વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
મેષ રાશિ (અ,લ,ઈ)ઃ આ સમય અને સંજોગો તમારામાં નવીન ઉત્સાહ જગાવશે. આશંકાઓ ખોટી પડશે અને વિકાસની નવી તકો ઉભી થતી જોવા મળશે. અંગત કામકાજનો બોજો હળવો થાય. નાણાકીય સાહસમાં સફળતા પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગ માટે મિશ્ર સમય છે. સંપત્તિની ખરીદવાની અથવા તો મકાન બદલવાની ઇચ્છા ધરાવતા હો તો સફળતા મળે. કૌટુંમ્બિક સંપત્તિના પ્રશ્નોનો નિકાલ આવે. આ સમય વિદ્યાર્થીઓ માટે વધુ મહેનત સૂચવે છે.
વૃષભ રાશિ (બ,વ,ઉ)ઃ ઉમંગ-ઉલ્લાસ અનુભવશો. પ્રવૃત્તિઓ વિકાસતરફી થતાં તમારો આત્મવિશ્વાસ વધતો જણાશે. લાંબા સમયથી અટવાયેલ ઉઘરાણીઓના કામકાજ પાર પાડી શકશો. આવકનું પ્રમાણ વધે. ધંધાકીય ક્ષેત્રમાં કોઈ મોટા રોકાણ થાય. નોકરિયાત વર્ગને પ્રમોશનના ઉજળા સંજોગ છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી સફળતા માટે થોડીક વધુ રાહ જોવી પડશે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે થોડીક ચિંતા રહે.
મિથુન રાશિ (ક,છ,ઘ)ઃ આ સમય દરમિયાન થોડીક વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, જેનાં કારણે થોડીક માનસિક અસ્વસ્થતા રહે. ધંધા-નોકરીના ક્ષેત્રમાં તણાવભર્યો માહોલ જોવા મળે. કાર્યોમાં વિલંબ જણાય. જોકે નાણાકીય સદ્ધરતાને કારણે થોડીક રાહત કેળવાય. સંતાનોના અભ્યાસ બાબતે મહત્ત્વના નિર્ણયો લેવા પડે. સ્થાનફેરની શક્યતા છે. દાંપત્યજીવનમાં જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે, જે આપના જીવનમાં નવી આશાનું કિરણ જગાવે.
કર્ક રાશિ (ડ,હ)ઃ સમય આશાસ્પદ જણાય. નવી કાર્યરચનાઓને કારણે ઉત્સાહ વધે. તમારા પ્રયત્નો સફળ થતાં પ્રગતિના માર્ગો ખૂલે. નાણાકીય પ્રશ્નોનો નિકાલ આવે. નોકરિયાત વર્ગ માટે સમય સાનુકૂળ અને પ્રગતિકારક છે. ગૂંચવાયેલી સમસ્યાઓનો ઉકેલ મળતાં સહયોગીઓમાં પ્રશંસાને પાત્ર બનશો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ સારો છે. માતા-પિતાના સ્વાસ્થ્ય બાબતે થોડીક વધુ કાળજી રાખવી પડે.
સિંહ રાશિ (મ,ટ)ઃ તમારી માનસિક દૃઢતા અને સ્વસ્થતા વધશે. મહત્ત્વાકાંક્ષાની પ્રાપ્તિ માટે જરૂરી સાનુકૂળતા જોવા મળશે. માન-મરતબામાં વધારો થશે. તમારી યોજનાઓને સફળ થતી જોઈ શકશો. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળ જણાય. આવકવૃદ્ધિના માર્ગ વધે. નોકરિયાત વર્ગને પ્રગતિ - પ્રમોશન મળવાના ચાન્સીસ વધે. જમીન-મકાનના સોદામાં ફાયદો થાય. નાના પ્રવાસનું આયોજન થાય. વિદ્યાર્થીઓને સારાં સમાચાર મળે.
કન્યા રાશિ (પ,ઠ,ણ)ઃ માનસિક સ્વસ્થતા જળવાશે. મન પરનો બોજો હળવો થાય. નવા કામકાજોમાં પ્રગતિ પ્રાપ્ત થાય. આર્થિક પરિસ્થિતિ તરફ વિશેષ ધ્યાન આપવું પડશે. મોટા ખર્ચ કે મૂડીરોકાણ ખૂબ જોઈ-જાળવીને કરશો. નોકરિયાત વર્ગને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વેપાર-ધંધામાં કોઈ મહત્ત્વના કરારો કરતા પહેલાં ખૂબ અભ્યાસ કરી લેશો. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નોનો હલ આવશે. સંતાનોની લગ્નવિષયક બાબતો પર મહત્ત્વના નિર્ણય લેવાય.
તુલા રાશિ (ર,ત)ઃ અંગત મૂંઝવણ કે સમસ્યાઓનો ધીમી ગતિએ ઉકેલ આવશે. કાલ્પનિક્તા અને વાસ્તવિક્તામાં આસમાન-જમીનનો ફરક જોવા મળે, જેથી વિચારોના ઘોડાને કાબૂમાં રાખીને નિર્ણય કરશો. નાણાકીય પ્રશ્નોનો હલ આવતા થોડી રાહત રહેશે. મકાનના રિપેરીંગના કે લે-વેચના કાર્ય પાર પડે. નોકરીના ક્ષેત્રમાં કોઈક મહત્ત્વના નિર્ણય લેવા પડશે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. વિદ્યાર્થીઓ પોતાની મનપસંદ જગ્યાએ એડમિશન મેળવી શકશે.
વૃશ્ચિક રાશિ (ન,ય)ઃ આ સમય દરમિયાન આવેશ, ઉગ્રતા કે ક્રોધને કાબૂમાં રાખશો. કામકાજની ખોટી ચિંતાથી પણ દૂર રહેશો. આ સમયમાં વધુ પડતા ખર્ચના કારણે અથવા તો અગત્યના મૂડીરોકાણના કારણે થોડીક નાણાકીય ખેંચનો અનુભવ થાય. જોકે આ બાબત આપને લાંબા ગાળે ફાયદો કરાવશે. નોકરીના ક્ષેત્રમાં પરિસ્થિતિ અને સંજોગો સુધરતા તમારો પુરુષાર્થ ફળશે. સંતાનોના અભ્યાસની ચિંતાઓ આપને માનસિક અસ્વસ્થ બનાવ.
ધન રાશિ (ભ,ધ,ફ,ઢ)ઃ આપની મનોસ્થિતિ ઉદ્વેગ અને ઉત્પાત સૂચવે છે. અંજપો વધે. લાગણીઓ અને આવેશને કાબૂમાં રાખવા જરૂરી. નાણાકીય દૃષ્ટિએ પરિસ્થિતિ સાનૂકુળ બનતાં થોડી રાહત વર્તાય. જૂની ઉઘરાણી કે લેણી રકમના નાણા પરત મળે. નોકરિયાત વર્ગને આ સમયમાં કામકાજનો બોજ વધે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય થાય. વિદ્યાર્થીઓને વણઉકેલ પ્રશ્નનો ઉકેલ મળતાં રાહત વર્તાશે. પરિવાર સાથે તીર્થયાત્રાનું આયોજન થાય.
મકર રાશિ (ખ,જ)ઃ આ સમયમાં સાનૂકુળ તકો પ્રાપ્ત થાય, જે કાર્યોમાં પ્રગતિ અને સફળતા અપાવે. ધંધા-વ્યાપારમાં નવા રોકાણો થાય. નોકરીના ક્ષેત્રમાં સ્થાન પરિવર્તનના ચાન્સ રહેશે. આર્થિક દૃષ્ટિએ જોઇએ તો, ખર્ચાઓની સાથે આવકમાં પણ વધારો જોવા મળે. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નોનો ઉકેલ આવે. કુટુંબમાં માંગલિક પ્રસંગોને કારણે આનંદમય વાતાવરણ બની રહે. વિદ્યાર્થીઓને માર્ગ આડેના અંતરાયો દૂર થાય. ખુશીના સમાચાર મળે.
કુંભ રાશિ (ગ,સ,શ,ષ)ઃ આ સમય અજીબ પ્રકારની અકળામળનો અનુભવ કરાવે. આર્થિક જવાબદારીનું ભારણ વધતું જોવા મળે. ધંધા-નોકરીના ક્ષેત્રમાં કામકાજની વ્યસ્તતાને કારણે મન બેચેની અનુભવે. ઉપરી અધિકારી સાથે બોલાચાલી ન થાય, એનું ખાસ ધ્યાન રાખશો. કોર્ટકચેરીના કાર્યો હજી અટવાયેલા રહે. વિદ્યાર્થીઓને સમયની કિંમતનો અહેસાસ થાય. ખૂબ મહેનતથી સારા પરિણામ પ્રાપ્ત કરી શકશો.
મીન રાશિ (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ આપને આધ્યાત્મિક્તા તેમજ મનની શાંતિ માટે આત્મમંથન તરફ દોરી જાય. જે આપને અંદરથી ઉત્સાહિત અને પ્રફુલ્લિત બનાવશે. આપ મહત્ત્વના નિર્ણયોનો ઉકેલ પ્રાપ્ત કરીને સફળતા અને પ્રગતિ હાંસલ કરી શકશો. વ્યાપાર-નોકરીના ક્ષેત્રમાં આપના યોગદાનની નોંધ લેવાય. સંતાનોના પ્રશ્નો હલ થાય. માતા-પિતા સાથે પ્રવાસ કે કોઈક તીર્થયાત્રાનું આયોજન થાય.