મેષ (અ,લ,ઈ)ઃ માનસિક સ્વસ્થતા જાળવવામાં ગ્રહયોગ મદદરૂપ થશે. ખોટી ચિંતા કે ભય રાખવાની જરૂર નથી. તમારું કશું અનિષ્ટ થવાનું નથી. નાહક ચિંતા કરશો નહિ. જરૂરી ખર્ચાઓ કે મૂડીરોકાણ અંગે જોઈતી સહાય, લોન વગેરે મેળવશો. કામકાજ અટકશે નહિ. ખર્ચાઓને પહોંચી વળશો. યશ-આબરૂ વધશે. અટવાયેલા લાભ મેળવશો. નોકરિયાતો માટે આ સમય પરિવર્તનનો છે, પ્રગતિકારક છે. સ્થાનવૃદ્ધિ માટે પણ સૂચક છે. વેપારી વર્ગ આ સમયમાં સર્જાતી તકો ઝડપી લેશે તો લાભ છે. કાયદાના પ્રશ્નોથી સાવધાન રહેજો. સંપત્તિની સમસ્યા ઉકેલાતી જોવા મળશે. સપ્તાહમાં સુખ- સગવડના સાધનોની ખરીદી થાય કૌટુંબિક ક્ષેત્રે કેટલાક પ્રસંગોને કારણે તમારી લાગણી દુભાશે. લગ્ન-વિવાહની ગૂંચવણોનો ઉકેલ મળે.
વૃષભ (બ,વ,ઉ)ઃ મનની મુરાદ બર ન આવતા અશાંતિ કે અંજપો રહેશે. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશ જણાશો. આવકવૃદ્ધિનો લાભ મળતા રાહત થશે. ખર્ચાઓની જોગવાઈ ઊભી થશે. કામ પૂરતા નાણાં મળવાના યોગ છે. નોકરિયાત માટે હવે વાતાવરણ સાનુકૂળ બનવા લાગશે. લાંબા સમયથી અટકેલા લાભો અને બઢતીની તકો વધશે. તમારા પ્રયત્નો સફળ થશે. વેપાર-ધંધાના ક્ષેત્રે સફળતા અને વિકાસની તકો છે. નવા લાભો મળે. મકાન-જમીનની કામગીરીમાં સફળતા મળે. કુટુંબના પ્રશ્નો મૂંઝવતા હશે તો મહત્ત્વનો નિર્ણય લઈ શકાશે. વિદ્યાર્થીઓ માટે આ સમય આશાસ્પદ અને સાનુકૂળ નીવડશે. નવા પરિચયો બંધાશે.
મિથુન (ક,છ,ઘ)ઃ ભાગ્ય સાથ આપતું હોય નવીન કામોમાં પ્રગતિ થશે. વિઘ્નો પાર કરી શકશો. ઉત્સાહ આત્મવિશ્વાસ વધશે. અલબત્ત તમારા કામકાજોમાં વિલંબ જરૂર થશે. આ સમય એકંદરે વધુ ખર્ચાળ અને મૂંઝવણરૂપ જણાશે. ગૂંચવણો આવશે. આર્થિક જવાબદારી કે બોજો વધતો જણાશે. નોકિરયાતો હો કે ધંધાદારી, આ સમય સખત મહેનત માગી લેશે. ધારણાઓ ફળે નહિ. પુરુષાર્થ વધુ કરવો પડે છતાંય સફળતા મેળવવામાં વિલંબ થાય. ગૂંચવાયેલા સંપત્તિના પ્રશ્નો ધીમે ધીમે હલ થાય. ખરીદ-વેચાણના કામકાજો માટે સમય સાનુકૂળ છે. નવું મકાન શોધવાના પ્રયાસો ફળશે. ગૃહજીવનમાં સંવાદિતાનું વાતાવરણ ધીરે ધીરે સર્જી શકાય. જીવનસાથી તરફથી લાગણી અને હૂંફ મળે.
કર્ક (ડ,હ)ઃ આ સમયમાં તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવજો. અવાસ્તવિક અને કાલ્પનિક ચિંતાઓ જણાશે. આધ્યાત્મિક માર્ગ દ્વારા જ શાંતિ પામશો. નિરાશા અને નકારાત્મક વિચારો છોડી દેજો. આર્થિક મુસીબતોમાંથી માર્ગ મેળવશો. આવકમાં વૃદ્ધિની તકો ઊભી થશે. નાણાંના અભાવે અટવાયેલા કાર્યો માટે જરૂરી વ્યવસ્થા કરી શકશો. નોકરિયાતોના ગૂંચવાયેલા પ્રશ્નો ઉકેલાશે. વિઘ્નોમાંથી માર્ગ મળશે. સંઘર્ષમય સ્થિતિમાંથી બહાર નીકળશો. વેપાર-ધંધાની પરિસ્થિતિમાં પરિવર્તન આવશે. જમની-મકાનની બાબતો માટે સમય સાનુકૂળ નથી. માનસિક અશાંતિ જણાશે. ગૃહજીવનમાં સાનુકૂળ વાતાવરણ રહેશે. પ્રવાસ-મુલાકાતોથી લાભ થાય. શત્રુના કારણે કામ અટકતું જણાય. સંતાનોના પ્રશ્નો સુખદ રીતે ઉકેલાશે.
