મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેતા અશાંતિ અને અંજપો વર્તાશે. મનને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરશો. ખોટા વિચારોને મનમાંથી હાંકી કાઢજો. નાણાંકીય પરિસ્થિતિ ઠીક ઠીક રીતે જાળવી શકશો. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે. જોકે ખોટા ખર્ચ - વ્યયના કારણે હાલત જૈસે થે રહેશે. આર્થિક આયોજન નહીં કરો તો નાાણાંભીડ તીવ્ર બનતી જણાશે.
વૃષભ (બ,વ,ઉ,)ઃ સપ્તાહ દરમિયાન અગત્યના કાર્યનો ભાર માનસિક તાણ રખાવશે. ઉશ્કેરાટ અને આવેશ પર કાબૂ રાખવો. ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળશો. નાણાંકીય સમસ્યાના કારણે પરિસ્થિતિ ઠેરની ઠેર રહેતી જણાશે. વધારાની આવક કે જોગવાઈઓ ચૂકવણીના સપાટામાં ચાલી જાય. નોકરી-ધંધાના ક્ષેત્રે હજી સંજોગો મધ્યમ છે. નોકરિયાતોએ તેમના પ્રશ્નો વધુ ગૂંચવાય નહીં તે જોવું રહ્યું. વેપાર-ધંધામાં ભાગીદાર સાથે વિવાદ સર્જાતો અટકાવજો.
મિથુન (ક,છ,ઘ)ઃ અંગત સમસ્યાઓના કારણે માનસિક બેચેની - વ્યથાનો અનુભવ થાય. મધ્યમ સમય છે. નાણાંકીય રીતે જોઇએ તો, એક બાજુ ખર્ચા અને ખરીદી વધશે તો બીજી બાજુ આવકમાં નજીવો વધારો જણાશે. આમ સ્થિતિ જેમની તેમ રહેતી જણાશે. યોજના અનુસાર કામ આગળ વધતું રહેશે. નોકરિયાતોના બઢતીના પ્રશ્નો ગૂંચવાશે. વેપાર-ધંધામાં મુશ્કેલી પેદા થતી જણાય. નવું આયોજન ખોરવાશે.
કર્ક (ડ,હ)ઃ માનસિક સ્વસ્થતા જાળવી શકશો. પ્રવૃત્તિઓ વિકાસ તરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. કેટલીક નવરચના અને લાભદાયી તકો મળતા ઉત્સાહ વધશે. આર્થિક કટોકટી મુશ્કેલ બનશે. નાણાંકીય પરિસ્થિતિ અગાઉ કરતાં પણ વધુ સમસ્યા સૂચવે છે. દેણું યા કરજ ન વધારશો. નાણાંની પ્રાપ્તિનો માર્ગ હવે અવરોધાતો જણાશે. ખર્ચ અને જવાબદારી વધારવા પર અંકુશ રાખજો. નોકરીના ક્ષેત્રે તમે ધારો છો તેવી તક આવીને સરી ન પડે તે જોવું રહ્યું. ગાફેલ રહેશો તો તક ગુમાવવી પડશે.
સિંહ (મ,ટ)ઃ અકારણ ચિંતાઓના કારણે ટેન્શન - તણાવ વધતા જણાશે. તમે વધુ કાર્યરત રહીને ચિંતાનો બોજ હળવો કરી શકશો. તમે જો ઝડપથી પરિણામની આશા રાખતા હશો તો તેમ થશે નહિ. આવી આશાથી નિરાશા જ સાંપડશે. સંજોગો સુધરતા અને કેટલાક સારા લાભની તક મળતા આવક વધશે. નાણાંકીય આયોજન કરી શકશો. પરિણામે આર્થિક મામલે કોઈ વાંધો આવે તેમ લાગતું નથી.
કન્યા (પ,ઠ,ણ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા મળશે. આ સમયમાં પરિવર્તનકારી સંજોગો જણાશે. ઉત્સાહ વધશે. માનસિક સ્વસ્થતા અને સમતોલન જાળવી શકશો. મહત્ત્વના સમાચારથી આનંદ મળે. આવકનું પ્રમાણ વધારી શકશો. જરૂરિયાત પ્રમાણે નાણાંકીય જોગવાઇ થઈ શકશે. અણધારી જરૂરતને પહોંચી વળશો. લોન-કરજ યોગ છે. નોકિયાત માટે આ સમય પરિવર્તન અને બદલીનો છે. વેપાર-ધંધામાં કેટલીક મુશ્કેલીઓ બાદ કરતા એકંદરે પ્રગતિકારક સમય છે. વિકાસ માટે સમય સારો છે.
