મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં તમારા વિચારોને અમલમાં મુકવા અશક્ય જણાતા તંગદિલી વધશે. નાણાકીય સંજોગો હજુ સુધરવામાં સમય લાગશે. આથી સમજી-વિચારીને ખર્ચ કે સાહસ કરજો. બચત અશક્ય બનશે. આ સમયમાં નોકરીના ક્ષેત્રે કોઈ સારી તક મેળવી શકશો. તમારી વર્તમાન નોકરીના ક્ષેત્રે પણ પરિવર્તનની શક્યતા છે. વિરોધીના કારણે પ્રતિકૂળતા જણાય. ધંધાકીય પરિસ્થિતિ યથાવત્ રહેશે. મકાન-જમીનની બાબત અંગે સમયનો સાથ મળે તેમ લાગતું નથી.
વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક રીતે એકંદરે આ સમય સારો નીવડશે. સ્વસ્થતા વધશે. પ્રગતિકારક નવરચનાઓને કારણે તમારી મૂંઝવણો દૂર થવા લાગશે. આર્થિક બાબત અંગે વધુ પ્રયત્નશીલ અને જાગૃત રહેવું જરૂરી સમજજો. ઝડપી આવકની આશા ફળે નહિ. નોકરિયાત માટે આ સમય પ્રગતિકારક અને સફળતા અપાવનારો જણાય છે. કામકાજ પાર પાડી શકશો. વેપાર-ધંધામાં ઉન્નતિ જણાય. સંપત્તિના પ્રશ્નોની માનસિક ચિંતા રહેશે. જમીન-મકાનના કામકાજો અણઉકલ્યા રહેતા જણાય.
મિથુન (ક,છ,ઘ)ઃ ગુસ્સાની લાગણીને સંયમમાં રાખશો તો જ સ્વસ્થતા અને શાંતિનો અનુભવ થશે. ખોટી ગેરસમજોના કારણે ઉભા થાય તેવા વ્યથા-વિષાદના પ્રસંગો આ રીતે જ ટાળી શકશો. આર્થિક સ્થિતિ વધુ તંગ કે મુશ્કેલ ન બને તે માટે હવે વધુ જાગૃત બનજો. ખોટા ખર્ચ થવા ન દેશો. ધીરજપૂર્વક પુરુષાર્થ કરશો તો સમસ્યાઓ હલ થશે. આવકનું પ્રમાણ ઘટતું જોવા મળશે. નોકરિયાતોને માર્ગ આડે જણાતા અવરોધ ધીમે ધીમે દૂર થતાં જણાશે.
કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન કારણ વગરની ચિંતાઓના કારણે માનસિક તાણ રહેશે. તમારા પ્રયત્નો ધીમે ધીમે સફળ થતાં લાગે. કેટલાક ઉદ્વેગજનક પ્રસંગોને કારણે અશાંતિ અનુભવાય. નાણાકીય દૃષ્ટિએ આ સમય એકંદરે સાનુકૂળ નીવડશે. તમારા અટવાયેલા લાભો પ્રાપ્ત થતાં જણાય. નોકરિયાત માટે આ સમય અગત્યના કાર્યોમાં પ્રગતિ સૂચવે છે. ઉપરી સાથેના સંબંધો જળવાઈ રહે. નવીન તક મળે તો ઝડપી લેજો. વેપાર-ધંધાના ક્ષેત્રે મુશ્કેલીના સંજોગો દૂર થતા જણાય.
સિંહ (મ,ટ)ઃ મનનાં આવેગોને કાબૂમાં રાખજો. વ્યર્થ વાદવિવાદના પ્રસંગો ઊભા ન થાય તે જોવું રહ્યું. જરૂરિયાત પ્રમાણે તમારી આવક ઓછી રહેતાં તંગી જણાય. કરજ લોન કે સહાય દ્વારા પરિસ્થિતિ સાચવી શકશો. ઉઘરાણીઓ ફસાય નહિ તે જોવું રહ્યું. જવાબદારીનો ભાર વધશે. નોકરિયાતોને અંતરાય હશે તો દૂર થશે. ગૂંચવાયેલા પ્રશ્નો હલ કરી શકશો. બદલી-બઢતીના પ્રશ્નો ઉકેલાય. વેપાર-ધંધાના ક્ષેત્રે પ્રગતિનો માર્ગ મોકળો બનશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન તમારા મન પરનો બોજો અને અશાંતિના ઓળાઓ હઠતા જણાશે. લાંબા સમયથી અનુભવાતી બેચેનીમાંથી મુક્તિ મળશે. તમારા આર્થિક કામકાજો માટે સમય સાનુકૂળ પુરવાર થશે. કેટલીક વધારાની આવક ઊભી કરવાનો માર્ગ ખુલશે. નોકરિયાતોને હવે મહત્ત્વની કામગીરી માટે યશ મળશે. બઢતી માટેની તકોનું વાતાવરણ ઊભું કરી શકશો. વેપાર-ધંધાના વિસ્તારના પ્રયાસો તેજ બનશે.
તુલા (ર,ત)ઃ મનની મુરાદ બર ન આવતાં માનસિક અશાંતિ કે અજંપો અનુભવશો. માર્ગ આડેના અંતરાયો ધારો છો તેટલી ઝડપથી દૂર ન થતાં નિરાશા જણાશે. આ સમય આવકવૃદ્ધિ કે કોઈ જૂનો લાભ મળતાં રાહત આપનાર નીવડશે. તમારા માથેના ખર્ચાઓની જોગવાઈ ઊભી થવાની આશા રહે છે. કામ પૂરતા નાણાં મેળવી શકશો. શેરસટ્ટાથી લાભ નથી. નોકરિયાતોને કાર્યસ્થળે પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી જણાશે.
વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય અનિશ્ચિતતા અને અનિર્ણયાત્મકતામાં પસાર થાય. માનસિક મૂંઝવણ રહેશે. જો તમે સ્વસ્થ અને સ્થિર રહેશો તો જરૂર સમસ્યા હલ થશે. નાણાકીય પરિસ્થિતિ બગડી હશે તો સુધારી શકાશે. સમસ્યા હલ કરવાનો માર્ગ મેળવશો. અકારણ ખર્ચાઓ અંકુશમાં રાખજો. નોકરિયાતો માટે આ સમય લાભકારક છે. વેપારીઓ માટે આ સમય પ્રગતિકારક છે. માનસિક પરેશાનીમાંથી મુક્ત થવાનો માર્ગ મળે.
ધન (ભ,ધ,ફ,ઢ)ઃ માનસિક જુસ્સો જાળવી રાખવો પડશે. જો તમારો આત્મવિશ્વાસ અને મનોબળ ગુમાવશો તો ધારી સફળતા મળે નહિ. ઉલ્ટાની નિષ્ફળતા જોવી પડશે. નાણાકીય સંજોગો સુધરવામાં હજુ સમય લાગે તેમ હોવાથી સમજીવિચારીને ખર્ચ અંગે સાહસ કરજો. નાણાનો વ્યય ન થઈ જાય તે જોવું રહ્યું. બચત થાય નહિ. નોકરિયાતોને વિરોધીના કારણે સાવધ રહેવું પડે. અણઉકેલ્યા પ્રશ્નો સતાવશે.
મકર (ખ,જ)ઃ આ સમય દરમિયાન બનતા પ્રસંગોના કારણે માનસિક ઉત્પાત કે બેચેનીની લાગણી અનુભવાય. પ્રતિકૂળતાનો સામનો ધીરજપૂર્વક કરશો તો વધુ તાણ રહેશે નહિ. નાણાકીય મૂંઝવણો કોઈને કોઈ પ્રકારે સતાવ્યા કરે. તમે જેટલા જાગૃત રહેશો તેટલી રાહત અનુભવી શકશો. નોકરિયાતો ધારે છે તે લાભ મળવામાં કોઈને કોઈ વિઘ્ન આવતા લાભ અટકતો લાગે. ઉઘરાણી ફસાઈ ન જાય તે જોજો.
કુંભ (ગ,શ,સ,ષ)ઃ ખોટી અને કારણ વિનાની ચિંતાઓના ભયથી માનસિક અશાંતિ અનુભવવી પડે. કુનેહપૂર્વક અને મક્કમતાથી વર્તશો તો જ રાહત મળશે. નાણાકીય બાબતો અંગે ઠીક ઠીક પ્રમાણમાં પ્રતિકૂળતાનો અનુભવ કરવો પડે. મૂડીરોકાણ કે સાહસથી નુકસાન ન થાય તે જોજો. નોકરિયાત જાગૃત નહિ રહે તો વિરોધીના કારણે મુશ્કેલીમાં પડશે. વેપારી વર્ગ માટે મિશ્ર સમય છે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ અગત્યના મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ મળતાં સફળતા મળતા ઉત્સાહ વધશે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે અથવા તો તેમાં પ્રગતિ થતી જણાશે. આર્થિક દૃષ્ટિએ આ સમય સુધારાજનક અને એકંદરે વધુ સાનુકૂળતા જણાય છે. આવકવૃદ્ધિનો માર્ગ મળે. તમારા વ્યવહારો ચલાવવા પૂરતી નાણાકીય વ્યવસ્થા કરી શકવામાં સફળ થશો. નોકરીમાં પરિસ્થિતિ સાનુકૂળ રહેતી જણાશે. તમારા વિરોધીઓ ફાવશે નહિ. નોકરીના ક્ષેત્રે કોઈ મહત્ત્વની કામગીરીમાં સફળતા મળે.