા દૂર થાય. ભાતૃવર્ગમાં વિખવાદ જણાય. યાત્રા-પ્રવાસમાં કાળજી રાખવી રહે.
તુલા (ર,ત)ઃ આ સમયમાં અગત્યની કામગીરીઓમાં સાનૂકુળ સંજોગો થતાં વિકાસ જણાય. અણધારી તકો પ્રાપ્ત થાય, જે ભાવિ માટે લાભદાયક બનશે. સ્નેહી-સ્વજનોથી મિલન-મુલાકાત થાય. અશાંતિના પ્રસંગો દૂર ઠેલાય. આર્થિક દૃષ્ટિએ આ સમયમાં આવક વધવાના કે નાણાંની જોગવાઈઓ કરવાના પ્રયત્નો સફળ નીવડશે. આવક-જાવકના બન્ને પાસાં સમતોલ કરી શકશો. જૂનાં લેણા પરત મળતાં રાહત જણાશે. ધંધા-વેપારમાં સર્જાયેલી સમસ્યાઓનો ઉકેલ મળે. અકારણ વિવાદનો પ્રસંગ ઉદભવે. આ સંજોગોમાં મૌન ધારણ કરવું હિતાવહ છે. અન્યોની કામગીરીમાં ચંચુપાત ન કરવા આપને સલાહ છે.
વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક બેચેનીમાં વધારો થશે. તમારા અગત્યના કાર્યોમાં અવરોધો આવશે. નોકરીમાં મુશ્કેલી રહે. કેટલાક સાથીદારો અવરોધ સર્જી શકે છે. ધંધા-વેપારમાં પૂરતી કાળજી લેવી જરૂરી છે. પ્રીતિ પાત્રો મુખ ફેરવશે. અણધારી મુશ્કેલીનો સામનો કરવો પડશે. નાણાંકીય ભીડ વર્તાય. અંગત પ્રશ્નો ગૂંચવાય. પ્રવાસ-યાત્રા ટાળવા જરૂરી છે. તબિયતની કાળજી રાખવી આવશ્યક છે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ દરમિયાન અંગત મૂંઝવણોના કારણે બેચેની, વિષાદ કે વ્યથાનો અનુભવ થાય. વળી, મંદ ગતિએ કામ થતાં અજંપો વધશે. નિરાશ થયા વિના પ્રયત્નો જારી રાખવાથી શ્રેય પ્રાપ્ત થાય. આ સમયગાળામાં આવકના પ્રમાણમાં જાવક તથા ખર્ચના પ્રસંગો ઉપરાંત અણધારી ચૂકવણીના કારણે નાણાંભીડ વર્તાશે. આર્થિક ટેન્શનમાં વધારો થશે. આર્થિક આયોજન થકી જાવકને અંકુશમાં રાખવી પડશે. મોટા કે અણધાર્યા લાભના યોગ જણાતા નથી. જમીન-મકાનની સમસ્યા હશે તો તેનો ઉકેલ મળે. મિત્રો-સ્વજનોની મદદ મહત્ત્વની સાબિત થશે. વિવાદનું સમાધાન મલી રહેશે. નોકરિયાત વર્ગ માટે આ સમય યથાવત્ સ્થિતિ સૂચવે છે. ધંધા-વેપારના ક્ષેત્રે લાભ દેખાય. ગૃહજીવનમાં એકંદરે સાનુકૂળતા રહે. જીવનસાથીનો સહકાર અને પ્રેમ વધતો જણાય. કૌટુંબિક પ્રશ્નો હલ થશે.
મકર (ખ,જ)ઃ સપ્તાહમાં સર્જનાત્મક કાર્યનો વિકાસ થાય. પ્રવૃત્તિમાં વધારો થાય. નવી ભાગીદારી માટેની તકો ઉત્પન્ન થાય. જોકે કોલ-કરારમાં કાળજી રાખવી જરૂરી છે. આવકના પ્રમાણમાં ખર્ચા પણ વધતાં જાય. મિત્રો તથા સ્નેહીઓની હૂંફ મળે. આ સપ્તાહમાં મિલકત સંબંધિત કોઈ પણ બાબત હાથ ધરશો નહીં. નુકસાન જવાની શક્યતા વધારે છે. પ્રવાસ-યાત્રાની ઇચ્છા થાય, પણ તેમાં અવરોધ આવશે.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયગાળામાં આર્થિક સ્થિતિ એકંદરે તંગ જોવા મળે. ધાર્યા અનુસાર ઉઘરાણી કે આવકો ન થતાં નિરાશા વધશે. ખર્ચનું પ્રમાણ વધુ જણાશે. કૌટુંબિક બાબતો અંગેના ખર્ચ થાય. મિલકત સંબંધિત સમસ્યા હશે તો તેનો ઉકેલનો માર્ગ મળે. મકાનની ફેરબદલી થઈ શકે. વાહન અંગે તકલીફ જણાશે. નોકરિયાત વર્ગને ખાસ કોઈ મુશ્કેલી જણાતી નથી. તમારા પ્રયત્નોનું ફળ સાનુકૂળ આવે. ધંધા-વેપારમાં ધીમો પણ સારો સુધારો થવાના સંજોગો છે. લગ્નજીવનમાં સામાન્ય મતભેદોને બાદ કરતાં એકંદરે સુખદ સમય છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન અંગત પ્રશ્નો કે મૂંઝવણનો ઉકેલ મળશે. કોઈ સર્જનાત્મક કાર્ય હાથ ધરશો. ધાર્મિક-માંગલિક આયોજન પાર પડશે. લગ્નજીવનમાં સર્જાયેલા મતભેદો દૂર કરી શકશો. પ્રવાસ-યાત્રા સફળ નીવડે. નોકરિયાતોને બદલીની શક્યતા છે. સાથોસાથ કેટલીક લાભદાયી નવરચનાઓ આકાર લેશે. ધંધા-વેપારના ક્ષેત્રે કેટલાક ગૂંચવાડાઓ કે સમસ્યાઓ ઉદભવતા માનસિક અશાંતિ વધશે. સંતાન અને તેમના અભ્યાસ અંગે મુશ્કેલી હશે તો તે દૂર થશે. સાનુકૂળતા વધશે. નાણાંકીય બાબતો ગૂંચવાતી જણાશે. ધાર્યા નાણાંકીય આયોજનો પાર પડે નહીં.