તા. ૭ ડિસેમ્બર થી ૧૩ ડિસેમ્બર ૨૦૧૯

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Thursday 28th November 2019 07:45 EST
 

મેષ (અ,લ,ઈ)ઃ તમારા આયોજન કે અપેક્ષા કરતાં પ્રતિકુળ સંજોગોના કારણે અશાંતિ અને ઉત્પાત વધશે. મન અજંપો અનુભવશે. આર્થિક સમસ્યા ઘેરી જણાય તો પણ કાર્યશીલ રહેશો તો કોઈને કોઈ રીતે નાણાંનો બંદોબસ્ત થતાં તમારા કામ ઉકેલાશે. ધીરજની કસોટી થશે. નોકરીના ક્ષેત્રે હજુ સંજોગો સુધરતા જણાતા નથી. નોકરીમાં પરિવર્તન માટે હજુ સમય આવ્યો નથી. ધંધાના ક્ષેત્રે તમારા પ્રયત્ન સફળ થશે. સંપત્તિ-મકાન કે જમીનને લગતા પ્રશ્નોથી ચિંતા રહે. મકાન બદલવાની તમારી ઇચ્છા ફળે નહીં. ગૃહજીવનનું વાતાવરણ ડહોળાતા અશાંતિ - ગેરસમજ વધશે. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા થાય નહીં તે જોવું રહ્યું.

વૃષભ (બ,વ,ઉ)ઃ ચિંતાના વાદળો વિખેરાતા તમારું મનોબળ મક્કમ બનશે. નાણાંકીય દૃષ્ટિએ જે કંઈ તકલીફો જણાતી હશે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ મળે. ખર્ચાઓ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકશો. સારો લાભ મળશે. નોકરિયાતો માટે ગ્રહયોગો શુભ જણાય છે. વિરોધીના વિઘ્નોને પાર કરી શકશો. વેપાર-ધંધાના ક્ષેત્રે પરિસ્થિતિ સુધારાજનક અને પ્રોત્સાહક જણાશે. સંપત્તિમાં વૃદ્ધિના યોગ છે. મહત્ત્વની ખરીદી થાય. મકાન-જમીનને લગતા કામકાજો હલ કરી શકશો. કૌટુંબિક સંપત્તિ અંગે મહત્ત્વનો નિર્ણય લઈ શકશો. ગૃહજીવનની કોઈ સમસ્યા હશે તો તેનો સાનુકૂળ ઉકેલ લાવી શકશો.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં અંગત કારણસર અજંપો - બેચેનીનો અનુભવ થશે. ધાર્યું ન થવાથી, નિરાશ કે નિરુત્સાહ થશો નહીં. મનોબળ મક્કમ રાખજો. નાણાકીય દૃષ્ટિએ સમય સુધારો સૂચવે છે. મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ મળશે. લાંબા સમયથી અટવાયેલા નાણા મળે. ઉઘરાણીના કામકાજ પાર પડતા જણાશે. નોકરીના ક્ષેત્રે પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવશે નહીં. વ્યવસાયિક દૃષ્ટિએ ધીમો પણ આશાસ્પદ વિકાસ શરૂ થશે. મહત્ત્વની ચીજવસ્તુની ખરીદી થાય. અંગત સમસ્યાઓનો સારો ઉકેલ મળશે. દામ્પત્યજીવનમાં નજીવા મતભેદો રહેશે. અપરિણીતો માટે લગ્ન-વિવાહની વાતચીત માટે સાનુકૂળ સમય છે. ગુપ્ત વિરોધીઓ તેમના પ્રયત્નોમાં નિષ્ફળ જશે.

કર્ક (ડ,હ)ઃ લાગણીઓના ઘોડાપુરમાં વધુ પડતા તણાશો તો ઉશ્કેરાટ-વ્યથા અને માનસિક તંગદિલી સિવાય કશું મળવાનું નથી. માનસિક સ્વસ્થતા હણાય તેવા પ્રસંગો સર્જાય. કૌટુંબિક અને ગૃહજીવનને લગતાં ખર્ચાનું પ્રમાણ સવિશેષ રહેતા નાણાભીડ રહે. નવીન મૂડીરોકાણ વિચારપૂર્વક કરવું. આવકવૃદ્ધિના તમારા પ્રયાસો પૂર્ણ સફળ થશે નહિ. નોકરિયાતો માટે આ સમય મહત્ત્વનો નીવડશે. મહત્ત્વના લાભની આશા રાખી શકો છો. જમીન-મકાનના લે-વેચના કામમાં વિઘ્નો જણાશે. ધાર્યા પ્રમાણે સમસ્યા હલ થાય નહિ. માનસિક ભારણ વધે. ગૃહજીવનના મતભેદો સમજદારી દાખવીને પ્રેમપૂર્વક ઉકેલી શકશો.