તુલા (ર,ત)ઃ તમારી મનોમૂંઝવણ કે આંતરિક વ્યથાની સ્થિતિમાંથી મુક્તિ મળશે તેવું ગ્રહયોગો સૂચવે છે. હવેના સમયમાં આત્મવિશ્વાસપૂર્વક આગળ વધવું. આવકના નવાં સ્રોતો વધારવાનું કાર્ય સફળ થશે. ચાલુ આવક ઉપરાંત વધારાની આવક થાય. ખર્ચ પણ વિશેષ થવાના યોગો છે. વિરોધીઓની ચિંતા કર્યા વિના આગળ વધો. કાર્યસફળતાનો યોગ છે. નોકરીમાં બઢતી મળે. વેપાર-ધંધામાં રચનાત્મક ફેરફારો થશે.
વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહના ગ્રહયોગો માનસિક સ્વસ્થતામાં સુધારો સૂચવે છે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. આપનું કશું અનિષ્ટ થવાનું નથી. આ સમયમાં આવકવૃદ્ધિ થતાં યા કોઈ જૂના લાભ મળતા આ સમય રાહત આપતો પુરવાર થશે. આયોજન માટે આર્થિક આયોજન થઇ શકશે. શેરસટ્ટાથી લાભના યોગ નથી. લાલચ ટાળશો તો બચી શકશો. નોકરિયાત માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતા માર્ગ સરળ બનશે. ઉન્નિતકારક તક મળશે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માનસિક તંગદિલી કે અકળામણ વધશે. અકારણ ચિંતાઓથી અંતઃકરણમાં અશાંતિનો અનુભવ થાય. સમય-સંજોગોને મન પર બોજ વધારવા દેશો નહીં. નાણાંકીય જવાબદારી વધતી જોવાશે. આવક કરતાં ખર્ચના પ્રસંગો વધશે. રોકાણ અને લાભમાં અંતરાય જણાશે. કોઇને ધીરધાર કરશો નહીં. નુકસાન - હાનિના યોગ છે. નોકરિયાતોને ઉત્સાહ વધે તેવી તક મળે. પ્રગતિ - ઉન્નતિનો માર્ગ ખૂલતો લાગે. વિરોધીના હાથ હેઠા પડશે.
મકર (ખ,જ)ઃ મનોબળ દૃઢ બનાવીને તમારા અયોજન પ્રમાણે આગળ વધશો તો અવશ્ય સફળતા મળશે. નાણાંકીય મુશ્કેલીઓ અને વિકટ પરિસ્થિતિમાંથી ઘણા પ્રયત્નોએ માર્ગ મેળવી શકશો. અણધારી મદદથી કામ પાર પડશે. વિશેષ લાભની આશા ઠગારી નીવડે. જૂની ઉઘરાણીનાં નાણાં મેળવી શકશો. નોકરિયાતોને કેટલીક પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. હેરાનગતિ અને અવરોધો જણાશે. ઉપરી સાથે વિવાદ ન જન્મે તે જોવું રહ્યું. વાણીમાં ઉગ્રતાને સંયમમાં રાખજો.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહમાં સફળતા - સાનુકૂળતાનું વાતાવરણ સર્જાતાં સમય મજાનો નીવડશે. પુરુષાર્થ ફળશે. મહત્ત્વના કામકાજોમાં તમને પ્રગતિ જોવા મળે. માનસિક ઉમંગ-ઉત્સાહ વર્તાશે. આર્થિક દૃષ્ટિએ સમય શુભ હોવાથી તમારી ચિંતા કે બોજો હળવો થાય. નાણાંકીય ગોઠવણોમાં સાનુકૂળતા જણાશે. ઉઘરાણી યા લેણી રકમો પ્રાપ્ત કરી શકશો. નોકરિયાતો માટે આ સમય મિશ્ર ફળ આપનારો છે. વધુ પ્રયાસે કાર્યસફળતાના યોગ છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો તમે વધુ નિરાશામાંથી ઉગરી શકશો. આવકમાં હાલ તો વૃદ્ધિને અવકાશ જણાતો નથી. ચૂકવણી સામે ઉઘરાણી મેળવવા પ્રયત્નશીલ બનજો. આ સમય નાણાંભીડ સૂચવે છે. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું. ઉતાવળા નિર્ણયો ન લેવા. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રતિકૂળતાના કારણે ધાર્યા લાભ મળે નહીં. મકાન-મિલકત અંગેની સમસ્યા યથાવત્ રહે. ગૃહજીવનમાં વિચારભેદના કારણે ચકમક ઝરે.