સિંહ (મ,ટ)ઃ તમારા પ્રશ્નોનો સાનુકૂલ ઉકેલ મળશે. આર્થિક પરિસ્થિતિ સુધરશે. આવક વધતાં આર્થિક જવાબદારીઓ પાર પાડી શકાશે. નોકરીના ક્ષેત્રે તમારા પ્રયત્નો ફળશે. કોઈની સહાયતા પ્રાપ્ત થાય. મૂંઝવણોમાંથી માર્ગ મળશે. વેપાર-ધંધાની પરિસ્થિતિ વ્યવસ્થિત બનાવીને સારા લાભ ઊભા કરી શકશો. જમીન-મકાનની સમસ્યાઓ મુંઝવશે. તેને લગતા ખર્ચ વધે અને ધાર્યા પ્રમાણે કામ ન થાય. સંયુક્ત મિલકતો વિશેની ચિંતાઓમાંથી બહાર આવવાનો માર્ગ મળે. જીવનસાથીનો પ્રેમ અને સહકાર મળે. ગેરસમજોનું વાતાવરણ દૂર થાય. સામાજિક કૌટુંબિક કાર્ય પાર પાડી શકશો. સ્નેહી- સ્વજન ખાસ લાભ કરતા બને નહિ. તબિયતની કાળજી લેવી. પ્રવાસ સફળ થાય. સંતાનો પ્રશ્ન ઉકેલાય. સરકારી કચેરીને લગતાં કામકાજોમાં વિઘ્નો જણાશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ આવેશ અને ગુસ્સાને અંકુશમાં રાખજો. કોઇ મુદ્દાને મમત કે સ્વમાનનો પ્રશ્ન બનાવશો તો અંતે સ્થિતિ તંગ જ રહેશે. ધીરજ અને ક્ષમતા કેળવવા જેવો સમય છે. અલબત્ત તમારી સક્રિયતા વધશે. નાણાકીય જવાબદારી વધશે. ખર્ચ અને હાનિના યોગ છે તો અણધારી આવકના યોગ પણ છે. નાણાકીય કામકાજો અંગે તમારા પ્રયાસો વિલંબથી સફળ થશે. આ સમય નોકરિયાતો માટે સાનુકૂળ છે. માર્ગ આડેના વિઘ્નો દૂર થશે. ખાતાકીય સમસ્યાઓ ઉકેલાશે. બદલી- પરિવર્તનની તક છે. ધંધા-વેપારના ક્ષેત્રે હવે વિકાસ સાધી શકશો. જમીન-વાહન કે સંપત્તિને લગતી તમારી કાર્યવાહી માટે સમય સાનકૂળ છે. કૌટુંબિક સંપત્તિઓ અંગે હજુ માનસિક તાણ જણાશે. આગ કે અકસ્માતથી સાચવજો. નવા કામકાજોનો પ્રારંભ થઈ શકશે. હિતશત્રુના કારણે તમારે થોડું સહન કરવું પડે.
તુલા (ર,ત)ઃ માનસિક રાહત અને નવસર્જનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય. તમારા મહત્ત્વના કામકાજોમાં વધુ સારી તક અને સફળતા મેળવશો. માનસિક તાણ અને અશાંતિથી હવે રાહત મળશે. પ્રોત્સાહક પ્રસંગો સર્જાશે. આ સમય તમને નાણાભીડ તથા ચિંતાનો અનુભવ કરાવશે. ધાર્યું ફળ મળે નહિ. નોકરીના ક્ષેત્ર વાતાવરણ યથાવત્ રહે. બઢતીનો માર્ગ રુંધાશે. વાદ-વિવાદ સર્જાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ તમારા સંજોગો હજુ સુધરતા દેખાતા નથી. આ સમયમાં જમીન-મકાન અંગેના કામકાજો ઉકેલાશે. કૌટુંબિક ઉપાધિથી હવે હળવાશ મળશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય સાનકૂળ અને પ્રગતિકારક છે. તમારી મહત્ત્વની કામગીરીમાં પરિસ્થિતિ સુધરતી જણાશે. મહત્ત્વની તક મળે. માનસિક ઉલ્લાસ અનુભવશો. નાણાકીય સ્થિતિ મિશ્ર જણાશે. આવકવૃદ્ધિનો માર્ગ ખુલશે. તમારો પુરુષાર્થ ફળદાયી બનશે. લાભદાયી નવરચના થાય. તેની સામે ખર્ચ અને વ્યય વધશે. નોકરિયાતો માટે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી જણાશે. બદલી-બઢતીના પ્રશ્નો ઉકેલાતા જણાશે. વિરોધીઓ ફાવી ન શકે. ધંધાના ક્ષેત્રે હવે તમારી પ્રવૃત્તિ સફળ થાય. માર્ગ આડેના અંતરાયોને પાર કરી શકશો. ભાગીદારોથી વિવાદ સર્જાશે. તમારા મકાન-મિલકતના પ્રશ્નોના ઉકેલ માટે ગ્રહયોગો સાથ આપશે. આર્થિક જવાબદારી અદા કરી શકશો. સંપત્તિ અંગેના વિવાદો પણ ઉકેલી શકશો. કૌટુંબિક પ્રશ્નો મતભેદોને કુનેહથી ઉકેલી શકશો.
ધન (ભ,ફ,ઢ,ધ)ઃ વિવિધલક્ષી પ્રવૃત્તિમાં તમે આગેકૂચ કરી શકશો. દૃઢ મનોબળ અને મક્કમ નિર્ધારથી સફળતા મળતા ઉત્સાહ વધશે. આવેશોને કાબૂમાં રાખજો. આ સમયમાં કોઈ પણ પ્રકારના સાહસોમાં નાણાં રોકવા હિતાવહ નથી. વર્તમાન આવક સિવાય વધારાની આવકનો યોગ નથી. સારી નોકરી મેળવવાના પ્રયાસ કરતા હો તો સફળતા મળશે. મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. સહકર્મચારી કે ઉપરી સાથેના સંબંધો સાચવજો. જમીન કે મકાનના કોઈ કામ અટક્યા હશે તો તે પતાવી શકશો. કુટુંબના કોઈ સ્વજનની માંદગી ચિંતા કરાવશે. જીવનસાથી સાથે લાગણીઓના ઘર્ષણ કે નાની વાતોથી ચકમક ઝરવાના પ્રસંગો નિવારજો. કુનેહ કામ લાગશે. સંતાનોની તબિયત સાચવવા ભલામણ છે. પ્રવાસ ફળશે. મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય.
મકર (ખ,જ)ઃ માનસિક બળ જાળવી રાખવું પડશે. જો તમારા આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા નહીં મળે. વિપરીત સંજોગો સર્જાય તો પણ ચિંતા કરશો નહીં. તમારી આવકની બાજુઓ પર સવિશેષ ધ્યાન આપજો. આ સમય વધુ પડતો ખર્ચાળ છે. અણધાર્યા ખર્ચ પણ થશે. નોકિરયાતો માટે આ સમય કામકાજોનો બોજો વધારનાર અને હરીફ તથા કર્મચારીઓ સાથે મતભેદ વધારનારો છે. ધાર્યું ફળ મળે નહિ. ધંધાકીય ક્ષેત્રે વધુ વિઘ્ન જણાશે. જમીન-મકાનની બાબતો અંગે પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે તેથી આ પ્રકારના કાર્યોથી નુકસાન જણાય. ગૃહજીવનમાં સાનુકૂળ વાતાવરણ રહેશે. સ્નેહીજનથી મિલન-મુલાકાત થાય. કૌટુંબિક કારણોથી ખર્ચ થાય. પ્રવાસ-મુલાકાતોથી લાભ થાય.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહમાં સ્વસ્થતા અને મનની બાબતે થોડી વ્યથામાંથી ક્રમશઃ મુક્તિ મળશે. સર્જનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય. કેટલાક પ્રયત્નો સાકાર થતા આશાસ્પદ વાતાવરણ જોઈ શકશો. પડકારને પહોંચી વળવાની શક્તિ મેળવશો. આ સમયના ગ્રહયોગો અટવાયેલા લાભ ઉઘરાણી દ્વારા આવક વધે આપણી જરૂરિયાત સંતોષાતી જણાશે. નોકરિયાત માટે આ સમય એકંદરે સાનુકૂળ અને પ્રગતિકારક જણાશે. માર્ગમાં અવરોધો સર્જાતા લોકો ફાવશે નહીં. વેપાર-ધંધાના ક્ષેત્ર તમારા પ્રયત્નો ફળશે. મકાન-સંપત્તિની બાબત અંગે આ સમય જોખમ ઉઠાવવા જેવો નથી. વિઘ્નો આવશે. મનની મુરાદ બર આવે નહીં. કૌટુંબિક બાબતો અંગે તમારે મહત્ત્વના નિર્ણયો લેવા પડે. કોઈ કારણસર ઘર્ષણ કે વિવાદના પ્રસંગો ઊભા થતાં દુઃખ થાય.
મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં આવેશ કે ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર રહેવું. માનસિક અસુખ તેમજ અકારણ ભારની લાગણી અનુભવશો. અગત્યના કાર્યમાં અવરોધના કારણે ચિંતા જણાય. નાણાંકીય સગવડના અભાવે કાર્યો અટકશે. આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે. નોકરિયાત વર્ગ પુરુષાર્થનું ફળ મેળવશે. બદલી કે પરિવર્તનની ઇચ્છા હશે માટે યોગ્ય તક મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળશો. મકાન બદલવાની ઇચ્છા હો તો હજુ બર નહિ આવે. સંપત્તિના ખરીદ કે વેચાણના કાર્યોમાં અવરોધ આવશે. દામ્પત્યજીવનમાં કલહ-કંકાશના બનાવો અટકાવવા જરૂરી છે. જીવનસાથીની તબિયત સાચવવી. કૌટુંબિક ક્ષેત્રે આ સપ્તાહ મધ્યમ પુરવાર થાય.