તા. ૫ માર્ચથી ૧૧ માર્ચ ૨૦૧૬

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 02nd March 2016 07:23 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ એક યા બીજા કારણોસર અશાંતિ, ઉદ્વેગ કે કાલ્પનિક ચિંતાઓનો અનુભવ થશે. તમે વિચારો છો તેવું કંઇ બનવાનું નથી માટે માનસિક સ્વસ્થતા જાળવશો તો લાભમાં રહેશો. અંગત આરોગ્ય સાચવી લેજો. મકાન-મિલકતને લગતી બાબતો માટે સમય ધીમે ધીમે સાનુકૂળ બનશે. નોકરી-ધંધાની બાબતો અંગે ગ્રહો પ્રતિકૂળ છે. લાંબા ગાળે લાભ મળવાની શક્યતા છે. ગૃહજીવનમાં સામાન્ય મતભેદ રહેશે. બાકી ચિંતાનું કોઇ કારણ નથી. સરકારી કે કોર્ટકચેરીને લગતા પ્રશ્નો માટે ધ્યાન આપવું પડશે. એકંદરે આ સમય ખર્ચાળ પુરવાર થશે.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં નાના-મોટા અંતરાયો અને સંઘર્ષનો સામનો કરવો પડશે. માનસિક તંગદિલી અને અસ્વસ્થતાનો અનુભવ થાય. સ્થિરતા, સ્વસ્થતા ટકાવી રાખવા પડશે. આર્થિક સમસ્યાનું નિરાકરણ શોધી શકશો. નાણાકીય વ્યવહારમાં પ્રવાહિતા જળવાઇ રહેશે. જરૂરતના સમયે નાણાની જોગવાઈ થઈ જતાં કામ નભશે. યાત્રા-પ્રવાસ સફળ અને મજાના નીવડશે. સંતાનો બાબતની ચિંતા ઉકેલાય. આરોગ્યની કાળજી લેવી પડશે. અકસ્માતનું જોખમ છે. વાદ-વિવાદથી દૂર રહેજો. વ્યવસાયિક અને સંપતિ વિષયક કામગીરીમાં સફળ થશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળતાં રાહત જણાશે. ધીરજની કસોટી થતી જણાય. કાલ્પનિક ચિંતા અને ભય છોડશો તો જ પ્રગતિ ઝડપી બનશે. આર્થિક ભીંસ વધવાના કારણે તમારે નાણાકીય જોગવાઈ ઊભી કરવા માટે વધુ ધ્યાન આપવું પડશે. કોઈના ભરોસે નાણાકીય લેવડદેવડ કરવી નહીં. આવકના પ્રમાણમાં ખર્ચ તથા જાવક વધતા હાથ ભીડમાં રહેશે. ખોટા ખર્ચને કાબૂમાં રાખવા પડે. જમીન કે મિલકતને લગતા વિવાદ-અવરોધો ઊભા થાય. નોકરિયાત વર્ગને કેટલીક સારી તક મળશે. વિઘ્નોને પાર કરી શકશો. ધંધાકીય સમસ્યાઓ ઉકેલાય. અકસ્માત કે ઈજાથી સાચવવું. ગૃહજીવનમાં વાદવિવાદને ટાળીને સંવાદિતા સાધી શકશો.

કર્ક (ડ,હ)ઃ સપ્તાહ સાનુકૂળ તક આપનાર છે. મહત્ત્વની વ્યક્તિનો સહકાર મેળવશો. મનની મૂંઝવણો દૂર થાય. અગત્યની કામગીરી સફળ થાય. અલબત્ત, કેટલાક મતભેદોથી અશાંતિ-તણાવ રહે. આવકના પ્રમાણમાં ખર્ચનું પાસું વધતાં એકંદરે કટોકટ સ્થિતિ રહે. નાણાકીય ટર્નઓવર ધીમું પડે. બાકી ઉઘરાણી તરફ ધ્યાન આપવું જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે આ સમય ઠીક ઠીક સારો ગણી શકાય. બઢતી-બદલીની આશા ફળશે. વેપાર-ધંધામાં તમારી કામગીરી ફળદાયી બનશે. ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાય. મકાન કે સંપત્તિની બાબતમાં તમારા પ્રયત્નો સફળ થાય. મકાનનું સ્થળાંતર શક્ય બનશે. વાહનથી હેરાનગતિ વધે.

સિંહ (મ,ટ)ઃ યોજનાઓ અંગે સાનુકૂળતા કે સગવડો ઊભી થતાં તમારી પ્રગતિ થશે. સારી તકો મળશે. સફળતાના કારણે ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. આ સમયમાં ખર્ચ-વ્યયનું પ્રમાણ વધતું જશે. લેણી રકમો પૂરતી મળે નહીં. નોકરિયાતો માટે બદલી-બઢતીના યોગ છે. મહત્ત્વની વ્યક્તિની મદદ ઉપયોગી થાય. વેપાર-ધંધાના ક્ષેત્રે તમારો વિકાસ થતો જણાશે. મકાન-મિલકતના પ્રશ્નો હલ થાય. લગ્ન-વિવાહના પ્રશ્નોનો ઉકેલ આવવાની આશા છે. કૌટુંબિક બાબતો અંગે સમય સાનુકૂળ છે. સંતાનોની તબિયત નરમગરમ રહે. આ સમયમાં કોઈ મહત્ત્વની સમસ્યા હલ થાય તેવો માહોલ સર્જાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ મનની મૂંઝવણો દૂર થાય. કાર્યભાર જણાય, પરંતુ સફળતાની તકો વિશેષ મળશે. સ્થિતિ એકંદરે ઠીક ઠીક રહેશે. ખર્ચ અને અન્ય જરૂરિયાતો માટેની જોગવાઈ માટેના પ્રયત્નો સફળ થાય. ઉઘરાણી તરફ ધ્યાન આપવું જરૂરી છે. નોકરિયાત વર્ગ માટે આ સમય ઠીક ઠીક સારો ગણી શકાય. વિરોધીઓના હાથ હેઠા પડશે. અગત્યની કાર્યવાહી સફળ થાય. ધંધા-વેપારના ક્ષેત્રે હજુ નાની-નાની મુશ્કેલીઓ જણાશે. વિલંબથી કાર્ય સફળતા મળશે. અગત્યના કોલ-કરાર મોડા થાય. લગ્ન-વિવાહની સમસ્યાઓથી મુક્તિ મળે. પારિવારિક મતભેદોનું નિવારણ થશે. સંતાનોની તબિયત અંગે સાવધ રહેવું.

તુલા (ર,ત)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશામાં હોવાથી સફળતા ચોક્કસ સાંપડશે. પ્રગતિનો માર્ગ મોકળો થશે. કાર્યશીલ રહીને ધીરજ ધરશો તો આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ ઉકેલાશે. એકાદ મહત્ત્વના લાભની આશા ફળશે. નોકરિયાત વર્ગને વિઘ્નો કે અંતરાયો દૂર થતાં પ્રગતિનો માર્ગ ખુલ્લો થશે. કાર્યશીલ રહીને ધીરજ ધરશો તો આર્થિક સમસ્યા ગમેતેટલી ઘેરી હશે તો પણ હલ થશે. એકાદ મહત્ત્વના લાભની આશા ફળશે. વિરોધીઓ ખુલ્લા પડતા જણાશે. ધંધા-વેપારમાં નવીન તકો મળે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહમાં કંટાળો કે થાક વધતો જણાશે. લાગણીઓના ઘોડાપૂરને કાબૂમાં રાખવા પડે. નાણાકીય દૃષ્ટિએ ધાર્યું થાય નહીં. આવકમાં વધારો સામાન્ય રહે, પરંતુ સામી બાજુ જાવક - ખર્ચ વિશેષ જણાશે. નાણાકીય સંકડામણ અનુભવવી પડે. નોકરિયાતોને વધુ મહેનતે કાર્યસફળતા મળે. બઢતી-બદલીના અટકેલા કામકાજો વિલંબથી ઉકેલાશે. ઉપરી સાથેના સંબંધો સાનુકૂળ બને. આ સમયમાં વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી સમસ્યાઓ સારી રીતે ઉકેલવાનો માર્ગ મળશે. લાભની આશા ફળદાયી બને. ગૃહજીવનમાં મધુરતાનું વાતાવરણ સર્જાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયગાળામાં તમે કેટલાક પલટાઓ અને ફેરફારો જોઈ શકશો. પરિસ્થિતિ બદલાતી જણાશે. હવે ધંધા-નોકરીના પ્રશ્નો અંગે સાવધ રહેવું પડશે. તમારા વિરોધીઓ અંતરાય ઊભા કરવાનું કાર્ય કરતા હોય તેમ લાગશે. આર્થિક મુશ્કેલી અને નાણાકીય તંગી પણ તમારે જોવી પડશે. આ સમયમાં કોઈ નવા કાર્ય હાથ ધરતા પહેલાં સો વાર વિચાર કરજો. ઉતાવળા પગલાં ભરશો તો પસ્તાવાનો વારો આવશે. નાણાકીય લેવડદેવડમાં ખાસ ધ્યાન આપવું જરૂરી થઈ પડશે. અગત્યના કામો અંગે કોઈની મદદ લેવી પડશે. ભાઇભાંડુ અને સ્નેહી વર્ગનો સહકાર મળે.

મકર (ખ,જ)ઃ કોર્ટ-કચેરી અને સરકારી પ્રશ્નો અંગે સાનુકૂળતાઓ જણાશે. દાવા-વિવાદનો ઉકેલ આવતો જણાશે. હિતશત્રુઓનો પરાજ્ય થાય. તમારું સ્વાસ્થ્ય સુધરશે અને માનસિક ચિંતાનો ભાર હળવો થશે. વેપાર અને નોકરીમાં સફળતાનો યોગ જણાય છે. તમે ધીમી પણ નક્કર પ્રગતિ સાધી શકશો. પુરુષાર્થ વધારવો પડશે. કોઈની મદદથી કામ પાર પડતું જણાશે. ખોટા સાહસથી દૂર રહેજો. સફળતા માટે સંઘર્ષ અનિવાર્ય બની રહેશે. દાંપત્યજીવનમાં અશાંતિ ડોકિયાં કરશે. જીવનસાથીનું આરોગ્ય સંભાળી લેજો. નવી યાત્રા-મુસાફરીની તકો વધશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ રોકાણ કરેલા નાણા મળે અને ખર્ચાઈ પણ જાય. વાણીના કારણે મિત્રો-સ્વજનો સાથે થોડાક સમય માટે સંબંધો બગડશે. સગાં-સ્વજન તરફથી શુભ સમાચાર મળે. સંતાનોના અંગત પ્રશ્નોમાં રસ લેવાથી લાભ થાય. નાણાભીડ દૂર કરવા લોન લેવી પડે. સાહસિક વૃત્તિ પર કાબૂ રાખશો નુકસાનથી બચી શકશો. માતા-પિતાની સાથે વિવાદ થાય. અભ્યાસમાં રૂચિ રહે નહીં. બ્લડપ્રેશર હોય તો સંભાળવું. વાહન ચલાવવામાં કાળજી રાખવી. સંતાનસંબંધી પ્રશ્નોનો ઉકેલ મળી શકે છે. વિદેશથી શુભ સમાચાર મળી શકે છે. સમય શુભ છે. વિદ્યાર્થીઓને મહેનતના પ્રમાણમાં ધાર્યું ફળ મળે નહીં. હિતશત્રુથી હાથ હેઠા પડશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ લાગણી અને ગુસ્સાને કાબૂમાં રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિ મેળવી શકશો. ખોટી ગેરસમજોના કારણે વ્યથા-વિષાદ વધતા જણાશે. આર્થિક સ્થિતિ વધુ તંગ કે મુશ્કેલીરૂપ ન બને તે માટે ખોટા ખર્ચને રોકજો. પુરુષાર્થ જારી રાખશો તો સમસ્યાનો હલ મેળવી શકશો. નોકરિયાતને માર્ગ આડે જણાતા અવરોધો ધીમે ધીમે દૂર થતા જણાશે. પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય. સારી ધંધાકીય તક મળતી જણાય. મહત્ત્વના કોલ-કરારોથી લાભ થાય. મિલકત કે મકાનના પ્રશ્નો માટે હજુ સમય સાથ આપતો જણાશે નહીં. પરિસ્થિતિ ગૂંચવાશે. પૂર્વનિર્ધારિત કામ થાય નહીં. સમય અને નાણાનો વ્યય થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter