મેષ (અ,લ,ઇ)ઃ આપ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નવીન પરિસ્થિતિ સાથે સાનુકૂળતા સાધશો તો વધુ આનંદ માણી શકશો. નાણાંકીય પરિસ્થિતિ વધુ બગડે નહીં તે જોજો. ખર્ચાઓ પર કાબૂ રાખજો. તમારી આવક વધારવાના પ્રયત્નો સફળ થશે નહિ. નોકરિયાતમાં કામગીરીઓ થકી યશ-માન મેળવી શકશો. કામકાજનો બોજો જવાબદારી વધારશે. ઉપરી સાથે મતભેદ નિવારવા જરૂરી. વિઘ્નસંતોષીઓથી સાવધ રહેજો.
વૃષભ (બ,વ,ઉ)ઃ આવકવૃદ્ધિ યા કોઈ જૂનો લાભ મળતા આ સમય રાહત આપતો પુરવાર થશે. તમારા કામ પૂરતા નાણાં મળવાનો યોગ છે. શેર-સટ્ટાથી લાભ ન મળે. નોકરિયાતો માટે પરિસ્થતિ ધીમે ધીમે સુધરતી જણાશે. વિરોધીઓ દૂર થતાં લાગે. આગેકૂચનો માર્ગ સરળ બને. કાર્યભાર વધતા અને તમારી લાગણીઓ છેડાતા તમારે માનસિક સંઘર્ષ કરવો પડે. તાણ વધશે. આવેશની લાગણીઓ પર કાબૂ રાખજો.
મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયના ગ્રહયોગ દર્શાવે છે કે મનોસ્થિતિ મૂંઝવણભરી રહેશે. પૂર્વનિર્ધારિત યોજનાઓમાં હજુ જોઈએ તેટલી પ્રગતિ ન જોવાતા અસ્વસ્થતા વધે. આ સમય તમારી નાણાંકીય બાબતો પ્રત્યે વધુ લક્ષ યા તકેદારી માંગી લે તેવો છે. આ સપ્તાહમાં કૌટુંબિક તેમજ આરોગ્ય સંબંધિત ખર્ચાઓ ઉપરાંત નવા મૂડીરોકાણને કારણે બોજો વધે તેવો યોગ સૂચવે છે. નોકરિયાતને કામકાજની જવાબદારીનો બોજ વધશે. વિરોધીઓથી સાવચેત રહેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે પણ વિલંબથી કાર્ય થવાના યોગો જણાય છે. આરોગ્યની કાળજી લેવા સલાહ છે.
કર્ક (ડ,હ)ઃ આ સમયના ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતા વિકાસ સૂચવે છે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આ સમયમાં તમારી આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતો માટે આ સમય વિઘ્નરૂપ જણાય. તમારા કામકાજો હજુ સ્થગિત રહેતા જણાશે. અગત્યના નિર્ણય માટે રાહ જોવી પડે. ધંધાદારી વર્ગને સામા પવને ચાલતા હોય તેમ જણાય. મકાન-સંપત્તિ તેમજ મિલકતો અંગેના પ્રશ્નોનો નિવેડો આવશે.
સિંહ (મ,ટ)ઃ આ સમયમાં માનસિક ઉદ્વેગ વધતો જણાશે. કેટલીક તકલીફો વધતા ચિંતાનો અનુભવ થશે. સ્વસ્થતા કેળવવા તરફ લક્ષ આપજો. નાણાંકીય દષ્ટિએ વિકટ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવો પડશે. આવક સામે ખર્ચા વધુ રહેશે. નોકરિયાતોને માટે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે અને વિરોધીઓ દૂર થતાં લાગે. માર્ગ સરળ બનશે. ઉન્નતિકારક તક મળશે. ધંધાકીય યોજનામાં સારી પ્રગતિ જણાશે. વિકાસ સાધી શકશો. મકાન-સંપત્તિને લગતા કામો માટે મુશ્કેલીઓ વધુ જણાશે. ખોટા ખર્ચા વધશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા તમારે ધીરજ રાખવી પડશે. તમારી ઉન્નતિનો માર્ગ ખુલ્લો થશે. ઉજ્જવળ સફળતા મળતાં તમારી પ્રગતિ થયા વિના રહેશે નહીં. માનસિક સ્વસ્થતા જાળવી શકશો. નાણાંકીય દૃષ્ટિએ આ સમય મૂંઝવણભર્યો છે. ખર્ચને પહોંચી વળવા માટે તમારે વધુ વ્યવસ્થિત બનવું પડશે. એકાદ-બે મોટા ખર્ચ આવી પડશે. ધીરેલા કે ફસાયેલાં નાણાં મળતાં રાહત થાય. નોકરિયાતોને માટે સમય સાનુકૂળ નીવડશે. તમારા માર્ગના અવરોધોથી ચિંતા કરશો નહીં. આગળ વધ્યે જાવ. તમારું કોઈ કશું છીનવી શકશે નહીં.
તુલા (ર,ત)ઃ આ સપ્તાહમાં કામકાજો ગૂંચવાય નહીં તેની કાળજી લેજો. ધીરજથી અને સ્વસ્થતાપૂર્વક વ્યવસ્થિત રહીને ચાલશો તો કામકાજનો અવશ્ય નિકાલ થશે. ઉતાવળા અને અસ્વસ્થ રહેશો તો વધુને વધુ ગૂંચવાતા જશો. તમારી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થતી લાગશે. તમારી આર્થિક બાબતો પ્રત્યે વધુ લક્ષ આપવું જરૂરી છે. આવક-જાવકના બંને પાસાંને ધ્યાનમાં રાખીને જરૂરી ખર્ચ કરશો. ધંધા-વેપારના ક્ષેત્રે ભાગીદારો સાથે કારણ વિનાના વિવાદ જાગશે. ધંધાકીય યોજનામાં કોઈ અવરોધ પેદા થશે. આવકની તકો વધતી જોવા મળે.
વૃશ્ચિક (ન,ય)ઃ આપની સર્જનાત્મક અને અગત્યની કાર્યવાહીઓમાં વિઘ્ન આવ્યા બાદ સફળતા મળે. ખોટા વાદ-વિવાદના પ્રસંગો માનસિક સંઘર્ષ અને ઉત્પાતનો અનુભવ કરાવશે. મનનો બોજો વધશે. તમારી નાણાંકીય પરિસ્થિતિ માટે ગ્રહયોગો મિશ્ર ફળ આપનાર છે. એક બાજુથી આવકજાવક અને ખર્ચના પ્રસંગો આવે. બીજી બાજુ આવક કે લાભ મળવા છતાંય સ્થિતિ કટોકટીભરી બને. કોઈ નુકસાન કે વ્યયનો પ્રસંગ પેદા થશે. નોકરિયાતને પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુધારો થતો જણાતા રાહત મળે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય સાનુકૂળ તક આપનાર છે. મહત્ત્વની વ્યક્તિનો સહકાર મેળવી શકશો. મનની મૂંઝવણો દૂર થાય. અગત્યની કામગીરી સફળ પાર પડે. અલબત્ત કેટલાક મતભેદોથી અશાંતિ, માનસિક ભાર રહે. આવક યથાવત્ રહે. નાણાંકીય ટર્નઓવર ધીમું પડશે. ઉઘરાણી તરફ ધ્યાન આપજો. નોકરિયાતો વર્ગ માટે આ સમય ઠીક ઠીક સારો ગણી શકાય. ઉચ્ચ અધિકારીઓ તરફથી માનપાન મેળવશો. ઇચ્છિત પરિણામ હાંસલ થશે.
મકર (ખ,જ)ઃ આ સમયમાં અગમ્ય બાબતોથી બેચેની, ઉદાસીનો અનુભવ થશે. ખોટી નિરાશાઓ મન પર કબજો ન લઈ લે તે જોજો. તમારી મૂંઝવણો વિશે જેમ વધુ વિચારશો તેમ વધશે. નાણાંકીય રીતે તમારી આવક વધે તો પણ નાણાંભીડ જણાશે. નોકરીની પરિસ્થિતિ કે વાતાવરણ તમારી તરફેણમાં જણાશે નહીં. પ્રતિકૂળતા અને અડચણોમાંથી માર્ગ કાઢવો પડશે. ધંધા-વેપારની બાબતો માટે પરિસ્થિતિ હજી મૂંઝવતી જણાશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ રચનાત્મક અને સર્જનાત્મક કાર્યમાં સાનુકૂળતા મળતા આનંદ ખુશી જણાય. મનની ઈચ્છાઓ સાકાર થતી જણાય. બેચેનીનો બોજ હળવો થશે. આર્થિક જવાબદારીઓ છતાંય પરિસ્થિતિ એકંદરે ટકાવી શકશો. નાણાના અભાવે કોઈ કામ અટકે તેમ લાગતું નથી. એકાદ-બે લાભ, આવકના પ્રસંગોના કારણે ચિંતા દૂર થાય. નોકરિયાતો માટે આ સમય સફળતા, પ્રગતિ અને યશમાન આપનાર છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ સામાજિક કાર્યોમાં સાનુકૂળતા વધતાં તમારો ઉત્સાહ વધશે. પ્રગતિકારક નવરચનાઓ કરી શકશો. આ સમયગાળામાં કોઈ અનિચ્છનીય વ્યક્તિઓ સાથે વિવાદ કે ઘર્ષણમાં ઉતરવું ન પડે તે જોવું રહ્યું. નાણાંકીય સ્થિતિ સંતોષકારક રહે નહીં. નાણાંભીડ અનુભવાય. આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવા માટે મહેનત કરજો. નોકરિયાતો માટે આ સમય અનુકૂળ પુરવાર થાય. અટવાયેલા કેટલાક કાર્યોને આગળ ધપાવી શકશો. સ્થળ પરિવર્તનયોગ છે.