સિંહ (મ,ટ)ઃ ગ્રહયોગો દર્શાવે છે કે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળતાં મનમાં ઉદ્વેગ રહે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડશે. આ સમય નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતાપ્રદ જણાશે. નવા ફેરફાર થાય. વેપાર- ધંધાના ક્ષેત્રે પણ હવે તમારા માટે નવી ક્ષિતિજ ખૂલશે. પ્રશ્નો સમાધાનથી ઉકેલવા સલાહ છે. દામ્પત્યજીવનમાં સંવાદિતા અને સહકારનું વાતાવરણ રહેશે. અવિવાહિતોના લગ્ન માટે સમય શુભ છે. ભાતૃવર્ગ સાથે વિખવાદ બાદ સમાધાન થાય.

કન્યા (પ,ઠ,ણ)ઃ સ્વાસ્થ્ય સાચવશો તો સ્વસ્થતા જળવાશે. આ સમયમાં નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહિ રાખો તો ગરબડ વધશે. ખોટા ખર્ચ વધી જવા સંભવ છે. હજુ અટવાયેલા લાભો કે ઉઘરાણી મેળવતા વિલંબ થશે. કૌટુંબિક કારણસર ખર્ચનું પ્રમાણ વધતાં નાણાભીડ જણાશે. નોકરિયાતો માટે આ સમય તણાવકારક છે. ધાર્યું કામ થાય નહિ. વિઘ્નો વધતાં લાગે. ગૂંચવાયેલી સમસ્યા જેમની તેમ રહેશે. ધંધા-વેપારના ક્ષેત્રે પરિસ્થિતિ અને સંજોગો મુશ્કેલીરૂપ બનશે. સંપત્તિ કે મિલકતની સમસ્યાઓ ગૂંચવાયેલી લાગે. ધીમી પ્રગતિ થાય. નાણાકીય લેવડદેવડ અન્યોના ભરોસે કરવી નહીં. યાત્રા-પ્રવાસમાં ધાર્યું ફળ મળે.

તુલા (ર,ત)ઃ કેટલાક પ્રસંગોથી ચિંતામુક્ત બની શકશો. એકંદરે માનસિક સ્વસ્થતા જળવાશે. ગૂંચવાયેલા આર્થિક પ્રશ્નોનો ઉકેલ મળે. અણધારી સહાયથી કામકાજ નભી જશે. જરૂરી નાણાકીય વ્યવસ્થા ઊભી કરી શકશો. અવરોધો દૂર થાય અને કાર્યસફળતા મળે. નોકરિયાતોને સમસ્યાના ઉકેલ માટે સાનુકૂળતા સર્જાશે. વિરોધી હિતશત્રુ ફાવશે નહીં. મકાન-મિલકતના કામકાજો માટે જોઈતી તકો અને સાનુકૂળતા મેળવશો. પુરુષાર્થ ફળદાયી બનશે. સંપત્તિમાં લાભ મેળવી શકશો. ગૃહજીવનમાં સમસ્યાના ઉકેલનો માર્ગ મળશે. ગેરસમજો નિવારી શકશો. મુશ્કેલીમાં સ્વજનોની મદદ મળી રહે. પ્રવાસ-પર્યટન માટે સમય સાનકૂળ જણાય છે.

વૃશ્ચિક (ન,ય)ઃ અશાંતિ કે તણાવ ઓછા થશે. સાનુકૂળતાનો લાભ ઉઠાવજો. મૂંઝવણો દૂર થાય. લાંબા સમયથી અટવાયેલા લાભ મળવી શકશો. નાણાકીય મૂંઝવણનો કોઇ સારો ઉકેલ મળશે. કૌટુંબિક કાર્યો અંગે ખર્ચ વધશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળતા સર્જશે. અટવાયેલા કામકાજો ઉકેલાશે. નોકરીના ક્ષેત્રે સારી તક મળે. વેપારી વર્ગ યા ધંધાર્થી માટે પણ સફળતા અને વિકાસનો સમય છે. મનને શાંત રાખીને પ્રશ્નો હલ કરવા. ગૃહજીવનની પરિસ્થિતિ મનને મૂંઝવતી જણાશે. નાહકની ગેરસમજોથી માનસિક તાણ - વ્યથા સર્જાશે.

ધન (ભ,ફ,ધ,ઢ)ઃ માર્ગ આડેના વિઘ્નો દૂર થાય. તમે નિર્ધારિત માર્ગે સફળતાપૂર્વક આગળ વધી શકશો. ખર્ચ - વ્યયનું પ્રમાણ વધતું જણાશે. ખર્ચ - ખરીદી પર કાબૂ રાખજો. આર્થિક મૂંઝવણમાંથી બહાર નીકળવાનો માર્ગ દેખાશે. નોકરિયાતો માટે સમય સાનુકૂળ છે. હાથ ધરેલા કામકાજમાં સફળતા યશ-માન મળે. હિતશત્રુ પર વિજય મળે. વેપાર-ધંધાની સ્થિતિ સુધરતી જણાશે. વિકાસ - લાભની આશાઓ ફળશે. મકાનની લે-વેચનું તથા સરકારી કામકાજ ઉકેલી શકશો. કૌટુંબિક વિવાદોનો નિવેડો આવતો જોઈ શકશો. સામાજિક પ્રશ્ને વ્યથા અનુભવશો. કેટલાક નિર્ણયોથી કામ વિલંબમાં પડશે. સ્વસ્થતાથી નિર્ણય કરવા સલાહ છે. મહત્ત્વની વ્યક્તિ ઉપયોગી બનશે. આરોગ્યની ખાસ કાળજી લેજો.

મકર (ખ,જ)ઃ લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે કે તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય રહેશે. જરૂર કરતાં વધુ ખર્ચ - હાનિના પ્રસંગો સામે આવકનું પ્રમાણ ચિંતા જન્માવશે. કરજનો ભાર અકળાવશે. નવા મૂડીરોકાણને અત્યારે ટાળજો. નોકરિયાતોને ઉપરી કે સહકર્મચારી વર્ગ જોડે મતભેદના પ્રસંગે જોવા પડે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતા અવરોધોને પાર કરી શકશો. મકાન બદલવું હશે કે નવું લેવું હશે, પણ સંજોગોની પ્રતિકૂળતાના કારણે ઇચ્છા બર આવે નહીં. વિવાદાસ્પદ પ્રસંગોથી દૂર રહીને સમાધાનકારી વલણ લેવું. ગૃહજીવનમાં અકારણ બેચેની - અજંપાનું વાતાવરણ રહે. કોર્ટ-કચેરી અને સરકારી સમસ્યા હજુ યથાવત જણાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ માનસિક ચિંતા કે સમસ્યા હશે તો તેનો ઉકેલ મળે. મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાકીય મુશ્કેલીનો ઉકેલ મળે. ખર્ચ અને દેવાને પહોંચી વળવા માટે મદદ ઊભી થઈ શકશે. કોઈ મોટું ખર્ચ થશે. નોકરિયાતોને હિતશત્રુથી સાવધ રહેવું જરૂરી છે. વેપાર-ધંધાની કામગીરી માટે ગ્રહયોગો મંદ ફળ આપનાર છે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબત માટે સમય સાનુકૂળ અને શુભ છે. પ્રવાસ-યાત્રાની તક મળે. અંગત આરોગ્યની તકેદારી લેજો. કોઈ સ્વજનની તબિયત ચિંતા કરાવશે. કોર્ટ-કચેરીના કામ અંગે સમય સારો નથી. સંપત્તિ અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ મહત્ત્વનું કાર્ય સફળ બનતાં આનંદ જણાય. પ્રયત્નો સફળ થતાં જણાશે. નાણાકીય મુશ્કેલીનો ઉકેલ આવતો જણાશે. નોકરિયાતોએ હિતશત્રુઓથી સાવધ રહેવું. માનસિક અકળામણ જણાશે. નોકરીને લગતા પ્રશ્નો હજુ યથાવત્ રહેશે. કૌટુંબિક અને ગૃહજીવનની બાબતો માટે સમય સાનુકૂળ અને શુભ છે. પ્રવાસ-યાત્રાની તક મળે. સંપત્તિ અને મકાન-જમીન અંગેના પ્રશ્નો હલ થતાં જણાશે. મકાનની લે-વેચ થઈ શકશે. ભાતૃવર્ગનો સહકાર મળે. મહત્ત્વના કામ સફળ થતા જણાય. સંતાનો વિશે ચિંતા રહે. તેમના કામમાં વિઘ્ન રહે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter