તા. ૪ સપ્ટેમ્બર થી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 03rd September 2021 08:35 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ આ સપ્તાહ આપના કાર્યસ્થળ ઉપર મિશ્ર પરિણામ આપનારું રહેશે. તમારું કામ પ્રામાણિકતા અને દ્રઢતાપૂર્વક પાર પાડશો તો સફળતા પ્રાપ્ત કરશો. બિનજરૂરી કામકાજોમાં એનર્જી વ્યર્થ ના કરશો. આર્થિકવૃદ્ધિની રીતે આ સમય લાભદાયક પૂરવાર થશે. વેપાર-ધંધામાં કામનું ભારણ માનસિક અશાંતિ ઊભી કરી શકે છે. નવી નોકરી ઇચ્છતા લોકો થોડી બાંધછોડ કરશે તો સફળતા પ્રાપ્ત કરી શકશો.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય અતિ વ્યસ્ત પસાર થશે, જેથી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવન વચ્ચેનું સંતુલન જાળવવા યોગ્ય સૂઝબૂઝ કામે લગાડવી પડશે. ખર્ચના આયોજન પર પૂરતું ધ્યાન નહીં આપો તો આર્થિક નુકસાની ભોગવવી પડશે. વ્યવસાય ક્ષેત્રે આ સમય દરમિયાન વિદેશી ભૂમિ પરથી કોઈ મહત્ત્વપૂર્ણ કામકાજ હાથ લાગી શકે તેવી સંભાવના રહેશે. નોકરિયાતોને સ્થળાંતરની શક્યતાઓ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં માનસિક સંતુલન બનાવી રાખવા માટે બને તેટલો સમય પરિવાર સાથે પસાર કરશો. સંતાનો માટે પણ સમસ્યાઓનું સમાધાન તેમની સાથે સમય પસાર કરીને શોધી શકશો. આર્થિક રીતે કોઈ મુશ્કેલી રહેશે નહીં. ઓચિંતો ધનલાભ મેળવશો. નોકરીમાં હાલની પરિસ્થિતિ સમજીવિચારીને કાર્યભાર સંભાળશો તો પ્રગતિ નિશ્ચિત છે. વ્યવસાયને કારણે યાત્રા-પ્રવાસ થઈ શકે છે.
• કર્ક (ડ,હ)ઃ દરેક પડકાર અને અવરોધોનો આ સમયમાં મક્કમતાથી સામનો કરી શકશો. ધીમે ધીમે પરિસ્થિતિ સાનુકૂળ બનાવી શકશો. વ્યવસાયિક રીતે આ અઠવાડિયામાં ઘણી પ્રગતિકારક તકો હાથ લાગશે, જેના કારણે નાણાકીય સમસ્યાઓ પણ હલ થઈ શકશે. નોકરીના ક્ષેત્રમાં તમારી ક્ષમતા અનુસાર પ્રગતિ પ્રાપ્ત કરી શકશો. માથાનો સામાન્ય દુઃખાવો કે આંખની તકલીફ આ સમયમાં રહેશે. વાહન કે મિલકતની ખરીદી થોડો સમય સ્થગિત રાખવી ઇચ્છનીય છે.
• સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગોની ચાલ આ સપ્તાહ દરમિયાન ઘણાં હકારાત્મક પરિણામો લઈને આવશે. આર્થિક સ્થિતિમાં સુધારો જણાય. વ્યવસાયને લગતા કાયદાકીય પ્રશ્નોનો ઉકેલ મેળવશો. નોકરિયાત વર્ગે હીતશત્રુઓથી સાચવવું જરૂરી. લગ્નવાંચ્છુને યોગ્ય જીવનસાથી મળી શકે છે. વાહન-જમીન-મકાનના અટવાયેલા કાર્યો પૂર્ણ કરી શકશો. સપ્તાહમાં કોઈ જરૂરિયાતમંદને મદદરૂપ બની રહેશો. વિદેશપ્રવાસ શક્ય બને.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કોઈ ખાસ કારણોસર આ સમયમાં દોડધામ વધે, ચાહે એ વ્યવસાયિક હોય કે વ્યક્તિગત. પરિવાર અને મિત્રોના સહયોગથી અધૂરાં કાર્યો પૂરાં કરી શકશો. નોકરિયાત વરિષ્ઠ અધિકારી સાથેના સંબંધોમાં સુધારો લાવી શકશે. મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને પ્રગતિના નવા દ્વાર ખુલતાં જોવા મળે. ઉદ્યોગ-વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ ઉપર કામ શરૂ થઈ શકશે. બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડી વધુ કાળજી રાખવી.
• તુલા (ર,ત)ઃ લાંબા સમયથી અધૂરાં પડેલાં કાર્ય પૂર્ણ થાય, જેનાં કારણે મોટો ફાયદો પણ મેળવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં કોઈ ખોટા વાદ-વિવાદમાં ન ફસાવ એનું ખાસ ધ્યાન રાખશો. નોકરિયાત વર્ગને પોતાના લક્ષ્ય તરફ પહોંચવા માટે સખત મહેનત અને અથાગ પરિશ્રમ કરવો પડે. કાયદાકીય ગૂંચવણમાંથી બહાર આવવા માટે થોડું જતું કરશો તો વિજય મેળવી શકશો. વાહનની ખરીદી શક્ય બનશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશો તો આશાનું કિરણ જોવા મળશે. આર્થિક મૂંઝવણને પહોંચી વળવા માટેના નવા રસ્તાઓ અહીં પ્રાપ્ત કરી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં થોડાક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નજીકના જ વ્યક્તિ દગો કરી જાય એવી પરિસ્થિતિ સર્જાય. માતા-પિતાના સ્વાસ્થ્યસંબંધી સમસ્યાઓ થોડીઘણી હલ થતી જોવા મળે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ગ્રહોની ચાલ સારી હોવા છતાં પણ કડવા અનુભવો સહન કરવા પડે તેવી પરિસ્થિતિ સપ્તાહની શરૂઆતમાં સર્જાય. આર્થિક પરિસ્થિતિમાં સુધારો જોવા મળે, તેમ છતાં ખર્ચ ઉપર કંટ્રોલ જરૂરી. તમારી ઉદારતાનો લાભ બીજા ન લઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું. વ્યાપારમાં મિલકતસંબંધી પ્રશ્નો હલ થતાં જોવા મળે. લગ્નજીવનમાં નજીવી બાબતે અવરોધો ઊભા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું.
• મકર (ખ,જ)ઃ કામનું સતત ભારણ થોડુંક માનસિક ટેન્શન વધારશે. આયોજન વગરના કામકાજ કરતાં પહેલાં સો વાર વિચાર કરજો. નાણાકીય પરિસ્થિતિમાં કોઈ હલચલ દેખાતી નથી. જોઈજાળવીને ખર્ચ કરવા. વ્યાપારિક કામગીરીમાં ભાગીદારીથી ફાયદો થાય. નોકરીમાં પ્રગતિકારક તકો હાથ લાગશે. યાત્રા-પ્રવાસમાં તકલીફ-અડચણ જોવા મળે. તંદુરસ્તી બાબતે થોડી વધુ કાળજી રાખવી.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આત્મબળ થકી ઘણાંબધાં કાર્યોમાં સરળતા આવી શકે છે, જે આપના માટે લાભકારક પુરવાર થશે. જીવનમાં હકારાત્મક વલણ અપનાવશો તો દરેક મુશ્કેલીઓનો સામનો સરળતાથી કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં થોડી પરિસ્થિતિ ઉપર-નીચે રહેશે. આર્થિક પરિસ્થિતિમાં સરળતા જોવા મળે. ધંધા-ઉદ્યોગોમાં નવા રોકાણો માટેની નાણાકીય જોગવાઈ થઇ શકશે. કૌટુંબિક વ્યવહારોને સાચવવા હિતાવહ ગણાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સામાજિક કે રાજકીય કાર્યોને કારણે વ્યસ્તતામાં વધારો થાય. તંદુરસ્તી બાબતે ખાસ કાળજી લેવી જરૂરી. વધુ પડતો કામનો બોજ અનિંદ્રા અને મનની બેચેની વધારે. વ્યવસાયના ક્ષેત્રમાં વિરોધીઓથી સંભાળવું. સંતાનોનો સહયોગ અને મિત્રોની હૂંફ તમારા જીવનમાં નવા પ્રેરણાસ્ત્રોત જગાડે. નાણાકીય રીતે વધુ બેલેન્સ જાળવી શકશો. જમીન-મકાનના લે-વેચમાં ફાયદો થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter