વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
મેષ (અ,લ,ઈ)ઃ અકારણ ચિંતા મનને અસ્વસ્થ કરશે. અકળામણ અને બેચેનીમાં વધારો જોવા મળે. નાણાંકીય રીતે આવક કરતાં જરૂરત અને ચૂકવણી વધુ રહેતાં આર્થિક સંકડામણ અનુભવાશે. કોઈની પાસેથી તમારે નાણાં પરત મેળવવાના હોય તો વધુ ધ્યાન રાખશો. નોકરીમાં તમારા સહકર્મચારી સાથે જીભાજોડીમાં નહીં ઉતરવાનું સલાહભર્યું રહેશે. ધંધાકીય રીતે પણ સમય થોડો મુશ્કેલીભર્યો રહેશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય થોડો આશાવાદી રહેશે. સાનુકૂળ તકો અને કોઈ નવી કાર્યરચના તેમજ તમારા પ્રયત્નો સફળ થતાં ખુશી અને ઉત્સાહ બમણો થાય. નાણાંના અભાવે અટકેલા કામકાજો હવે પૂરા થાય. ધંધાકીય ક્ષેત્રમાં ગુંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકાય. પરિસ્થિતિ નવો વળાંક લેશે. નોકરીમાં પણ સકારાત્મક ફેરફાર જોવા મળે. મકાન-સંપત્તિને લગતી સમસ્યાનો હલ મેળવવાના રસ્તાઓ ખુલતા જોવા મળે.
મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાનના ગ્રહયોગો અને સંજોગો તમારામાં નવીન ઉત્સાહ રેડવાનું કાર્ય કરશે. મનની શંકાઓ દૂર થતી જોવા મળે. આવક-જાવકના પ્રમાણમાં નહિવત્ ફેરફાર જોવા મળશે. નોકરી-ધંધામાં લાભકારક તકો હાથ લાગશે. વડીલોપાર્જિત મકાન-મિલકતના પ્રશ્નો હલ થતાં જોવા મળશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય થોડી ચિંતા રખાવે. વિદ્યાર્થીઓને હજી વધુ મહેનત કરવાનું અહીં સૂચન રહેશે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં જો તમારી માનસિક સ્વસ્થતતા જાળવી શકશો તો તમારા કાર્યો એક નવા જ વિકાસલક્ષી માર્ગે આગળ ધપી શકશો. ઘણા સમયના અટવાયેલા નાણાં પરત મળતાં આર્થિક સદ્ધરતામાં વધારો જોવા મળે. ધંધાકીય બાબતોમાં થોડી વધુ તકેદારીથી આગળ વધશો. ભાગીદાર સાથે અણબનાવની શક્યતા રહેશે. જીવનસાથી સાથેનો વિયોગ દૂર થાય.
સિંહ (મ,ટ)ઃ મૂંઝવણો હવે ધીરે ધીરે દૂર થતી જોવા મળે. અટવાયેલા કાર્યો થોડાક ધીમી ગતિથી, પરંતુ સાનુકૂલ રીતે ઉકેલી શકાય. તમારી કાલ્પનિક ચિંતાઓને દૂર રાખશો તો ફાવશો. આવકવૃદ્ધિના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળશે. નોકરીના ક્ષેત્રમાં કોઈ મહત્ત્વની કામગીરીઓમાં સફળતા મળે. વ્યવસાયિક રીતે પણ હવે ઝડપથી વિકાસના પંથે આગળ વધી શકાય. વાહન ખરીદીની ઇચ્છા પૂર્ણ થાય.
કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન ક્રોધ અને ગુસ્સાને થોડો કંટ્રોલમાં રાખવાથી નકામી તકલીફોમાંથી બચી શકશો. અગત્યના મૂડીરોકાણો થકી એકાદ-બે લાભ પણ જોવા મળશે. જોકે હજી ધારો છો એટલો લાભ લેવાનો સમય આવ્યો નથી. વ્યવસાય-નોકરીમાં થોડું કામનું ભારણ તેમજ જવાબદારીઓનું ભારણ વધતું જોવા મળે. કૌટુંબિક ગેરસેમજ દૂર થાય. કોર્ટ-કચેરી સંબંધિત કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકશો.
તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન માનસિક સંતુલન ઘણું સારું રહેશે. મન પરથી કોઈ બોજો હોય તો દૂર થાય. અંગત સ્વજન સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે. આવકની રીતે જોઇએ તો જાવકમાં વધારો જોવા મળે. જોઈજાળવીને ખર્ચો કરશો. નોકરિયાત વર્ગને કદાચ સ્થાનબદલી કે પ્રમોશનના ચાન્સ રહેશે. વ્યવસાયિક રીતે જોતાં હવે ઘણો ફાયદો થાય એવા પ્રોજેક્ટ્સ પર કામ હાથ ધરી શકશો.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય હજી થોડોક અજંપો-અકળામણ મહેસૂસ કરાવે. ખાસ કરીને કોઈ કૌટુંબિક સમસ્યાઓને કારણે મન બેચેન રહેશે. શક્ય એટલું શાંતિથી કામ કરશો તો આમાંથી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગને ડેડલાઈન પહેલા કામ પૂરું કરવાનું ભારણ મહેસુસ થાય. વ્યવસાયમાં તમારા આવક રિલેટેડ પ્રશ્નોનો હલ જોવા મળે. નવી ભાગીદારી થકી તમને મદદ મળે. જમીન-મકાનના પ્રશ્નોનો હલ આવવામાં હજી થોડોક સમય લાગશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન આપ ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશો. જે તમારો ઉત્સાહ અને કામનો જોશ પણ વધારે. આપના અગત્યના નાણાકીય પ્રશ્નો પણ હલ થતાં જોવા મળશે. લેણદેણ હવે સરભર કરી શકશો. નોકિરયાત વર્ગને પ્રગતિ આડેના અંતરાયો દૂર થાય. તમારી મહેનત સફળ થતી જોવા મળે. વેપાર-ઉદ્યોગમાં કોઈ મોટાં પ્રોજેક્ટ્સ હાથ લાગશે. ઘરમાં માંગલિક પ્રસંગોનું આયોજન થાય.
મકર (ખ,જ)ઃ આ સમયમાં મનોસ્થિતિમાં ઉદ્વેગ અને ઉચાટ વધતો જોવા મળશે. વિચારોને થોડાક કાબૂમાં રાખવા જરૂરી રહેશે. જોકે નાણાકીય દૃષ્ટિએ વાતાવરણ સાનુકૂળ બનતું જોવા મળે. વેપાર-ધંધામાં થોડુંક ઉપર-નીચે થાય, પરંતુ કોઈ નુકસાન રહેશે નહીં. નોકરીમાં નવી જગ્યાએ એપ્લિકેશન કરી હશે તો સકારાત્મક પરિણામ જોઈ શકશો. લગ્નવિષયક બાબતની ચિંતાઓ દૂર થતી જોવા મળે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ તમારી મહત્ત્વકાંક્ષાઓ સાકાર થતી જોવા મળશે. તમારા ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય. ધારેલી યોજનાઓ પરિપૂર્ણ થાય. જરૂરી આર્થિક આયોજન કરવાના તમારા પ્રયત્નો સફળ થાય. ધંધાકીય વ્યવહારોમાં પણ સાનુકૂળતા થતી જોવા મળે. અટકેલા કામકાજ કે કાયદાકીય ગૂંચવણ દૂર કરી શકાશે. નોકરિયાત વર્ગને જો કોઈ સમસ્યા હશે તો દૂર થાય. બઢતીના પણ યોગ છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ તમારી ચિંતાના વાદળો હવે દૂર થશે. સમયની સાનુકૂળતાને કારણે માનસિક ભારણ હળવું બને. હવે તમે કોઈ નવા કાર્યોની શરૂઆત કરી શકશો. આર્થિક ક્ષેત્રે તમારી મૂંઝવણો દૂર થાય. આવકના નવા સાધનો પ્રાપ્ત થશે. નોકરી-ધંધામાં પણ પરિસ્થિતિ સાનુકૂળ બનતી જોઈ શકશો. ઇમિગ્રેશનને લગતાં કામકાજો અટવાયેલા હશે તો હવે એમાં પણ આપ સફળતા પ્રાપ્ત કરી શકશો. નાનાં પ્રવાસનું આયોજન શક્ય બનશે.