તા. ૪-૪-૧૫ થી ૧૦-૪-૧૫ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 01st April 2015 04:16 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહમાં અન્ય સાથે ઘર્ષણ કે વાદવિવાદમાં નહીં ઉતરો તો માનસિક શાંતિ જાળવી શકશો. ઉત્પાત-અજંપાની લાગણી અનુભવશો. ખર્ચ વધતાં આર્થિક આયોજન ખોરવાય. બોજો-કરજ વધવાનો યોગ છે. ધાર્યા લાભ કે આવક મળવામાં હજુ વિલંબ થાય. વ્યવસાયના ક્ષેત્રે પ્રગતિકારક કાર્યરચનાઓ સાકાર થશે. ઉન્નતિનો માર્ગ ખુલશે. પ્રમોશન-બઢતીની તકો જણાય. તમારા પ્રયાસો સફળ નીવડે. સંપત્તિ અંગેના પ્રશ્નો મૂંઝવશે. મિલ્કત-મકાન અંગેની સમસ્યાઓ યથાવત્ રહેશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં આનંદ અને શાંતિ મેળવી શકશો. પ્રગતિકારક સંજોગો આશાનો સંચાર કરશે. મૂંઝવણો હલ થાય. અગત્યના નાણાંકીય પ્રશ્નોનો ઉકેલ મળતાં સફળતા મળશે. ઉઘરાણી-દેવાના પ્રસંગો પાર પાડી શકશો. જરૂરિયાત મુજબ આર્થિક વ્યવસ્થા કરી શકશો. ફસાયેલાં નાણા મળતા રાહત અનુભવશો. નોકરિયાત માટે આ સમય પ્રગતિ અને સફળતા સૂચવે છે. કાર્યસફળતા મળશે. વેપાર-ધંધામાં હિતશત્રુનો પરાજ્ય થાય.

મિથુન (ક,છ,ઘ)ઃ વિપરિત સંજોગોમાંથી માર્ગ મળી આવતાં આનંદ-ઉલ્લાસ અનુભવશો. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. આર્થિક આયોજન સારી રીતે પાર પાડી શકશો. જમીન-મકાનને લગતી બાબત આ સપ્તાહમાં પાર પાડી શકશો. નોકરિયાતો માટે આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. વેપાર-ધંધાના વિકાસ માટે ગ્રહો મદદરૂપ બનતા જણાય. પ્રતિસ્પર્ધીઓના હાથ હેઠા પડશે. જોકે ઉતાવળિયા નિર્ણયોથી દૂર રહેવું હિતાવહ છે.

કર્ક (ડ,હ)ઃ મૂંઝવણોમાંથી મુક્તિ મળતાં અને યોજનાઓ માટે સાનુકૂળ માહોલ સર્જાતા માનસિક ભારણ હળવું થાય. બેચેની-ઉત્પાત દૂર થાય. સંજોગો સુધરતા અને કેટલાક સારા લાભની તક મળતાં આવક વધશે. નોકરિયાતોની અંગત સમસ્યા હલ થશે. નોકરીમાં પ્રગતિ અને બઢતીનો માર્ગ ખુલ્લો થાય. હરીફ અંગે ચિંતા રાખવાને કોઈ કારણ નથી. ધંધાર્થી માટે આ સમય સાચવવા જેવો છે. સપ્તાહમાં તમે નવા મકાનમાં સ્થળાંતર કરવા માગતા હશો તો કોઈ કારણસર વિલંબમાં પડી શકે છે.

સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વના કામ સફળતાપૂર્વક પાર પડતાં આનંદની લાગણી અનુભવશો. માનસિક ઉલ્લાસ વર્તાશે. મિત્રો-સ્નેહીઓનો સહકાર મળતાં સાનુકૂળતા જણાશે. આવકનો નવો માર્ગ શોધી શકશો. સારી તકો મળશે. આવકની સામે ખર્ચાનું પ્રમાણ વધુ રહેશે. જૂના લાભ અટક્યા હશે તો તે મળતાં જણાય. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. નોકરીમાં પરિવર્તન-ચિંતા હશે તો દૂર થાય. ધંધાકીય ક્ષેત્રે મૂંઝવણ-મુશ્કેલીઓ દૂર થઈને સાનુકૂળતા વર્તાશે. નવું આયોજન હાથ ધરી શકશો.

કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં ખોટા વિચારો અને કોરી કલ્પનાઓ કરીને દુઃખી થશો નહીં. માનસિક સ્વસ્થતા જાળવશો તો કોઇ સંકટ ભોગવવું પડશે નહીં. લાંબા સમયથી અટવાયેલા લાભો મેળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઈ સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. કૌટુંબિક કાર્યો માટે ખર્ચ વધે. નોકરીની પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવી શકશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે.

તુલા (ર,ત)ઃ લાગણીઓના ઘોડાપૂરમાં વધુ તણાશો તો ઉશ્કેરાટ, વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું જ મળશે નહીં. ધીરજથી વર્તશો તો ઘણી સમસ્યાઓ આપોઆપ ઉકેલાતી જણાશે. મુશ્કેલીઓને તમે કુનેહપૂર્વક પાર કરી શકશો. નાણાંકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો વ્યવહારો ખોરવાશે. ખોટા ખર્ચ વધી ન જાય તે જોવું જરૂરી છે. અટવાયેલા લાભો કે ઉઘરાણીઓ મેળવવામાં વિલંબ થતો જણાશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધશે. નોકરિયાત માટે સમય સાનુકૂળ જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ તમારા પ્રયાસોને સફળતા મળતી જણાશે. વિકાસની નવી તકો સાંપડશે. માનસિક તનાવ ઘટતો જણાશે. પ્રગતિકારક સંજોગો છતાં આવકવૃદ્ધિ સામે ચૂકવણીનું વધુ પ્રમાણ અને આકસ્મિક ખર્ચના કારણે નાણાભીડનો અનુભવ કરશો. કોઈની અણધારી મદદ વડે લાભની આશા ઠગારી નીવડશે. નોકરીના ક્ષેત્રે કેટલીક પ્રતિકૂળતાઓ જણાશે. ધાર્યો લાભ અટકતો જણાય અને કામનો બોજો વધશે. પરિવર્તન શક્ય બનશે. શત્રુઓની ચાલબાજી સફળ બની ન જાય તે જોજો. વેપાર-ધંધાના ક્ષેત્રે સંજોગો મૂંઝવશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉમંગ-ઉત્સાહ વધારશે. આર્થિક સ્થિતિ તરફ તમારે વિશેષ ધ્યાન આપવું પડશે. બિનજરૂરી ખર્ચ કે અયોગ્ય મૂડીરોકાણ ન થાય તે જોવાનું રહેશે. ઉઘરાણીઓ ફસાતી જણાય. આવક મર્યાદિત રહેતી જણાશે. નોકરિયાતને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જમીન-મકાનનો પ્રશ્ન મૂંઝવતો જણાય. જોકે સંયુક્ત મિલ્કતો વિશેની ચિંતાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. કૌટુંબિક જીવનમાં મતભેદ હશે તો તેનો ઉકેલ મેળવી શકશો. જીવનસાથીના સ્વાસ્થ્ય અંગે ચિંતા જણાશે.

મકર (ખ,જ)ઃ સપ્તાહમાં અકારણ માનસિક ઉશ્કેરાટ કે વ્યગ્રતા વધવાના પ્રસંગો બનશે. કોઇ પણ બાબતે ઉતાવળા નિર્ણયો ન લેવા. તમારી આસપાસની સ્થિતિ મનોસંઘર્ષ પેદા કરશે. તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવશો. આવકવૃદ્ધિની તકો ઊભી થશે. નાણાના અભાવે અટવાયેલા કાર્યો હવે પૂરા કરી શકશો. નોકરિયાતો અંગત સમસ્યાનો ઉકેલ મેળવી શકશે. વિરોધીના હાથ હેઠાં પડશે. વેપાર-ધંધાની કામગીરીમાં વિકાસના યોગ છે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયગાળામાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે આયોજન મુજબ ધાર્યો લાભ કે યશમાન નહીં મળતાં મન વિચલિત થાય. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડશે. નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે આ સમય ચિંતા રખાવશે. તમારી ધાર્યા પ્રમાણે આવક કે લાભ ન મળે. ઉઘરાણી પણ ફસાયેલી જોવા મળશે. વિરોધીઓની ખટપટના કારણે તમારી સ્થિતિ મૂંઝવણભરી બનશે. તમે વ્યવસ્થિત રહેશો તો કશો વાંધો આવશે નહીં. વેપાર-ધંધામાં સમય સાનુકૂળ જણાય છે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ શોધવામાં સફળતા તમારો ઉત્સાહ વધારશે. લાંબા સમયથી અટવાયેલા કાર્યનો નિકાલ થશે. તેમાં પ્રગતિ થતી જણાશે. ખર્ચને માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા કરી શકશો. એકાદ લાભ પણ પ્રાપ્ત થાય. નોકરિયાતને કામકાજનો બોજો વધતો જણાશે. ઉપરી અધિકારી સાથે વાદ-વિવાદના પ્રસંગો બનશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ ધીમે ધીમે આશાજનક અને પ્રગતિકારક થશે. મહત્ત્વની કામગીરીઓ સફળ થતાં ભવિષ્યમાં લાભ મળે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter